ગોદડિયો ચોરો…પક્ષીય જથ્થાબંધ દુકાનો
==============================================

ગોદડિયો ચોરો જામ્યો છે . જે શહેરના તળાવે આ ચોરો જામ્યો છે તે જ શહેરના
ધારસભ્યને આ વખતે ભાજપે ઘરનો રસ્તો બતાવી બે ઘર કરી દીધા છે .
કનું કચોલું કહે અલ્યા ગોદડિયા આ બધું શું થઇ રહ્યું છે ?
મેં કહ્યું ભાઈ ગુજરાતમાં ચુંટણીના નગારાં ધમાધમ વાગતાં જ બધા પક્ષોએ દુકાનો
ખોલી દીધી છે અને ટકાઉ સાથે નુકશાની અને વાસી માલ વેચવા કાઢ્યો છે.
નારણ શંખ કહે હવે વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધું જે કહેવું હોય તે કહે ને ?
મેં કહ્યું જુઓ આપણા દેશમાં વર્ષોથી સસ્તા અનાજની રેશનીગની દુકાનો ચાલે છે.
એમાં દરેકને કેવો વાસી નુકશાનીવાળો કે ફેકી દેવા જેવો માલ મળે છે એમ ચુંટણીમાં
બધા પક્ષો “કોઈને ત્યાંથી ઉછીનો લીધેલો વાસી જુનો પડી રહેલો કોઈ ખરીદતું નહોય
એવો માલ વેચવા કાઢે છે “
એમ “ગુજરાતની ગૌરવશાળી પ્રજાને આ વખતે આવા માલમાંથી કેવો માલ ખરીદવો
અને કેટલું મુલ્ય ચુકવવું એ જાતે જ નક્કી કરવાનું છે.”
બધા પક્ષોએ દરેક મથકે દુકાનો શરુ કરવી દીધી છે “ત્યાં બિલબુક લઈને કેટલાય ચમચા
કડછા હલાવવા બેસી ગયા છે તેમની સાથે પાછા પૈસા ગણવાવાળા અને તોલાટ પણ
નવા ઝભ્ભા ચડાવીને બેસી ગયા છે “.
(અહીં બિલબુક પૈસા ગણવાવાળા અને તોલાટ એટલે જીલ્લા પ્રમુખ મહામંત્રી અને સંગઠનના
ચમચા એમ ગણવું ને ૧૮૨ દુકાનો ગણવી )
એમની દુકાનોએ પાટિયાં ને ભાવપત્રક પણ લગાડી દીધું છે. એમાં લખ્યું છે.
” કેટલા ખર્ચી શકશો , બીજાને કેટલા આપશો અને એમાં મારું શું ? એમ બિલબુક બનાવનારા
મચી પડ્યા છે “.
” જો એમની દુકાને માલનો સ્ટોક ખલાસ થઇ ગયો હોય તો પાછા ઓળખીતાની દુકાને
મોકલી આપે છે અને કહે તમે ત્યાં જઈ મારું નામ આપશો. હું ફોન કરીને જણાવી તેમને
જણાવી દઈશ
એટલે તમારા નામનું બીલ (ઉમેવાર ) બનાવી દઈને તમને પહોંચ ( મેન્ડેટ ) ફાડી આપશે. “
માલ વેચ્યા પછી એમની કેટલીક શરતો નીચે મુજબની હોય છે તેનું જેતે બીલ બનાવનારની
મંડળીએ અચૂક પણે પાલન કરવાનું રહેશે. ( બીલ બનાવનારની મંડલી એટલે કાર્યકરો )
(૧) માલ જેવો છે તેવો સ્વીકારી લેવો .
(૨) માલ પરત લેવામાં આવશે નહિ .અને બદલી આપવામાં આવશે નહિ
(૩) અમે જોઈ તપાસી માલ ખરીદ્યો છે એટલે તમારે ચિંતા કે શંકા કરવી નહિ .
(૪) માલ અમારી ખાતરીનો છે . ( અમને વફાદાર છે )
(૫) ઘણી જગ્યાએ બીજી દુકાનેથી આવેલો માલ તમારે ત્યાં મોકલ્યો છે પણ હવેથી એ આપણો
દુધે ધોઈને ચોખ્ખો થયેલો છે એમ સમજવાનું છે .
(૬) આપણા પ્રોડેકટ ( માલ )ને આપણે કોઈ પણ હિસાબે વેચવાનો છે.
(૭) આપણા પ્રોડેક્ટનો જોરદાર વર ગધેડો ( ભૂલ્યો વરઘોડો… જોકે ઘોડા મોંઘા પડે છે
એટલે ગધેડો ચાલશે ) કાઢવાનો છે .
(૮) આપણા માલનું મુલ્ય બીજાના માલ કરતા વધારે ઉપજાવવાનું છે ( કોઈ પણ હિસાબે )
(૯) આપ સહુએ આપણા માલને જનતા બજારમાં ફેરવી ફેરવીને હરાજી કરવાની છે.
(૧૦) બસ આપ સહુ તન મન અને ધનથી ( બધું જ તમારું એમનું કશું નહિ ) આમાં
જોડાવવાનું છે.
હવે આ માલ અંગે પ્રજાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો.
(૧) આ માલ તો વાસી થઇ ગયો છે
(૨) આ માલ આયાતી છે . બીજા પ્રદેશમાંથી આવ્યો છે.
(૩) આ માલ ખરીદ્યા પછી અદ્રશ્ય થઇ જાય છે.
(૪) આ માલ જોઈએ તેવા ગુણ અને ફળ આપતો નથી .
(૫) આ માલ અત્યારે સરળ લાગે છે પણ ખરીદ્યા પછી કાંટા જેવો લાગે છે. ગળે ભરાય છે.
(૬) આ માલ વર્ષો વર્ષ ભારે થતો જાય છે ( ખાયકીમાં જાડો થતો જાય છે ).
(૭) આ માલ વિસ્તાર છોડી ( વિસ્તારનું ઘર ) છોડી બીજે વસી જાય છે.
(૮) આ માલ અત્યારે હાથ જોડે છે પણ પછી કામ અંગે પૂછતાં મુઠ્ઠીઓ વાળી આંખો કાઢે છે.
(૯) આ માલ સરળતાથી મળતો નથી મીઠો લાગતો માલ કડવો થઇ જાય છે.
(૧૦) આ માલ ફોન ઉઠાવતો નથી એમને ઘેરથી આરામમાં છે , બહાર ગયા છે, કામમાં છે
મીટીંગમાં છે વારંવાર ફોન ના કરવો એવા ઉડાઉ જવાબો મળે છે .
જનતાએ આવા બધા માલ ખરીદતાં ( પસંદ કરતાં ) પહેલા ઘણા પાસા વિચારી લેવાની
ખાસ જરૂર છે.
સાટકો –
બેટ કમળ પંજો સાયકલ ને હાથી
કોણ બનશે ભોળી જનતાનું સાથી
વિચારીને દબાવજો મશીનનું બટન
તાધિકારનું પ્રેમથી કરજો જતન
============================================
સ્વપ્ન જેસરવાકર
0.000000
0.000000
Like this:
Like Loading...
Related
આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )
રાજકારણીઓ ભેગા થઈ જશે
તો શું થશે મારૂ ?
સાહેબ
LikeLike
માનનીય કિશોરભાઇ,
આપના પ્રેમ અને લાગણી ભરપુર શબ્દોને સો સો સલામ
આપના શુભેચ્છા સનદેશ બ્દ્લ ખુબ આભાર
LikeLike