ગોદડીયો ચોરો…ધમાલ ધ્રુતરાષ્ટ્રની..હાસ્ય કટાક્ષ

ગોદડીયો ચોરો…ધમાલ ધ્રુતરાષ્ટ્રની..હાસ્ય કટાક્ષ   
================================================================
વાચક મિત્રો એક નમ્ર વિનંતી છે કે એકાદ માસ સુધી આપના બ્લોગ પર આવી ના શકું
કે પ્રતિભાવ ના આપી શકું તેમજ “ ગોદડીયો ચોરો” રજુ ના કરી શકું તો મને મોટા મનથી 
માફ કરશો એવી આશા છે..
===================================================================
શિયાળો બરાબરનો જામ્યો છે. કાશ્મીરમાં થતી હિમવર્ષા ગુજરાતમાં હાડ ગગડાવે છે.
સ્વરપેટીમાં  અક્ષરો પણ અધ્યાહાર રહી જાય તેવી ગજબની ઠડી છે.  ભારત બોલીએ
તો ભાત અને પાકિસ્તાન બોલીએ તો ફાકીસ્તાન ને રશિયા બોલીએ તો રઝીયા સંભળાય.
ચોરામાં મિત્ર મંડળી  જામી છે. ચા ની ચૂસકી ઠંડીને રોકી શકતી નથી.
એવામાં બે ઓફિસર જેવા લગતા માનવોએ ચોરામાં પ્રવેશ કર્યો.
એ કહે તમારામાંથી એક જણે ઉતર પ્રદેશમાં આચાર  સંહિતાના નિરીક્ષક તરીકે જવાનું છે.
કનું કચોલું કહે આપણે ધ્રુતરાષ્ટ્રને ત્યાં મોકલવો જોઈએ એ અનુભવી છે.
નારણ શંખ કહે કેમ લ્યા કચોલા  ધ્રુતરાષ્ટ્રને મોકલવાનું કહે છે ?
ક્ચોલું કહે  એમણે જિંદગીમાં પોતાના સગા વ્હાલાનું હિત જોયું છે. બીજાને કાયમ પારકા જ
ગણ્યા છે એ સતા મોહી, પુત્ર પ્રેમી ને  મહત્વાકાંક્ષી  છે.
ધ્રુતરાષ્ટ્ર કહે હું જાઉં તો ખરો પણ મારે આંખનું જરા બાદલું છે જો બાજભા આવે તો હું જાઉં.
બાવજીભાઈ જશુભાઈ ભાખોડિયા એમનું નામ પણ બાજ જેવી નજર એટલે બધા બાજભા કહે.
બાજભા પેલા ૧૦૦૮ ભક્તરાજ શ્રી અભિતાભ બચ્ચન મહારાજે “કાલીયા” ફિલ્મમાં ગયેલું ભજન
” જહાં તેરી એ નજર હે મેરી જાં મુઝે ખબર  હે બચ શકે નાકોઇ આયે કિતને” કાયમ ગાતા  હતા.
પેલા ભાઈએ કુરેશીજીને ફોન કરી મંજુરી લીધી અને બેયને લેખિત હુકમ આપી દીધો.
હવે ધ્રુતરાષ્ટ્ર અને બાજભા બન્ને લખનૌ પહોચી ગયા. એમને ઓફીસ સ્ટાફ અને બીએસએફની
ટુકડી ફાળવી દેવાઈ. બન્નેએ કામ ચાલુ કર્યું ક્યાંક આચાર સંહિતાનો ભંગ ના થાય.?
બાજભા કહે આ હાથીની પ્રતિમાઓ કાપડથી ઢાકી દીધી પણ આ જીવતા હાથીઓનું શું ?
તેમને જીવતા હાથી પકડવા માંડ્યા. જ્યાં સાધુ કે બાવાની  જમાત જતી હોય તો રોકીને હાથી
પકડી લે ક્યાંક લગ્નના વરઘોડામાં હાથી દેખાય કે સર્કસમાં તો હાથીની  ધરપકડ કરી લે .
બીએસપીવાળા કહે આ કોંગ્રેસવાળા હાથ હલાવે છે અને ભાષણમાં હાથનો ઉપયોગ કરે છે ?
તો એમના હાથના પંજા ઢાકી દેવા જોઈએ એવી અમારી માગણી છે
બાજભા કહે ખરી વાત એમણે  ધ્રુતરાષ્ટ્ર પાસે આદેશ કરવ્યો કે બન્ને કાંડા પર મોજાં  પહેરવા જેથી
હાથના પંજા ના દેખાય. ભાષણમાં જે કહેવું હોય તે કોણીથી દર્શાવવું.કારણ તમે બધાયને કોણીઓ જ
 મારતા ફરો છો હમણાં જ લોકસભા અને રાજસભામાં લોકપાલ બીલની ચર્ચામાં કોણીઓ જ મારી ને !
કોંગ્રસવાળા કહે પણ અમે ખાઈએ કેવી રીતે.?
બાજભા કહે આટલું બધું તો ખાધું હજુ ધરાયા લાગતાંનથી . જુઓ દિશમાં સીધું મોઢાથી ખાઈ લેવાનું
જેથી ડીશ સાફ  થઇ જાય. આમેય તમે આખો દેશ સાફ ચેલા કરી જ નાખ્યો છે અને ઘણા વિરોધીઓને પણ
સાફ કરી નાખ્યા છે. છેલ્લા સાઈઠ વર્ષથી ખાધા જ કરો છો ને ઘરની તિજોરીઓ ભર્યા કરો છો ?
