ગોદડીયો ચોરો…પરમેશ્વરીય પરિષદ- ૧

ગોદડીયો ચોરો…પરમેશ્વરીય પરિષદ- ૧ 


====================================================


હમણાં આઈ પી એલની મેચો ચાલે છે . સંસદને ૬૦ વર્ષ પુરા થયા. સંસદ બહાર મહિલા


મોરચાની માંગણીઓની બેદરકારી બદલ મોરચો. આવા બધા સમાચાર જોતાં સોફા પર


મીઠી નીંદર આવી ગઈ.


ત્યાંજ મહારાણી ગાંધારી દેવી, શ્રીમતીજી અને બીજી મહિલાઓનો મોરચો નજર સમક્ષ દેખાયો .


વાત હતી  પચાસ ટકાની . મહિલાઓ કહે હવે ઘરકામમાં પુરુષોએ પચાસ ટકા કામગીરી કરવી


પડશે.


એમની માંગણી હતી કે અમે રાંધીએ તો તમે વાસણ સાફ કરો


અમે લોન્ડ્રી કરીએ  તમે  કપડા વાળો .


આવું જ કઈક સ્વપ્નમાં જોતો હતો ત્યાં એક પેન્ટ શર્ટ પહેરેલા મહાનુભાવ પ્રવેશ્યા.


તેમનો દેખાવ સુંદર બાલ બ્રહ્મચારી જેવો કોમલ હતો. પગમાં પાવડી પહેરી હતી


માથે ચોટલી ઉભી ટટ્ટાર હતી.


મને કહે અલ્યા તું જ પેલો ગોદડીયા ચોરાવાળો ગોદડીયો ખરું ને ?


મેં કહ્યું હા મહાશય હું જ એ ગોદડીયો . બોલો શું કામ પડ્યું છે મારું ફરમાવો ?


પેલા ભાઈ કહે હું નારદ છું . મને ભગવાન વિષ્ણુ એ મોકલ્યો છે . અમારે ત્યાં ધર્મ


પરિષદ ભરવાની છે .


તારે મારી સાથે આવીને ત્યાંનો હેવાલ વિગતવાર લખવાનો છે. જેથી દુનિયા પર વસતા


માનવો  ત્યાં શું થયું શું ચર્ચા ચાલી કોણ કોણ આવ્યું તે સુપેરે જાણી શકે  સમજ્યો ?


ચાલ તૈયાર થઇ જા.


મેં પૂછ્યું મહાશય પણ આપણે ત્યાં સ્વર્ગ લોકમાં જઈશું કેવી રીતે.?


નારદજી કહે મને ભગવાન વિષ્ણુજીએ વાહન તરીકે ગરુડજી આપ્યા છે. મેં એમને હેલીપેડ


પર પાર્ક કર્યા છે.


પહેલા અમને લોકોને આ બધા વાહનો પાર્ક કરવામાં ખુબ મુશ્કેલી પડતી હતી. જો અમારા


દેવતા ગણનાં વાહનો પશુ પંખીઓ હોય . એટલે એમની સાચવણી કરવાની, ભોજન વ્યવસ્થા


કરવાની મુશ્કેલી પડે .


હવે દુનિયામાં માનવો અળવીતરા થઇ ગયા છે . વચ્ચે હું ગણેશજીના કામે ઉંદર લઈને આવેલો


તો લોકોએબિલાડી ને કુતરા પાછળ છોડી મુકેલા .


લક્ષ્મીજીના કામે હાથી લઈને આવેલો તો છોકરાં પુછડી ખેચતા .


આ તો નરેન્દ્રભાઈ આવ્યા ને ગરીબ કલ્યાણ મેળા ને બીજા ઉત્સવોમાં એમને જવાનું થાય એટલે


એમણેદરેક શહેરમાં હેલીપેડ બનાવી દેવડાવ્યાં છે


એટલે અમને શહેર બહાર આ વાહનો પાર્ક કરવાનું ફાવી ગયું છે


અમે તો ગરુડજી પર બેસીને સ્વર્ગ લોકમાં ચાલ્યા . ત્યાં જઈ મારી સરસ આગતા સ્વાગતા કરી.


