ગોદડિયો ચોરો.. લાલજી ને બદલે લાલુજી !!!!!

ગોદડિયો ચોરો… લાલજી ને બદલે લાલુજી !!!!!

============================================================================= !

 

ગોદડિયા ચોરે બેઠક જામી છે. બસ ચારે કોર ચર્ચાનો એક જ વિષય ચર્ચાય છે. બેંક ઘોટાલા. ‘પી.એન.બી.

( પી ને બીવે છે શાનો ) નિરવના ગયા પછી નિરવ શાંતિ જ છે. બસ આ ચેનલોવાળા બાટક્યા કરે છે. મેહુલ

એના ઘરમાં જ વરસ્યો ને આ ચોકસીએ બધું છાનુંમાનું ચોક્કસ કરી લીધું.

આવી વાતોનાં વડાં ગાદલા તલાવે ધૃતરાષ્ટ્ર , કનુ કચોલું , નારણ શંખ , અઠો , બઠો ને કોદળો કરી રહ્યા હતા.

ત્યાં જ હું અચાનક આવીને ઉભો રહ્યો મને જોતાં જ બધા મિત્રો આનંદથી ઝુમી ઉઠયા ને એકી સાથે અમેરિકાથી

ક્યારે આયો એના ઉલટ તપાસમાં સવાલો કરવા લાગ્યા.

ત્યાં જ ગોલમટોલ ગોરધન ગઠો ને તિકમ તિનપત્તી ઝુમતા ઝુમતા ચોરે આવી ચાઢ્યા.

કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા બવ (બહુ) ટાઇમે પાછો આયો.

નારણ શંખ કહે અલ્યા બલુનમાં બેહવાનુ ખાવા પીવાનું ને ઉંઘવાનું બરબર મલ્યું કે નઇં.

કોદાળો કહેઅવે બીજી વાતો નેકસટ (ફરીથી) નાઉ (હમણાં) આ પુછીંગ સમ કવેશચન ઓકે.

અલ્યા ખોદડિયા વાય યુ નોટ ફોન કરિંગ હમ સબકુ. વાં જાકર તુમ ભાઇબનધોકો વિસરિંગ. વોટ યુ હજામત કરીંગ

એનડ ફર્ગેટિંગ યુ ગોદડીયા ગધેડા. કિસ સગલી ઓર સગલેકો તુ ખબર અનતર પુછિંગ તુમ્હારે પાસ ઇસકા

આનસર હો તો કરપા (કૃપા) કરકે સબકો ડિકલેરીંગ કરીંગ.

મેં કહ્યું મિત્રો મને માફ કરો ઘણા સમયે ગોદડિયા ચોરે આવ્યો છું.  હું મારી ફોન કથા કરું છું.

મેં અમેરિકાથી ફોન કર્યો લાલજી ( રેડ ક્રિષ્ના નડવાણીજી) ને પણ ભારતીય ધુર (ધુળ-માટી) સંચાર

(બી એસ એન એલ )ની કીરપાથી લાગી ગયો લાલુજીને .(લાલુપ્રસાદ યાદવ),

પછી જે સંવાદ થયો તે ગામઠી હિંદી ભોજપુરી ને મિકસ ઇંગલીસમાં માણો.

મેં ફોન જોડ્યો ૦૧૧૯૧૪૨૦૪૨૦૪૨0૧ ઘંટડી વાગી ટ્રીન…ટ્રીન…ટ્રીન..ટ્રીન..ટનટનટન….ટ્રીંન..

મેં  કહ્યુંહલ્લો હલ્લો હલ્લો કોન સ્પીકીગ …..સામે બાજુથી હેલો કોન ભોંકતા સસુરવા

હું તો હક્કા બક્કા રહી ગયો કેઆ ડોહા નડવાનીને પરધાન પદ કે રાસ્તર પતિ પદ ના મલ્યું એટલે પાગલ થઇ

ગયો ને બિહારી લેંગ્વેંજના રવાડે ચઢિ ગયો કે શું ?

ત્યાં તો સામેથી ભેંસસુર જેવા અવાજે હટ…ફરરર..કોન ફોનવા પે ચૌટવા હૈ હરામી નામ નહિ બકતાવા.

મેં કહ્યું અમરિકાસે ગોદડિયાજી બોલ રહા હું આપ કોન લાલજી ઉફ આડવાની બોલ રહે હે “.

“ઉધરસે  આવાજ આઇ નહિં ભાઇ ગોઘરિયા મે આડવાની નહિ લાલુજી બોલ રહા હું.”

યે અડવાની ઓર યશવંત ઓર વો મુરલી કોપ ભવનમાં બેઇઠકે કબ લડુ આયેગા સોચ રહેં હૈ.

મેં કહ્યું નમસ્તે લાલુજી આપ કૈસે હે . હાવ આર યુ. રાબડીજી કૈસી હૈ.

લાલુજી બોલે સબ એકદમ મજેમેં હૈ.મેં બાલિયા (વાલિયા)ડાકવન જૈસા બન ગયા હું જિસન લોગોંકે લિયે ભેંસોકા

ચારા ખાયા વો બાહર મજેં કર રહેં હૈ ઓર મેં ભૈંસા બનકર જેલમાં ઢુંસ દિયા ગયા હું.

મેં કહ્યું “લાલુજી એક દિન સબકુછ ઠીક હો જાયગા ઓર આપકા લાલ ટેનવા ચમકવાગા.”

લાલુજી બોલેબોલ અમરિકવામાં કેસનવા ચલ રહા હે. હમારે દોસતવા ડોંનલ્ડવા ટંપવા મઝેમાં હૈ કિ નઇં.

વો ટ્રંપ્વા મિલે તો કેહના કિ ભાઇ યે લલુવા તેરા બડા બ્રધરવા હે જરા દિમાગવા લગાકે દેખુનવા કે હમરા ઓર

યે ટ્રપનવાકા મુખ મંડલ એક જૈસા દિખતા હૈ. ઉસકે ઓર હમરે શિરકે બાલ ભી અપની સાધનાજી

(ફિલ્મ એકટ્રેસ સાધના )કિ તરહ દિખતે હૈ. મેં ભી ઉસકે જૈસનવા ગોરાહી ટમાટર જૈસા દિખતા હું. યે સસુરે બુઢનવા

(લાલુકા પિતા) બલુનવા(વિમાન) નહી થા ફિરભી સાત સમનદરવા ઘુમકે વહાં પહુંચવા ગયા હોગા તબી હમરી

શકલવા (શકલ-ચહેરો)ઇતના મિલતવા જુલતવા હેગા.”

મેં મનમાં જ કહ્યું “એટલે જ અકલ શકલ ને નકલથી દોનોં બળદવા (બળદ-બેલ) લગતવા હેંગા.”

લાલુજી બબડે “યે સાલે ભાજપા વાલોંને મેરી અકલ ઓર  શકલ  બિગડ દી હે ખેર જાને દો.

મેંને કહા લાલુજી યે ત્રપન્વા (ટ્રંપ)કો ક્યા બોલના હૈ યે કહો ?

હમરે લિયે યે મોદનવાકો સમજાવે. કિ હમસે દુસમની અચ્છી નહી.હમ તો ભૈયા બિહારી હેંગે તુમેં બે-હાર

(સંસદવા ઓર એસંબલીવા) દેગા ઓર વાપસ ઘર ભેજનવા દેંગે .”

“યે સસુરા માલયાવા, નિરવવા ચોકસીવા ભાગ લ્યા પતલુન પકડકે તબ યે ચોકીદારવા મોદનવા નરેનદરવા

સસુરવા ભાસનવા  (ભાષણ )ભોંકનવા રહા થા. ભાઇઓ ઓર બેહનો. સાલા નોંટંકિયા.

મે કહ્યુ લાલુજી યે સુશાશન્બાબુ નિતીશકુમારજી કૈસે હૈ?

લાલુજી એકદમ ગુસ્સામાં “યે પલટુરામ નિતિશવા હરામીકો મેરે દલકે (પાર્ટી)કા મેમબરવા જિયાદનવા (વધારે)થા

ફિર ભી યે ગધનવાકો મુખ મંતરીવા (મુખ્યમંત્રી) બનાઇવા તો યે લોટુરામ ઉધર્સે ઉધર ગમનવા કીયા.”

મેં કહ્યું  લાલુજી મેં સબ કુછ સમજ ગયા આપકો ઓર કુછ કેહના હૈ.

“લાલુજી  સુન મેલેનિયા ભોંજી (ભાભી) કો નમસ્કાર કેહના.અબી રબડી ઇગલીશ ફિંગલિસ શિખન રહી હૈ.

અબ સાડી બિલાઉઝ કે બદલે પેટી કોટનવા ઓર પતલુનવાકી પરેક્ટીસવા(પ્રેકટિસ) કર રહી હૈ સો ધેન મિલિંગવા

હિઝ દેરાની મેલોનિયવાકો . ઓર બિટીયા ઇવાનવાકો ભી તાઉજીકી યાદ દે દેના. યહાં આઇ થી ભારતવામેં

યે સસુરે મોદીને ઉલટ પુલટા સમજવાકે હમેં મિલને ના દીયા.”

