ગોદડીયો ચોરો …પાટનગરમાં પોપટ…(હાસ્ય કથા)

ગોદડીયો ચોરો …પાટનગરમાં પોપટ…(હાસ્ય કથા)

 


===============================================================
શિયાળાની ઋતુ બરાબર જામી રહી છે. ઠંડીના વાતાવરણમાં દિલ્હી દરબારે ક્યારેક
 
ગરમીનો પારો ઉપરનીચે રહ્યા કરે છે. રોજ રાજીનામાં મંગાય છે. સંસદ ખોરવાય છે.
 
હોંકારા  પડકારા સંભળાય છે.
ગોદડીયો ચોરો મિત્ર મંડળી સાથે જામ્યો હતો. વીરૂના ડબલ શતકીય દાવની દબદબા
ભરી વાતો થતી હતી.
જેમ વીરૂના હર ફટકે ઇન્દોરના સ્ટેડીયમમાં ચાહકોના હાકોટા સંભળાતા હતા.
એવા હાકોટા આજકાલ દિલ્હીનાસંસદ નામના સ્ટેડીયમમાં બોલરો અને બેટ્સમેનો  સાથે
ફિલ્ડરોના પણ સંભળાય છે.
કનું કચોલું કહે અલ્યા ગોદડીયા તે પેલા પોપટે પ્રધાન બન્યા પછી ગાધીનગર જઈ શું કર્યું ?
તે કહે ને આગળ વાર્તા વધાર ભૈલા.
મેં કહ્યું પોપટલાલ પરધાન થયા એટલે ઘરવાસ ભરીને ગાંધીનગરના  બંગલામાં રહેવા ગયા.
સચિવાલયથી પોપટલાલને બે પીએ અને એક સિક્યુરીટી ગાર્ડ ને ડ્રાયવર ફાળવવામાં આવ્યા .
એક પીએનું નામ હતું દામજીભાઈ લવજીભાઈ વસાવડા.સચિવાલયમાં બધા એમને “દાલવડા” 
 કહેતા હતા .
બીજા પીએનું  નામ ચેતનભાઈ વશરામભાઈ ડોબરિયા હતું. સચિવાલયમાં બધા “ચેવડો” કહેતા.
સિક્યુરીટીનું નામ હતું બદરુદીન રફિયુંદીન ફીણાવા  હતું . સચિવાલયમાં બધા “બરફી” કહેતા.
જયારે ડ્રાયવર હતા  નાગજીભાઈ ગગજીભાઇ ડાભડા હતું . સચિવાલયમાં બધા “નાગડા” કહેતા.
હવે દાલવડા, ચેવડો , બરફી ને નાગડા પોપટની સાથે બરાબરના લાગી ગયા.
બીજા દિવસે મુખ્યમંત્રીએ  ખાતાં વહેચવા મંત્રી મંડળની મીટીંગ બોલાવી .
પોપટલાલે જિંદગીમાં મોટા માણસ તરીકે ફક્ત ટપાલીને જ જોયેલો .ટપાલી એમની લારીએ
બેસે .આજુબાજુના ગામની ટપાલ વહેચે . એટલે એમને એમ કે ટપાલીથી મોટું કોઈ નહિ.
એતો એકદમ ઉછળીને કહે સાયેબ (સાહેબ) મને કાગર (કાગળ)વારો સાયેબ બનાઓ એટલે
 
ભયો ભયો. મોજ મજો  થી (થઇ) જાહે (જશે)
મુખ્ય મંત્રી કહે પોપટલાલ પોસ્ટ ખાતું દિલ્હીમાં હોય અહીં  નહિ.
 
જુઓ તમને દારૂબંધી ખાતું આપીએ છીએ.
જોકે મુખ્યમંત્રીઓ  ખાતાની  ફાળવણી વખતે જ કહે છે લ્યો ભાઈ આ તમારું ખાતું
ખાતું  ….એટલે “ખા-તું “.આ ખા-તું એટલે તું ખા અને મને ખાવા દે. ગરબડ ના કરતો.