બીજા દિવસે મેં નારદજીને પૂછ્યું આ ધર્મ ધુરંધરોની પરિષદનો  વિચાર કેમ કરીને આવ્યો.?


મેં કહ્યું જોકે અમારે ત્યાં પક્ષોની પરિષદ , કોલેજની પરિષદ, વેપારીઓની પરિષદ અધિકારીઓની


પરિષદ એમ ઘણી ભરાય છે.


આ બધી પરિષદોમાં  કેમ કરીને મારી ખાવું,, તોડ કરવો ને ઘર ભેગું કરવું એની જ ચર્ચા ચાલે છે.


નારદજી કહે જો ભાઈ સ્વર્ગનું  કોમ્યુનીકેશન ખાતું મારી પાસે છે . જો એક ખાતામાંથી બીજા ખાતામાં


ફોન કરવો હોય કે સંપર્ક કરવો હોય તો મારી જરૂર પડે.


ભલે વિષ્ણુ ભગવાન રહ્યા પણ ફોન હું જોડી આપું તો જ વાત કરી શકે?


મારા સિવાય ત્યાં પણ સંદેશા વ્યવહાર શક્ય જ નથી

.
જેમ તમારે ત્યાં એ. રાજા કોમ્યુનીકેશન મંત્રી હતા તેમ અહિયાં હું જ સર્વે સર્વાં છું.


જો હું મારું કોમ્યુનીકેશન ખાતું બંધ કરું તો સંદેશો એક બે વર્ષ સુધી બીજે પહોચે જ નહિ સમજ્યો.?


એટલે મારું અનન્ય મહત્વ છે.


તમે પૃથ્વી વાળા જે કોઈ ઉપગ્રહો છોડો છો તે નકામાં થઇ જાય તે હું જ રાખી લઉં છું.


જે ઉપગ્રહ નકામો થઇ જાય તેને હું રીપેર કરાવી લઉં  છું.


ઘણી વાર તો સરસ ચાલતા ઉપગ્રહોમાં મુશ્કેલી પેદા કરી નકામાં બનાવી દઉં.


તમારી પૃથ્વી પરથી ઘણા ટેકનીશીયનો જે ઉપર આવે છે


તેમની કારીગરીનો ઉપયોગ કરી રીપેરીંગ કરાવું છું.


મારા વા’લા  ઘણી વાર તો રીપેરીંગના બહાને ધરતી પર મફત વાત કરી લે છે.


ઘણીવાર મફતમાં સ્વર્ગમાં આંટો મરાવી મારું કામ કરાવી લઉં છું.


અહિયાં પણ પૃથ્વીના માણસોએ બે નંબરમાં કામ કરાવવાનું અમને શીખવી દીધું

.
મેં અહિયાં  “ચોટલી કોમ્યુનીકેશન “  – “તંબુરા કોમ્યુનીકેશન”  –   “કરતાલ કોમ્યુનીકેશન” બનાવ્યા છે.


હિંદુ ધર્મમાં તો કામગીરી વહેચી દીધેલી છે એટલે વાંધો નથી આવતો પણ મુસ્લિમ,ક્રિશ્ચિયન, બોદ્ધ અને જૈન

એમાં કોમ્યુનીકેશન  પદ્ધતિ નહિ હોવાથી એ બધા સાથે મારું  ખાતું જ વહીવટ કરી લે છે ને કમાણી કરે છે..