ધ્રુતરાષ્ટ્ર અને બાજભા પ્રદેશની સફરે નીકળ્યા તો રસ્તામાં બે ચાર જણ કમળનાં પુષ્પ લઇ મંદિરે જતા હતા.
બાજભા કહે ભાઈ આમ ખુલ્લે આમ ભાજપનો પ્રચાર કરો તે ના ચાલે લાવો આ કમળ જમા કરવી દો ?
ધ્રુતરાષ્ટ્રજીએ ઉતર પ્રદેશના દરકે ઝરણાં તળાવો કે સરોવરમાં ઉગેલા કમળ નાશ કરવાનો હુકમ કર્યો.
ભાજપનું પ્રતિનિધિ મંડળ  ધ્રુતરાષ્ટ્રને મળી કહે આ હુકમ ગેર કાયદેસર છે ભગવાન તમને માફ નહિ કરે.?
બાજભા કહે ભાઈ તમે રામ રથયાત્રા કાઢી રામ મંદિર બનાવવાનું વચન આપ્યું અને તમે ભૂલી ગયા
આ રામનાદથી સતા મળી અને એમને ભૂલી ગયા એટલે જ ભગવાને તમને માફ ના કર્યા અને તમે
સત્તા પરથી સીધા સપાટી પર આવી ગયા છો એ ભૂલી ગયા લાગો છો ?
ઘણા સાયકલ લઈને આપ તેમ દોડતા હતા કોઈ કામ અર્થે તો કોઈ ખેતરમાં જતા હતા.
બાજભાને અમરસીહે યાદ અપાવ્યું  કે આ સાયકલ તો મુલાયમના સમાજવાદી પક્ષનું નિશાન છે.
બાજભાએ ધ્રુતરાષ્ટ્રને મળી બજારમાં ફરતી બધી સાયકલો જપ્ત કરી લેવાનો આદેશ કરાવ્યો.
આમ હમણાંના અમરસિંહ ઘણી વાર મુલાયમની સાયકલમાં પંચર પડવાની હઠ લઇ બેઠા છે.
સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ પોતાનો વિરોધ નોધાવવા ઓફિસે આવ્યું ને કહે સામાન્ય માણસ
સાયકલ લઈને જ ફરે માટે આપનો આદેશ ગેર કાયદેસર છે?
બાજભા કહે ભાઈ તમે બધા મોટરોમાં ફરો છો શિવપાલ, અખિલેશ , આઝમખાન બધાય નિવેદનીયા નેતાઓ છો?
તમે સતામાં આવી ક્યાં બીજાનું કે પ્રજાનું જોયું છે ? માટે આચાર સંહિતાનો આદેશ સાચો છે .
ઉતર પ્રદેશના ઘણા વિસ્તારમાં લાઈટ ના હોવાથી ઘણા માણસો ફાનસનો ઉપયોગ કરતા હતા .
બાજભા કહે આ તો લાલુજીના રાષ્ટ્રીય જનતા દળનું નિશાન છે એટલે  એમને ફાનસ પર પ્રતિબંધ મુકાવ્યો.
આમેય આ ફાનસ લીલા ઘાસનાં ઠંડા વાયરામાં ટમ ટમ ટબુક કરતુ ક્યાંક સગળે છે બાકી પંદર વર્ષથી
ઝબુકતું ફાનસ હવે ઓલવાઈ જવાની અણી પર છે.
બસપાવાળાએ રાષ્ટ્રીય લોકદળનાં નિશાન હેન્ડ પંપ (ડંકી)ના નિશાન પર વિરોધ નોધાવ્યો .
બાજભાએ બધા હેન્ડ પમ્પોને ઉખેડી નાખવાનો આદેશ કરાવ્યો .
રાષ્ટ્રીય લોકદળ અને ખેડૂતોએ કહ્યું આ તો અન્યાયી પગલું છે . હેન્ડ પમ્પો ઉખેડી નાખવાનું ક્યાય જોયું નથી.?
બાજભા કહે “ગદર” ફિલ્મમાં સન્ની દેઓલે પાકિસ્તાનમાં જઈને હેન્ડ પંપ ઉખેડી નાખેલો એ દ્રશ્ય આખી દુનિયાએ
જોયું છે અને તમે કહો છો ક્યાય જોયું નથી.? અમારો આદેશ ચુંટણીની આચાર સંહિતા માટે યોગ્ય છે
ઘણા અપક્ષ ઉમેવારોનું નિશાન ઘોડો મંદિર, ધજા હતા આ બધા પર બાજભાની  બાજ નજર ફરી વળી.
ધ્રુતરાષ્ટ્ર અને બાજભાની જોડીએ આચાર સંહિતાના અમલ માટે બધા પક્ષોની રેવડી દાણાદાણ કરી નાખી.
 હાટકો==  પક્ષો તો મજાકમાં કહેતા પેલા તો શેષાન હતા પણ આ ધ્રુતરાષ્ટ્ર અને બાજભા તો શેતાન છે.
===============================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s