ગોદડિયો ચોરો…કોંગ્રેસ કચેરીએ કૃષ્ણ

ગોદડિયો ચોરો…કોંગ્રેસ કચેરીએ કૃષ્ણ
=========================================================
ગોદડિયા ચોરામાં કલ્પનાના પતંગો ઉડાઉડ કરે છે તો કોઈએ મારો પતંગ છે એમ
સમજી લુંટાલુંટ ના કરવી મતલબ કે બંધ બેસતી પાઘડી ના પહેરવી .
પ્રભુ પ્રાગટ્ય પવિત્ર શ્રાવણ માસની પધરામણી આજે થઇ છે . શિવાલયો
ઘંટનાદથી ગુંજી ઉઠ્યા છે .  ભગવાન ભોલેનાથને દૂધ અને જળનો અભિષેક
થઇ રહ્યો છે.
ભક્તરાજ શ્રી નારદજીનો મને આદેશ મળ્યો કે દ્વારિકાધીશ તેમના પ્રાગટ્ય
માસમાંગુજરાત આવીને દરેક પક્ષોની કચેરીએ જઈ બાયોડેટા સાથે ટીકીટની
માંગણી કરશે.
એમના માટે સરસ એમને  અનુકુળ હોય તેવા વસ્ત્રોની તૈયારી કરજે.
મેં પણ મનોમન વિચારી લીધું કે ભક્ત વત્સલ ભગવાનને એવા વાધા સજાવું કે
તેઓ અદ્દલ સાચા રાજકારણી દીશે.
મારા મનમાં દહેવાણના વતની  શ્રી કમળાશંકર પંડ્યા કે જેઓ તલાટી હતા.
 
તેમની  છબી ઉભરી આવી. તેઓ ખાદીનું બાડિયું  અને ખાદીનો લેંઘો પહેરી માથા
પર કાયમ ખાદીની ટોપી હોય અને ખભે ખાદીનો બગલ થેલો ભરાવે.
કમળાશંકરની બદલી થાય ને જે ગામે નોકરીએ હાજર થવા જાય તો
“ગામવાળા કોઈ આશ્રમના ઉઘરાણી કરવાવાળા સમજી પહેલેથી જ કહી દે બીજે
 ગામ જાઓ અહી કાંઈ નહિ મળે “. કમળાશંકર બોલે પણ કોઈ સાભળે જ નહિ.
પ્રભુની  વાજતે ગાજતે પધરામણી થઈને અમે જોશભેર આગતા સ્વાગતા કરી .
“ચૌદ ભુવનનો નાથ રણછોડ કૈકના રણ છોડાવવા તત્પર થયા.”
આ માટે મેં પેટલાદના ” કચીન્સ ટેલરીંગ ” વાળા મુકેશભાઈ દરજીનો સંપર્ક કર્યો.
      ” હળવે હળવે આવ્યા છે હરજી ને સામા મળ્યા છે મુકેશ દરજી
        નાથ સાંભળોને મારી મરજી કે કોંગ્રેસ સ્વીકારે તમારી અરજી “
મુકેશભાઈએ સરસ મઝાનું ખાદીનું  બાડિયું ને ટોપી અને ધોતિયું સીવી દીધું.
ભગવાન પીળાં પીતાંમ્બર ને જરકશી જામા ધારણ કરનાર પ્રભુ અદ્લ કોંગ્રેસી
બની ગયા.
     “ધરણીધરે ધર્યું છે ધોતિયું ને ત્રિલોક્નાથના માથે ખાદી ટોપી સોહાય
      બલરામ બંધુએ ભેરવ્યો બગલ થેલો ને કિશન આબેહુબ કોંગ્રેસી દેખાય “
અમારે કોઈ જાતના ખોટા દેખાડા કરી રુવાબ છાટવો નહોતો એટલે ભગવાન
સાથે અમે ગોદડિયા ચોરાના મિત્રો રીક્ષામાં પાલડી  “રાજીવ ગાંધી ભવન ”
કોંગ્રેસ કચેરીએ પહોચ્યા .
