ગોદડીયો ચોરો…સમાચાર વિગતવાર.

ગોદડીયો ચોરો…સમાચાર વિગતવાર.
====================================
======
ખંભાત ને આગણે આજે ચૈત્રી પુનમનો મેળો જામ્યો હતો . અબાલ વૃદ્ધ સહુ આનંદથી
મેળાની મઝા માણતા હતા. ગોદડીયો ચોરો સોળે  કળાએ ખીલી ઉઠ્યો હતો.
ધ્રુતરાષ્ટ્રએ ચોરામાં પ્રવેશતા જ પ્રશ્નોનો મારો ચલાવતાં કહેવાની શરૂઆત કરી.
અલ્યા ગોદા પેલા વિગતવાર સમાચારોનું શું થયું ? ટાઢો બોળ થઈ કેમ બેઠો છે.?
“ગોદા” શબ્દનું મનનીય સ્મરણ કરતા દરેકની આંખો ભરાઈ આવી.
સ્વ. કનૈયાલાલ ઠક્કર અમારા સહ કર્મી શિક્ષક હતા . ખુબ માયાળુ અને દરેકને મદદ કરવા
 
હમેશ તૈયાર હોય. “ગોદા “ શબ્દ તેઓ વારંવાર ઉચ્ચારતા. શાળામાં બાળકો ધમાલ કરે તો
અલ્યા ગોદા સીધો બેસને ? આ ગોદા નકામો છે? મેળામાં પીપુડા વગાડે તો એઓં કહેતા
આ ગોદા શું કરવા બાટક્યા છે ? મારા વા’ લા ઠરતા જ નથી તેઓની યાદ તાજી થઇ.
મેં કહ્યું ચાલો સમાચાર વિગતવાર સમજવું છુ.
 (૧) કેગનો રીપોર્ટ  ગુજરાત વિધાનસભામાં મુકાયો !
મુખ્ય મંત્રી વિરોધ પક્ષને પૂછે છે જાણો છો અલ્યા  કેગ એટલે શું ? 
 KAG…કેમ આટલા  ગાજો છો ?   CAG ચ્યમ આટલા ગાજો છો ?
આ કેગ શબ્દથી મુખ્ય મંત્રી ને ભાજપ આટલો કેમ ભડકે છે એ  જાણો છો ?
કેગ-( K.A.G) શબ્દ સાંભળી તેઓની નજર સમક્ષ ઘણી વ્યક્તિઓ દેખાવા લાગે છે
કે -( K) એટલે શ્રી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, કનુભાઈ કલસરિયા.
એ -( A) એટલે ડો. એ. કે. પટેલ,  અર્જુન મોઢવાડિયા.
ગ -( G)  એટલે ગોરધન ઝડફિયા.
(૨) શંકરસિંહ માતૃ સંસ્થા ભાજપમાં પાછા ફરશે અને  નરેન્દ્રભાઈ દ્વારા

