ગોદડીયો ચોરો…લોકપાલ ટ્રોફી (હાસ્ય કથા)
===================================================================
આજે લોકપાલ ટ્રોફી માટે સ્વવિકાસ સ્ટેડીયમમાં રમાયેલ વનડે ક્રિકેટનો આંખેદેખ્યો હાલ
આપની સમક્ષ રજુ કરું છું.
ટીમો- યુપીએ અને એનડીએ .
કેપ્ટન – યુપીએ- શ્રી સોનિયા ગાંધી,
યુપીએ ટીમ- મનમોહન સિંહ, સોનિયા ગાંધી,નારાયણ સામી, સલમાન ખુર્શીદ,
કપિલ સિબ્બલ,પ્રણવ મુકરજી ,ઓમપ્રકાશ યાદવ,શર્ફૂદીન શરીક, ,શશી થરુર,સુપ્રિયા સુલે,
દારાસિંહ(વીકી), બારમા ખેલાડી રામવિલાસ પાસવાન.
કેપ્ટન- એનડીએ – શ્રીમતી સુષ્મા સ્વરાજ
એનડીએ ટીમ- સુષ્મા સ્વરાજ, યશવંત સિંહા, શાહનવાઝ હુસેન,શરદ યાદવ,વાસુદેવ આચાર્ય,
હરિન પાઠક ,કીર્તિ આઝાદ,ઇન્દ્રસિંહ નામધારી,,અનંત કુમાર,લાલુપ્રસાદ યાદવ(વીકી) મુલાયમસિંહ
બારમા ખેલાડી લાલ કૃષ્ણ અડવાણી
મેદાન- સ્વવિકાસ સ્ટેડીયમ (નવી દિલ્હી)
અમ્પાયર- શ્રી મીરાં કુમાર, મેચ રેફરી – અન્ન હજારે
રજુકર્તા- ગોવિંદ ગોદડીયો, ધૃતરાષ્ટ્ર, કોદાળો, કનું કચોલું, નારણ શંખ,
સ્વવિકાસ સ્ટેડીયમથી હું ગોવિંદ ગોદડીયો. પ્રેક્ષકોની ક્ષમતા ૫૪૨ની છે કેટલાક મેદાનમાં તો કેટલાક
ગેલેરીમાં બેસી મેચ નિહાળી રહ્યા છે. પ્રેક્ષકોના હાથમાં કાર્ડ બોર્ડ ઝૂલી રહ્યા છે ક્યારેક ધૂપ અને ક્યારેક
છાવએમ કુદરત પણ ધ્યાનથી મેચમાં અંગત રસ લઇ રહી છે.
સુષ્માજી એમની ટીમ સાથે મેદાનમાં ફિલ્ડીંગ માટે આવી રહ્યા છે. અમ્પાયર પણ સ્ટમ્પ પાછળ ઉભા છે.
કટનો અવાજ સ્પષ્ટ સંભળાય માટે અમ્પાયર સહીત ફિલ્ડરો અને બેટ્સ મેનો માટે ખાસ હેડફોન આપેલા છે.
બેટિંગમાં નારાયણ સામી અને કપિલ સિબ્બલ મેદાનમાં જઈ રહ્યા છે . નારયણ સામીએ ગાર્ડ લઇને
અમ્પાયરને હા ભણી દીધી છે.
કેપ્ટન સુષ્માજી પોતે જ બોલીગ આક્રમણ સાથે સજ્જ થઇ બેટ્સમેનને ફસાવવા ચુસ્ત ફિલ્ડીંગ ગોઠવી રહ્યા છે.
સુષ્માજી પહેલો બોલ વાઈડ અને વિકેટ કીપર લાલુએ કલેક્ટ કર્યો
બીજા બોલે નારાયણ સામીને ચોક્કા લગાવ્યો અને પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો .
પહેલી ઓવરના અંતે યુપીએના ૧૦ રન થયા.
