ગોદડીયો ચોરો… લોકપાલની લહેરખી…

ગોદડીયો ચોરો… લોકપાલની લહેરખી…
 

============================================================================
શરદના સુસવાટા વાજતે ગાજતે આવી ચઢ્યા હતા. દિવાળી આવું આવું કરતી ડોકિયા

કરી રહી હતી .
લેવડ દેવડના હિસાબી ચોપડા ચિતરાઈ રહ્યા હતા. બજારમાં દિવાળીના  આગમનને
વધાવતી ખરીદી કરવાની જબરી  ભીડ જામી રહી હતી.
ગોદડીયા ચોરે હું ગોદડીયો, નારણ શંખ, ને શાંતિ ધ્રુતરાષ્ટ્રની ત્રિપુટી જામી હતી. 
બીજા પાત્રો રાહ જોતા અમે ચર્ચાના ચકડોળે ચઢ્યા હતા. ભદા ભૂતનો અતો પતો નથી.
એવામાં કનું કચોલું . કોદાળો  અને અઠા બઠાની બે બળદની જોડી રુમઝુમ કરતી
આવી પહોચી.
આજે  ચોરામાં બધા ગયા વખતે પોલીસ દ્વારા મળેલ પ્રસાદની ચર્ચામાં જોડાયા. કોદાળો

કહે ભાઈ મારી તો પનોતી બેસી ગઈ. મેં મારી  હનીને બેક સાઈડે  આઈસ ઘસવાનું કહ્યું

તો એ તો બી. એ  પાસ એટલે આઈસથી બીએ. યુનો  એ શાકભાજી બાય કરવા જાઈન્ગ

તો ટામેટા ડાઉન  મૂકી ટોપ પર  ફ્લાવર કે બટાકા મુકીંગ . એટલે  સ્પીકિંગ  જોરસે ઓર

મગજ ધીરેસે ચલાવતી હેન્ગી .
હવે નાના  મગજ  જ  બરાબર નોટ ફીટીંગ એટલે એણે સવાઈ ડોક્ટર હોય એમ બામ  લગાડી

એટલે એક  તો વાંહો પેલા રેડભાઈએ લાલઘુમ કરી નાખેલો ને ત્યાં બામ બરાબરની  ચચરી

એટલે વાંદરા કુદકા મારે એમ આઈ એમ ઠેકડા મારીંગ એન્ડ સારી સોસાયટી દેખીંગ એન્ડ હસીંગ 
 મેં સરકસ વાલા બંદર હું  એમ સમજકર માય ઈન્સલ્ટ કરીંગ સબ મજાક ઉડાવિંગ.
ધ્રુતરાષ્ટ્ર કહે હવે હખાણો  મરીંગ વરના હમ સબ ફિર લાલ કરીંગ માર માર કે સમજા  બબડુંક .
એટલામાં કનું કચોલું ભજીયા લઈને આવ્યો ને ચાનો ઓડર પણ આપતો આવ્યો.
અમે બધા ભજીયાંના ભડાકા વેરતા ને ચાની ચૂસકી લેતા હતા
ત્યાં ક્ચોલું કહે અલ્યા આ લોકપાલ નામનું  વળી કયું પ્રાણી અવની પર અવતર્યું છે ?
પેપરોવાળા આ ટી.વી.  ચેનલોવાળા હવાર હાંજ એની મેથી માર્યા કરે છે મારા વા’લા !
નારણ શંખ કહે અલ્યા આઝાદીની લડતમાં લાલ, બાલ,,અને પાલ વિષે સાભળેલું.
ત્યાજ પેલા અઠો બઠો કહે અમે તો વસ્તુપાલ, તેજપાલે આબુના દેરા બનાવેલાં એ સાભળેલું.
ત્યાં મેં કહ્યું ભાઈ આ લાલ, બાલ, પાલ અને વસ્તુપાલ તેજપાલ એ તો જૂની વાતો છે પણ

હમણાં યશપાલ, જશપાલ ,રાજપાલ , ધર્મપાલ, ને સુરેન્દ્ર્પાલ તાજા નમુના છે  .
ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા ગોદડીયા આ બધા નમુના પાછો ક્યાંથી વીણી લાયો છું. વિગતવાર કહે.
મેં કહ્યું જો આ યશપાલ ક્રિકેટર છે. જશપાલ વડોદરાના પોલીસ કમિશ્નર હતા ને ભૂતપૂર્વ મંત્રી છે.
આ રાજપાલ ,ધર્મપાલ, અને સુરેન્દ્ર્પાલ સિનેમાના એકટરો છે.

