ગોદડિયો ચોરો…ઓબામા આંગણે ઓવન…હાસ્ય.

ગોદડિયો ચોરો…ઓબામા આંગણે ઓવન…હાસ્ય..


==================================================આજે બપોરનું લંચ લઈને પાર્કિંગ લોટમાં આંટા મારતો બીડીના દમ મારી


ઊંડા કશ લઇ ધૂમ્રપાનની મીઠી મઝા માણતો જ હતો ને અમેરિકા તેમજ


ગુજરાતના ચુંટણી સંગ્રામ વિષે વિચારતો હતો ત્યાં જ …ઘરરર .ઘરરરર


ટેલીફોનની ઘંટડી રણકારે ચડી ચકરડીઓ લેવા લાગી.ઘણી વાર ઘંટડી વાગી.


આપણે રહ્યા અસલ ગુજરાતી એટલે પૂછ્યું કોણ છે ભાઈ ? કોનું કામ છે ?


સામેથી જવાબ મળ્યો “ધીસ ઈઝ ગોધરીયા મારાજ “. ( ગોદડિયા મહારાજ)


મેં કહ્યું હા ભાઈ યસ  ધીસ ઈઝ ગોધરીયા મહારાજ .ફેંકોલોજીસ્ટ.


એમ્ય હું સ્મોકર છું એટલે એસ્ટ્રે સાથે જ રાખું છું. ને એસ્ટ્રેમા ભવિષ્ય જોઉં છું.


પેલો કહે ” આઈ  એમ સ્પીકિંગ ફોર્મ ડોન્કી હાઉસ. મીન્સ ડેમોક્રેટિક ઓફીસ”


“મીસીસ મિશેલ વોન્ટ  ટોક  ટૂ યુ ? સ્ટે ઓન લાઇન આઈ ટ્રાન્સફર ફોન .”


મેં  વિચાર્યું આપણે ભારત મેટ્રોમોનીમા એપ્લાય કર્યું નથી . આ મિશેલ કોણ ?


ત્યાંજ સામેથી અવાજ આવ્યો મીસ્ટર ગોઘરીયા મારાજ . “ધીસ ઈઝ મીસીસ ઓબામા”


આઈ એલ કોલ ફ્રોમ વાઇટ હાઉસ . મીસીસ મિશેલ ઓબામા .


” આઈ સેન્ડ ટીકીટ ગેટ રેડી ટૂ કમ હિયર “ ને કહે ” યુ હોલ્ડ પ્લીઝ આઈ  હેવ અનધર કોલ “


મારા મનના ઘોડા ઠેઠ આસમાન સુધી દોડી ગયા જોયું આ “ભાજપ ને કોંગ્રેસવાળા


આપણને લાયક ગણતા નથી ને આ મિશેલ બોન આપણને ટીકીટ આપી લડાવા માંગે છે “!


ચ્યોંક પાછા “પરધોન બનાઈ દે તો આપણી હાતેય પેઢી તરી જાય ને ભારતમાં પણ આપણો


વટ પડે કે અલ્યા અમે અમેરિકાના પરધોન છીએ.”


એટલામાં પાછો અવાજ આવ્યો સોરી માય હસબંડ કોલ મી એન્ડ આસ્કીંગ એવરીથીંગ ઓકે .


“આઈ વોન્ટ તુ આસ્કીંગ સમ ક્વેચન એન્ડ યોર વેરી યુઝ ફૂલ એડવાઈઝ” .


મેં વિચાર્યું લ્યો ” આપણો તો ડોલરિયો ભાવ થઇ જ્યો લ્યા ” મિશેલ બોન આપણી સલાહ

લ્યે.


“ઇન યોર કન્ટ્રી વેન ઈલેકશન કમિંગ ધેટ ટાઈમ મિનિસ્ટર વાઇફ કોલ મારાજ એન્ડ


મારાજ ડ્રેસ ઈઝ નો પેન્ટ ઓર પાયઝમા ઓન્લી રેડ સારી સમ ટાઈમ યલો સારી ( સાડી)


એન્ડ ડુ ફુજા (પૂજા )   ફાયર ઇન ઓવન ( હવન ) એન્ડ થ્રો રેડ યલો પિંક કલર એન્ડ રાઈસ“


“યુ નો ધીસ  એલીફન્ટ હાઉસ ( રિપબ્લિક ઓફીસ ) એન્ડ મીસ્ટર રોમની મેક પ્રોબ્લેમ ફોર


અસ એન્ડ મીડ વાઈલ ” સેન્ડી  ઈઝ કમિંગ એન્ડ એવરી વેર થ્રો લાઇક કેન્ડી “


“માય હસબંડ ઓબામા ગેટ સેકન્ડ ટર્મ પ્રેસિડેન્સી . સો આઈ વોન્ટ ડુ  ઓવન ફુજા “( હવન પૂજા)


