ગોદડીયો ચોરો…ભીડ બોર્ડ નિગમ

ગોદડીયો ચોરો…ભીડ બોર્ડ નિગમ

 

==============================================================

=======

 

ગોદડીયો ચોરો જામ્યો છે . અલકમલકની વાતોનો ભંડાર ભર્યો છે .ઉનાળાની ગરમીના કારણે હવે

 

બધા સુરજ ઢળ્યા પછી ભેગા થાય છે .  મોઘવારી અને  સરકારની પ્રવાહી સ્થિતિના કારણે બધા
 
મુઝાઇ રહ્યા છે . કઈ વસ્તુ  પર ભાવોનું સ્કાયલેબ પડશે તે મુદ્દો કાયમ જનતાની ચર્ચામાં રહે છે .

 

હું નારણ શંખ , કનું કચોલું, ભદો ભૂત , ધ્રુતરાષ્ટ્ર ,ગોરધન ગઠ્ઠો , અઠા,બઠાની જોડી જામી છે .

 

બધાય ન્યુઝ પેપરમાં વાંચેલા સમાચારોની ચર્ચા કરતા જ હતા ત્યાં કોદાળાજીની પધરામણી થઇ .

 

ચર્ચાનો મુદ્દો હતો કે ભાઈ આપના લોક લાડીલા નરેન્દ્રભાઈની સભામાં પહેલા જે ભીડ ઉમટી પડતી હતી

 

તેમાં હવે નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. નરેન્દ્રભાઈના જાદુમાં જનતાનો રસ ઓછો થઇ રહ્યો છે.

 

હવે ચુંટણીના નગારાં ગાજી રહ્યા છે ત્યાં ભાજપ અને નરેન્દ્રભાઈ આને ભાવી સંકેત માની રહ્યા છે .

 

ત્યાજ કોદાળો એકદમ કુદીને બોલ્યો ભાઈ અપની પાસે સબ દર્દકી દવા હે . ભગવાનને હમકો એસા

 

જાદુકા દિમાગ દિયા હી કી  ઓબામાં ભી હમકુ ફોન કરકે પૂછતા હે અબ મેં ક્યાં કરું કોદલાજી .?

 

મેં પ્રાઇવેટ ફોન પર ઉસકો સમજાતા હું કી આપ એસા કર દીજિયે ઓર મેરેકુ ડોલર ભિજવા દીજિયે.!

 

ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા વાયડો થયા વિના હવે આના માટે શો રસ્તો છે એ કહે ને?

 

કોદાળો કહે  પરફેકટ અને સીધી એક સ્ટોરી છે. એક ભીડ નિગમ બના દેને કા. ઉસમેં સરકાર ઓર યુથકા

 

પ્રોફિટ  હી ફાયદા  હે .

 

 ગીવ મી એટ એ ચેરમેન પદ  ઓફ ભીડ  નિગમ …..સમજે એ  એ કોદાળેજી કા જમાના હે.

 

કનું કચોલું કહે અલ્યા કોદાળા આમાં સરકાર અને યુવાનોને શો ફાયદો ?

 

કોદાળો કહે દેખો મેં આપકો સબ પોઈન્ટ તું પોઈન્ટ સમજાતા હુંગા .

 

યુ નો જબ ભીડ એકઠી નો હોગી તબ સરકાર ઓર મોદીજીકી પ્રતિભા ઝાંખી પડેગી ઇસ લિયે એક ભીડ
 
નિગમકી  સ્થપના કરની હોગી .

 

દેખો ઇન્ડીયાકે ટ્વેન્ટી ફાઈવ સ્ટેટ હેંગે ઇસી મતલબ સે ૨૫ હજાર યુવાકો નોકરીમેં રખ લેને કા . વૈસે ભી
 
સરકાર મીનીમમ ૨૫૦૦ રૂપિયે દેકર વિદ્યા સહાયક, પોલીસ સહાયક  નોકરીમેં રખતી હે ઉસી તરહ સભી
 
યુથકો ૨૫૦૦ દેકર ભીડ નિગમ બના દેનેકા .

 

એસે  રોજગારીકી તકે બઢેગી ઓર મોદીજીને એક સાથ ૨૫૦૦ હજાર યુવાઓકો નોકરી દી એસા બડા સંદેશ

 

દેશમે જાયેગા. ઉનકા વોટ બેંક બઢેગા ઓર ઉનકે ચાહનેવાલે જ્યાદા હોંગે .

 

સબકો સુત્રોચ્ચારકી અલગ અલગ ભાષામે ટ્રેનીગ દેને કી !

