ગોદડીયો ચોરો..પરમેશ્વરીય પરિષદ = 3

ગોદડીયો ચોરો..પરમેશ્વરીય પરિષદ = 3
=====================
======================
===================
વિષ્ણુલોકમાં બધા આનંદમાં ઝૂમી  રહ્યા છે . મસ્ત મજાના ભોજન અને સુખ
સુવિધા  માણી દરેક  ખુબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે . દરેકને બ્રહ્મલોક શિવ લોક
અન્ય દેવોના વિસ્તારની ખુબ આનંદથી મુલાકાત  લીધી. સુખ સાહ્યબી જોઈ
દરેક અચંબામાં પડી ગયા.
બીજા દિવસની પરિષદ માટે બધાય આવી પહોચ્યા આજે પણ રંભા ઉર્વશી
અપ્સરાઓ વિગરેના સુંદર નૃત્ય જોઇને સર્વેને આલ્હાદક  આનંદ ઉપજ્યો .
સભામાં દરેક પરમેશ્વરો પોત પોતાની વ્યથા અને બીજી અનેક વાતોની ચર્ચા કરી
રહ્યા છે.
મહંમદભાઈ કહે  જ્યારથી સદામ હુસેન , ઓસામા બિન લાદેન અને ગદાફી
આવ્યા છે ત્યારથી વારંવાર બસ એક જ હઠ લઈને બેઠા છે બસ સિનીયર બુશને
મળી કેટલીક ચોખવટો કરવી છે .
એમના લીધે જ અમારે અહી વહેલું આવવું પડ્યું છે ને બને તો બદલો લેવો છે.
પેલા જુલ્ફીકાર અલી ભુટ્ટો અને જિયા ઉલ હક તો વારંવાર બાથડે છે  છુટા પાડતાં
દમ પડે છે.
ભુટ્ટો તો હજાર વર્ષ સુધી લડવાની વાત લઈને ઇન્દિરા ગાંધી અને મુજીબુર
રહમાનને ખોળે છે.
ઈશુભાઈ કહે ભાઈ મારે ત્યાંય આવા જ પ્રોબ્લેમો ઉભા થાય છે .
પેલો ચર્ચિલ વારંવાર કહે છે મારે પેલા પોતડીવાળા ગાંધીને મળવું છે . મારા
વા’લાએ એક જ લાકડીથી અમારું ૧૯૦ વર્ષનું રાજ્ય હચમચાવી મુક્યું ને એની
વાત લઈને અમે જે મલાઇ મલીદા ઝાપટતા હતા એવા દુનિયાના ઘણા દેશોને
એમને આઝાદીનો રસ્તો બતાવી દીધો અમારો તો અમૃત ભરેલો પ્યાલો ઝુટવી
દીધો.
આ પેલા કિસિંજર વાત વાતમાં કહે છે મારે મોરારજી દેસાઈને મળવું છે એમણે
મારી પર ખોટો કેસ ઠોકી દીધો હતો.?
પેલો  હિટલર અને સ્ટાલિન બંનેની તો આંખો જ વઢે છે .
પેલા કેનેડી ભાઈને ખાલી મુલાકાત  માટે જ લાલ ગુલાબવાળા જવાહરલાલને
મળવું છે .
ગૌતમભાઈ કહે મારેય આ માઓ, તાઓ ને ખાઓ ને સાચવવા ખુબ મહેનત કરવી
પડે છે.
વિષ્ણુભાઈ કહે તમે બધા આ એક બબ્બે જણથી ત્રાસી જાવ છો તો અમે શું કરતા
હોઈશું.?
અમારે તો રાવણ , કંસ, જરાસંઘ, દુર્યોધન , શિશુપાલ ,દુશાસન,અને હજારો
રાક્ષસો છે
હજુ તો રોજ રોજ એવા નઠારા લોકોની નવી આવક થતી જ જાય છે .