મેં કહ્યું મિશેલ બોન એને હવન કેવાય .આપણે હન્ડ્રેડ પર્સન્ટ મીસ્ટર ઓબામા આવે એવું

કરીશું


( ધેટ નેમ ઈઝ હવન . વી ડુ પૂજા ધેન હન્ડ્રેડ  પરસન્ટ મી .ઓબામા વિન .) સારું હું તૈયાર છું . પણ મારે બીજા બેચાર બ્રાહ્મણો સાથે લાવવા પડશે.


ઓકે ઓકે નો પ્રોબ્લેમ એની થીન્ક યુ નીડ યુ બાય એવરીથીંગ ઓલ ફ્રેમ ઇન્ડીયન સ્ટોર .


“આઈ ડુ નોટ સેન્ડ ટીકીટ નાઉ આઈ સેન્ડ સ્પેશિયલ ચાર્ટર પ્લેન બીકોઝ ધીસ ઈઝ સિક્રેટ

મિશન.”


“બસ હવે મને બ્રહમ  જ્ઞાન થયું કે આપણે ત્યાં બધાજ પ્રધાનોના ઘેર ફોન બીલ કેમ વધારે


આવે છે કેમ કે એમની પત્નીઓ ભાઈ ભાભી, માતા પિતા બહેન બનેવી અને સખીઓ સાથે

મહતમવાતો કરતી હોવી જોઈએ. બીજું કે પતિ પ્રધાન હોય ને ફરી પ્રધાન બને એમાં એમને

વધારે રસ હોય છે એટલે છાનેમાને બાધા આખડી ને યજ્ઞો કરાવતી રહે છે અરે દોરા ધાગા 

પણ કરાવે છે.”


મેં  તો પાયોનીયર જઈને કંકુ , અબીલ ગુલાલ હરિત ચૂર્ણ નાગરવેલના પાન બે પાઉન્ડ

ચોખા અમુલ ઘીના પાંચ ડબ્બા  નાડાછડીનો દડો, પચાસ સોપારીઓ  રાધા કૃષ્ણ

મંદીરમાંથી ત્રાંબાનો હવન કુંડ અને ગાયત્રી મંદિરમાંથી હોમવાની સુગંધિત સામગ્રી લઇ

મોટી બેગો તૈયાર કરી દીધી.


બીજા દિવસે લોંગ બીચ એરપોર્ટ પર વિમાન આવી ગયું. બે ત્રણ ઓફિસરો અમને લેવા

આવ્યા.


” બુધાલાલ બાપાલાલ બડુંકીયા, લલ્લુપ્રસાદ લાડવાપ્રસાદ લાઠિયા, રાગડેશ્વર રોન્ચાલાલ

રોવડીયા”સાથે હું પણ ઝબ્બો ચડાવી એરપોર્ટ ગયા. ત્યાંથી ડાયરેક્ટ પ્લેનમાં બેસાડી

ઉપડ્યા ત્રણ ચાર કલાકે અમે સીધા જ વાઇટ હાઉસના પ્રમુખના એરપોર્ટે ઉતર્યા. ત્યાંથી

લીમોઝીન કારમાં વાઇટ હાઉસ ગયા.


અમને એક ઓરડો ફાળવી દેવાયો . કોફી સાથે બિસ્કીટ આવી ગયા. ગુજરાતી ભોજન

વ્યવસ્થા થઇ.


બીજા દિવસે સવારના વહેલા જાગી નાહી ધોઈ લાલ પીળાં અબોટિયા પહેરી અમે તૈયાર થઇ ગયા.


હવન કુંડ સજાવી ધજાવી તૈયાર કરી દીધો.એમના માણસે આવીને કહ્યું મીસીસ મિશેલ ઈઝ

કમિંગ મીસીસ  મિશેલ ઓબામા આવ્યા એટલે મેં કહ્યું ચાલો બધી તૈયારી થઇ ગઈ છે


મેં મીસીસ મિસેલ ને પૂછ્યું વેર ઈઝ મીસ્ટર ઓબામા ?


” મિશેલ સેઇડ હી ઈઝ નોટ હિયર હી વોઝ લુકિંગ સેન્ડી એરિયા સિચુએશન.”


“ઓન્લી આઈ એમ પાર્ટ ઓફ ધીસ ઓવન એન્ડ ફુજા. લેટ્સ ગો સ્ટાર્ટ ફુજા.