નારણ શંખ કહે આ રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરી બધું ખાઈ જાય છે તેની તપાસ કરવા માટે

અન્ના સાહેબ અને તેમની મંડળી જન લોકપાલ બિલનો કાયદો લાવવાનું કહે છે.
ક્ચોલું કહે ત્યારે એમ કહોને કોઈ જનસિંહ લોક્સિંહ પાલ નામના રાજાના નામમાંથી સિંહ શબ્દો

કાઢી નાખી આ જન લોકપાલ નામ બનાવ્યું લાગે છે. ખરું કહેવાય હો !
ત્યાં જ કોદાળો કહે દેખા આ નેતા લોગ કો એ બીલ પરવડતા નથીંગ. દેખને કે વાસ્તે  અન્નાકો સપોર્ટ

કરતે હેંગે ઓર મનમેં ધીસ બીલ નો કમિંગ એસા   સોચતે હેંગે. વો સાલે બડે એકટર હેંગે.
જબ ગોવિંદા સંસદમે ગયા તબ વો અપનેકો એક મઝા હુઆ બડા એકટર માનતા થા.
સંસદમેં ડ્રામા દેખા તો દંગ રહ ગયા વો ખુદ કહને લગા એ લોગ હમસે ભી બડે એકટર હે !
આ અન્નાજીની મંડળી બધા પક્ષોની હવા કાઢી નાખી કોંગ્રેસની ખુરશી હલાવવા બેઠી છે.
ત્યાં જ  અઠા બઠાની જોડી રંગમાં આવી ગઈ ને જોરથી ગાવા લાગી.

કોણ હલાવે ખુરશી ને કોણ લાવે ચબરખી

અન્નાને જનતા વ્હાલી અન્નાજી હલાવે ખુરશી…..કોણ.

ચિદમ્બરમને વ્હાલી ચેર પ્રણવને વ્હાલા પાયા
 કે- જરીવાલને વહાલા કાયદા એ હલાવે ખુરશી….કોણ.
ભારતને  ભૂષણ વ્હાલું  પ્ર- શાંત ના રહે  શાંત
 કિરણ કહે હવે બે-દિ  રહો હાલી જશે  ખુરશી…….કોણ.
 સિસોદિયા કહે શીદ દિયા વાદા  પુરા ના કિયા
 દેશની જનતા જાગી ને યુવાનો હલાવે ખુરશી…….કોણ.
 ભાજપ હલાવે મુળીયાં ને સામ્યવાદી હલાવે થડીયાં
લાલુનાં લખ્ખણ નિરાળાં બેઠો ચડાવે ચાવી……કોણ.
હિસ્સારમાં કહે હિસ્સો ને કોઈ ના  કોંગ્રેસમાં જીતે
ભાષણોથી ભ્રષ્ટાચારના હઠે નક્કર કાયદે ચડો…કોણ.
માયા મુકાવે મૂર્તિઓ ને કોઈ રથે ચડે મહારથી
જાગી છે જનતા સારી ને અન્નાજી  હલાવે ખુરશી…..કોણ.
ત્યાં કનું કચોલું કહે અલ્યા હું એક ખાનગી માહિતી લાવ્યો છું. આપને બધાએ ચેતવા