 

માનો કી મોદીજી ભાવનગર જાનેવાલે હે તો જેસે ગરીબ કલ્યાણ મેલેમેં એસ ટી બસ ભેજી જતી હે ઉસી બસમે

 

ભીડ નિગમકે  યુવા યુવતીઓકો પહેલેસે ભેજ દેનેકા . ૨૫૦૦ હજાર નિગમ કે ઓર કાર્યકર્તા મિલકર ૩૦૦૦૦

 

હજાર હો જાયેગે ભીડ દેખકર ટુ થ્રી થાઉઝન ઓર આ જાયેગે ઓર મોદીજીકી સભામેં ફૂલ ભીડ લગેગી.

 

અનધર તરીકા સબ રાજ્યોસે મરાઠી, તેલુગુ,કન્નડ,પંજાબી,કાશ્મીરી,હરિયાણવી ,ભોજપુરી,બિહારી, બંગાલી

 

કેરાલી ,ગોવાનીઝ,કોંકણી,ઉડીપી સભી ભાષાકે રીટાયર ટીચર કો ભીડ નિગમમેં  હાયર કર લેનેકા .

 

વો ટીચર વન થાઉઝન યુવાઓકે ઉસીકી ભાષામે સુત્રો , વાહવાહી સબ શીખયેંગે ઓર તાલીયામે તો કોઈ ભાષા
 
હોતી જ નહિ હે .

 

સમજો કે મોદીજીકો તમિલનાડુ જાના હે ઓર ઉસકા પ્રીપ્લાનીગ  કરનેકા હે તો ક્યા કરેંગે. હમારે  મોદીજીકા

 

તામીલનાડુ મે ભી જોરદાર સ્વાગત ઓર રેલી હોની ચાહીએ.

 

તો એક હજાર જો તમિલ ભાષામે સુત્રો ઓર દુસરા શીખે હે વો ઓર દુસરે પંદરસો મિલકે પચ્ચીસો વહાં ભેજ

 

દેનેકા. વૈસે ભી અદાણી ઓર અંબાણીજી કા હેલીકોપ્ટર કિસ કામકા જો એસે સમય કામ ના આયે.

 

ગોરધન ગઠ્ઠો કહે અલ્યા પેલા હજારને જ તમિલ આવડે છે પેલા પંદરસો શું કરશે?

 

જો પેલા તમિલ બોલે એની સાથે હોઠ ફફડાવવાના અને હાથ ઉચા કરી જયકારો જ બોલાવવાનો સમજ્યો?

 

જાડી દાળમાં થોડુક પાણી ભળી જાય એમ હજાર જોડે પેલાય ટેવાઈ જાય.બબુચક હમજ્યો ..અંડર ઈ સ્ટેન્ડ ?

 

એમ જે રાજ્યમાં  જવાનું હોય ત્યાં આ ભીડ નિગમવાળા પહોચી જાય.

 

જો કોઈ રાજ્યને સરઘસ કે રેલી માટે માણસો જોઈએ તો આપણું ભીડ નિગમ માણસો પુરા પડે !

 

એ રીતે જે તે  રાજ્ય કે પક્ષને રેલી કે સભા કરવી હોય તેને આ ભીડ નિગમ સંખ્યા પૂરી પડે અને મોટું મસ

 

વળતર મેળવી નિગમ કમાણી કરે

 

આપણા મુખ્ય મંત્રી  જે કોઈ રાજ્યમાં જાય ત્યાં પુરા જોરશોરથી સુત્રોચાર થાય  અને વટ પડી જાય . જોકે આટલી

 

બધી  ભીડ એક્ઠી જોઈ  સ્થાનિક લોકો જુએ તો શું થયું તે જાણવા કુતુહલવશ બીજા બે ચાર હજારનું ટોળું જમા
 
થઇ જાય એટલે કમસે કમ ચાલીશ પચાસ હજારની વસ્તી જરૂર દેખાય.

 

જો ભાજપની સરકાર હોય અને રેલીકે સભા કરવી હોય તો કિફાયત ભાવે નિગમ સંખ્યા આપે જયારે વિરોધ

 

પક્ષને માણસો જોઈએ તો બે કે ત્રણ ગણી રકમ લઇ માણસો પુરા પાડે.

 

છેવટે સભા પૂરી થાય પછી તો જેની સત્તા હોય તેના જ સુત્રો પોકારવા એવો એક નિયમ પણ બનાવી શકાય .

 

આ રીતે આપણું ગુજરાત એક નવો ચીલો પાડીને ફરી પાછુ નંબર વન નું સ્થાન મેળવી શકે.

 

બોલો ધીસ ઈઝ કોદાળા આઈડિયા કેવા લગા….હે ને કમાલ કા કોદાળાજી  ?????????????????????

 

હાટકો –  દરેક પક્ષના નેતાઓમાં નીચે મુજબ માનતા  હોય છે.

 

           ” કાયમ રહીશું  હાઈ કમાન્ડની હોડમાં

              ક્યાંથી ક્યારે કેમનું લુંટવું એ  તોડમાં

              કાયમ ઝંખીને રહેવું સત્તાની સોડમાં

             કોને પડી સેવાની જનતા જાય ભાડમાં “

==================================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s