બીજી ઓવર શરદ યાદવને ભાગે આવી વચમાં લાલુ બધાનો ઉત્સાહ વધારી બુમો પાડતા હતા. અમ્પાયરે
એમને ચેતવણી આપી બેટ્સમેનોનું ધ્યાન ભંગ ના થાય તેવું વર્તન કરવા કહ્યું.
પ્રેક્ષકો પણ ઉત્સાહિત થઇ પ્લેબોર્ડ દર્શવી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા
બીજી ઓવરમાં કપિલ સિબ્બલે ચુનાવી છક્કો ફટકારી પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી.
ત્રીજી ઓવર સુષ્માજીએ ફેકી નારાયણ સામીને ક્લીન બોલ્ડ કરી દીધા.
સુષ્માજીએ ખુબ ઓછા રન આપી ત્યાર બાદ બેટિંગમાં આવેલા સુપ્રિયા સુલે ગુગલી દ્વારા મુઝ્વ્યા .
બીજા છેડે કપિલ ચોગ્ગા છક્કાની રમઝટ બોલાવી વારંવાર પેવેલીયનમાં બેઠેલા તેમના કેપ્ટન સોનિયાજીનાં
તરફ જોઈ ગાંધી ભક્તિ દર્શાવતા હતા.અને આગામી ચુંટણીમાં ટીકીટ પાકી કરતા હતા.
પાચ ઓવરના અંતે યુપીએ ચાર વિકેટ ગુમાવી ૧૦૦ રનનો આકડો પાર કરી લીધો હતો.
હમણાં જ અમારા સ્કોરર ધ્રુતરાષ્ટ્રને જુનાગઢથી એક પ્રેક્ષક મિત્ર અશોકભાઈની એક મેઈલ મળી છે.
આભાર અશોકભાઈ . તેઓ જણાવે છે કે ૧૯૬૬થી કેટલીય વાર લોકપાલ ટ્રોફી રમી ચુકી છે પણ હજુ સુધી
કોઈટીમ આ ટ્રોફી જીતી શકી નથી.
હવે મારા સાથી મિત્ર કોદાળાજી જોડાઈ ગયા છે લ્યો સાંભળો તેની અંગ્રેજી હિન્દી ગુજરાતી મિશ્ર ભાષા .
આઈ કોદાળા કોમેન્ટ્રી બોક્સસે આપકો સેલ્યુટ કરીંગ . લાલુ કીપિંગમેં બહુત ગોટાલા કરતા હે.
ક્યુકી વૈસે ભી વો ઘોટાલાક કિંગ હેગા .. ઘાસચારા ઘોટાલેમેં બહુત મની બનાયા હૈગા
કભી બાય તો કભી બોલ કલેક્ટ કરતા નહિ ઇસ લિયે યુપીએક સ્કોર બઢતા હુઆ ડેઢસો પાર હો ગયા.
આગલી ઓવર કીર્તિ આઝાદ કરતે હુએ એ કપિલને ઘુમાયા વહી પે ચોરસ પગ (સ્ક્વેર લેગ) પર ખડે
મુલાયમને આસાનસા કેચ જાનબુઝકર છોડ દિયા.
કીર્તીકી અગલી ગેમ પર વિકેટ ગીરા ઓર સલમાન ખુર્શીદ ખેલને આયે હેંગે.
અગલી ગેમ પંર સલમાન ખુર્શીદને છકા લગાયા તો પ્રેક્ષક ગેલેરીમે સે રાહુલકી જય કે પોકાર હુએ.
યહી સમ બડી બોલતે હેંગે ઇસમેં ‘લ ‘સુનાઈ નહિ દેતા તો “રાહુ “કી જય એસા સુનાઈ દેતા હે.
કોઈ લોગ બોલતે હેંગે એ ‘રાહુ’ હે તો ‘કેતુ ‘કોણ હૈગા.
કીર્તિને દો બોલમે દો વિકેટ લિયા મેદાનમાં સન્નાટા છા ગયા .
જોકી યુપીને ૨૦૦ રન પૂરે કર લિયે થે. ઇસમેં જ્યાદાતર યોગદાન મુલાયમ ઓર લાલુજીકા થા.