ગાંઠિયો=

જ્યારે ભાજપ અને સાથી દલોએ રાષ્ટ્રપતિ તરીકે મહામહિમ રામનાથ કોવિંદનું નામ જાહેર કર્યું .

ત્યારે “યમરાજાએ લાલકિષ્ણ અડવાણીજીને ફોન કર્યો કે હવે આવવું છે કે કોઇ બહાનું બાકી છે .”?

અડવાણીજીએ કહ્યું -” મોદીએ કહ્યું છે કે વિકાસ આવવાનો છે એનું મોઢું જોઇ રમાડીને જવું છે.!!!!”

============================================================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

ગોદડિયો ચોરો…બાપુનો બળવો કે બડવો

ગોદડિયો ચોરો…બાપુનો બળવો કે બડવો

====================================================

ખમીરવંતા ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાનાં ચકલાંની બેઠક જામી છે.

મહામહિમની ચુંટણીમાં વેરવિખેર થઇ ગયેલા એવા વિરોધ પક્ષોની ચર્ચાનો ચકડોળ જામ્યો

છે.અઠો,બઠો,કનુકચોલું, ગોરધન ગઠો,નારણ શંખ, ધૃતરાષ્ટ્ર, શકુનિ ભદો ભુત ગોદડિયા

ચોરાના  ભેજાબાજ રિપોર્ટરો દુનિયાના ડખાને અખાના છપ્પાની જેમ વિસ્તારપુર્વક વર્ણવી રહ્યા

છે.ત્યાં જ કોદાળાશંકર સાથે વાંદરા ટોપી સાથે પત્રકાર પોપટલાલની જેમ છત્રી ઘેલા છગુમલ

છતરીસીયા પધાર્યા.કોદળો કહે ભૈયો આ છગુમલ છે એ છનીબા છિંંકણીયાના એકમેવ એવા

ધણી છે.

છનીબા જ્યારે મહાકાળી રુપ ધરે ત્યારે છતરી તલવારની જેમઘુમાવી ઘુમાવીને એમના

છુટા ફેંકેલા રીંગણ દુધી બટકા સુરણ આદુતપેલી વાડકી સાણસી જેવાં ઘરગથ્થુ આયુધો સામે 

બહાદુરતાથી લડે છે.

કનુ કચોલું કહે ઓ ડાપણ ડાહ્યા કોદાળા હવે એ બધી પંચાત મેલ ને

કોદળો કહે ” માળું હાળું આ શંકર બાપુએ વરહોથી (વરસોથી) બૈડે ( બરડે) બોંધી (બાંધી) રાખેલી

ક્ટૈઇ ( કાટ ખાયેલી) ગૈઇલી તરવાર(તલવાર) મયોન (મ્યાન)માંથી હડફ દૈને ખેંચી કાડી

(કાઢી)ને સિગરામ સિગરામ (સંગ્રામ) કરતાક્ને હે હોંકારા પડકારા કરવા લાગ્યા. “

ધૃતરાટ્ર કહે જોને “આ શ્રાવણ મહિનો આવે છે એટલે શંકરે તાંડવ કર્યું.”

નારણ શંખ કહે ” ભાઇ આને જ બાપુનો બળવો કહેવાય.”

ત્યાં તો “છગુમલ છતરીયા એકદમ હડમાન કુદકો મારીને છતરી સહિત કુદ્યા ને વદયા

(બોલ્યા)અલ્યા ગોદડીના કુકડાઓ મારી વાત ધોન(ધ્યાન)થી હોંભરો  વીહ (વીસ)

વરહથી ટોંટીયા (પગ)ખેંચણીયાં, ધક્કા મારણીયાં,ધુર (ધુળ) ઉછારણીયાં,સલામ

ઠોકણીયાં,હતુતુ ખેલણીયાં, ખો-ખો કરણીયાં જેવી આપડી જુની રમતો રમી રમી આ વંશવાદી

પુજા અર્ચના કરતાં ભગતડાંઉંઘણશી ને મુડદાલ થૈ જ્યાં (ગયાં) હતાં એમને  હહડાવવા આ

બળવો કર્યો છે.”

મેં કહ્યું ઓ છતરીયા કાકા જરા વાતનો વિગતવાર ફોડ પાડો.

છગુમલ છતરીયા કહે ” અલ્યા આ ટીવી બીવીની જેમ બકબક કરે છે ને સાપાં(છાપાં)વારા

હમજ્યા વગર સોંતરાં (છોતરાં) કાડે (કાઢે )છે. આ બધા ગધેડાના પાછલા પગની જેમ

લાતંમલાત કરી બાતંબાત કરે છે ને હમાચારોમાં બાપુનો બળવો બાપુનો બળવો એમ

બબડાટીયણ બગલ બોમલી થૈ હોય એમ દર બે પાંચ મિનિટે ભાંગેલા તુટેલા ગબાચારો

( બ્રેકિંગ ન્યુઝ) ગબડાવ્યા કરે છે પણ ગગલા ઘાંચાઓને વાતનો હાચો અરથ શું થાય એની

પાશેર પાયલી જેટલી હમજણ નથી.”

”   અલ્યા ગધેડાઓ આ ” બળવો “ નહિ ” બડવો ” કેવાય.”

ગોરધન ગઠો કહે  ઓ છગુમલ છતરીયા ભૈસાબ એને ‘ બડવો ‘ ચમનો કેવાય.?

છગુમલ છતરીયા કહે અલ્યા તારુ નામ જ ગઠો છે તે અઠા જેવો આઠ આંકડિયો છે,

“જો હોંભળ બોમણ (બ્રાહ્મણ)ના દિકરાને જ્યારે દિક્ષા આપે છે ત્યારે બડવો દોડાવે છે.

હવે ઇવડો ઇ તરવરીયો ઘોડો દોડે એમ છગછગાઇને ડોટ (દોડે) મેલે છે.એની પાછળ

બધાય દોડાદોડી કરી મેલે છે કે અલ્યા હજુ સમય છે પાછો વળી જા. પણ લાડવાનો

લાડકો પાછો વળતો નથી. એટલે અનો બડવો દોડેલો સફળ થાય ને બીજા નકામી

કામ વગરની દોડાદોડ કરી મેલે છે. આ દોડાદોડીમાં કેટલાય અડફટે ચડી જાય છે ને ?”

કોદળો કહે “ઓ છની છેંકણિયણના તપેલેશ્વર છટકેલેશ્વર છતરીયા કોણ કોણ દોડે છે.”

છગુમલ છતરીયા કહે ” કેમ બાપુએ એવો બડવો દોડાવ્યો કે ગુજરાત કોંગરેસ આખી

દોડતી થઇ ગઇ કે નહિ. અલ્યા ના કયું કે ના જશો તો પહોંચી ગયા બાપુના બડવામાં”

મેં કહ્યું ” ભૈ શંકરે તાંડવ મચાવ્યું ને એ તાંડવમાં બોલો કેટલાય કામધારી નહિ પણ

નામધારી ખાદીધારી એવા ધારી રે ધારી   ‘અર્જુન’   ‘ભરત’   ‘શક્તિ’   ને ‘સિધ્ધાર્થ’

બડવામાં દોડવ્યા.”

“અરે રે રે ‘અ-શોક’ જેને કોઇ શોક નથી એવા ‘અશોક’ને શોક કરતા કરી દીધા છે.”

હવે બાપુ ભગતડાં જોર શોર ને ટેસથી લહેકાબંધ ગાય છે.

“હતુતુતુ હતુતુતુ જામી છે રમતની ઋતુ

  કાપી નાખો હવે શાનથી ટિકીટનું પતું “

ગાંઠિયો==

” નામની આગળ આવે છે દશકો

  જેની અતિ ભારી રહ્યો છે ભપકો

  કહેવાય જનતા માટેનો છે રસ્તો

  પ્રજા કે કોંગ્રેસી માટે નથી સસ્તો “

  “”””” { ૧૦ જન પથ } “””””

======================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયોચોરો…અલ્યા હાચાં ‘ જી ‘ તો તૈણ જ કે’વાય

ગોદડિયો  ચોરોઅલ્યા  હાચાં     ‘     જી     ‘         તો તૈણ જ કે’વાય.
=======================================================================

ગોદડીયો ચોરો

નવલા  વરસના  નવલા  દિવસો  રમઝમ  રમઝમ  કરતા  એક  પછી  એક  પસાર  થઇ  રહ્યા  છે.’

નવાબી  નગરી  ખંભાતના  ચકડોળ  મેદાનમાં  જામેલા  દિવાળી  મેળાને  નગરજનો  ઉલહાસ

અને  ઉમંગથી  માણી  રહ્યા  છે  તો  કોઇ  મહાલી  રહ્યા  છે.

અમારા  ચોરાના   ચમકીલા ચેહરાઓ  પણ  મોતના  કુવાના  કરતબ  સાથે  ચકડોળની  ચકરડી

ચઢતા  ગોદડિયા  ચોરાની  ચકરાણીઓને  ( પત્નીઓનેઘમ્મર  વલોણાની  જેમ  મેળામાં

  ઘુમાવી રહ્યા છે  જેથી  નવા  વરસમાં  ચકરાણીઓ  ખુશ  ખુશાલ  રહે  ને  વેલણ  ટાઇટ  સર્જીકલ

સ્ટ્રાઇક્ના  ઓરતા  અનુભવવા  ના  પડે.

