””’ ગોદડીયો ચોરો ””’ …. (પાછળ પડ્યા છે !)

 ””’  ગોદડીયો ચોરો  ””’  …. (પાછળ પડ્યા છે !)
======================================================================
નવાબી નગરી ખંભાત સોળે કળાએ ખીલી ઉઠી છે. નગરમાં મેવા મીઠાઈ, કટલરી અનાજ
 
તેલના વેપારીઓનો ઠેર ઠેર ખડકલો જામ્યો છે. ચા શરબતની લારીઓ સાથે પાણીપુરી ભજીયાને
દાબડાના સ્ટોલ ખુલ્યા  છે.દર પચાસ ડગલે મંદિર મસ્જીદ દેરાસર હોઈ ભક્તિ રસ ઉછાળા
લઇ રહ્યો છે .
આ માદળા  તળાવ  વિકસતું હતું .આમેય લોકો તેમાં ગોદલા ને ગાભા નાખતા હોઈ તેને અમે
ગોદલા  તળાવ કહેતા. સાજે શાળા છુટે પછી તેના પાસે ત્રિકોણીયામાં બધા ભેગા થઈને ગામ
 
ગપાટા  મારતા. જાતજાતની  ભાતભાતની બધી કથાઓ એમાં વણાઈ જતી જાણે કે આબધા
 
અહીંથી રાજ્ય શહેર દેશ ને દુનિયાનો વહીવટ ચલાવતા હોય. જાણે બોતેર ગામના ઘણી .
મોટે ભાગે એમાં માસ્તરો ભેગા થતા હતા. આમેય અંગ્રેજીમાં ટીચર કહેવાય એને અનુરૂપ તેઓ
વર્તતા. ટી એટલે ચા . આ બધા ટી ચરીને ચરીને (મફતની) વકરેલા. શાળામાં દાખલ થનાર બાળકના
વાલીની કે પ્રસગો ઉભા કરી વાલીઓને તેડાવી મફત ચા નાસ્તાની જયાફત ઉડાવતા  અને માસ્તરની
નોકરી એટલે ” ખુંટીએ પોતિયાં ને ભેંતે નામાં” બધું જ સરકારનું  ટેબલ ખુરશી ચાક ને કાગળ શાહી
 
અને  છોકરાંય  પાછાં  લોકોના એમના ઘરનું કશુય નહિ.  એ પોતે જ ઘરના એકલા.
“પાથરી પથારી ને હું બેઠો છું એકલો 
 મિત્રો મને મળવાને જરૂરથી  આવશે
 નહિ આવે કોઈ જો પણ કદાચ તો 
 મુજને સ્મશાને તો  વળાવા આવશે “
હવે આ બધાનો  ગાદલા તળાવે ગોદડીયા ચોતરો જામે. કારણ કે પથ્થર પર બેસવાનું એટલે હું એક
ફાટેલી જૂની ગાભા રંગ બેરંગી  જેવી ગોદડી લઇ ગયેલો એટલે બધા રંગ એ ગોદડી જેમ જામે.એમાં
નવ ગ્રહ  નવ નંગ ને નવ લપોડશંખ જેવી જોડી જામે
શાંતિલાલ દરજીને  આંખોના નંબર વધારે હોવાથી  જાડાં ચશ્માં પહેરે એટલે અમે મજાકમાં ધૃતરાષ્ટ્ર
કહેતા તો એ મને કહે ગોવિન્દીયા તારે ને મારે ના ફાવે કેમકે કૃષ્ણ ધ્રુતરાષ્ટ્રની વિરુદ્ધ હતા એટલે હું
 
તને ગોવિંદ ગોદડીયા  કહેવાનો મેં કહ્યું ચાલશે પણ તું ધ્રુતરાષ્ટ્ર છે એમ તે સ્વીકાર્યું એટલે બસ.
આમ ચર્ચા ચાલી અમે બે હતા ત્યાં ભદો ભૂત આવી ચડ્યો .જો કે ભદાનું સામાન્ય  જ્ઞાન અને ટીખળ
 