આઈ હેવ વન ક્વેચન ઇન માય  માઈન્ડ .યુનો ઇન ઇન્ડિયા બેડ આઈ (બુરી નઝર)વોટ હી ડુ ?


“વાય હી પુટ ધ બ્લેક કલર ઇન આઈ ઓર હેડ.”


રાગડેશ્વર કહે હવે “આને અને ઓબામાને નજર લાગે ખરી “? મૂળે છે જ બન્ને કાળાં. પછી

કાજળની શી જરૂર?


મેં કહ્યું અલ્યા રાગડા આ દુનિયાના શક્તિશાળી પ્રમુખનું ઘર છે જો કોઈ ગુજરાતી જાણતુ હશે

તો મરી જઈશ.


મિશેલ બહેન યજ્ઞ માટે તૈયાર થઈને  ખુરશીમાં બેઠા . મેં કહ્યું મીસીસ મિશેલ યુ વોન્ટ ટૂ સીટ

ઓન ફ્લોર અમે તાંબાના કળશમા પાણી ભરી કંકુના ચાંલ્લા કર્યા પછી નાગરવેલનાં પાન

મુક્યા ને શ્રીફળ મુક્યું.


નાગરવેલના પણ જોઈ મિશેલ કહે  ” વોટ ઈઝ ધીશ ?”


બુધાલાલ કહે  લીવ . ( પાન )


મિશેલ બહેન તો ઉઠીને ચાલવા લાગ્યાં. મેં કહ્યું  “વોટ હેપન્ડ . વાય યુ લીવીંગ “


મિશેલ કહે  ” ધીસ ગાય સે લીવ સો આઈ થીન્ક ધીસ પૂજા પાર્ટ.”


મેં કહ્યું બુધાલાલ તુ બહુ ડાહ્યો.  . “મીસીસ મિશેલ નો લીવ .. મીન્સ નો ગેટ આઉટ “


“ધીસ ઈઝ લીવ્ઝ ” ધીસ સ્પેશીયલ લીવ્ઝ ફોર પૂજા . ધીસ લીવ્ઝ વી ઈટ આફ્ટર ડીનર


અમે સોપારી કાઢી ગણપતિ સ્થાપન માટે તૈયારી કરી .


મેં કહ્યું “વી થીન્ક ધીસ ઈઝ એલીફન્ટ ગોડ “


સોપારીને સ્નાન કરવી સાફ કરવાની વિધિ હતી.


મીસીસ મિશેલ ધીસ ઈઝ સોપારી.. વી પુટ ઓન બોર્ડ એન્ડ થીન્ક એલીફન્ટ ગોડ


મિશેલ ” ઓહ યસ યસ સમ બડી ટોલ્ડમી હોપારી “


મેં કહ્યું  મિશેલ “નાઉ યુ વોશ સોપારી અને ક્લીન વિથ ટોવેલ એન્ડ પુટ એવરી કલર ડસ્ટ.”


મિશેલ સે ગોધરીયા “વાય બ્લેક અને ગ્રીન કલર ઈઝ નોટ ઇન ડીશ “


મેં કહ્યું  “પૂજા ઓન્લી રેડ એન્ડ  અધર કલર ઇન ઇન્ડિયા વેન પીપલ ડાય વી યુઝ બ્લેક

કલર.”


મિસેલ કહે “ઓહ આઈ સી  આઈ સી.નાઉ આઈ અંડર સ્ટેન્ડ “.


એટલામાં લલ્લુપ્રસાદે સોપારી સુડીથી કાપી મોઢામાં મૂકી ને ચાવવા લાગ્યા.


મિશેલ બહેન “ઓહ યુ ઈટ હોપારી. ગીવ મી સમ પીસીસ આઈ ટ્રાય.”


લલ્લુપ્રસાદે મિશેલ બહેનને બે ત્રણ ટુકડા સોપારી આપી . મિશેલ ચાવવા જાય પણ ભાગે

નહિ.


મિશેલ કહે ગોધરીયા ” ઈટ ઈઝ વેરી હાર્ડ.એન્ડ નોટ બ્રોકન. નાઉ ઇટ્સ
ઈઝહર્ટ માય ટીથ “


મેં કહ્યું ” યુ નો ધીસ વે મિસ્ટર રોમની ઈઝ હાર્ડ પર્સન અને હી હર્ટ મિસ્ટર ઓબામાં “


“વી વિલ હવન એન્ડ પૂજા ધેન મિસ્ટર રોમની ઈઝ નોટ બાધરિંગ મીન્સ નોટ નડીંગ.”