એ દોનો એનડીએકો હરાનેકી સોચ રહે થે. અભી એક મેઈલ સુરતસે કિશોરભાઈકા આયા હે વો લિખતે
હે કી મેચ ફીક્સીગકે ભાગ રૂપ મુલાયમ ઓર લાલુ એનડીએકી તરફસે ખેલને ઉતરે હે!.
અબ મેદાનમે સોનિયા ઓર પ્રણવબાબુ દોને બેટીગકે લિયે આયે પર જરા ધીરેસે ચલ રહે થે .
સોનિયાજીને કહા પ્રણવબાબુ જલ્દી ચલિયે
વો દોડતે દોડતે હુએ આકર સોનિયાજીસે કહને લાગે “બોસમેં “આ ગયા.!
લાલુજીને મજાકમેં કહા બાબુ બોસમે કયું આયે ગધે પે આના થા ની ! ફિલ્ડરોમાં હાસ્યનું ઘોડાપુર.
યશવંત સિંહાકી પહેલી બોલમે સોનિયા પેડ પર બોલ લગી તો અપીલ હુઈ તો સોનિયા કહે ધેટ નોટ રાઇટ
હવે લાલુનું અંગ્રેજી કાચું તે કહે બેટ નોટ ટાઈટ તો દુસરા લેલો હમ ઢાઈ સાલસે કહતે હંમે લેલો .
અબ સુષ્માજી ફિલ્ડીગ ફિર સે સજા રહી છે. સરસ પગ ( ફાઈન લેગ) યશવંત સિંહા, ત્રીજા માણસ (થર્ડ મેન)
શરદ યાદવ ( આમેય નીતીશકુમારે સત્તા સાંભળી ત્યારથી થર્ડ મેન જ છે ) લાંબા બંધ (લોંગ ઓફ ) અનંતકુમાર.
લાંબા ચાલુ ( લોંગ ઓન ) પર મુલાયમ પોઈન્ટ પર અને ઇન્દ્રસિંહ નામધારી ને બિંદુ (પોઈન્ટ ) જયારે પોળ (ગલી)
પર હરિન પાઠકને મુકતા હે તો લાલુ મુલાયમ કહને લગે પાઠકજી ગલીમે અચ્છા હે ને ?
હરિન કહે અમારા અમદાવાદમાં આવો ને ગલીમાં પેસો તો તમે લોકો પાંચ વર્ષે બહાર નીકળી શકો અમે તો ગલીના
અનુભવી એટલે ગલીમાં વાંધો નહિ. બીજી ચુંટણી સુધી ગલીમાં ભટક્યા જ કરો.. હાલ પણ ભટકવાનો વારો છે ને ?
હવે બોલીંગમાં દારાસિંહ આવ્યા તેમને ત્રણ બોલ વાઇડ નાખ્યા જયારે ચોથાને પાંચમાં બોલે લાલુએ ચાર ચાર રન
બાયના આપી રનમાં વધારો કરતા હતા.
આમ છેવટે ૨૫૦ રન યુપીએના ટોટલ રન થયા. લાંચ બ્રેક પછી મળીશું.
એનડીએનો દાવ શરુ થયો તો બોલીંગમાં કપિલ સિબ્બલ આવ્યા ને બેટિંગમાં કીર્તિ આઝાદ અને યશવંત સિહાં.
બન્નેએ ૧૦ ઓવરમાં ૧૦૦ રન બનાવી દીધા ને સિંહા આઉટ થતાં શાહનવાઝ હુસેન આવ્યા તેમને અને કીર્તિએ
મળી બીજી ૧૦ ઓવરમાં ૫૦ રન જોડ્યા ને બે બોલમાં એક રન આઉટ અને બીજો કેચ થઇ ગયા.
હવે લાલુ અને મુલાયમ બેટિંગમાં આવ્યા બન્ને ટેસ્ટ રમતા હોય તેમ ૩૦ ઓવરમાં ૩૦ રન કર્યાં.