આવી  ફોનની આધુનિક  વ્યવસ્થાના લીધે બીજા ધર્મના વડાઓ સાથે ઘણીવાર વાતચીત થાય છે

.
હમણાં થોડા દિવસો પહેલા મહમંદભાઈ  (હજરત મહમદ પયગંબર ) ઈશુભાઈ (જીસસ- ઈશુ ખ્રિસ્ત )


મહાવીરભાઇ (મહાવીર સ્વામી) ગૌતમભાઈ (ગૌતમ બુદ્ધ ) વિગેરે સાથે વાત થયેલી તે બધાની ઈચ્છા


આપણા વિષ્ણુભાઈ અને બીજા દેવોને મળવાની તેમજ  બ્રહ્માંડ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


મેં કહ્યું હું વિષ્ણુભાઈને મળીને વાત કરીશ.


બે દિવસ પહેલા વિષ્ણુજી લક્ષ્મીજીને લઈને નેતાઓની જેમ ફરવા નીકળેલા .રસ્તામાં ગરુડજી પેટ્રોલ


ભરવા ઉભા રહેલા હું પણ આ કોમ્યુનીકેશન પદ્ધતિમાં ક્યાય ડાયરેક્ટ ચાલતું નથી ને એ ચકાસવા નીકળેલો.


એટલે રસ્તામાં અમારો સસ્તો ભેટો થઇ ગયેલો. બાકી વિષ્ણુભાઈ પણ નરેન્દ્રભાઈની જેમ મૂડ આવે અગર જરૂર

પડે ત્યારે જ મુલાકાત આપે છે

.
સમજ્યો ગોદડીયા આ તમારા જગતના નિયમો અહીં પણ લાગુ કરાવ્યા છે


મેં વિષ્ણુભાઈને વાત કરી કે સરહદો અને ઘુષણખોરી તેમજ અન્ય મુદ્દાઓની વિગતવાર ચર્ચા થાય તે માટે આપે

આ વાત સ્વીકારી લેવી જોઈએ.ને મંત્રણાની  રીત અપનાવી સ્પર્શતા મુદ્દા સુલઝાવી લેવા જોઈએ.


વિષ્ણુભાઈએ તરત જ શંકરભાઈ , કૃષ્ણભાઈ, રામભાઈ , બ્રહ્માભાઈ ,સહજાનંદભાઈ ,રામદેવભાઈ ,


તિરુપતિભાઈ ,જગન્નાથભાઈ,નાનકભાઈ , ગણેશભાઈ, હનુમાનભાઈ ,ઇન્દ્રભાઈ સર્વેની મીટીગ બોલાવી


સર્વેની સંમતિથી  સર્વ ધર્મના ધુરંધરોની પરિષદ યોજવાનું નક્કી કર્યું .


ઇંદ્રને સુચના આપી વાતાનુકુલિત વ્યવસ્થા, માઈક વ્યવસ્થા, રોશની વ્યવસ્થા ભોજન વ્યવસ્થા,


બેઠક વ્યવસ્થા તથા નાચગાન વ્યવસ્થા દર્શનીય રીતે ગોઠવાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું.

 

બધીય વ્યવસ્થા ગોઠવાઈ ગયા પછી વિષ્ણુજીએ સર્વેને આમંત્રણ મોકલવાનું નક્કી કરી પત્રિકાઓ છપાવી.

 

પત્રિકામાં સર્વે ધર્મોના ચિન્હો છપાવી કળશનું સુંદર ચિત્ર સાથે આવકાર દેતી બે ગાંધર્વ કન્યાનાં ચિત્રો


છપાવ્યાંઅને દૂતો મારફતે વાજતે ગાજતે પત્રિકાઓ મોકલી આપવામાં આવી .વિષ્ણુભાઈએ બધા સાથે


ફોનથી વાત કરીને પ્રેમ પૂર્વક સસ્નેહ આમંત્રણ આપ્યું.


બધા ધર્મોના વડાઓએ આમન્ત્રણ સ્વીકારી ચોક્કસ હાજર રહીશું તેવી ખાતરી આપી.


ખરી સમસ્યા એ હતી કે હિંદુ ધર્મના દેવતાઓ પાસે પોતાના વ્યક્તિગત વાહનો હતાં.


