ગોદડીયો ચોરો …સ્વવિકાસ ભવન (કટાક્ષ કથા)

ગોદડીયો ચોરો …સ્વવિકાસ  ભવન (કટાક્ષ કથા)
======================================================== =======
શિયાળાના દિવસોમાં સાંજ જલ્દી પડી જાય છે. કાશ્મીરમાં હિમવર્ષા થઇ હોવાથી એની
અસર ઠેઠ ગુજરાતનાં ગામડાં સુધી પહોચી ગઈ હતી. જન માનસ ઠંડીમાં ઠુંઠવાતું હતું.
ઘેર જઈ રાત્રિનું ભોજન પતાવી મારી પ્રિય ગોદડી લઈને મજાની નિંદર માણતો હતો.
ખબર નહિ કેમ મારી પત્ની મને ફાટેલું ઓશિકું જ સમજે છે. જેમ ઓશિકું ફાટી જાય અને
એમાંથી ખૂણે ખૂણે નીકળેલા રૂ ના ગઠ્ઠા ડરાવતા હોય એવો આભાસ કરાવે છે .
આમેય પતિનું જીવન  ફાટેલા ઓશિકા જેવું જ હોય છે . જેમ ફાટેલા ઓશીકામાંથી રૂના
ગઠ્ઠા ડરાવતા હોય છે તેમ પતિને લાઈટ બીલ, પાણી બીલ, ગેસ બીલ ,ફોન બીલ, અને
ઘરના  હપ્તાનું બીલ ડોળા કાઢીને કાયમ ડરાવતાં હોય છે.
મજાની મીઠી નિંદ્રા  માની રહ્યો હતો ત્યાં પત્નીએ કહ્યું લ્યો કહું છે પરવારી લ્યો ?
હવે ઘણા શબ્દો પત્નીની સ્વરપેટીમાંથી નીકળતાં આચકા મારી જતા હોય છે !
હું મઝાનું સપનું નિહાળી એની મઝા લઇ રહ્યો હતો.
સ્વવિકાસ ભવનમાં બેઠક મળી છે . ઘણા સભ્યો આવ્યા છે અને ઘણા ધીમેથી આવે છે.
સ્વવિકાસ ભવન એટલે જ્યાં પહેલાં પોતાના વિકાસની વાતો થાય અને ચર્ચાય
બરોબર બારના ટકોરે સત્તા પક્ષના કૌરવોનું ટોળું મહારાણી ગાંધારી દેવી અને એમના વંઠેલ
સુપુત્રો સાથે ધામધૂમથી પ્રવેશે છે. એમના રક્ષકો આલતુ ફાલતુંને ધક્કાથી હડસેલી મુકે છે. 
સ્વવિકાસ ભવનમાં ચર્ચા જામી છે . થોડા સભ્યો ચર્ચામાં ભાગ લે છે.તો થોડા ઘણા બપોરની
મીઠી નીંદર વાતાનુકુલિત  વાતાવરણમાં માણી ઝોકે ચડી ગયા છે.
કુરુક્ષેત્રના મેદાનમાં બન્યું હતું તેમ સામે વિરોધીઓની અણનમ સેના શસ્ત્રો સજી રહી હતી .
બરાબર સાડા ત્રણના  ટકોરે નારાયણ નામનો કોઈ વચેટીયો કાગળના થોકડા લઈને સ્વવિકાસ
 
ભવનમાં પ્રવેશ કરે છે તો કૌરવ સેનાના વિરોધીઓ કાગારોળ મચાવી બુમો પડે છે કે …..
લ્યો લોકપાલ આવ્યું રે ભાઈ અધકચરું લોકપાલ આવ્યું રે ભાઈ .
જે પોપટો ઝોકે ચડ્યા  હતા તેમને કાને અવાજ પડતા જ ઝબકીને જાગી જાય છે તેમાંથી ચાર
 