એમ એનડીએના ટોટલ ૧૮૦ રન થયા.આમેય બની એનડીએને હરાવવાના ભાગ રૂપે જ રમતા હતા.
કેપ્ટન સુષ્માજીએ મેચ રેફરીને પૂછવા જણાવ્યું પણ અમ્પાયર કહે ના યુપીએ મેચ જીતી ગયું છે.
આમાં દારાસિંહ લાલુ મુલાયમ એવા બધા ભેગા થઇ કહે અમે તો બોયાય નથી ને ચાયાય નથી જેવો
ઘાટ કરી ઘોઘાટ કરી સુત્રો પોકારવા લાગ્યા.
એનડીએના કેપ્ટન કહે મીનીમમ ૨૭૩ રન થવા જોઈએ પણ આકડો ૨૫૦ સુધીનો છે એટલે એમને
તમે ભલે જીતેલા જાહેર કરો પણ ટ્રોફી ના મળી શકે…….ટ્રોફી ના મળી શકે.
આમ આ લોકપાલ ટ્રોફી પણ ડ્રો માં ગઈ કહેવાય.
બે દિવસ પછી નાના સ્ટેડીયમમાં મેચ શરુ થઇ. મેદાનની ક્ષમતા ૨૫૦ માણસોની હતી. આગલે દિવસે
રમેલા બોલરો ને બેટ્સમેનો પ્રેક્ષક ગેલેરીમાં બેસી આઉટ ..એ આઉટ…આઉટ ની બુમો પાડતા હતા .
અરુણ જેટલીએ સ્પેશ્યલ અંદાઝમાં બોલિંગ કરી એ વારંવાર પેવેલીયનથી પાણી મંગાવતા હતા.
સામે છેડે અભિષેક મનુ સિંઘવીએ જોરદાર બોલીગ સાથે રમવું છે કે નહિ…રમવું છે કે નહિ એમ દરેક
બોલે પૂછતા હતા. ફિલ્ડરો પણ ખાસ મન લગાવ્યા વગર ફિલ્ડીંગ કરતા હતા જાણે કે ફ્રેન્ડલી મેચ રમી
રહ્યા હોય એવો દેખાવ કરી સમય વ્યતીત કરી રહ્યા હતા.
છેલ્લે રાજનીતિપ્રસાદ નામનો બોલર બોલિંગ કરવા આવ્યો પણ એ ખેલાડી કરતા કઈક બીજું વર્તન કરતા.
એણે બોલ ટેમ્પરિંગ કરતા બોલને દાંત વડે ચાવીને બોલના બે ફળિયા કરી નાખી અમ્પાયરને બતાવીને
બોલને ફેકી દીધો.મઝાનું દ્રશ્ય જોયું ને જાણ્યું. માં બાપો નામ પણ કેવું રાખે છે…..રાજનીતિપ્રસાદ
કોઈ પાણી પીવામાં કે બીજી રીતે સમય ગુમાવ્યો છેવટે ફિલ્ડીંગ કરતી ટીમ મેદાન છોડીને ભાગી ગઈ .
અમ્પાયરે સમય પૂરો થવાથી મેચને ડ્રો જાહેર કરી. પ્રેક્ષકો અને પ્રજાના અરમાન પર પાણી ફેરવી દીધું.
પ્રસાદ ખાવાથી માણસ ધરાય પણ આ પ્રસાદ તો ભૂખ્યો ડાંસ જેવો નીકળ્યો. બોલને ચાવી ગયો.
પ્રજાએ હવે આ વાસી થઈને ગંધાઈ ઉઠેલા પ્રસાદોને ફેંકી દેવાની જરૂર છે નહિતર પછી જાત જાતના ઇન્ફેકશન
અને રોગો વકરશે.
હાટકો== આમેય અમે રમત પ્રત્યે ખુબ ગંભીર હતા અને બરાબર દિલથી રમતા હતા.
પણ જયારે વિકેટ પડી ત્યારે ખબર પડી કે અમ્પાયર જ નકામા હતા.
=================================================================================
સ્વપ્ન જેસરવાકર