પોપટલાલના કિસ્સામાં થયું એવું કે વાંદરાને દારૂ પાયો હોય એવું બન્યું. પોપટલાલ
દારૂબંધી ખાતાને દારૂ બાંધી ખાતું  હમજ્યા (સમજ્યા). મૂળ તો દારૂ વેચતા અને દારૂબંધી ખાતું.
પોપટ એમના સ્ટાફ સાથે બંગલે આવ્યા. એમના પીએ ડ્રાયવર ને સિક્યુરીટી બંગલામાં
 
સમજાવતા હતા.
પોપટલાલ કહે અલ્યા હોંભરો (સાંભળો) લ્યા દારુબાંધી ખાતું આપણું સે તો અવે (હવે)
દારૂ બાંધી  હાતે (સાથે) વડા, ચેવડો,ને બરફી રંગ જામશે.
બંગલામાં ચેવડો કહે સાયબ આ તમારો બેડરૂમ સે (છે) અને આ તમારો બેડ છે.
 
મશરૂમ જેવો બેડ જોઈ ને!પોપટલાલ કહે અલ્યા આતો “હુવણીયું” એટલે  માંચો (ખાટલો) સે.
બરફી કહે સાયેબ આ બાથરૂમ સે (છે) .
એટલે પોપટ કહે લ્યા આંય (અહી) “નાવણીયું” (ન્હાવાનું) સે .
પોપટલાલ કહે અલ્યા નાગડા આ કુવા જેવી કુંડી સે એ હૂં (શું) સે (છે)
નાગડા કહે સાયેબ આ વિલાયતી ટોયલેટ છે . હવે આનું નામ ટોયલેટ કેમ પડ્યું હશે ?
પોપટલાલ  કહે એમ કે’ ને આ “જંગલ ઢેંચણીયું ” સે. ( ઢીંચણ સુધીની ઉંચાઈ  હોય )
 
ગામડામાં જુના જમાનામાં લોકો મળ ત્યાગની ક્રિયાને જંગલે જવું એવો શબ્દ વાપરતા.
પછી બેડરૂમમાં આવ્યા તો દાળવડા કહે સાયેબ આ સ્વીચ પાડશો તો આ પંખો ફરશે.
પોપટ કહે લ્યા ચોંપ (સ્વીચ) નેચી (નીચી) પાડીએ તો આ “વા- ફરીયું” (પંખો) હેંડે (ચાલે).
પોપટલાલ ગાંધીનગરમાં ગોઠવાયા.મૂળ ગામડાનો સામાન્ય માણસ એટલે આ નવીન
સગવડો જોયેલી નહિ . એટલે આશ્ચર્ય સાથે જોઈ રહ્યા ને ગામઠી ભાષા પ્રયોગ કરતા.
પોપટલાલ હવે પ્રધાન થયા પણ બાબુ અને શના વગર સહેજ પણ ચાલે નહિ એટલે
 
બન્નેને બોલાવી લીધા.બંગલાની પાછળ વાડા જેવું હતું ત્યાં એમને દારૂ ગાળવાનું ચાલુ
 
કરી દીધું.

હવે પોપટલાલની કેબીન સચિવાલયમાં સાતમાં માળે ફાળવવામાં આવી હતી.
સાયેબ હવે સચિવાલયમાં આપને જવું પડશે .પોપટ કહે લ્યા આ હચીવાલય(સચિવાલય)
 
એ વળી નવું હું (શું) સે  ?
મેતો ગોમમાં (ગામમાં) હિવાલય ( શિવાલય) હોભરેલું (સાભળેલું)છે . જ્યો (જ્યાં) હંકરદાદા
 
(શંકરદાદા)નું ડેરું છે.
પછી પોપટલાલનો  કાફલો  સચિવાલય પહોચ્યો.  અને પોપટલાલ સાત માળનું મકાન જોઈ
 
છક થઇ ગયા. અહાહા ચેવડું (કેવડું) મોટું આ ઝોપડું (ઝુપડું ) સે !
તે કહે અલ્યા વડા ( પીએ ને એ નામથી બોલાવતા ) આ ઔચે (ઉંચે) જોયે (જોઈએ) તો ટોપી
 
પડી જાય એવું સે !
અલ્યા ચેટલી (કેટલી) નેહણીયો ( નિસરણી) મેલાઈ( મુકવી) સે ત્યો (ત્યાં) ચડવા .