પાંચ જણ તો દરવાજેથી બહાર સીધી દોટ મુકે છે ને બોલતા જાય છે ભાગો લોકપાલ આયો છે !
કોઈએ પૂછ્યું અલ્યા ભાગો છો કેમ ? તો એવડા કહે આ લોકપાલ આયો છે એટલે ?
આ બંગલા વાપરીએ છીએ. ખાલી  કરતા નથી ભાડું ભરતા નથી બીલ ભરતા નથી એટલે
એવડો એ આવ્યો છે તો અમે તો ઘરબાર વિનાના જ થઇ જવાના ને ?
આ ટકાવારીમાં મારી ખાવાનું જશે !
એટલે અમને મંજુર નથી આ લોકપાલ અમને ના જોઈએ….ના જોઈએ….ના જોઈએ. સમજ્યા.
આ બાજુ બીલમાં ચર્ચા ચાલી કોઈ કહે ભાઈ એ કર્મચારીઓની તપાસ કરે આપની નહિ.
બીજો કહે સભ્ય થઈને છતાય એટલે વિશેષ અધિકાર એ આપનો સાહેબ ના ચાલે ?
એક બહેન ઉભા થઈને કહે સાહેબ આ પતિઓ પગાર ઘેર લાવતા નથી બબ્બે  ફોન રાખે છે
એવડા ક્યાંજાય છે ? શું કરે છે ? પૈસા  કોની પાછળ વેડફે છે ?
 આ બધી તપાસ લોકપાલ કરવા જોઈએ.
બે ત્રણ જણા તો કહે આ લોકપાલ આપણું શું બગાડી લેવાનો છે. પોલીસ અને સીબીઆઈ આપણી
 
પાસેરાખીએ પછી તપાસ તો એવડા ઈ જ કરવાના છે ને?
એટલે આ લોકપાલ ફોક્પાલ બધું બાજુ મુકીને આપનો વિકાસ થાય એવી ચર્ચા સ્વવિકાસ
 
ભવનમાં થવી જોઈએ બીજી કોઈ જાતની ચર્ચાને અવકાશ નથી.
ઘણા સભ્યોએ તો અત્યારથી જ સીબીઆઈના ડાયરેક્ટરને કિસમસની ભેટ આપવાની તૈયારી કરી દીધી.
કોઈ કહે અનામત રાખો તો કોઈ કહે ના રાખો આખરે બધાને લોકપાલ જોઈતું જ નથી.
બે ત્રણ  સભ્યોનું લોજીક ખરેખર લાજવાબ હતું. એવડા એ કહે આપણને લોકપાલ પકડી શકે જ નહિ.
આપને જો કોઈને રેશન કાર્ડ બનાવવું હોય તો એને ભજીયાની લારીએ મળવાનું કહેવાનું આખું
કુટુંબ ભજીયા અને ચા પાણી કરી લઈએ પછી કહેવડાવશું એવું વચન આપીએ.ક્યાં પાળવાનું છે ?
જો કોઈ મોટા કામની ભલામણ કરવી હોય તો મોટો હોટલમાં જયાફત માણીએ ને વચન દઈએ.
જયારે કોઈને લાયસન્સ માટેનું કામ હોય તો અશોકા કે તાજમાં એના ખર્ચે મીઠી મોજ માણી લઈએ.
સાથે છોકરાઓને કે જમાઈ સાળાને પણ મફતની મોજ મનાવડાવીએ છીએ અને મફતમાં 
કાર , ફ્રીઝ, વોશિગ મશીન, એવું ઘણું બધું સેરવી લઈએ છીએ. બોલો કેવો મજાનો વહીવટ?
 
છે ને આપનો  અફલાતુન  આઈડિયા? બોલો કોઈના મગજમાં આવે આવા વિચારો ? 
મારો બધો વહીવટ મારો સાળો જ કરે છે એટલે પત્ની પણ ખુશ જ રહે.
“હતા એક ભીષ્મ કે જે ભાઈને માટે ગાદી છોડી જાય છે
આજે તો જ્યાં જુઓ ત્યાં શકુનિઓનો વહીવટ દેખાય છે”
લોકપાલ આવ્યું છે અને સુસવાટા મારતા પવનની સાથે આવ્યું છે.
હાટકો = આ ગાંધી કુટુંબને સરદારજીઓ સારા સદી ગયા છે.
            લાલજી મહારાજ તમે પણ કોઈ એવા સરદારજી શોધી કાઢો.
================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s