ગોદડીયો ચોરો…… “સોરઠિયો શામળો” ..

 

ગોદડીયો ચોરો…… “સોરઠિયો શામળો” ..
=============================================================
 શરદની રઢિયાળી રાતોમાં  પ્રભુ રાસ રમવા જવાના હોઈ સોમનાથના દર્શન બાદ પ્રભુ 
પોતાના સ્વર્ગ ધામે પરત ફરશે. દિવાળી બાદ કોઈક સમયે  દ્વારિકાની મુલાકાતે  આવશે.
સ્વપ્ન કથાના “ગોદડીયા ચોરા”માં  આવતા  શુક્રવારે “રાસલીલાનું રમખાણ” રજુ થશે.
===============================================================
રાજકોટના અવનવા રંગો નિહાળી પ્રભુ અતિ આનંદ પામ્યા. નારદજીને પણ રંગીલું

રાજકોટ મનમાં મરકાવી ગયું. નારદજી ધરતીના પ્રસંગોની મનમાં ગાંઠવાળી સ્વર્ગમાં

દેવોને ભાજપ- કોગ્રેસની જેમ કેમ લડાવવા એનો તખતો તૈયાર કરી મનમાં એપિસોડ

અને સંવાદોની  ગૂંથણી  કરી રહ્યા હતા.

પ્રભુએ કહ્યું ભદા હવે આપને હવે આગળ પ્રયાણ કરીએ મને મારી રાજધાની જોવાની

ભારે તાલાવેલી લાગી છે. હવે મારી દ્વારિકાની કેવી  દશા છે તે અંગે જાણવું છે ?.

ભદો કહે ભગવન હવે બહાર નીકળીને છકડો પકડી લઈએ ને ગોંડલ પહોંચી  જઈએ.

જ્યાં ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા તો કોર્પોરેશન દ્વારા રૈયા રોડ પર નાનાં ઝુંપડા

અને મકાનો તોડી પાડી રસ્તો પહોળો કરવાનું કામ ચાલતું હતું. વચ્ચે રોડ પર ખાડા

ખોદવામાં આવતા હતા તો ક્યાંક પુરતા હતા.

પ્રભુ કહે ભદા આ તોડવાનું ખોદવાનું અને પાછા પુરવાનું બધું શું ચાલે છે ?

નારદજી કહે ખાડા ખોદવાના પૈસા અને ખાડા પુરવાના પૈસા  એમ બેય બાજુથી પૈસા
તોડી ખાવાના.  અરે પ્રભુ આ લોકો વૃક્ષ રોપણ કરે ને અઠવાડીયા  પછી ત્યાં છોડ જ
ના હોય .

બોલો આ કાર્ય પદ્ધતિ આપણે સ્વર્ગમાં અપનાવવા જેવી ખરી કે નહિ  કેમ કે નાણાંખાતું  

તોઆપના ઘરમાં જ છે.

પ્રભુ કહે મારું વાળું ખરું હો આ………….. તોડપાણી તો તોડ ને પાણી જ છે !

ભદો કહે પ્રભુ આ બધા  તોડના ધંધા માટે તોડે છે ને પાણી મળે એટલે પૂરે છે .

અમારા ભારતમાં આમ જ પોલીસો ,પટાવાળા,  પક્ષો,  પ્રધાનો ને અમલદારો  

પબ્લીકને અને પત્નીઓ પતિને  પીસી પીસી ને  પૈસાનું  તોડ પાણી કરે છે.

થોડા આગળ ગયા ત્યાં  બસો અને લકઝરી બસો થોકબંધ ઉભી હતી .

ભદાએ પૂછ્યું  આ બસ સોમનાથ જુનાગઢ  જશે ખરી બાપલિયા.

બસના ડ્રાઈવરો  કહે  ના આતો સદભાવના ઉપવાસ  મિશન એટલે પ્રજાના પૈસે વાહ

વાહ અને દિલ્હીમાં વડા પ્રધાન માટે ઉમેદવારી  કરવા માટેની તૈયારીમાં જવાની છે.

જયારે બીજી કોંગ્રેસને રાજ્યમાં   સતા વાપસી   માટેના  મિશનમાં જવાની છે.

નારદજી કહે અલ્યા ભૂત આ થોડા ટોપીઓવાળા ને થોડા પાઘડીઓવાળા જુદી જુદી

બસોમાં કેમ બેસે છે ?