ખુબ તેજ હતા ને ભૂતની જેમ ગમે તેને વળગી પડતો એટલે તેને અમે ભદો ભૂત કહેતા.
તેવામાં બે તેજસ્વી ચહેરા વાળા બે મહાનુભાવો પધાર્યા. એક ને માથે ચોટલી હતી બીજા તેજનો અંબાર.
પેલા તેજસ્વી ભાઈ કહે હું કૃષ્ણ  અને આ નારદજી છે .મારે મારી રાજધાનીના હાલ જાણવા છે . એટલે
 
તે કહે ભાઈ અમારે દ્વારકા જવું છે અમે તો મુંબાઈથી અહી આવી ચડ્યા છીએ. પેલા ઝવેરી કાન્તિલાલ
અમને મોટરમાં અહી સુધી લાવ્યા છે.હવે કહે છે મારું ગામ આવી ગયું . હું ઘેર જાઉં છું.
હવે ડાબડા ખાઈ અહી  કોઈએ કહ્યું કે ગોદડીયા ચોતરે જાવ  એટલે અહી આવ્યા છીએ. અમે ભદાને કહ્યું તું
આમની સાથે દ્વારકા જ. જો કે ભદાને આમેય ઘેર ખાવું ને ઝેર ખાવું બરાબર હતું.  એ તૈયાર થઇ ગયો.
ભદો  કહે ચાલો ખટારો પકડી લઇ રાજકોટ જઈએ .
પેલા તેજસ્વી ચહેરાવાળા  કૃષ્ણ બોલ્યા   ભાઈ ખટારામાં જ   કેમ?   રથમાં  શા માટે નહિ.?
ભદો  કહે ભગવન ચણા મોઘા છે કોઈ ઘોડા રાખતું નથી . તમે દેવી દેવતાએ સ્થળો ટેકરે પસંદ કર્યા છે
કે ઘોડા થાકી જાય છે તમારા સોરઠમાં પણ હવે રથ રહ્યા જ નથી. કારણ રસ્તો ખાડા ટેકરાવાળો છે.
એમ કહી ખટારામાં ત્રણેય બેસી ગયા. આગળ જતા ઘણા લોકો જતા હતા રંગબેરંગી પોશાકમાં .
પભુ કહે ભાઈ ભદા આ બધા ક્યા જાય છે . ભદો કહે પ્રભુ એ બધા તરણેતરના મેળે જાય છે
પ્રભુ કહે લ્યો ત્યારે ચાલો  મેળો પણ મહાલી લઈએ.  ભદો  કહે તો ચાલો .
જ્યાં તરણેતર પહોચ્યા ત્યાં એક મોટો મોટરોનો કાફલો આવી પહોચ્યો પોલીસની દશ બાર મોટરો
સાયરન વગાડતી આગળ વચ્ચે બોલેરો કાર અને બીજી કારો પાછળ પોલીસની બીજી દશ બાર કારો
પોલીસે બધો ટ્રાફિક અટકાવી દીધો કોઈને જવા દેવામાં આવતા નહોતા.
પ્રભુ ભદાને પૂછવા લાગ્યા આ દાઢી વાળા મહાશય કોણ છે અને આટલી બધી પોલીસ તેમની પાછળ
કેમ પડી છે ?
ભદો કહે પ્રભુ એ તો ગુજરાતના નાથ છે અને એમનું નામ નરેન્દ્ર છે પોલીસ એમની પાછળ નથી પડી
એ જ બધાની  પાછળ પડે તેવા સક્ષમ ને પાવરફુલ છે . એમણે ઘણાને પાછળ કાઢ્યા છે. 
 પ્રભુ આજ કાલ આપના અતિ પ્રિય એવા નામો વાળા પાત્રો એમની પાછળ પડ્યા છે.
પ્રભુ  એમની પાછળ આજ કાલ ……………………………………………………………………………………………….
.
  
 ” શંકર“   ” શક્તિ” “કમલા“   ”ગોરધન“  અને  ”અર્જુન“   પડ્યા છે .  

 

નારદ ખડખડાટ હસી પડે છે ને કહે નારાયણ…નારાયણ વાહ પ્રભુ આપની લીલા.
આપનું નામ ધરાવતા ઘણાય હવે પૃથ્વી પર  કમાલ કરતા દેખાય છે……………………..
એમ કહી કહ્યું ચાલો પ્રભુ હજુ દ્વારકા ના ધક્કા બાકી છે………….
========================================================================
=========================================================================
સ્વપ્ન જેસરવાક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s