ગોદડીયો ચોરો… આખરે ઘોડાં ના દોડ્યાં

ગોદડીયો ચોરો… આખરે ઘોડાં ના દોડ્યાં

=================================================================

મિત્રો “ગોદડીયા ચોરા ”નું  આ ચિત્ર મારા પરમ મિત્ર ને શિક્ષક એવા  ”શિક્ષણ સરોવર ”ના 

માલિક સુરત નિવાસી માનનીય શ્રી કિશોરભાઈએ એમની કલ્પનાના રંગોને પીંછીમાં ભીંજવી 

તૈયાર કરી મને મોકલાવ્યું છે તે બદલ હું અને ગોદડીયા ચોરાનાં પાત્રો તેમના ખુબ જ ઋણી છીએ .

 =====================================================================

ગોદડીયો ચોરો જામ્યો હતો. ચાની ચુસ્કીઓ સાથે ગરમ ડાબડાની રંગતે ચર્ચાઓ સાત 

સમન્દર ઓળંગી દેશ દેશાવરના સમાચારોએ પહોંચી હતી.

નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનુ કચોલું ,કોદાળોજી, અઠા,બઠા સાથે ગોદડીયો ચર્ચાની ચકડોળે

ચઢ્યો હતો ત્યાં જ અમારો  એક મિત્ર ગોરધન ગઠો માથું ધુણાવતો ને કાંઈક બબડતો

આવી ચઢ્યો. તે કહે મારું ચાલે તો આ બધાને ઝાડે બાંધીને સોટીએ સટકારૂ .

કનુ કહે અલ્યા ગોડાધન આ કોને સટકરૂ એમ બબડે છે બબુચક.

જો કચોલા માથું ના ખાઈશ  આ આપણાં ઘોડાં ઓસ્ટ્રેલીયામાં ના દોડયાં એની વાત છે.

કોદાળો કહે અલ્યા ગોદડીયા તું શું કરે છે ? કાંઈક વિગતથી હમજાય બાપલીયા.!

મેં કહ્યું ભાઈઓ જુઓ આપના દેશમાં નાનાં નાના  ૨૫ જેટલા તબેલા  છે એ બધાય તબેલા

મળીને એક બહુ ચરી ચરીને ઈગો (બી.સી.સી આઈ) ધરાવતો મુંબઈમાં મોટો તબેલો છે.

 આ તબેલાના વ્યવસ્થાપકો પણ મારા વા’લા મઝાના છે એકે એક જડવા જેવા નંગ છે.

કોઈ પવાર નામનું પ્રાણી આખલા જેવું છે . તો શ્રી નિવાસ (લક્ષ્મીનો નિવાસ હોય ) અને

શ્રી કાન્ત ( લક્ષ્મી કાન્ત ) હોય,  જેની દાળ ના ગળે એવા દાલમિયા, ને જોતા મન ના

હરી લે તેવા હોય પણ કહેવાય મનોહર અને અલખ નિરંજન જેવા નિરંજન બાવા હોય

અને પાછુ આ બધાયમાં  એકાદ અપવાદ  સિવાય જિંદગીમાં બેટ પણ ના પકડ્યું હોય તેવા

ડફોળો આ તબેલાનો વહીવટ કરે છે .

આં  તબેલામાં ઘોડાંની જાત પ્રમાણે વિભાગો પાડવામાં આવે છે. એક , બે, ત્રણ ને ચાર

પહેલા વિભાગનાં ઘોડાંને એક કરોડ બીજા વિભાગનાં ઘોડાંને  ૭૫ લાખ ત્રીજા ને ચોથા

વિભાગનાં વછેરાં ૫૦ લાખ ને ૨૫ લાખના ચણા વર્ષે ચરી ખાય છે . ને વખતે દોડતાં નથી.

અલ્યા જે દેશનું રાષ્ટ્રીય ચિન્હ ત્રણ સિંહ નિશાની હોય તેનાં ઘોડાં પણ સિંહની ખુમારી જેવાં

હોવા જોઈએ પણ આ ઘોડાં જેટલા જાહેરાતમાં સ્ફૂર્તિ બતાવે છે એટલી ચપળતા ખરા સમયે

બતાવવામાં પાછાં પડે છે . એટલે કે એમને જાહેરાતના પૈસામાં રસ છે એટલો રસ દેશના

સ્વાભિમાનમાં નથી જણાતો.

પાંચ દિવસની દોડમાં ઘરડાં ઘોડાં  ને વછેરાં ટપૂક  ટપૂક દોડ્યાં કોઈક વછેરૂ દોડ્યું   કોઈ ના દોડ્યું.

એક દિવસની દોડમાં કોઈ દિવસ દોડ્યાં  કોઈક દિવસ ના પણ દોડ્યાં .

૧૨૦ દડામાં પણ ઘોડાં હાંફી ગયા. અલ્યા આ ભવ્ય ભારતની દેશદાઝ માટે તો દોડો.

અલ્યા  ઘોડાનો રંગ ઘઉં વર્ણો  હોય છે અલ્યા એ હણહણે તો ભલ ભલા ધ્રુજી જાય.

પણ તમે તો આ ધોળાં ગધેડાંથી પાછાં પડ્યાં. પેલો નાસીરહુસેન  ઘઉંવર્ણા પ્રદેશમાંથી જઈને

ધોળો ગધેડો બની ગયો ને આપણાં ઘોડાંને ગધેડાં કહ્યા. આ શબ્દો તો અલ્યા કાળજે વાગે છે ?.

હવે આવું જ દોડો તો પછી એ હાચું પડે ને ?

અલ્યા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયાનાં ધોળા ગધેડાં આ તેજીલા તોખારને હરાવી ગયાં. અલ્યા લાખો

કરોડોના ચણા ખાવ છો તો વખત આવ્યે દેશની ઈજ્જત માટે તો દોડો.

અલ્યા તેજીલા તોખાર છો કે પછી ખચ્ચર છો ?

હમણાં એક દિવસની દોડમાં ઘોડાં ખરા રંગમાં આવ્યા ને જીત્યા ય ખરાં પણ આ ઘોડાં એક દોડમાં

જીતે પછી લગાતાર દશ પંદર દોડમાં હાંફી જઈને નાક વાઢે છે દેશનું એનું શું ?

હવે તો આ દોડ જોનાર પ્રેક્ષકોએ કૈક જોમ બતાવવું પડશે ને આ તબેલાના વહીવટ કરનારાઓને

શાનમાં સમજાવવા પડશે કે અમે આ બધું નિહાળીએ છીએ અને ટીકીટના પૈસા ચૂકવીએ છીએ

એટલે તમે અને આ ક્રિકેટરોને બધા તાગડધીન્ના કરવા મળે છે સમજ્યા ?

હાટકો==  ત્રણ ” ટ “  હોય ત્યારે જ ક્રિકેટ કહેવાય એ આ બી.સી.સી.આઈના વહીવટદારોને ખબર છે ખરી?

              એમને આ ત્રણ ” ટ ” ની માહીતી છે…… બેટ ..વિકેટ ..હેલ્મેટ = ક્રિકેટ

===============================================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s