ભદો કહે દેવર્ષિ આ કોગ્રેસવાળા બધાને ટોપીઓ પહેરાવે છે ને ભાજપવાળા પાઘડીયો

પહેરાવે છે એટલે.પ્રજાના પાસે લાંચના માગી ટોપીમાં અને પાઘડીમાં મૂકી દેવાના અને

લોકોને લાગે આવડા તો પાઘડી અને ટોપીઓ સરખી કરે છે .

પેલી ટોપીનું   ઊંધું લખો  તો પીટો થાય એટલે કે પ્રજાને પીટો.

આ પાઘડી વાળા કહે હવે પા-ઘડી તો ખાવા  દ્યો.

આવડા ટોપી વાળા પંચાવન સાઈઠ વરસથી ખાય છે.

અમારો વખત હજુ પંદર વર્ષથી આવ્યો છે  એટલે ….. પા…ઘડી……. તો ખાવા  દ્યો.

છકડા  બેસી ચાલ્યા તો ગોંડલ  આવ્યું .ભદો કહે પ્રભુ પ્રજાના ચાહક એવા સર

ભગવતસિંહજીનું આ રાજ્ય જેમણે    ” ભગવદ ગોમંડલ “ રચી ભારતને એક નવીન

ગ્રંથ  આપ્યો.

ત્યાંથી આગળ જલાબાપાનું વીરપુર આવ્યું. વીરપુર એટલે જલા  ભગતનું ગામ .

નારદજી કહે  આ જલારામબાપાએ ભૂખ્યાને જમાડ્યા સેવાચાકરી કરી સમાજને સેવાનો

મંત્ર આપ્યો.દુનિયા પૈસા મોટર બાગ વાડી છોકરા બધું આપી દે પણ આમણે આજ

પ્રભુને સેવા કાજે પત્ની સોપી દીધી. બોલો આ જગતમાં બીજો એવો કોઈ મહાપુરુષ

પાક્યો નહિ હોય.

ભદો કહે નારદજી  અમારા  દેશમાં લોકો તો ઠીક પણ આ નેતાઓ બીજાની બાયડીઓ

લઇ જાય છે

જુઓ અમરમણી ત્રિપાઠી મધુમિતાને લઇ ગયા. રાજસ્થાનના પ્રધાન કોઈ ભંવરી દેવીને

ગુમ કરી ગયા. નારાયણ દત  તિવારી કોઈની પાછળ પડેલા. પેલા યેદુરપ્પાની કોઈ ગર્લફ્રેન્ડ

હતી  અમારા ભાજપના સંસદસભ્ય બાબુ કટારા કોકની બૈરીને પરદેશ લઇ જતા  હતા

 તે કબુતર બાજીમાં પકડાયેલા.
 બોલો કેવી કમાલ છે નેતાઓની !

પરભુ ભદો અને નારદની ત્રિપુટી હવે “સોરઠીયા શામળા” ના સોરઠના દરવાજે પહોચી.

ભદો કહે પ્રભુ આ ધરા એટલે ભગવાનને પણ મહેમાનગતિનું આમંત્રણ દે એવો   છે

અને એની વાત જ શી કરવી બાપલિયા.

આના માટે એક   સોહામણો સોરઠો છે…..

“સોરઠ  ધરા  સોહામણી,  જુનો  ગઢ   ગીરનાર

સાવજડાં સેજલ પીવે ,જેનાં નમણાં નર ને નાર “

ભદો  કહે પ્રભુ સાંભળો વાલીડા આ તમારો ભાવ ભર્યો ને માયાળુ સોરઠ આવી ગયો

” સંત, શુરા  અને સાવજ તો સોરઠના ” .

…………………અને વધુમાં……..

“સોરઠ સુરોના સરજીયો ને ના ચઢ્યો ગઢ ગીરનાર

ના નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો  અવતાર “

ભગવાન કહે મારા પ્રિય ભક્ત નરસૈયાનું  ગામ આવી ગયું . હવે બીજો કોઈ

નરસૈયા જેવો છે ખરો ?

ભદો કહે હા પ્રભુ જુનાગઢના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ એવા જ સેવાભાવના

ગુણો ધરાવે છે.

ભગવન કહે કામમાં, સેવામાં અને ભાવનામાં મશરૂમ જેવા મશરૂ પ્રજાને અને

મને અતિપ્રિય છે.