બીજા ધર્મોના દેવતાઓ પાસે વાહન વ્યવહારની કોઈ સુવિધા નહોતી . આ માટે દરેકે નારદજીને ફોન પર


માહિતી આપી કે ભાઈ દુર દુરથી આવવાનું હોવાથી આપ વાહનોની વ્યવસ્થા કરશો એવી વિનંતી છે.

નારદજીએ સહ સ્મિત કહ્યું કે જરૂરથી વ્યવસ્થા થઇ જશે . ચિંતા કરશો નહિ.


ફરી પાછી નારદજીએ બોલાવેલી પરિવહન વિભાગની અલાયદી મીટીંગમાં વાહન વ્યવહારની ચર્ચા થઇ.


ગરુડજી કહે મારે વારા ફરતી જવામાં અને  દુર જવાનું હોવાથી થાકી જવાય. બીજું કે લક્ષ્મીજી પેટ્રોલ અને


ડીઝલના ભાવો વધી ગયા હોવાથી બીલ પણ ઝડપથી પાસ કરતાં જ નથી. કહે છે બચત કરો  .


એક દિવસ તો  મીટીંગમાં એમણે અખિલેશનું ઉદાહરણ આપી સમાજવાદી પક્ષની સાયકલો વસાવી વાપરવાની


સલાહ આપી હતી .


ચિત્રગુપ્તજી કહે હું યમરાજનો પાડો મોકલું પણ કહેવાય કે પાડે બેસાડીને લાવ્યા તો કેવું વરવું લાગે ?


હાથી કહે ભાઈ હું જાઉં ખરો પણ રમતારામ જેવું ધીમે ધીમે આવું.


ઉંદર કહે હું જવું તો ખરો પણ મારું કદ જોઇને એમને વિશ્વાસ બેસે નહિ કે આની ઉપર સવારી કેમ થશે.?


હંસ કહે હું જવું પણ વજન ઉંચકાય નથી ને સફેદી ઝાંખી પડી જાય.


પુષ્પક વિમાન કહે બધા જુદી જુદી દિશામાં રહે છે દરેક સરહદો પર કરતી વખતે જે તે વિસ્તારની મંજુરી લેવી

પડે.


બીજું કે એમને ત્યાં ઉતરાણની વ્યવસ્થા રન વે જેવું હોય તેની શી ખાતરી અને આમેય પેટ્રોલ ખુબ મોંઘુ થઈ

 

ગયું છે.


બધાયે  જવું કે ના જવું એ દ્વિધામાં ચર્ચા કરતા જોઈ હનુમાનજી કહે હું જઈ બધાને  એક સાથે બેસાડી લાવું


મેં રામ લક્ષ્મણ, સીતા ને ઉચક્યાં આખો પર્વત ઉચક્યો તો આ ચાર પાંચ જણ મારા માટે આસાન છે.


છેવટે નારદજીએ કહ્યું હનુમાનજી આપને જોઈ કોઈ બી જાય એવું પણ બને ખરું ને ?


ચાલો સભા પૂરી થઇ હવે વિચારીને કોણે ક્યાં જવું તે આપને જણાવીશું.


આપ સહુ પણ વિચારતા રહેજો કે પરિષદ ભરાઈ કે નહિ અને ભરાઈ તો શી ચર્ચા થઇ કોણે શી
રજૂઆત

 

કરી.??????

 

કોણે કેવી રજૂઆત કરી હશે ને શું કહ્યું હશે તે આપ સહુ જણાવતા રહેજો !!!!!!!!!!!!!!!!

હાટકો- લોકપાલ એટલે લોકોનું પડાવીને લુંટેલુ શોધી કાઢવાનું યંત્ર


લ્યો બોલો લોકપાલ દ્વારા સંસદ અને સભ્યોને મિટાવી દેવાનું કાવતરું કહે છે આ સંસદ સભ્યો …….


કહેતા બી દીવાના અને સુનતા બી દીવાના


=========================================================


સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s