ગોદડીયો ચોરો…બખડજંતર બાબા.. હાસ્ય કથા

ગોદડીયો ચોરો..બખડજંતર બાબા 

=========================================================

ગોદડીયો ચરો જામ્યો હતો. દેશ પરદેશની મીઠી મધમધતી વાતો ચલતી હતી.

ધ્રુતરાષ્ટ્ર કનું કચોલું નારણ શંખ અઠા બઠા ગોરઘન ગઠ્ઠો કોદાળોની રંગત જામી

ત્યાં જ કોદાળો કહે અલ્યા ગોદડીયા તું પેલા બાબાની વાત કરતો હતો તે કહે.

મેં કહ્યું મિત્રો આજે તમે હસીને બેવડ થઇ જવો એવી અનોખી વાત સંભળાવું .

ચરોતર પ્રદેશમાં ખુબ ફળદ્રુપ જમીન છે . સોનાની લગડી જેવી જમીન.

અમારું ચરોતર એટલે ચઢ-ઉતર . કોઈ ઉંચે ચઢ્યો હોય તેને ઉતારી પોતે ઉંચે

ચઢવા માથે ત્યાં પેલો પાછો એને ઉતારે એટલે મેં એનું નામ રાખ્યું ચઢ-ઉતર .

પેટલાદ પાસે શાહપુર નામે એક ગામ આવેલું છે તેની સીમમાં એક ચરો છે

એને ઢેબરીયો  ચરો કહે છે . શિયાળામાં ઘણા બધા ટાઢાં ઢેબરા ખાવા જાય.

એ ચરામાં એક બાબા બખડજંતર આવી ચઢ્યા ને ઝુપડી બનાવી ધામા નાખ્યા.

આમે બધા પ્રદેશો કરતા ગુજરાતીઓ પાસેથી સરળતાથી પૈસા ખંખેરી શકાય.

બાબા આમેય ગંજેરી હતા એટલે અફીણ ગાંજો એવી નશીલી ચીજોના બંધાણી.

પેલો પોપટીયો પ્રધાન થયેલો એ આ બાબાના મંતર જંતરના પ્રતાપે.

આમેય બાબાઓ વડા પ્રધાન, મુખ્ય મંત્રી, મંત્રી કે પ્રમુખ થવા  માટેની  વિધિઓ

કરતા જ હોય છે . એમને બે ચેલા જોઈતા હતા તે પોપટે બાબુ બાટલી અને શના શીશીને

મોકલી બાબાનું કામ આસાન બનવી દીધેલું.

બાબાએ એક માંચડો બંધાવી એના પર એક મજાની ઝુપડી બનાવી દીધેલી .

હવે બાબાઓ ચેનલ પર આવે તો આ બાબાને થયું કે હું કેમ નહિ ?

પણ એ માટે પૈસા અને સ્ટુડિયો વાધકો એમ મંડળી જોઈએ. બાબા આ અંગે વિચારતા જ હતા.

ત્યાં બાબુ બાટલી અને શના શીશીએ કહ્યું બાબા આ ઝુંપડીની સામે જે લીમડો છે ત્યાં આગળ

એક મોટો અરીસો ભરવી દઈએ . તમે માંચડા પરની ઝૂપડીમાંથી બોલો અને ભક્તજનો

આપનેઅરીસામાં જ્ઞાનની વાતો કરતા જુએ એટલે આપ ટી.વી.માં આવી ગયા કહેવાવ .

બાબાને આ વિચાર પસંદ પડ્યો ને કામકાજ શરુ થઇ ગયું.

હવે ચૂંટણીની મોસમ આકાશે ડોકિયા કરવા લાગી હતી. ઘણા ટીકીટના દાવેદારો પણ બાબાના

દર્શને આવી આશીર્વાદ માગવા અને ભેટ ચરણે ધરવા આવવા લાગ્યા.

ગુજરાતના બે પક્ષો પણ ચુંટણીની તૈયારીમાં લાગી બાંયો ચડાવતા હતા.