તેમને મુખ્ય મંત્રી બનાવવાની તૈયારી …..કારણ ?????????????
 શું માણસાનો સાણસો જવાબદાર છે કે કેમ ????????????????????
હમણાં ભગવાન વિષ્ણુએ સ્વર્ગમાં સભા બોલાવી તેમાં ગુજરાતના વિકાસ
અને સંગઠન વિષે જાણી મુખ્ય મંત્રીને તેડાવવાનો નિર્ણય કર્યો તેની જાણ ઇન્દ્રે
નરેન્દ્રને કરી એટલે મુખ્ય મંત્રી  એક વિરોધી ઓછો થાય તે આશયથી મુખ્ય મંત્રી
 બનાવવા તૈયાર.
(૩) નારાયણદત્ત તિવારી (એન.ડી. તિવારી) મુખ્ય મંત્રી બનવા માટે
   ધારાસભ્યોના સતત સંપર્ક માટે ફરી રહ્યા છે !
શ્રી નારાયણ દત્ત તિવારીજી રંગીલા અને મોજ મસ્તી સ્વભાવના છે તે તો
રાજભવનમાં તેમના કરતૂતોથી સિદ્ધ થયેલું હવે જેવો માંસ હોય તેની વિચારસરણીને
માફક આવે તેવાનો સંગ તેઓ કરે હમ,નાં કર્ણાટક અને ગુજરાતમાંથી તેમને માફક
આવે તેવા સભ્યો મળી આવ્યા છે
હવે તેઓ આ બધા સભ્યોને લઇ ઉતર ધ્રુવ કે દક્ષિણ ધુવ જઈ સરકાર રચે તો વાંધો
ના આવે કોઈ ત્યાં જોનાર નહિ પડકાર  કરનાર નથી વધુ તો છ મહિનાની રાત્રી હોય
વિગતથી ઢગલાબંધ પોર્ન ફિલ્મો જોઈ શકાય.
(૪) કેજરીવાલે વાંદરાને વાંદરા કહ્યા ને વાંદરાને અપમાન લાગ્યું.
આવડા આ ધમાલ કરે સંસદ ચાલવા ના દે મન ફાવે તેમ વર્તે કાગળો ફાડે, ખુરશી
ઉછાળે, માઈકો તોડે, તેમને અનુકુળ ના હોય તેવા કાયદા પસાર ના કરવા દે,
તગડો પગાર ને ભથ્થાં મેળવે તોય આયકર ટેક્સ નહિ ચૂકવવાનો ને જનતાને
તેઓ જ દેશના માલિકો હોય તેમ દર્શાવે છે.
(૫) અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિને ખાસ
આમંત્રણ અપાયું . વિચારો કોણ હશે ? કોનો નબર લાગશે ? કોણ ભાગ્યશાળી બનશે?
ઝાઝું ના વિચારશો નહિ  ભાઈ એમનું નામ રોજ છાપામાં ચમકે છે !
એ મહાશય નું નામ છે …ગૌતમ અદાણી… કેવું રૂડું રૂપાળું નામ છે ?
અહીં  નામનો  અર્થ  જાણવો એજ મહત્વનું છે.
ગૌ – ઉતમ એટલે કે ગાય ઉતમ છે
કહે છે ગૌ- ઉતમ પણ ગાયોના ચરા તો એજ ચરી જાય છે.!!!
હવે અમેરિકામાં મોટા જંગલો છે એને કેમના ચરી ખાવા એનો આઈડીયા યાનિકી ટીપ્સ
લેવા માટે ઓબમાજીએ ગૌતમ અદાણી ( ચરાના ચરનાર )ને  ખાસ આમંત્રણ આપ્યું છે
છેલ્લે સરકારનું નાણાકીય વર્ષ  પહેલી એપ્રિલે શરુ થાય એટલે આખું વર્ષ સરકાર જનતાને
એપ્રિલ ફૂલ બનાવ્યે રાખે છે. એપ્રિલમાં નાણાંની વહેચણી ચાલુ થાય રાજ્ય કે જીલ્લામાં
મે માસમાં નાણાં આવે ટેન્ડર કે બીજી પ્રક્રિયા ચાલુ થાય ત્યાં જુન માસ વરસાદની સીઝન
આવે રોડ કે બીજા કાર્ય થઇ શકે નહિ. ડીસેમ્બર જાન્યુઆરીમાં બીજા કામો થાય
ફેબ્રુઆરીમાં અંદાઝ પત્ર ( ભ્રષ્ટાચાર પત્ર ) રજુ થાય ને માર્ચ એન્ડમાં નાણાં ફાળવી
કામો થઇ ગયાં છે એવું દર્શાવી દેવાય છે.
હાટકો-  ભરખી ગઈ છે અભરખાઓને આ હસ્ત રેખાઓ
           કયારેક કુદરત રૂઠે છે તો ક્યારેક લોકો લુંટે છે
====================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s