મેળાની  મઝા  માણી  બધા  ચોરાના  ચણચણતા  ચકલાઓએ  ચકરાણીઓને  ઘર  તરફ  વળાવી

ગાદલા  તલાવે  બેઠક  જમાવી.

 ગોદડિયો,  નારણ  શંખ ગોરધન  ગઠોભદો  ભુતઅરવિંદ  આખલો અઠો,   બઠોબેસી

ચાની  ચુસકી  લેતા  હતા.

 કનુ  કચોલું  ને  કોદળાજી  સાથે ચચુકા‘  કાકા પધાર્યા

ચતુરભાઇ  ચુનીલાલ  કાછીયા= =  ‘  ચચુકા ‘

ચચુકાજી  ગર્જ્યા  ” અલ્યા  ગોદડિયા  આ  દુનિયા  આખીને  ‘ જી ‘ નુ   ચમનું   ભુત  વળ્ગ્યું  છે.

મારા  બેટા જે  હોય  તે  કે’  છે  આ   ‘ટુ જી’   ગયું  ‘   થ્રી જી ‘ ગયું ને    ‘ફોર જી ‘ આવ્યું.”

(  2G-  3G- 4G -5G ).

મેં  કહ્યું ”  ચચુકાજી  તમે ય  એક  પ્રકારના  જી  છો.  આ  ” જી ”  એ   એક  જાતનું   નેટવર્ક  છે 

ટુ  જી  કરતાં   થ્રી  જી  નું  નેટવર્ક  જરા  વધારે  ગતિવાળું  હોય  તો  પાછું  ફોર  જી  એથીય  વધારે

ગતિવાળું  હોય .”

કનુ  કચોલું  કહે  ” ભાઇ  આ  ગતિ  તો  ઠીક  પણ  એનાથી  તેજ  ગતિ  વાળાં  ને   મતિ (બુધ્ધિ)ને

ગુંચવી  દે  એવાંય  નેટવર્ક  દુનિયામાં  હાલતાં  ચાલતાં  મલે  છે  જેમ  કે  અમેરિકાના  રિપબ્લિકના

ઉમેદવાર  ડોનાલ્ડ   ટ્રમ્પ  એને  જરીય  જંપ  નથી  કે  એની  જીભે  બમ્પ  નથી. ”

કોદાળો  કહે  ” અલ્યા  હહરીના  ત્યોં  હુધી  શેનો  લોંબો  (લાંબો)  થાય  છે.  ઘરમાં  જ  બે  નેટવર્ક

એવી ગતિ  પકડે  કે  ચમચા  વેલણ  થાળી  વગેરે  ખખડે  ને  હુંકારા  ટુંકારા  થાય .”

                                             ” પતિજી              ને           પત્નીજી “

ગોરધન  ગઠો  કહે  ” ભાઇલા  સસરાજી ,  સાસુજી ,  સાળાજી,  સાળાવેલીજી,  સાળીજીનું  નેટવર્ક

પણ  જબરું  હોય  જો  કજિયો  કે ક કળાટ  થાય. જો  પત્નીજી  પિય ર વાટે  વંટોળિયાની  જેમ

ગતિ  પકડે  તો  માળું  વા’લું  આખું  કુટુંબ  બૈરીનો  જ  પક્ષ  લે . પતિજીને   નેટવર્ક્ને  બદલે  ફેંટવર્ક,

ગાળવર્ક , મહેણા  ટોંણા વર્ક ,   છેવટે  દંડાપાક  વર્ક  ને  છેવટે  જમાદારજી  કે  ઇન્સપેક્ટરજીના

ગાળ  ઠોં સા સાથે  જેલ  જી  નાં દર્શન થઇ જાય.”

ધૃતરાષ્ટ  કહે  ” ભાઇ  કાકાજી,   કાકીજી,  મામાજી,   મામીજી,   ભાભીજી,   ફુઆજી,   ફોઇજી,

દિયરજી   દેરાણીજી ,  જેઠજી,   જેઠાણીજી,   નણદોઇજી , નણંદજી  એવાં  બધાંજી  સામજીક

જીવનમાં   તાણાવાણાથી  કરોળિયાના  જાળાની  જેમ   ગઠબંધન  સરકારોની  જેમ  જોડાયેલાં

હોય  છે .  જે  સ્વાર્થવૃતિથી   જ  જોડાયેલાં  રહે  છે.”

નારણ  શંખ  કહે  ” અલ્યા   તમે   બધાય ‘   જી ‘  ની વાત કરી  પણ એક મુખ્ય જી તો ભુલી જ ગયા.

ભદો ભુત કહે ” અલ્યા શંખ એ  જી ના નામાકરણનો  શંખનાદ  સત્વરે  કરી  નાખ  ને  ફોડ પાડ.”

નારણ શંખ કહે ” અલ્યા  કહેવત  જેમ  સાચો  સગો  કે  પછી  દુશ્મન  જે  ગણો  એ પડોશીજી’ .”

 સમાજમાં  પડોશીઓ   સ્નેહભાવ  રાખે  તો  કોઇક  અવળચંદો  હોય તો વેરભાવ રાખે.

 આપણા દેશના બધાય  ‘ પા- ડોશી ‘ કેવા  વેરઝેર  ને જનુનથી   કાંકરીચાળો  કર્યા  જ  કરે  છે.”

અરવિંદ આખલો કહે ” અલ્યા જનતા  દેશને  ફોલી ખાતા મગરમચ્છ ‘ જી ‘ તો તમે યાદ

કરતા જ નથી તો ચાલો ગણાવું’

   ” નેતાજી —  અધિકારીજી–  સેક્રેટરીજી — સરપંચજી– મંત્રીજી . “

બઠો કહે  ” ભાઇલા આ ‘ જી ‘ની  ખાવાની  ગતિને  જાપાન– જર્મની — ઓસ્ટ્રેલિયા કે અમેરિકાના

વૈજ્ઞાનિકો  ગમે તેવી  ઝડપી  ટેકનોલોજીથી  ના  માપી  શકે  એવું  દુનિયાનું  સૌથી  ઝડપી ‘ જી ‘ .”

ચચુકા કાકા  કે’  અલ્યા  ગોદડિયા  તું  ચ્યમ  કંઇ  બોલતો  નથી.  કંઇક  તો  કહેને . ?

” ભૈ  મારું  નામ  ગોવિંદ  છે.  એટલે  મારી  બાયડી  મને  હંમેશાં  ‘ જી ‘  કહીને  જ  બોલાવે  છે.

જી  આમ  કરશું,  જી   તેમ  કરશું ,   જી   અહીં  જૈશું ,  જી  તહીં  જૈશું  . હવે  પિસ્તાલીશ  વરહથી

આ   જી   મગજમાં  એવું  ભરાઇ  ગયું  છે  કે  હવે  ગમે  તેટલાં  જી  આવે  પણ  આ  જી  તો  હાજરા

હજુર  છે   ને   કાયમી   મજુર   છે. “

 અલ્યા  દુનિયા  ગમે  તેટલી  પ્રગતિ  કરે   ટેકનોલોજી  માનવ  કલ્યાણ  માટે  વિકસે  ને  હજારો

લાખો  કરોડો–૫- જી  —-૬— જી  —– ૭- –જી    કે  ૧૦–  જી આવે

           ”  પણ     સાચાં      ” જી ‘       તો     તૈણ     જ    ( ત્રણ  જ) “

   ”   માતાજી   ”    ======       ”   પિતાજી   ”       ====  ”   ગુરુજી   “

” માતાજી “   અનહદ પ્રેમ અર્પે જીવન ક્રિયા શીખવે .

” પિતાજી “  સંસ્કાર અને જીવન નિર્વાહ પગથિયુંં શીખવે.

”  ગુરુજી “  શિક્ષણ પગથિયામાં પગરણ કરાવી આવા અનેક ” જી ” શોધવાની શરુઆત કરાવે.

ગાંઠિયો=

માતા== મમતાનો સાગર

પિતા== પ્રેમનું સરોવર

ગુરુજી== જ્ઞાનનો ભંડાર

==============================================-========================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો….ઓ મોડી સાયેબ આ હરજીની ટાલ ટાઇટ કરાવોને …????

ગોદડિયો  ચોરો.મોડી સાયેબ આ હરજીની ટાલ ટાઇટ કરાવોને …???

======================================================================

ગોદડીયો ચોરો

ખંતીલા  ખંભાતના  ગાદલા  તલાવે  ગોદડિયો  ચોરો  જામ્યો  છે. શરદ  પુનમ  કેરા  રાસોત્સવની

રમઝટ  ગલીએ  ગલીએ  જામી  છે. શાળાનાં  ભુલકાં  ને  માસ્તરો તો અર્ધ  વાર્ષિક  કસોટીની

એરણે  ચઢ્યા છેદિવાળીએ  તો  બારણે  ટકોરા  મારવાની  શરુઆત  કરી  છે એટલે  વેપારી

આલમ નફા  નુકશાનનું  સરવૈયું  કાઢી રહ્યા  છે.

