ગોદડિયો ચોરો…આવી રીતે જઈશ !!!!!!!!!!

ગોદડિયો ચોરો…આવી રીતે જઈશ !!!!!!!!!!


======================================================
પરમ મિત્રો ને બહેનો મારા કોમ્પ્યુટરમાં કોઈ ખરાબી હોવાથી  આપના બ્લોગ પર આવી
શક્યો નથી કે પ્રતિભાવ દર્શાવી શક્યો નથી તો દિલથી માફી ચાહું છું.
થોડા લેખ ને કાવ્યો કેજ્યુલમાં મૂકી દીધા હોવાથી પ્રગટ થશે.
============================================================
શ્રાવણ માસના પવિત્ર તહેવારોની મોસમ જામી છે . શ્રધ્ધાળુઓ મનોકામના
અર્થે મંદિરનાં ચક્કર કાપી રહ્યા છે.ભગવાનને જાત જાતની વિનંતીનાં પત્રો
મોકલી જો કામ થઇ જશે તો વહેવાર કરી દઈશું એવા નેતાઓના જેવાં વચનો
આપી રહ્યા છે.
ગોદાડિયા ચોરામાં ભીડ ભાડ ઓછી હતી ઘણા પાત્રો પણ પ્રભુ દર્શન સાથે પોતાની
મનોકામનાના વિચારો પ્રદર્શિત કરવા ગયા હોય તેમ લાગતું હતું.
ઉપવાસી મોસમમાં અમે મગફળી ફોલવા સાથે રાજકીય સામાજિક અને ધાર્મિક
મગફળીઓ ફોલી ચર્ચાનો  આનંદ ઉઠાવી રહ્યા હતા.
ત્યાંજ કનું કચોલા સાથે કોદાળાજીની પધરામણી થઇ.
ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા બેય ખબુચિયા ક્યાં ગયા હતા.?
ક્ચોલું કહે અમે બન્ને ભોલેનાથ શંકરના દર્શને ગયા હતા.
નારણ શંખ કહે અલ્યા આટલા બધા મંદિરો છે તો શંકર દેવાલયે જ કેમ ગયા ?
કોદાળોકહે જુઓ “મહાદેવને ધંતૂરો ને બીલીપત્રથી કામ ચાલે”. આ બંને વસ્તુ  મફતમાં
મળે એટલે બીજા ફૂલ કે માળા ખરીદવા ના પડે.
 ” વગર મૂડીની પૂજા ને મફતમાં પ્રસાદ “
ગોરધન ગઠ્ઠો કહે અલ્યા તમે શંકર દાદા પાસે કઈ માગણી મૂકી ?
બન્ને જણા કહે હમણાં ગુજરાતી ફિલ્મ આવી છે ” કેવી રીતે જઈશ”
ગોદાડિયાને તો અમેરિકા જવા મળ્યું પણ ” મારો બેટો આપણને લઇ જવાનું વિચારતો નથી.”
એટલે અમે ભોલેનાથને વિનંતી કરી કે અમને પરદેશ જવા મળે એવું ચક્કર ચલાવો.
મેં કહ્યું અલ્યા થોડી ધીરજ ધરો. “આખી દુનિયા ટૂંક સમયમાં ગુજરાતમાં સમાઈ જવાની છે “
વિસાની કોઈ ઝંઝટ નહિ કે પ્લેન પકડવાની ચિંતા નહિ . બસમાં કે કારમાં પહોચી શકાય.
અઠ્ઠા બઠ્ઠાની જોડી ખુશ થતાં એક સાથે બોલી ઉઠી “ગોદડિયા એ કેવી રીતે “?
મેં કહ્યું જુઓ “આપણા ઉત્સાહી મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈને અમેરિકાવાળા વિસા આપતા નથી “
એમણે નક્કી કર્યું છે કે ” દુનિયા આખી ગુજરાતમાં જ વસાવી દેવાની ને અમેરિકાને બતાવી દેવાનું “
“ના વિસાકી  કોઈ ચિંતા ના ફિકર કોઈ અપમાનકી “
“જય બોલો મેરે નામકી ભાઈ જે બોલો નમો નામકી “
એટલે એ જે શહેરમાં જાંય છે એ શહેરને દુનિયાના કોઈ શહેર જેવું બનાવવાનું વચન આપે છે.
જો એ ” સુરતમાં જાંય તો કહે સુરતના શાંઘાઈ બનાવી દઈશું “
જો એ  “પોરબંદર જાંય તો કહે પોરબંદરને પેરીસ બનાવી દઈશું.”
જો એ ” રાજકોટ જાંય તો કહે રાજકોટને રિયાધ બનાવી દઈશું “
એમ એ ” વડોદરા  ને વોશિંગટન બનાવી  દેશે “
 ” હિંમતનગરને હોંગકોંગ બનાવી દેશે “
” ગોધરાને ગુએના બનાવી દેશે “
” તારાપુર ને ટોકિયો બનાવી દેશે  “
“સુરેન્દ્રનગર ને એ સાન ફ્રાન્સિસ્કો બનાવી દેશે “
” અમરેલીને એ એથેન્સ બનાવી દેશે “
“અમદાવાદને એ ઓન્ટેરીઓ ( કેનેડા ) બનાવી દેશે “
નવા નગર ( જામનગર )ને ન્યુયોર્ક બનાવી દેશે”
આવા કેટલાય શહેરો ને “લંડન, શિકાગો, લોસ એન્જલસ, બેઇજિંગ,
બનાવી  દેશે .
“પણ આ બધા શહેરોમાં બોલાતી ભાષાના માણસો ક્યાંથી લાવી શું એ યક્ષ પ્રશ્ન ?”
એટલે ગુજરાતીઓએ કેવી રીતે જઈશ ? કેમનો જઈશ ? ની ચિંતા જ નહિ કરવાની .
જો ગુજરાતમાં જ આ બધા સ્થળો હોય પછી વિસા કે  મોંઘી હવાઈ સફરની ફિકર જ નહિ.
બસ જો ન્યુયોર્ક જવું છે તો કાર લઇ જામનગર ફરી આવવાનું એટલે પરદેશમાં ફર્યાનો
આનંદ લઇ શકાય એમ વડોદરા જઈએ તો વોશિંગટન ગયા એમ સમજવાનું !
બીજો એક ફાયદો એવો થાય કે ભાષાની ચિંતા જ  નહિ ગુજરાતી ભાષામાં જ વ્યવહાર .
મનગમતું ગુજરાતી ભોજન ભજિયાં ચટણી ને ગઠીયા પણ મળે.
પણ આ બધું ચુંટણી પછી જ શક્ય બનશે માટે પ્રદેશની પરિક્રમ્મા કરવા માંગતા ગરવા
ગુજરાતીઓએ રાહ જોવાની જરૂર છે.
સાટકો== ( સંસદ અને વિધાનસભામાં સભ્યોના વ્યવહાર અંગે )

શરમ વો હે જો શરમસે શરમાતી હે
યે તો ખુદ બેશરમ હે શરમ હી ઉન્હીસે શરમાતી હે !!!!!!!!!!!!!!!!!!!!!!!!!

===================================================

સ્વપ્ન જેસરવાકર

1 thought on “ગોદડિયો ચોરો…આવી રીતે જઈશ !!!!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s