ભગવાન કૃષ્ણે મને પૂછ્યું અલ્યા ગોદડિયા આ લોકોની ઓફીસ પાલડીમાં કેમ છે
મેં કહ્યું પ્રભુ આ કોંગ્રેસવાળા છેલ્લા “પંદર વર્ષમાં પા – જેટલું લડ્યા છે એટલે કે
સબળ વિરોધ કરવાને બદલે પા ભાગ જેટલું જ લડ્યા છે એટલે “પા-લડી” માં
ઓફીસ બનાવી છે “
સરસ મજાની ઓફીસ જોઇને ભગવાન પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા. અમને પણ
પ્રથમવાર આવી ઓફિસમાં જવાનો મોકો મળ્યો તેથી અમારા આનંદનો પાર ના
રહ્યો .
અમે અંદર જવા રજા માગી તો પટાવાળાએ અંદર જઇ સરળતાથી મળવાની
વ્યવસ્થા કરી .
મેં તેને ચા પાણીની વ્યવસ્થા કરી તે જોઈ પ્રભુ કહે ” બસ અહિયાં પણ આવું જ
ચાલે છે “
અમે અંદર પ્રવેશ્યા તો શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહેલ,
સિદ્ધાર્થ પટેલ, નરહરિ અમીન, ભરતસિંહ સોલંકી, તૃષાર ચૌધરી,અને ગુજરાતના
કોગ્રેસ પ્રભારી મોહન પ્રકાશ એવા મોટા મોટા ખેરખાંઓ બિરાજમાન થયા હતા.
ભગવાનનો બાયોડેટા જોઈ મોહનપ્રકાશ કહેવા લાગ્યા પ્રભુ આપ વૈકુંઠ છોડી
દ્વારિકાથી ચુંટણી લડી સક્રિય રાજકારણમાં શા માટે પ્રવેશવા માગો છો ? એ બધું
છોડી શા માટે ચુંટણી લડવી છે ?
ભગવાન કહે અલ્યા તમારા મેડમ સોનિયાજી ઈટાલીથી આવી ચુંટણી લડતાં હોય
તો હું તો ચોખ્ખો ગુજરાતી અને દ્વારિકાવાસી છું. મને મારા ગુજરાતમાં ચુંટણી
લડવાનો સંપૂર્ણ હક્ક છે.
મોહનપ્રકાશજી કહે કૃષ્ણભાઈ આ તમારા યાદવોને તમે સ્થળાન્તર કરાવ્યું . એ
લોકો યુપી , બિહાર જઈને વસ્યા.
 ”આ તમારા યાદવોએ  એવો કાદવ કર્યો કે અમે યુપી બિહારમાં સદંતર ધોવાઇ
ગયા.”
શંકરસિંહ કહે પ્રભુ તમારું આમાં કામ નહિ ખંધા ચાલક અને સર્વગુણ સંપન્ન જ
અહિયાં ચાલે.
જુઓને ૨૦૦૯ માં મને ગોધરા બેઠક પરથી લોકસભાની  ટીકીટ આપી હતી.
એમાં અમારા ” કોંગ્રેસી કાગા  અને ભાજપના ભગા “એવા બાટક્યા  કે
“  મને  ” ગો– ધરા ”  કહીને ધરામાં ફેંકી  દીધો કે હજુ મારો ગજ વાગતો જ નથી “
હજુ હું ધરામાં જ પડ્યો છુ હમણાં આ કેમ્પેઈન કમિટીનો ચેરમેન અને દિલ્હીમાં
પ્રવાસનનો ચેરમેન બનાવી જેમ તેમ મેળ  પાડ્યો છે.