મોવડી મંડળે પણ બાબાનો અને ભક્તોનો તાગ મેળવવા નક્કી કર્યું. કેમ જાણે વાત ફેલાઈ ગઈ

હોય કે અંદરના માણસોએ  લીક કરી હોય પણ ભાજપ અને કોંગ્રેસના બે જણા કાર લઇ આવી ગયા.

આ કારો પણ કદાચ કટકીમાંથી જ વસાવી હશે.

દરેક પક્ષમાં એક આવેદનકુમાર. એક નિવેદનકુમાર અને એક ભાષણકુમાર અચૂક હોય.

જોકે પક્ષમાં દંડક પણ હોય . એમને દંડ કરવાની સત્તા જ ના હોય ખાલી નામના  દંડક.

દંડની સજા તો મોવડી મંડળ જ નક્કી કરે .

દરેક પક્ષમાં એક પ્રવક્તા અચૂક હોય પણ એ નામ પ્રમાણે પર-વક્તા હોય એટલે કે એમને તો

બીજાનું વકતવ્ય જ જાહેર કરવાનું એમનું પોતાનું મગજ નહિ દોડાવવાનું .

આ બે મોંઘી  ગાડીઓ જોઈ બાબા મનોમન ખુશ થયા . બાબાને થયું વાહ બે બકરા તો આવ્યા.

બાબા આમતો ખાસ ભણેલા નહિ પણ પેલી કહેવત છે ને કે દશ શ્ર્લોક અને બેચાર શાયરી ને

ચાર પાંચ ટુચકા આવડતા હોય ને રામાયણ કે બીજી કોઈ વાર્તા આવડે તો માણસ કથા કરી શકે .

એ બાબા જોરથી સંસ્કૃતમાં  બોલી ઉઠ્યા.

जानामि चुनाव आकाशम् गरजानि तत् षण्म यादम हम आवानि

कुर्शी देविकी जरुरत्म पदानि तदानि दोनम् परति यहि तक आवानि

બાબાએ બંનેને આશીર્વાદ આપ્યા અને શના શીશીને અફીણનો પ્રસાદ આપવા કહ્યું.

પેલા આમતો બધીય રીતે બનેલા જ હતા પણ જાહેરમાં આ રીતે અફીણ માટે શરમાવા લાગ્યા.

બાબા કહે  – शिखण्ड्म ज्ञब धीसनि तब मिठा होनानि

અર્થાત શીખંડને જેમ ફીણવામાં આવે છે તેમ મીઠો થાય છે તો અ- ફીણ મીઠું જ છે.

તો રહેવાદો ગાંજો ચલમમાં જમાવો અને એક બે સુટા મારો .

પેલા કહે બાપજી ગાંજો ..!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

બાબા કહે અલ્યા તમે લોકસભા કે વિધાનસભમાં ગાજો  છો તો આમાં ખાલી અનુસ્વાર જ ઉમેરાયું છે.

બોલો આપની સમસ્યાઓ શું છે ? જલ્દી જણાવો ? મારે દર્શન દેવા અને પ્રવચનનો સમય થઇ ગયો છે.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

બંને પક્ષના નીવેદનીયાકુમારો શું કહે છે અને બાબા કેવા જવાબ આપે છે તથા બાબા સંસ્કૃતના કેવા

અલોઉંકિક ઉચ્ચારો  કરે છે બને પક્ષોના નીવેદનીયા કેવા પ્રશ્નો રજુ કરે છે તે જાણવા આવતા અઠવાડિયે

રજુ થતો “ગોદડીયો ચોરો ” અવશ્ય વાંચો.

 

સાટકો – જ્યારથી શાહરુખની રા -વન રજુ થઇ ત્યારનો ધરતીથી અધ્ધર ચાલે છે

અલ્યા શાહરૂખ નકામો અકળાય છે તારાથી મોટા માસ રાવણો આ દેશ ચલાવે છે.

===============================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s