હું   નારણ  શંખ , ધૃતરાષ્ટ્રભદો ભુતઅઠોબઠોકોદાળોશકુનિગોરધન ગઠો  બેઠા બેઠા

નાનાલાલ  મગનલાલના  ચવાણાના  ચટાકા  ને  ચાની  ચુસકી  લેતા  હતા.

 કનુ  કચોલા સાથે  “બૈરી  બાખડીંગ  (પત્નીપિડિતસંગઠનના  સંયોજકો  પશા પોટલી,

  કરશન  કોચલી,  ગનુ  ગંઠોડીહરજી  હોકલી  ને   મોહન  માટલી  પ્રવેશ્યા.

મોહન  કે‘  જો  ભૈ  મારે   હવારથી  (સવારથીહોંજ  (સાંજહુધી  (સુધીમારી  ડોહલી

(ડોશી)ના  ડફાકા  એવા  ચાલે  કે  મારે   ને  ડોહીને  હોબામા  (ઓબામાને  પેલા  ફુટીન  (પુટીન)

જેમ  ઓંછો  (આંખોવડે  (વઢે).  બધાય  દિવારીએ   (દિવાળીફટાકા  ફોરે   (ફોડે)   પન   (પણ

અમે   રોજ  ધરાકા ભરાકા  (ધડાકા -ભડાકા)   કરીએ  છીએહું   તો  રોજ  મોંટલું  (માટલુંભરીને

પીવ  (પીવું)  છુંએટલે  બધાય  મોહન  મોંટલી   કે‘  છે.”

  ધની   ધોકણ ,  સમજુ   શાનપટ્ટી ,  ગંગુ  ઘાંચણ ,  રમલી  રખડેલ  અને  સાથેભાયડા  તતડાવ

(પતિ –પિડીત ) સંગઠન  સંયોજક  જમના  ઝોંપડી  પ્રવેશ્યાં.

ગંગુ ઘાંચણ કે‘  જોયું  મારા ભૈ (ભાઇ)ના હગલા  ગોધરિયાના (ગોદાડિયા) સોરામાં (ચોરા

ગોમ (ગામ) ગપાટા કરવા ચોંટ્યા છે.

હરજી  હોકલી  કે‘  ” અવે  મારી  જમના  ઝોંપડી  ઓલા  (પેલા )  ઢેબરીલાલ (કેજરીવાલ) જેમ ચ્યોં

ગ્યા’ તા  (ક્યાં ગયા હતા)  ચ્યમ  જ્યા’ તા (કેમ ગયા હતા) એના  ફુવારા  (પુરાવા)  ઉરાડશે . એનાં

ગરામોં  (ગળામાં)  ભગવોને  (ભગવાને)  ઓલા  ઢિગવિજય   (દિગ્વિજય) ની જેમ  આવુત

ગોહિંગ (આઉટગોઇંગ)  જિભડો  (જીભ)  મેલ્યો  છે . એના  મોંડામોં  (મોંઢામાં) અન્ડર ખમિંગ

(ઇન કમિંગ) નું  સોતરું  (છોતરું)  ભગવોને  સોટાડયું  (ચોંટાડ્યું  ) નથી.”

જમના  ઝોંપડી  કે’  ” અલ્યા  ડોહાનું  ભૈડવા  (ભરડવા)નું   સાલું  (ચાલુ)  થાય  પછી  એની  લુલી

(જીભ) જ્યોં ત્યોં  (જ્યાં ત્યાં)  લફસી (લપસી) જાય  સે  (છે)”

ગંગુ  ઘાંચણ  કે‘  ” ભૈ  ખોદારા  (કોદાળા)   એમ  કર  પેલા  દલ્લી વારા  (દિલ્હી) ભૈ ને કાગર લખ.”

હવે  કોદાળો  તો પલિતો  ચોંપવામાં  બહુ  ઉતાવળો  એટલે  કહે  બોલો  ઘાંચણ  કાચી (કાકી)

એમને   શું લખવું  સે   (છે)   જરા   મોંડી  (માંડી- વિગતવાર )    વાત  કરો.

રમલી  રખડેલ કે’  હું  ને બીજી  ડોશીઓ બોલે એમ તું આ  પોનિયામાં  (કાગળમાં) લખતો જા.

હવે  વાંચો ગોદડીયા  ચોરે  ચમકેલી  ડોશીઓએ  લખાવેલ  પત્ર.

” મારા  વા’લા  ઇરાબોન  (હિરાબેન)ના  હરખીલા  ઇરા  (હિરા)  નરિયા  ભૈ (નરેન્દ્રભાઇ). તોં

(ત્યાં)   દલ્લીમોં  (દિલ્હીમાં)  ફાઇ  (ફાવી)  ગયું  હસે  (હશે) . અંદાવાદ  (અમદાવાદ)  જેવી  લાય

(ગરમી)  પરે (પડે ) સે  કે  નઇ  (નહિ) .  લોકો  કે તે કે   તોં તાડ  (ટાઢ-ઠંડી)  બવ ( બહુ) પડતી  હસે.

પેલો  હિમાલો  (હિમાલય) પા’ડ  (પહાડ-પર્વત)  પોંહે  (પાસે)  સે  એતલે  (એટ્લે)  તાડ  વાતી 

અસે  પણ જો  અમે બધી ડોસીઓ નવરી  સીયે  (છીએ)  તો  તારા  હાતર  (માટે)  ગોદરી  (ગોદડી)

સીવીને  આ  ગોદરિયા  ભૈ  હાથે ( સાથે)  મોકલીશું.”

સમજુ   શાનપટ્ટી  કે’  ” ભૈ  નરિયા  તાં (ત્યાં)  દલ્લી  (દિલ્હી) મોં  ગોંઠિયા  (ગાંઠિયા)  સવાણું

(ચવાણું)  ફાફરા  (ફાફડા)  જલ્બી   (જલેબી)  દાર   (દાળ)  છિચડી   (ખિચડી)  એવું  બધું  મલે  સે 

કે  નૈ  (નહિ)”

જમના  ઝોંપડી  કે’   ” ભૈ  તેં  પેલા  નખ્ખોદીયા  પડોશીયોને  બવ  (બહુ)  હારી  (સારી)  પેઠે  હિધા

(સિધા) કરયા  (કર્યા)  ને  ઝગત  (જગત)  આખાને  હમજાયું  (સમજાવ્યું)  કે  ભૈ   ઇરાબોન

(હિરા્બેન) નો  ઇરો (હિરો)  નરિન્દર  (નરેન્દ્ર )   એ મ કોંઇ  (કંઇ)  ગોંજો  (ગાંજ્યો)  જાય  એવી

ભેની  (ભીની)  પોચી  ધુર  (ધુળ-માટી) નો  નથી.”

” ભૈ  મારા  વા’લાનાં  ચોયણાં  (ચોરણા-પાયજામા)  ભેનાં  (ભીનાં)  ભદ કરી  નોછ્યાં  (નાખ્યાં)

છે. ભૈ  તેં  જબરી  એ  હરામડા  હરિફ  (શરીફ)ની  હરજી -ટાલ -તાઇત  (ટાઇટ) કરી નોંખી  સે.

(નાખી છે).”

બધી  ડોશીઓ ”  ખમા  ખમા  મારા  ગુજરાતના  ઇરાબાના  ઇરા .(હિરાબાના  હિરા).”

ત્યાં  જ  કંકુ  કડવી  ધમધમતાં  ઝપાટા  ભેર  વંટોળિયાની  જેમ  પ્રવેશ્યાં  ને  બોલ્યાં.

“અલ્યા  ખોદારા  એ  નરિયાને  મારય  જે  શિ  રોમ  (જય શ્રી રામ )  લખજે  ને  કહેજે  કે  આ

જમના  ઝોંપડીના  હરજી  પાસર  (પાછળ)  આપરા  (આપડા)  લગશ ર (લશ્કર)ના  સોંકરાં

મોકલીને આ  હરજી  ડોહા  (હરજી ડોસા) ને   હરજી- તાલ   (ટાલ) પારી  (પાડી ) તાઇત  (ટાઇટ)

કરી   નોંખે  (નાખે)   ભૈ  નો  હારો  (સાળો)  રોજ  જમના  ને  પોર  (પોળ)ની  દોસીયો  (ડોશીયો)ને

પજવે  સે (છે)  તો  જેમ  પેલા  બાજુ  વારા  (પાકિસ્તાન- સમજવું) ભૈ  ની  તાલ  કરી  ઇમ   ઇવડા  ઇ

હરજીની  તાલ   (ટાલ)  ત્તાઇત  (ટાઇટ)  કરી  નોંખજે    ….. બાપલા..”””””

“”હરવે  (સર્વે)   દોહીઓ  (ડોશીઓ) ના   જે   શી  કશન…….જે    શી   કરશન…..””

ગાંઠિયો=

(દેશની રક્ષા માટે સદાય તત્પર એવા લશ્કરના જવાનો ને સલામ)

ધોમધખતા તાપમાં કડકડતી ઠંડીમાં કે ધોધમાર વરસાદમાં

 હિન્દુસ્તાન માટે મરી ફિટવાની તમન્નાઓ રાખી છે યાદમાં

 બારે માસ ને ચોવીસ કલાક ગુજારીએ સરહદો કેરા સાદમાં

  બસ જોમ મળે અમોને જનતાના વંદે માતરમ કેરા નાદમાં “

=========================================================

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો.. ગધેડાં શરીફ હોય તો પણ લાતંમલાત કરે જ.!!!!!!