ચેવડો કહે સાયેબ આમાં ઉપર જવા લીફ્ટની વ્યવસ્થા હોય છે .જેમાં બેસી ઉપર જવાય.
પોપટ કહે શું લ્યા “ચિપટ”  એ ચેવી (કેવી) હોય .બધા લીફ્ટમાં પ્રવેશ્યા.
પોપટલાલ તો  નમી પગે લાગ્યા………. જે હજો આ ચડણીયા માતાની !

લીફ્ટમેને બટન દબાવ્યું તો લીફ્ટ ઉપર જવા લાગી . પોપટ કહે માળું વા’લું આ હારું (સારું)
 
ચોંપ દાબીયે ( દબાવીએ) તો ધડબડ ધડબડ ઓંચી(ઉચી) હેંડે ( ચાલે) જબરું ભઈ આ “ઓચું ચઢણીયું”

પછી બધા પોપટલાલની કેબીનમાં વાજતે ગાજતે પધાર્યા .
 ટેબલ ખુરશી હતા ને મુલાકાતીઓની ખુરશીઓ હતી. રૂમ શણગારેલો હતો

પોપટલાલ  મુલાકાતીની ખુરશીમાં બેસી ગયા. સ્ટાફ હસવાનું રોકી મુંઝવણમાં પડી ગયો.
પીએ વસાવડા કહે સાયેબ તમારે આ ખુરશીમાં બેસવાનું છે . તમારી ખુરશી અહીં છે.
પોપટલાલ કુશનવાળી  ફરતી ખુરશીમાં  બેસી ઝૂમવા લાગ્યા ને મોજમાં આવી ગયા .
લારીએ બાંકડા સિવાય બેઠેલા નહિ એટલે મોજમાં આવી કહે.
આ “લિહા ચકડોળિયા” માં ( કુશનવાળી ફરતી ખુરશી)  બેહવાની (બેસવાની) મઝા પડી .
ત્યાં વસાવડા, બરફી , ચેવડો અને નાગડા ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગઈ એની
 
ચર્ચા કરવા લાગ્યા.
નાગડા કહે જોજો સચિનની ૯૯ સદી થઇ ગઈ છે આ વખતે જરૂર ૧૦૦ મી સદી જરૂર ફટકારશે.
પોપટલાલ થોડા ધેનમાં હતા ને ઊંઘ આવી રહી હતી તે ઝબકીને બોલ્યા .
ઓલ્યા વડા હુ (શું) વાતો કરો સો ( છો)   આ હચિનને (સચિન) ૯૯ હદી(સદી) ખરું ને !
મારો વા’લો જબરો કે’વાય (કહેવાય) નસીબનો બરિયો ( બળીયો ) કે’વાય
 
એને ૯૯ હદી (સદી – માફક) ને મને આ એક મેના જ હદી. બીજી એકય ના હદી ( માફક ના  આવી)

એમ વિચારતા પોપટને વાતાનુકુલિત વાતાવરણમાં ખુરશી પર ઉઘ આવી ગઈ.
આજકાલ સરકારો પ્રજાના પૈસે બંગલા વાહન ને એરકન્ડીશનોમાં  બેસી મઝાની મીઠી નિદર માણે છે.
હાટકો=  કોણ કહે છે આ સરકાર કશાયના ભાવ નથી ઉતારતી.
             જોયું નહિ આ રૂપિયાના ભાવ કેવા નીચે લાવી ને ગગડાવી દીધા.
=========================================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s