એટલે બધા એકી સાથે બોલી ઉઠ્યા તો આપ આ બધું કેવી રીતે હેન્ડલ કરો છો ?
વિષ્ણુભાઈ કહે …………………..” મારે પાસ હનુમાન હે”
અમારા  હનુમાન ગદા પછાડે એટલે બધાય ચડી ચુપ થઇ જાય
ત્યાં એમને જોઇને આ બધાની બહુ ફાટે !  એટલે સીધા સટ થઇ જાય
ત્યાં ચિત્રગુપ્તજીએ વચ્ચે કઈક કહેવા મંજુરી માગી તો બ્રહ્માજીએ મંજુરી આપી.
ત્યાં ચિત્રગુપ્તજી કહે ભાઈ અમારા માંય  હવે તો બહુ વંઠી ગયા છે
અમારા યમરાજ પાડો લઈને જાય તો કહે હું પાડા પર નહિ બેસું એના પર લાલ
લાઈટ લગાવો .
અરે ચોપડામાં હું જોઇને પુછુ કે અલ્યા તારું નામ શું ?
તો કહે ચતુર મારે કહેવું પડે અલ્યા મથુર તું બહુ ચતુર થઇ ગયો લાગે છે ?
તો પાછો કહે તમે ક્યાં રેશન કાર્ડ કે પાન કાર્ડ માગીને ચકાસણી કરી છે ખરી કે હું
જ મથુર છું.
હું તમને કોઈને નડતો જ નથી હું  તો  દર ચાર વર્ષે જ જાગું છું !
વિષ્ણુભાઈ કહે બોલો હવે કોઈને કૈક કહેવું છે ?
નારદ મુનિ કહે પિતાજી અને આપ સહુ આજ્ઞા આપો તો એક નવીન રજૂઆત કરું ?
બ્રહ્માજી અને સર્વ દેવ ગણ કહે આપ જરૂરથી આપની રજૂઆત કરી શકો છો?
નારદભાઈ કહે આપ સર્વેએ અમારી સ્વર્ગ લોકની નર્તકીઓનું નૃત્ય જોયું  બધા
ખુબ ખુશ થયા .
ઈશુ ભાઈ આપ આવતા વર્ષે મેરેલીન મનરો અને હોલીવુડની બીજી એક્ટ્રેસોને
સાથે લાવજો
અને મહંમદભાઈ આપ હુર નુર અને એરેબીયન નાઇટ્સવળી સુંદરીઓને સાથે
લેતા આવજો .બને તો પાકિસ્તાનવાળા  વિણા માલિકને પણ   બોલાવી રાખજો
આ તો હિન્દુસ્તાનમાંથી આવતા રંગીલા લોકો ઈગ્લીશ ફિલ્મો જોઇને અહી ચર્ચા
કરે એ વાત મેંસાંભળી લીધી એટલે મનેય વિચાર આવ્યો કે બોલીવુડમાં આટલી બધીય એક્ટ્રેસો છે તોય મારા વા’લા ત્યાં ઇંગ્લીશમાં શું  ભાળી ગયા હશે ?
અમે રાખી સાવંત પુનમ પાંડે એવી ઘણીને તેડાવી લઈશું .
જરૂરિયાત લાગશે તો ” સ્વર્ગ ડાન્સ ” નામનો શો શરુ કરીશું ?
ત્યાં બ્રહ્માજી કહે ચાલો હવે બીજી ચર્ચા આવતા વર્ષે કરીશું
બધાય ફરી પાછા મા અન્નપુર્ણા દરબારે જઈ ભાવતાં ભોજનિયાં લઇ ઉતારે
પહોચ્યા .
બીજા દિવસે દરેકને ભેટ સોગાદ ઈત્યાદી ધરી પુષ્પક વિમાન દ્વારા વળાવી
દીધા.
હાટકો-   આ પેટ્રોલ છે કે પછી પેટનો રોલ છે .

 

પેટ્રોલના ભાવ વધે એટલે ખાવા પીવાની ચીજો મોંઘી થઇ જાય અને પેટનો રોલ
વળી જાય ને !
=================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s