 

ગોદડિયો ચોરો… ગધેડાં   શરીફ હોય તો પણ લાતંમલાત કરે જ.!!!!!!

=======================================================================

ગોદડીયો ચોરો

નવલી નવરાત્રીનો રંગ જામ્યો છે પણ મેઘરાજાએ ખેલૈયાના ઉમંગમાં તરંગોનું વાતાવરણ

સર્જિકલ સ્ટ્રાઇક જેવો ઘાટ ઘડયો છે.ગરબે ઘુમવા થનગનતા એવા યુવાનો ને યુવતીયો

પકિસ્તાનની જેમ હેબતાઇ ગયા છે.

ગોદડિયા ચોરે ઘણા લાંબા સમય બાદ એટલે કે વિધાનસભાના સત્ર જેટલો સમય મતલબ કે

છ માસના અંતરાલ પછી બેઠક મલી છે.

અમારા વરિષ્ઠ સાથી ” નારણ શંખ “ની વસમી વિદાય પછી ચોરાના પાત્રો  જેમ તેમ મન

મજબુત કરી લોક લાગણીના પ્રશ્નોને વાચા આપવાનુ  શરુ કરેલ છે.

ચોરામાં હું , ધૃતરાષ્ટ્ર ,ગોરધન ગઠો , કનુ કચોલું , અઠો , બઠો , વરસાદીયા ગરબાની ચર્ચા કરતા

હતાં ત્યાં  રણછોડ રોકડી , ગબજી ગોદો , મથુર મોરલી પ્રવેશ્યા ને બોલ્યા અલ્યા હજુ સુધી

કોદાળો આવ્યો નથી

“એટલામાંજ હિન્દી સંસ્કૃત અંગરેજી ઉર્દૂ ગુજરાતી એમ મિશ્રિત ભાષી કોદાળેશ્વરજી ભદા ભુત 

કરશન કંકોડી ને ફતાજી ફાટેલી સાથે વાજતે પધાર્યા.”

કનુ કચોલું કહે “અલ્યા કોદાળા તું તો ચોરામાં નવા નમુનાઓ લાવતો જ જાય છે.”

ગોરધન ગઠો કહે ” અલ્યા કોદાળા આ સર્જિકલ સ્ટ્રાઇક એ વળી કૌતુક શું છે .?”

કોદાળો કહે “જો સુન બરધર (બ્રધર) એની   (કોઇ પણ) બૈરી હેઝ નો નોરમલ ડિલિવરી ધેન

ડાગતર (ડોક્ટર )કરિંગ સજિકલ ઓપરેશન એન્ડ બેબી જન્માવીંગ વૈસે વે નવાઝ  રાહિલ  ઓર

હાફિઝ સૈડ(સઇદ) ઓર ઉસકે ચમચેકો પેટમેં ઓર પેન્ટમેં ટુ મચ દુખીંગ એન્ડ જાજરું નો જાવીંગ

સો અવર લશ્કર જવાન મોદીસે પુછીંગ સરહદ પાર સે બહોત નોઇઝ (અવાજ) આવીંગ તો આપ

ઇજાદત દેઇંગ તો હમ સર્જિકલ કરકે ઉસકા ઝાડા છુડાવીંગ. “

કનુ કચોલું કહે  તો મોદીજીએ પરવાનગી આપી એમ જ ને !

કોદળો કહે ” મોદીજીને પરવાનગી આપીંગ ઓર અવર આર્મીને રાત કે ટવેલ્વ (બાર) બજેકે બાદ

સર્જિકલ વાઢકાપ કરીંગ ઓર વે સબકે ઝાડે છુડાવીંગ ઓર ફોરટી ફિફટી (૪૦-૫૦) કો સુલાવીંગ

ને આવાજ બંધ કરવીંગ .

483506-bsf-wagah

                                               “ યુ નો ..અવર જવાનકો સલામ…વંદે માતરમ..”

ફતાજી ફાટેલી કહે ” જો ભૈ સમાજમાં નિયમ છે કે તમે કોઇનું ગમે તેટલું સારું કરો સારું ઇચ્છો પણ

સામેનો નાલાયક હોય તો એ  તમને ઘોંચ પરોણો કરીને તમને હેરાન કર્યા જ કરે .”

કોદાળો કહે ” યસ ફાટેલી યુ સચ્ચા હે..યુ નો . જબ હમ બીગ બરધર હોકે યે છોટેકો (પાકિસ્તાન)

લવ કિયા. જો આસ્ક ( માગ્યું) ગીવ હીમ.મની, વોટર , ખાસ દેશકા દરજ્જા ફીર ભી વો ગધ્ધા

હમકો  ઉંગલી કરતા હૈ. “

ધૃતરાષ્ટ્ર કહે  અમારા દેશના નાગરિકો અને અમારા લશ્કરના જવાનો પર હુમલા કરે. ગોળી

મારે.બોંબ ફેંકે એવું  નાલાયકો કરે  છે.

 કોદળો કહે ” ભૈ ડોન્કીકો (ગધેડા) ગમે તેટલું સારું ખવડાવો .ધેન (પછી) વો સાલા લાતમલાત તો

કરેગા  ઓર હોંચી હોંચી તો કરેગા હી કરેગા.વોહી ગધ્ધા ઓર ગધ્ધી એસે નાપાક ઇરાદેવાલે

ઓર ગધ્ધે પેદા કરીંગ .”

બઠો કહે “સિંધુંના પાણીથી નવડાવ્યા. બસો રેલ્વે ચલાવી. વેપાર વણજ કર્યો. ખાસ મૈત્રી સબંધો

બાંધ્યા પણ ના સુધર્યા તે ના જ સુધર્યા.”

કોદળો કહે ” ડોન્કી (ગધેડો) ગમે તેટલો શરીફ હો પણ લાતંમલાત  કરવાનું અને  વર્લડમેં

(દુનિયામાં) ભોંકવાનું તો ભુલેગા નહિ. મેં કહુંગા પાકિસ્તાનકા નામ ગધ્ધાસ્તાન   યા ગધ્ધીસ્તાન

હોના ચાહિયે. જો હાફિઝ સઇદ સલાઉદીન, તૈયુબ (ઐયુબખાન) જિયા, બુઠ્ઠો (ભુટો)ડુશરફ

(મુશરફ) ટકલાઝ (નવાઝ) ફલાફલ (બિલાવલ) ખંજવાળી(ઝરદારી) ખરતાજ ( સરતાજ અઝીજ-

માથાના વાળ ખરી ગયા છે) જેસે  ભોંકતે ઓર લાતંલાત કરતે ગધે પેદા કરતે હૈ.”

રણ્છોડ રોકડી કહે ” આપણા દેશમાંય કેટલાંક ગધેડાં ગધ્ધીસ્તાનના કલાકારોની તરફેણ કરે

છે..કેવા નપાવટ ને દેશદ્રોહી લોકો છે. ગોદડિયા.”

મેં કહ્યું ” આ મહેશ ભટ્ટના બાપા નાનુભાઇ ભટ્ટનો લાહોરમાં સ્ટુડિયો  હતો એટલે સ્વાભાવિક

એનામાં લાહોરી લોહી હોય એ ગમે તેમ બબડે છે.”

” મહેશ ભટ્ટ== જો દિલિપ-દેવ-રાજ-મનોજ-પ્રાણ એવા કેટલાક કલાકારો અખંડ ભારત સમયે

પાકિસ્તાનમાં જન્મેલા પણ ભાગલા પછી ક્યારેય તેઓએ ગધ્ધીસ્તાન (પાકિસ્તાન)ની તરફેણ

કરતું નિવેદન ક્યારેય કર્યું નથી.”

” પેલો કરણ જોહર દેખાવે ને અવાજમાં બચક  બાયલો જ છે .”

“ડાહરુખ (શારુખ) એનામાં પાયલી ઓછી છે . ગધ્ધીસ્તાનમાં એના હગલાંને રુપિયા આલવા

ગઇ હતી અહીં શહીદોને પૈસા તો ઠીક સહનુભિતિના બે બોલ ય બોલ્યો નથી.

કમાય છે ભારતમાં.”

“છેલ્લે પેલો સલીમખાનનો વંઠેલ લખોટો આ દેશનું ખાઇ પીને વકર્યો છે એટલું બાકી એય

છકડીયો છે.( છક્કો ) હાળો બુધ્ધિનો બારદાન.”

ગાંઠિયો=

1965-aarmi-at-lahor

( મા ભારતીની રક્ષા કાજે શહીદી વહોરનાર જવાનોને કરોડો -અબજો સલામ.)

india-flag-128

“તુમ સે હી ઇસ વતનકી જાન હૈ

તુમ સે હી ઇસ વતનકા ઇમાન હૈ

જહાં તુમ સે હીફુલ ખીલતેં હૈ દોસ્તો

ઉસી સર જમીંકા નામ હિન્દુસ્તાન હૈ.”