જેવું છે. આમ મને છીકણી સુધવાની આદત એટલે બૈરાં સાથે વાતો કરવાનું મળે.
આપણા બધાયના ઘરવાળાંએ નરેન્દ્રભાઈને કાગળ લખ્યો છે. કાગળ આમ છે.
ભાઈ શ્રી નરેન્દ્રભાઈ,
ક્ષેમ કુશળ હશો. દિવાળીના તહેવારો આવે છે. તેલનો ખેલ સસ્તો કરજો આપે કહેલું
કે તમારો ભાઈ ગાંધીનગરે બેઠો છે કામકાજે પત્ર લખજો એટલે પત્ર લખીએ છીએ.
આપ જલ્દીથી પેલા લોકપાલ કે લોકાયુક્ત નીમી દો તો સારું.
 હમણાં નવરાત્રી ગઈ ત્યાર બાદ પેલા કાપડીયા ભાઈ મળેલા તે કહેતા હતા કે બહેન
 કેવો લાગ્યો નવી ડીઝાઇનનો  ચોળી ચણિયો . વજનમાં  અને પૈસામાં ભારે કિંમતી હતો.
મેં કહ્યું ભાઈ મને તો મળ્યો જ નથી. તમારી ભૂલ થઇ લાગે છે. કાપડીયો કહે સાહેબ તો
તમારું નામ દઈને લઇ ગયેલા ક્યાંક પધરાવી આવ્યા લાગે છે ?. તો એ તપાસ કરે.
બીજા બહેને લખ્યું કે હમણાં સોનીને ત્યાંથી હીરાનો હાર  ખરીદીને કોકને પધરાવીઆવ્યા છે ? .
હવે તમે જલ્દીથી નીમી દો કેમ કે સવારે વહેલા નીકળી રાત્રે મોડા આવે છે ઘેર  જમતા પણ
નથી તો આ ક્યાં ફરે છે તેની તપાસ લોકાયુક્ત કરે ને ?
ત્રીજા બહેન કહે સાહેબ તમે તો હિન્દુસ્તાનના ઘેર ઘેર તમારી વાત પહોંચે એવી વાત કરો છો ?
તો જરા લોકાયુક્ત આવે તો આપણી ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં કેમ હારી ? કેવી રીતે હારી ?

એ બધી તપાસ કરે ને !
 ચોથા બહેન કહે સાહેબ આપને તો આટલું બધું ખાવા મળે છે તોય તમે તો ઉપવાસ કરો છો ?
પણ મોઘવારીમાં અને ભ્રષ્ટાચારમાં આવક બચતી નથી એટલે અમારે ઉપવાસ કરવા પડે છે.
પાંચમાં બહેન કહે સાહેબ આપ પાકિસ્તાનીઓને અજમેરના વિઝા મળે એવી દલીલ કરો તો
માન સરોવર જવા ચીનના વિઝા જોઈએ એ કેમ ભૂલી જાવ છો ? કે પછી મુસ્લીમોના મત

જોઈએ એટલે ? ચીનાઓ  ક્યાં મત આપવા આવવાના છે?
 
વાહ સાહેબ કમાલના જ મુદ્દા ઉઠાવો છે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
બધી બહેનોએ સમૂહમાં લખ્યું કે સાહેબ આ વાયબ્રન્ટ નવરાત્રીને બદલે સદાય શુભરાત્રિ રહે તેવું
કાંઈક કરો રોજ અમારા અછોડા દોરા ને મંગલ સુત્રો લુંટાય છે .રોજ નારીઓની લાજ લુંટાય છે
 
આપ અમારી વેદના જરાક સમજો તો સારી સદભાવના કહેવાય !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

બધા બોલ્યા હવે તો ચેતવા જેવું ખરું…..હો કે.!!!!!!!!!!!!!!!!!!!!!!!
 
જો લોકાયુક્ત આવશે તો સરકારનું અને  આપણું બધાનું  પોલ ખુલ્લું પડી જશે.!!!!!!!!!!!!!!!!!
હાટકો=  ==== દિવાળી કાંઈ   દિ – વાળતી નથી
                       પણ દાટ  વાળે છે. આ મોઘવારીમાં
=======================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s