ગોદડીયો ચોરો…ગોખરુંકાકાની ગોખરું વાણી….હાસ્ય કથા
=================================================================
મિત્રો હમણાં જાન્યુઆરીમાં ભવ્ય ભારત ભૂમિની મુલાકાતે ગયો હતો. હજુ શિયાળાએ
વિદાય લીધી નહોતી પણ પુરજોશમાં ત્રાટક્યો હતો. ત્યાં ગયા પછી દશ દિવસે તબિયત
એવી બગડી ગઈ કે ના પૂછો વાત અહી આવીને પણ શરીરે સાથ દીધો નહિ જાણે કે
યમરાજ તાત્કાલિક વિઝા આપવા માંગતા હોય તેવો આભાસ થયેલો હજુ પણ તબિયત
ઠીક લાગતી નથી એના કારણે આપ વડીલો અને મિત્રોના બ્લોગ પર ના આવી શકાય કે
પ્રતિભાવ ના દર્શાવી શકાય તો મોટા મનથી માફ કરશો એવી વિનંતી છે.
એક વડીલ કાકાએ કેટલાક પ્રશ્નો પૂછેલા તેના મુદ્દાને કાલ્પનિક રંગે રંગી આપની
સમક્ષ આ લેખ પ્રસ્તુત કરું છું
લગ્નસરાની સીઝન માણી. મિત્રોની મિલન મુલાકાત પણ થઇ.
આપણા મુખ્ય મંત્રીશ્રીએ આદરેલા સદભાવના મિશનમાં ૩૧ જાન્યુઆરીના રોજ આણંદ
જીલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અમારા સ્વાતંત્ર્ય સેનાની જન્મ શતાબ્દી વર્ષમાં
પ્રવેશેલા મુરબ્બી મહીજીકાકાને લઇ જવાનું એક અનોખું સદભાગ્ય માણવા મળ્યું .
છેવટે અમારા ધ્યેયરૂપ ગાદલા તળાવના કિનારે જામતા ગોદડીયા ચોરે ગયો.
હું ગોદડીયો,નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનું કચોલું , કોદાળોજી ને અઠા બઠાની જોડી જામી .
ત્યાં જ સામેથી ગોખરું કાકા આવતા દેખાયા. ગોખરુમાં જેમ ચારે બાજુ કાંટા હોય તેવા.
એમનું નામ હતું ગોદડભાઈ ખમીરભાઈ રૂખસાં.બધા નામના પહેલા અક્ષરથી બોલાવતા.
ઉમર એંશીની પણ સ્વભાવમાં એ ચાલીસના લાગે. મશ્કરા પણ એ એટલાજ .
એક વખત એ બચીબેનને કહે ઓ બચી તું કેમ બચી. બચી તું બચુને કેમ જચી.?
તેમના પત્ની લીલાબેન લલ્લુભાઈ વાસણીયા. બધા એમને લીલવા કહે .
એક દિવસ બચુભાઈ નોકરી પરથી ઘેર આવ્યા તો ગોખરું કાકા કહે બચી જો તારો
સુકોવર (ડ્રાયવર )ઘેર આવ્યો ખરો. બચુભાઈ ગુજરાત એસ.ટી નિગમમાં બસ ડ્રાયવર
હતા.
એક દિવસ લીલવા કાકી કંદમૂળ ઘેર લાવ્યા હતાં.
કંદમૂળ લઈને ગોખરું કાકા ગોમતીના ઘેર ગયા ને કહે ગોમતી તમારું કંદ કટર આપોને
મારે કંદ મૂળ કાપવા છે. ગોમતીનો પતિ ગજો એસ.ટી માં કંડક્ટર હતો .
એ અમારા ગોદડીયા ચોરામાં ઝટપટ પ્રવેશ્યા ને સીધો મને સવાલ કર્યો .
અલ્યા ગોદડીયા અહીંથી (ભારત) ગયો ત્યારે સાફો બાંધીને .
અને આવ્યો છે ત્યારે ફાંસો બાધીને !
એટલે કે જયારે પરદેશ પ્રથમ વાર ગયો ત્યારે હાથમાં નાળીયેર ભાલમાં તિલક કરી
આખું ગામ તને વળાવ્યા આવ્યું હતું હવે તો પાછો આવ્યો ત્યારે સૂટ બુટ સાથે ટાઈ
બાંધી રીબોક પહેરી કુદે છે !
અલ્યા બલૂનમાં ઉંડે છે ત્યારે તાં આકાશમાં વાદળાં અથડાતાં નથી.
મેં કહ્યું ત્યાં તો અમે બધા પ્લેનમાં બેઠેલા હોઈએ છીએ. લગભગ ત્રણસો ચારસો પેસેન્જરો
હોઈએ.
અલ્યા તારે તો તાં જંગલપાણી જવાની મુંબઈના માળાની જેમ લેન લાગતી હશે નઈ !
અલ્યા આપણી ભારતની રેલની જેમ ઉપરથી ફુવારા કરી અઈ નેચેની જનતાને પાવન
કરતા હશો.
મેં કહ્યું ના કાકા એ બધું ડબ્બામાં ભરાઈ જાય અને પ્લેન નીચે આવે ત્યારે કાઢી લે.
અને ખાવામાં ભજીયા દાળવડાં જલેબી ગાંઠીયા ને ફાફડા મળે છે કે નઈ !
કાકા પ્લેનમાં બધાની ડીશો તૈયાર હોય જેટલા માણસો એટલી ડીશો ઉડતાં જ ભરી લે.
અલ્યા તાં આકાશમાં પેલી રંભા અને અપ્સરા મળતી હશે જરાક ફરી આવું ત્યારે અહી
લેતો આવજે.
આ તારી લીલવા કાકીને એનો ઠસ્સો ને રૂપ બતાવવા છે. અઈ સિનેમામાં જોઈ છે પણ
રૂબરૂ જોવી છે !
અને પરભુ મળે તો પૂછી જોજે મારા કાકીને લઈને એકાદ રંભા મારા કાકાને બદલાવી દો.
મેં કહ્યું કાકા ત્યાં રંભા અપ્સરા ના મળે પણ એમના જેવી જ દેખાવડી એર હોસ્તેટો ઘણી
બધી હોય.
ગોરી કાળી શ્યામ વરણી ઘઉં વરણી એમ જાતજાતની એર હોસ્તેટો જોવાની મળે.
તો ફરી આવું તારે એક અર હોતેત લેતો આવજો અઈ ખેતર બતાવીશ સનેમાં બતાવીશ
જાર ઘઉંનો પોંક ખવડાવીશ ને એવી મઝા કરાવીશ કે એ પલેનને ભૂલી ગાડામાં મઝા માણશે
હટકો= છે ને ગુજરાતી ગોખરું કાકો અનોખો !
ગુજરાતીઓ વેપાર કરે છે જો એ રુકે તો દુનિયાના ઘણા બધા દેશોમાં મંદીનો વાયરો વાય.
============================================================================
સ્વપ્ન જેસરવાકર