=================================================================

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો…ધની ધોકણનું કરિ- કેટ ગનાન

ગોદડિયો ચોરો…ધની ધોકણનું કરિ- કેટ ગનાન.
===============================================

ગોદડીયો ચોરો

ખંતીલા ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાના ચબુતરાએ બેઠક જામી.
ચોરામાં ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો, ભદો ભુત વિસયા(ટવેન્ટી) 
વિસયા કપની મેચોની ચર્ચા કરતા હતા.
ત્યાં પરમવીર હિન્દી ગુજરાતી અંગરેજી ને સ્પેનિશ મિશ્રીત ભાષાના ભડણિયા
ભડાકેબાજ કોદાળાજી એક સ્ત્રી ને એક ડોશીમા સાથે  ગરજતાં પધાર્યાં .
પેલી સ્ત્રીને ડોશીમા એક બીજાને ભારતપાકિસ્તાન જેમ લડતાં ઝઘડતાં હતાં .
મેં કહ્યું કોદળા આ બંન્ને કોણ છે ? તે બંન્ને આમ બજારમાં કેમ લડે છે ?
પેલાં ડોશીમા બોલ્યાં ” આ મારી વઢકણી વહુ ચોંપલી ચંપાડી છે “.
ચંપા જંપ (ઠેકડો) મારી બોલી ” આ મારી હાહુ (સાસુ) ધની ધોકણ છે.”
ધની ધોકણ કહે  ” આ ચેટલાય (કેટલાય) દા’ડાથી પેલા ડબલામાં ખબુચિયા
બુહલાથી ( ધોકણીયું -કપડાં ધોવા માટે ગામડામાં વપરાય તે)  કશુંક ટીચે છે
તે વખતે આ ચોંપલી મોટેથી બુમો પાડી કે’ છે હેય ધોની ધોની એમ કરી મને
મેણાં ટોંણાં મારે છે અલી મુઇ ઉં (હું) ચ્યોં બગડેલી છું તે મને ધો..ની ધો..ની કહે છે.
મેર મુઇ આવી નાહક વંઠેલી વઉ (વહુ).”

cricket_ women

ચંપા કહે  આ ડોહલીને કરિકેટની રમતની જરાકય હમજણ નથી.
ધની ધોકણ કહે ” આ જરાક મને પછવાડે નાનું અમથું ગુમડું થયુ છે તે બાવી (બાવીસ)
દા’ડાથી વાહ વાહ કોયલી હેય કોયલી એમ એવાં તો મેણાં ટોણાં મારી વોંદરા (વાંદરા)ની
જેમ થેકડા મારે છે. આખરે તો કડવી કારેલી જેવી કાશી ડોશીનો વેલો એમ જણાયા વગર
થોડો રે (રહે).”
ચંપા ચોંપલી કહે ” આ ડાકણ જેવી ડોસલી ને હાપણ ( સાપણ) જેવી સાસુ એને  કોણ
હમજાવે કે આ કરિ કેટ શું છે ?. બાપ જન્મારામાં જોઇ હોય તો ને!”
જો રમતમાં હમજણ (સમજણ) હોય તો આ ગોદરિયા સોરાવારાને કો (કહો).
ધની ધોકણ કહે  “હવે આ ભસવાનું બંધ કરી લુલીને વશ રાખ. એમ કરતાં કરતાં
એમણે તો ચણિયાનો કાછડો વાળીને ઉભડક પગે બેસી ગયાં. સાલડામાંથી ધોકણું
(બુસલું- ગામડામાં તલાવે કપડાં ધોવા કચરવા માટે વપરાય) કાઢ્યું .”
અઠો બઠો કહે વાહ રે હવે ધોકયણા કરિ કેટનો રંગ જામશે .
ધની ધોકણ કહે ” જો એક સોકરો (છોકરો) પેલું ધોરુ (ધોળું) કે લાલ રંગનું ગોર ( ગોળ)
ઉંદયડું (બોલ ને ઉંદર) નોંખે ( નાખે ) એટલે હોમેવારો (સામેવાળો) સોકરો બુહલા કે
ધોકયણા વડે એને ઝુડે ને મેંદાનમાં (મેદાનમાં) જાય એટલે જેમ બીલાડીયો જેમ
ઉંદયડાને જોઇ પકડવા દોડાદોડી કરી મુકે એમ બધાય બિલાયડી જેમ એને પકડવા
દોડાદોડી કરે એને કરિ એટલે કેટલીય ને કેટ એટલે બિલાડી .આખા ચોકમાં ( મેદાનમાં )
દહ (દશ) અગિયાર બિલાડીયો દોડતી જ હોય છે ને.?”
ચંપા ચોંપલી કહે ” વાહ ધોકણમા તમને તો કરિ કેટનુ જબ્બર ગનાન (ગ્યાન) છે.
તો ચિયા ચિયા ( કયા-ક્યા) દેશો આ કરિ કેટ રમે છે એનું ગનાન છે ખરું ?”
ધની ધોકણ કહે ” જો હિંદ માતાના સોકરા કરિ કેટ રમે છે ખરું કે નહિ ?”
ધૃતરાષ્ટ્ર કહે હ એ ખરુ પણ દુનિયાના બીજા કયા દેશો રમે છે એ તો કહોને ?
ધની ધોકણ કહે ” ઓ ગોધરિયા ચોરાના બચુડિયા આમ ઉભડક બેહી (બેસી) જાવ
ને  આ ધની ધોકણના ડાચેથી (મોંઢેથી) આ બુહલાથી ઉંદયડાને ધોતા ને એને ઝાલાવા
બાટકતી બિલાડીયોની દેહ દેહાવર (દેશ દેશાવર)ની કથા હોંભરો (સાંભળો)”
”  હિન્દ માતાના સોકરા કરિ કેટ રમે તો હિન્દ માતાની બેનના દેશ વારાય રમે છે
એને ‘ ઓરમાનીસ્તાન ‘ (પકિસ્તાન) અને ઓરમાની બેન નો ભાણિયો કરિ કેટ રમે છે
એને ‘ ભાણિયા દેશ’ કે’વાય . ખરેખર તો એને‘ ડબલા દેશ’  કે’વાય મારા ભૈ (ભાઇ)ના
હારા (સાળા) હિન્દ માતા હોંમે (સામે) ઓંછો ( આંખો) કાઢે ને પાછા ડબલું લઇને
માંગણિયાતની જેમ માગવા બેસી જાય. “
કોદાળો કહે વાહ ધોકણકાકી વાહ હવે બીજા દેશો વિશે વર્ણન કરો.
ધની ધોકણ કહે  પેલા મરી મસાલાના વેપાર હાતર ( માટે) આયેલા ને રાજ કરવા
બેસી ગયેલા એમના ભૈ ભાગે જુદા પડેલા બે બગલ બચ્ચાંની વાત કરી લઉં પછી
એની વાત કરીશ અલ્યા ભદીયા ભુત પોણી બોણી (પાણી ) પીવડાય .
પછી એક કળશ્યો પાણી પી ને ધોકણ ધમધમાટ ધોકણીયે ચઢ્યાં.
 ” જો પેલા હિન્દ માતાથી હારી કાલે બલુને ચડી ‘ સિડની’ ( સીડી-નિસરણીની બેન )
જ્યા ને ત્યોં જઇ ‘મેલ – બોન‘ (મેલ્બોર્ન) જશે. એ હારી ગયા એટલે ઇ  બિચારા
‘  આંસુ સારતા ટાલિયા ‘ હશે ઇમને હવે તો ‘ ઓ-સ્ટાલિયા ‘  કહેવાય ને ?
એ પેલા ધોરિયાનો પહેલા ખોળાનો ભોણિયો ( ભાણિયો) કહેવાય બરાબર ને ?
” હવે તને બીજા ભોણિયાની વાત કરું તો એણે આપડને પે’લાએ હરાયા ને સતત
જીતતા ગયા ને સગા મોમા (મામા) હોમે (સામે) હારી ગયા ને ઘર ભેગા થયા.
એ દેહ (દેશ) એટલે ‘ સમાચારી ટાપુ ‘   (ન્યુઝીલેન્ડ) જો  હવે ન્યુઝ એટલે તો
સમાચાર થાય હવે  ન્યુઝી એટલે સમાચારી થાય ને લેન્ડ એટલે ટાપુ .”
છેલ્લે  ” આ ધોકણ ગલોલાની રમત હોધી (શોધી)  એ દેશવારા મરી મસાલા
હોધવા (શોધવા) આપડે ત્યોં આયા હવે એ દેશ‘  ઇંગ’ (હિંગ) લેન્ડ કહેવાય છે.
તો એને ‘ ઇંગ ટાપુ’ કે ‘ હિંગ ટાપુ ‘ કે’વાય કે નહિ. એમને તો  ‘ હેંગ ટણપા ‘
કહો તો ચાલે ચમ કે રાજ કરતા ત્યારે કનૈયા કુંવર જેવા ભગતસિંગ સુખદેવ
ને રાજગુરૂને ઇવડા એમણે હેંગ (ફાંસીએ લટકાવી દીધેલા ) કરી દીધેલા ને ?”
ધોકણકાકી કહે બોલ ગોધરિયા છે ને મને આ કરિ કરિ કેટનું ગનોન (જ્ઞાન).
મેં કહ્યું ” કાકી તમે સાસુઓની ને ચંપા વહુઓની ટીમ બનાવે પછી  આપણે
ગાદલા તલાવે ” દશિયા / દશિયા (૧૦/૧૦) કપ રમાડીશું…!!!!!!!!!!!!!   “
ગાંઠિયો-
” હવે તો રમાશે ભાઇ દશિયા દશિયા કપ
    સાસુ ને વહુ ટીમોમાં હશે જીતનો  જંપ
   સંવાદો પણ જબરા જામશે ચોટલા ખેંચ
   રન લેવા કે આઉટ કરવા અવનવા પેચ .”
==============================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…વેલણ મા’રાજની જાતરા.