અર્જુન મોઢવાડિયા કહે પ્રભુ આપ તો આખા જગતનું સંચાલન કરો છો ખરાના
પક્ષમાં રહો છો
તો આપ અમોને ગુજરાતની ગાદી મેળવવા માટે મદદરૂપ બનો ને ?
કૃષ્ણ કહે “અલ્યા અર્જુન કુરુક્ષેત્રમાં મેં તને ઉપદેશ આપ્યો હતો .હવે તું મને ઉપદેશ
આપે છે ?”
કુરુક્ષેત્રમાં મેં તારા રથના સારથી બની રથ હંકાર્યો ને મારો રથ હંકારવાને બદલે
તું  બાનાં કાઢી રથ ચાલે એ પહેલા જ તું એને ઉતારી મુકવા માંગે છે ?
શક્તિસિંહ ગોહિલ કહે પ્રભુ તમે આ બધી ઝંઝટમાં ના પડશો ?
ભગવાન કહે ભાઈ “તારી પાસે શક્તિ ય છે અને પાછો તું સિંહ છે છતાંય તારું કંઈ
થતું નથી “
સિદ્ધાર્થ પટેલ કહે પ્રભુ મારા પિતાજી જબરા ખેલાડી હતા તોય ફરી સત્તામાં
આવવા ૧૭ વર્ષ લાગ્યા.
કૃષ્ણ કહે ” ભાઈ તે તારી જાતે કાંઈ સિદ્ધ કર્યું જ નથી . ચીમનભાઈ અને
ઉર્મીલાબહેનના નામે જ ચરી  ખાય છે. તારી પોતાની કોઈ સિદ્ધિ છે ખરી ” ?
અને સિદ્ધિનો અર્થ છે ખરો ?
નરહરિ અમીન કહે પ્રભુ મારું નામ પણ નરહરિ જ છે .
પ્રભુ કહે ભાઈ  ” આ  તારી હરી (સળી ) કોઈ જગ્યાએ કામ આવી ખરી ” હા એક
વખત નાયબ બની ગયો.
ભરત સોલંકી કહે પ્રભુ ભરતના  નામથી આ દેશનું નામ પડ્યું છે. એમ મારું નામ
ભરત.
પ્રભુ કહે ભાઈ ” તું તારા બાપા માધવસિંહના નામથી જ ઓળખાય છે . તારી કોઈ
ઓળખાણ બનાવ.”
રેલ મંત્રી છુ તો ગુજરાતમાં વધુ ગાડીઓ દોડે તેવું કંઈ કર ભૈલા ભરત !
તૃષાર ચૌધરી કહે પ્રભુ આ વખત ઘણા ઉમેદવારી માટે થનગને છે આપ આ વખતે
બંધ રાખો .
કૃષ્ણભાઈ કહે ભાઈ “તારા બાપા અમરસિંહ તો ગુજરાતની  ગાદીએ બેઠા પણ
તારે તો ગુજરાતથી ગાડી પકડીને દિલ્હી જ જવાનું. ને મેડમ અને સીનીયરોની
હા માં હા જ ભરવાની બરોબરને “
છેવટે પ્રભુએ કહ્યું સ્વર્ગમાં મારે ઘણીવાર ગાંધીજી ,સરદાર પટેલ  અને
જવાહરલાલ સાથે આ તમારી કોંગ્રેસ વિષે વાતચીત થાય છે તેઓ એ જ
બળાપા કાઢે છે કે અમારી ઉભી કરેલી કોંગ્રેસનું અત્યારે આ નવા સવા
કોંગ્રેસીઓએ ધનોત પનોત કાઢી નાખ્યું છે.
જાવ મારે તમારા પક્ષમાંથી ચુંટણી નથી લડવી.
સાટકો – “સત્તાની સાબરમતીમાં તરી તરીને , નાણાંની નર્મદા તો ઘર ભેગી થઇ
   કારસ્તાનોથી કાવેરી પણ શરમાઈ ગઈ , હજુ ચુંટણી ગંગામાં નહાશો કેટલા ???
================================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s