પ્રભુ પ્રેમથી મહેન્દ્રભાઈને મળ્યા ને કહ્યું આપ તો મહા ઇન્દ્ર છો . ઘણું જીવો ને
પ્રજાપ્રેમ પામો .
પ્રભુએ જોયું તો દામોદર કુંડ, નરસિહ મહેતાનો ચોરો, ઉપરકોટ, ગરવા ગિરનારની
દુર્દશા  ઝુંપડપટ્ટી  અને ગંદવાડ જોઈ દુખી થયા. ગરવા ગિરનારની પ્રતિષ્ઠાને ઝાંખપ
લગાડે તેવું સરકારનું આ વર્તન બેહદ શરમજનક છે.
આવા પવિત્ર યાત્રાધામો અને ભક્તજનોની જગ્યાની જે સરકાર દુર્લક્ષ સેવે એવી
 સરકાર ગમે તેવી લોકપ્રિય હોય  તો પણ શા કામની ?

અને જેના વડા પાછા નરોમાં ઇન્દ્ર હોય .તેમના રાજમાં ધાર્મિક સ્થળોની આવી દુર્દશા.

જુનાગઢમાં આદિ કવિ ભક્ત નરસૈયાની  પ્રતિમાની કરતાલ દર વર્ષે ચોરાઈ જાય

તે આપણી  પ્રજાની મનોભાવના અને સંસ્કાર સાથે ફક્ત દેખાવ પુરતી  ભક્તિનું
ઉદાહરણ છે.

પ્રભુ યાત્રા ત્યાંથી સોમનાથ તરફ પ્રયાણ કરે છે.

સમુદ્ર કિનારે અફાટ સાગરને સોમનાથ દાદાના ચરણ પખાળતાં  મોજાંઓ અને 

ભવ્યાતિત ભવ્ય સોમનાથદાદાનું  મંદિર અને શિખરે સુસવાટા લેતી ધજા નિહાળી
પ્રભુ સાથે નારદજી અને ભદો ખુબ ખુશ થયા.

પ્રભુએ  પોતાના ઇષ્ટદેવ દેવાધિદેવ ભગવાન શંકરને મનોમન વંદન કર્યા.

પભુએ પ્રાર્થના કરતા કહ્યું હે દેવાધિદેવ ભવ્ય ભારતના દ્રષ્ટા સરદાર પટેલે આપના

દેવસ્થાનનો જીર્ણોધ્ધારકરી એમને લીધેલ સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એથી મન ઘણું

પ્રફુલ્લિત થયું.

નારદજી ટીખળ કરતા બોલ્યા પ્રભુ આપ કાળા કાન કે કાળા કૃષ્ણ કહેવાઓ  છો પણ

 
આ પૃથ્વી પર કોઈ લાલ કૃષ્ણ નામનો  માનવી  છે તેમને  આ રથયાત્રાઓ કાઢવાનો
એક અનેરો શોખ છે. એ એકાદ વર્ષ થાય ને કોઈને કોઈ બહાને રથયાત્રા કાઢે છે
મનેતો લાગે છે કે જો બહુઅતિરેક થશે તો લોકોને આપની અષાઢી બીજે નીકળતી
રથયાત્રાને લોકો ભૂલી જશે. એણે  તમારી અને મર્યાદા પુરષોત્તમની રથયાત્રાઓ
કાઢી  જનતાને હિલ્લોળે ચડાવી મત ઉઘરાવી સત્તાસ્થાને ચડી બેઠા અને આપને  
 ભૂલી જ ગયા છે મારા વાલાઓ !.

નારદજી  વદ્યા  વાણીને   કહેવા લાગ્યા કે પ્રભુ આપ ગાવો ……………………….

“મારા બનાવેલા તો મુજને બનાવતા  ,

ગર્ભમાં દીધેલા કોલને ભુલાવતા “

પણ વખત આવ્યે હું કોઈને છોડતો નથી રે…..હું ગાંડો નથી રે હું ઘેલો નથી રે…

પ્રભુ આ ભજન અનુસાર આપે કૈક કરવું જોઈએ તોજ આપનું અને આપની યાત્રાનું

મહત્વ જળવાશે.

સોમનાથ ટ્રસ્ટના  પ્રમુખ માજી મુખ્ય મંત્રી  શ્રી કેશુભાઈ પટેલ ત્યાં હાજર હતા .

એટલે પ્રભુ કેશુભાઈને મળ્યા અને જાણકારી મેળવી. ત્યાં  સંસદ  સભ્ય દીનું ભાઈ

સોલંકી આવી પહોચ્યા.અને વિચારમાં પડ્યા આતો ધર્મ સંકટ શું કરવું ??????

સાટકો:=   “કૃષ્ણ  કેશવ દોનો ખડે કિસકો લાગુ પાય.


જપું નમો નમઃ તો  ટીકીટ કદી ના કપાય “
==============================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s