ગોદડિયો ચોરો…વેલણ મા’રાજની જાતરા.

============================================

ગોદડીયો ચોરો

ગોદડિયો ચોરો જામ્યો છે. ચોરાની ચકલીયો ચણચણના પોકારો સહિત દેશ

દુનિયાની વાતોનાં વડાં ઉતારતા હતા. વસંતના મીઠા વાયરા વાય છે.

ત્યાં જ કનુ કચોલા ને કોદળાશંકર આલબેલ સાથે  એક નવતર પ્રાણીના

સાથે પ્રવેશ કરે છે.

ગોરધન ગઠો કહે અલ્યા શિયાળા ઉનાળાની મિશ્ર ઋતુના અવસરે આ કોટ

ને મફલર સાથે વાંદરા ટોપી પહેરેલ આ વિકરાળ ચહેરાવાળા કાકા કોણ છે ?

કોદળો કહે ” યે હસીકાકીકે હસબન્ડ હનુકાકે હડકાયે હેંગે . યુ એન્ડરસ્ટડેંગીગ.”

“હનુકાકેકા નેમ તો વૈસે હરમાન હેંગા. પર પ્યારસે કાકે કાકીકો બચી ( કીસ)

કરને ગયે તો બચકા ભર લિયા થા. તબ કાકીને ફલિયે (ફળિયા)મેં આકે વેલણસે

કાકેકો  ઝાપટા થા ઓર જોરસે સ્પીકીંગ યે ડોસા તો હડકાયા હો ગઇંગ. તબસે””

સબ ઉનકો હનમાન હડકાયાકે નામસે પુકારીંગ. સમજે કે નૈ (નહિ).”

હરમાન હડકાયો કહે “અલ્યા કોદારા આ મારી હસીની ડાગળી ખસી લાગે છે.?”

મેં પુછ્યું કાકા કેમ શું થયું ? કાકીએ એવું તે શું કર્યું ?

હરમાન હડકાયો કહે ” જો બે દા’ડા પે’લાં પેલો પ્રેમલા પ્રેમલીનો તે’વાર (તહેવાર)

ગયો. પેલાં ગુલાબનાં ફુલો આલે સે (છે) એ તે’વારને બળ્યું વેલણ ટાઇટ કે એવું જ

કૈક કે’ છે ને તે તારની (ત્યારની) રીહે (રીસે) ભરૈ છે કે એ વેલણ મા’રાજના દરશને

તરત જ લઇ જાવ. (ટાઇટને બદલે તરત) એમ રિહૈ (રિસાઇ)ને બેઠી છે.”

ધૃતરાષ્ટ્ર કહે કાકા તમે કાકીને ગુલાબનું ફુલ આપીને પ્રેમ વ્યક્ત કર્યો કે નહિ?.

હનુમાન હડકાયો કહે ” જો ભૈ એ વોંદરી (વાંદરી)ને ગુલાબનાં ફુલ નહિ પણ ધંતુરાનાં

ફુલ ચડાવાય. મારી હાહરીની વની વનીનાં (જાત જાતનાં) હહુંતરાં કરે છે.”

કનુ કચોલુ કહે  કાકીને વેલેન્ટાઇન તહેવાર ને વેલણ મહરાજ કોણે સમજાવ્યું ?

હરમાન હડ્કાયો કહે ” જો ભાઇ અમારું ગોમ (ગામ) ગાડા . અમને પરભુની (પ્રભુ)

કરપા (કૃપા) થૈ કે અમારે ત્યોં એક વનેચર પધાર્યો. એનું નોમ (નામ) વિકરમ

રાખ્યું. પણ આ વિકરમનાં પરાકરમ (પરાક્રમ) જોણી (જાણી) લોકો એને ચકરમ

કહેતા. એ ભણવા સોંગા (ચાંગા) ગયો ત્યોં એને રુણની (મહેશભાઇ કોન્ટ્રાકરનું ગામ)

રમણી રમુડી (રમીલા) હાથે (સાથે) પરેમની (પ્રેમ)રોમલીલા (રામલીલા) ચાલુ થઇ

ગઇ. બેય પરેમ લગન કરી લીધાં . એ બરધ્યા (બળદિયા)ને નાપાડ ગોમે નોકરી 

મલી. બે વરહ (વરસ) પછી એની બાયડી કે’ હવે નોકરીની ના-પાડ. ને ડોબાએ નોકરી

છોડી દીધી. નખરાળી રમલીને આ ડોસી જોડે ફાવતું નથી.એને આ ડોશીની ડબડબ

ગમતી નથી ને શે’ર (શહેર)ના વાયરામાં ઠાઠથી રેવું છે.”

બઠો કહે  પછી તો તમારે ઉપાધિનાં પોટલાં વેંઢારવાનાં આવ્યાં એમ કહો ને ?

હરમાન કાકો કહે “મારો અકરમી ને એની બાયડી ધંધો કરવા ચેનનઇ (ચેન્નાઇ)

ગયાં છે. એ ચેનનાઇ ગયાં પણ અઇં (અહીં) મને ચેન-નઇ એવું થઇ ગયું છે.”

અઠો કહે કાકા એમ કેમ બોલો છો ? છોકરો ધંધો કરવા કમાવા  ગયો છે ને.

હરમાન કહે ” ભૈ મારા વનેચરને ઘેર પાછો એક વનચર આયો છે . મારો બેટો એ

એના બાપનેય તપે એવો છે.એ લખોટો અમારી જોડે રહે છે આ ડોસી એને ચોકલેટ

લેવા પૈસા નથી આપતી ને ટૈડકાવે ( વઢે-લડે) છે એટલે એ વનેચર ડોસીને અવનવા

નુસકા બતાવે છે.”

મેં કહ્યું બીજું શું શું શિખવાડે છે ?

હરમાન કાકો કે’ ” પ્રેમલા-પ્રેમલીનો તે’વાર આયો તો કે’ આ ડોહાએ તમને કોઇ

ભેટ આલી ખરી.બધાય ભાયડા બાયડીને મોંઘી ભેટો આપે એવું આ વેલણ મા’રાજ

કહે છે. એણે તો ડોસીને કયું (કહ્યું) કે ડોહાને કો’ (કહો) તમને વેલણ મા’રાજની

જાત્રાએ લઇ જાય. એટલે ડોસી પુરીઓ ઢેબરાં લઇને વેલણ મા’રાજની જાત્રાની

હઠ લઇને બેઠી છે. અરે આજુબાજુની બાયડીયોને ચઢવે છે કે તમેય બધી તમારા

ડોહાને ડાકણની જેમ વળગો તો જાત્રાએ જવાની બસ કરીએ. ગોમના બધાય

ડોહાઓ રોજ મારી પત્તર ફાડે છે કે અલ્યા હડમોન આ તારી બાયડીને હમજાય.

મારી હાતે (સાથે) કોઇ ડોહા બેહતાય નથી કે વાતેય કરતા નથી.”

ગાંઠિયો=

લોકો વેલેન્ટાઇન દિને મન માગ્યા પૈસા આપી ગુલાબ ખરીદી પ્રેમિકાને આપે છે.

પણ કોઇ દિવસ બે રુપિયાનાં ફુલ ખરીદી મા ભારતીને ચરણે ધર્યાં છે ખરાં ! ! !

===============================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો

ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો.
=================================================

 

ગોદડીયો ચોરો
આદરણીય વડિલો બહેનો તેમજ માનવંતા મિત્રોના અનેરા આશિર્વાદના
સહયોગના  પ્રતાપે  આજે ૨૬ જાન્યુઆરીના પાવન પર્વે  ” ગોદડિયો ચોરો “
ચોથા ચકલામાં પગલાં પાડી રહ્યો છે,
વિતેલા વર્ષોમાં આપે મને એક બાળની જેમ સાચવ્યો છે તો એવી જ સ્નેહ
લાગણીના તાંતણે બાંધી સાથ સહકાર ને પ્રેમ પુષ્પના આશિર્વાદ વરસાવતા
રહેશો એવી નમ્ર પ્રાર્થના..
==================================================
સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.