નાઉ યુ પુટ સમ દક્ષિણા મિન્સ ડોલર સમથીંગ ફોર એલીફન્ટ ગોડ “


મીસીસ મિશેલ સે “આઈ ગીવ બાય ક્રેડીટ કાર્ડ  ઓર ચેક ઈટ ઈઝ ઓકે “


મેં કહ્યું “નો ગોડ હાઉસ હેઝ  નથીંગ એકાઉન્ટ ઇન હેવન . હી ઈઝ રીસીવિંગ ઓન્લી કેશ “


મિશેલ બહેને દશ ડોલરની નોટ ગણપતિ આગળ મૂકી.


મેં મનમાં કહ્યું શું
” આ દેશની પ્રથા છે બધાયમાં મીંડું વાળવાનું. અલ્યા અમારા દેશમાં


પરચુરણ શોધ્યુય મળતું નથી પણ ચાંલ્લો કે બીજી વિધિમાં અમે પાનના ગલ્લે  જઈને


છુટો રૂપિયો લાવી અગિયાર કે એકવીશ કરીએ.”


પછી અમે જોર શોરથી હવનની  પ્રક્રિયા શરુ કરી. હું શ્લોક  બોલું ને બીજા સ્વાહા કહે.


હવે આપણે ( ભારત ) ત્યાં યજ્ઞ થાય તો સમજાય પણ થોડા શબ્દો અમેરિકાના આવે તોજ


મિશેલ બહેને પણ સમજાય  ને વિશ્વાસ બેસે.


“ઓમ નારાણાય સ્વાહા. ઓમ ગણેશાય સ્વાહા ઓમ અમેરીકાય સ્વાહા “


“ઓમ વાઇટ હાઉસ અગેઇન વસાય સ્વાહા .”


“ઓમ અગેઇન પ્રેસિડેન્ટ બનાય સ્વાહા.”


“ઓમ રોમની હારાય સવ્હા. ઓમ ઓબામાં જીતાય સ્વાહા “.


“ઓમ ઓબામાં વિનાય સ્વાહા. ઓમ રોમની લુઝાય સ્વાહા “


“ઓમ સેન્ડી પ્રોબ્લેબ ના દેખાય સ્વાહા “.


” ઓમ વાઈટ હાઉસમાં મિશેલ સોહાય સ્વાહા.”


“ઓમ વિનાય વિનાય વિનાય વિનાય વિનાય સ્વાહા “


હવન કુંડમાં લાકડા અને ઘી સાથે હવનની હોમાત્મક આહુતિ દેવામાં અને ફરી “ફસ્ટ લેડીનું


પદ જળવાય એમાં મીસીસ મિશેલ ઓબામાં એટલાં બધાં તલ્લીન થઇ ગયેલાં કે તેમને તો


મૂઠા ભરીને સામગ્રી અને ઘીના કડછા ને કડછા ભરીને હવન કુંડમાં હોમવા માંડ્યું.”


બસ પછી તો ધુમાડાના  ગોટે ગોટા એવા ઉડ્યા કે  આખા વાઈટ હાઉસમાં આગ લાગી હોય


તેમ ફાયર એલાર્મ વાગવા લાગ્યા. હવે આ હવનની વાત ખાનગી હોઈ કોઈને જાણ નહોતી.


અમેરિકાના પ્રેસિડેન્ટ હાઉસનો સવાલ હોય એટલે ફાયર બ્રિગેડની ટ્રકોની ટ્રકો સાથો સાથ


એમ્બ્યુલન્સો સાથે પોલીસ દળની ગાડીયોની લંગારો સાયરનો વગાડતી તૂટી પડી ને

પાણીનો એવો જોરદાર મારો ચલાવ્યો કે અમને લાગ્યું કે  “આ બીજું સેન્ડી ઉપડ્યું કે શું “


મિશેલ ઓબામાં તો ભીજાઈ ગયેલા એટલે તે તો ઝડપભેર કપડાં બદલવા ચાલ્યાં  ગયાં.


પણ અમારી  હાલત તો ” હવેલી લેતાં ગુજરાત ખોઈ “ એવી થઇ ગઈ.


ભીના કપડા અને વાતાવરણની ઠંડી અસર કે અમને ફ્લુ ની અસર દેખાવા લાગી.


“સિક્યુરીટી ગાર્ડઝ અને વોશિંગટન ડીસીની પોલીસે અમને વાઈટ હાઉસમાં આગ

લગાડવાના આરોપસર અમારી બધાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.”

હાટકો-

મંદિરમે ગયે થે ફૂલ ચઢાનેકે લિયે
ફૂલ ચઢાને કે બાદ એ એહસાસ હુઆ કિ
એ પથ્થરોકો  ખુશ કરનેકે લિયે હમ ફૂલોકા કત્લેઆમ કરકે આયે.


=================================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s