ગોદડિયો ચોરો..ગાંધીનું ગઠિયા ગંઠી ગયા.
==============================================ગોદડીયો ચોરો
ગોદડિયા ચોરાના વાચક મિત્રોને સન ૨૦૧૬ના નવા વર્ષનાં વધામણાં
ગોદડિયા  મિત્રોની ટોળકી ગાદલા તલાવ કિનારે આવી પહોંચી.
ગોદડિયા ચોરાનું એક પાત્ર જેનારણશંખતરીકે જાણીતું હતું .તે  અનન્ય પાત્ર ગત
સપ્ટેમ્બર માસમાં ખરી પડયું.
જેથી ગોદડિયા ચોરાના સર્વમિત્રો  ખુબ   ખિન્ન જણાતા હતા . ૨૦૧૬ના વરસનો 
પ્રથમ લેખ સ્વ. નારણભાઇ શંકરભાઇ પટેલને શ્રધ્ધાંજલિ રુપે અર્પિત કરીએ છીએ.
ગોદડિયા ચોરામાં ધૃતરાષ્ટ્ર, કનુ કચોલું, ગોરધન ગઠો, અઠો, બઠો, કોદળો, શકુનિ,
વિગેરે બેઠા હતા.
 ત્યાં  ચોરામાં ગગજી ગોખલીકરશન કોડિયું , દલુ દિવેલી , ગોરધન ગોટલી
તનસુખ તોપ, ફુલજી ફટાકડી પધાર્યા.
ચોરાના ચિપીયા દેશ વિદેશની વાતોએ ખખડતા હતા. હું વિચારોના વંટોળ લઇને
આવ્યો.
ધૃતરાષ્ટ્ર કહે અલ્યા ગોદડિયા દિવેલ પીધા જેવો ચહેરો લઇને શું વિચારે છે ?
મેં કહ્યું ભાઇ આપણા ચોરાના વડિલ કક્ષાના પાત્ર કે જે આપણાથી સદંતર વિખુટું પડી ગયું
છે એવા સ્વ. નારણભાઇના અસ્થિ પધરાવવા હરિદ્વાર ગયેલો ત્યારે પાછા વળતાં બીજી
ઓકટોબરે ગાંધી જયંતિ હોઇ હું દિલ્હીમાં બાપુની સમાધિ રાજઘાટ ગયેલો ત્યાં બાપુ તો
પોઢ્યા છે પણ એમની  પ્રિય વસ્તુઓ મને ક્યાંય દેખાઇ નહિ. તો હું વિચારું છું કે
વસ્તુઓ ક્યાં ગઇ હશે ? કોણ લઇ ગયું હશે.?
 તન કેરું અદકેરું સુખ હતું એવા તનસુખ બાપાએ જબરો તોપ જેવો ગેસનો ધડાકોકર્યો.
દલુ દિવલી કહે ઓહોહો બસ એટલી વાતે તું વિચારોના વંટોળે ચઢી ગયો લે ત્યારે સાંભળ .
બાપુ પાસે જે લાઠી ( લાકડી ) હતી તે ભારત દેશની પોલિસ લઇ ગઇ છે . વાક ગુના
વગર એવડી લાઠી જનતા પર ચલાવી આડેધડ મનફાવે તેમ ધીબ્યા કરે છે.
ને પાછા કેહવાય કાયદા રક્ષક .”
ગગજી ગોખલી કહે બાપુનાં ચંપલ હતાં તે ભાજપ ને કોંગ્રેસ બંન્ને પક્ષોએ હળીમળીને
એક એક વહેંચી લીધાં છે . એવડા જ્યારે વિરોધ પક્ષે હોય ત્યારે સતાધારી પક્ષને છુટું મારે
છે ને જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને જોઇતું હોય તો ભાડે આપીને કમાણી કરી લે છે. મતલબ
પોતાનો ફાયદો કરાવી લે છે.”
દલુ દિવેલી કહે ” બાપુનું ઘડિયાળ આઝાદ ભારતના તમામ  સરકારી કર્મચારીઓ
( પટાવાળાથી માંડીસચિવો સુધીના) લઇ ગયા છે ને એને  બે કલાક પાછળ મુકી દીધું છે.
એટલે દેશના ઘડિયાળમાં બપોરના બાર વાગેત્યારે એમના ઘડિયાળમાં દશ વાગ્યા હોય
ત્યારે નોકરીએ આવે છે. કોઇ પુછે તો કહે જુઓ હજુ તોદશ જ વાગ્યા છે. પાછા ઘેર જવાના
સમયે તો ઓફિસની ઘડિયાળને જ અનુસરવાનું એટલે કે  આઠ કલાકની નોકરીમાં બે
કલાક મોડા આવવાનું . બે કલાક ચા પાણી નાસ્તા ને ગપ્પાંમા કાઢવાના.”
કરશન કોડિયુ કહે ” આ બાપુનાં ચશ્માં દેશભરના ન્યાયાધીશો લઇ ગયા છે. એમને ગંભીર
કેસો ને સામાન્ય કેસોમાં ફરક જણાતો નથી. જુઓને ચાર જણને ફુટપાથ પર કચડી
નાખનાર સલમાનખાન છુટી જાય છેને હક્ક માટે માગણી કરનાર હાર્દિક પટેલ પર
દેશદ્રોહનો કેસ થાય છે ને જામીન પણ નથી મળતા.”
ગગજી ગોખલી કહે “બાપુનો ચરખો (રેંટિયો) બધી જ પાર્ટીના નેતાઓ ને કાર્યકરો લઇ
ગયા છે. બધા જનતા આગળ મનફાવે એમ કાંત્યા કરે છે. જેમ કે મોદી ભાષણ ઠોકે એ જ
શબ્દો ભાજપીયા ભાંભર્યા કરે. સોનિયા ભાંભરે એજ કોગ્રેસી કલબલિયાં કાંસીઓ કુટ્યા કરે.
મોદી કહે કોગ્રેસ સંસદ ચાલવા નથી દેતી . તો ગુજરાતની સ્થનિક સ્વરાજની ચુંટણીમાં
ભાજપના સ્થનિક નેતાઓ પ્રજા સામે એજ વાત ભરડ્યા કરે .જોયુ મોદી સાહેબ
દુશ્મનોના દેશમાં વગર પુછે ધુસી ગયા.અલ્યા બબુચકો પ્રજાનેએમના ગટર પાણી
વિજળી રસ્તાઓની  સમસ્યા હોય એની વાતો કરોને. મોદી મોદી સહસ્ત્રનામની શી
પતર ખાંડો છો. આમ બધાય બાપુના ચરખે પોતાની વાહનું મખમલ કાંતે જ જાય છે.”
ગગજી ગોખલી કહે ” જો  બાપુનાં ત્રણ વાંદરાં હતાં એ આ પ્રમાણે વહેંચાઇ ગયાં છે.”
“આંખ દબાવી ને બઠેલું વાંદરું સરકાર પાસે છે . બસ કશું જોવું જ નહિ . લલિત ગેટ
વ્યાપમ, ડિગ્રી વિવાદ, કે પછી પઠાણકોટ એરબેઝ પર હુમલો હોય.. ફક્ત એમને તો
ખુરશી ને સતા વગર કશું દેખાય જ નહિ . જનતાની કે દેશની સમસ્યાઓ એમને
દેખાય જ નહિ.  એટલે કશું જોવું જ નહિ.”
” કાન દબાવીને બેઠેલું વાંદરું સરકારી કર્મચારીયો પાસે છે . એમને જનતાની મુસીબતો
સંભળાતી નથી. જમીન, પાણી, વિજળી, રેશનકાર્ડ,રસ્તા,ગટરોની ફરિયાદ સાંભળતા
નથી.”
” જ્યારે ત્રીજું  મોં દબાવીને બેઠેલું વાંદરું જનતાના ભાગે આવ્યું છે . સરકાર નેતાઓ અને
સરકારી કર્મચારીયોએ એમનું મોઢું એવું દબાવી રાખ્યું છે કે એમને સમસ્યાઓ વિશે સહેજ
પણ બોલવા દેતા જ નથી.”
કોદાળો કહે  ” ગાંધીનો વારસો આમ દેશભરના દાંડાઇ કરનારા ગઠિયા જ ગંઠી ગયા છે.”
 ગાંઠિયો.==
” આઝાદી પછી ભારતના ભાગલા સમયે મિલકતો વહેંચાઇ. ઝીણાએ વાંદરા માગેલાં.”
ભારતના નેતાઓએ  મોં બંધ રાખેલું વાંદરું આપેલું. જેથી પાકિસ્તાન મુંગું રહે.
મુંગા વાંદરાને જ્યાફત ને દારુની અયુબ્ખાન, ભુતો, ઝીયા ને મુશરફ જેવાએ લાલચ
  આપી  એટલે એ લાલચુ વાંદરાએ મોં પરથી હાથ હટાવી લીધો. હવે એ વાંદરો મોંફાટ
બબડાટ કરે જાય છે. હવે તો કાશ્મીર પંજાબ રાજથાન ને કચ્છ સરહદો પર બેફામ ઠેકડા
માર્યા કરે છે.”
“જ્યારે ભારત સરકાર પાસે બહેરો ને આંધળો વાંદરો રહ્યો છે તે એને કશું દેખાતું  જ નથી
કે કશું સંભળાતું જ નથી.”
======================================================
સ્વપ્ન જેસરવાકર.

ગોદડિયો ચોરો… 2015 in review

The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 24,000 times in 2015. If it were a concert at Sydney Opera House, it would take about 9 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.