ગોદડિયો ચોરો…બાવન લખણો બાંઠીયો..

ગોદડિયો ચોરો…બાવન લખણો બાંઠીયો..
======================================================
ગોદડિયો ચોરો ચર્ચાની એરણે ચઢ્યો છે. આજકાલ ગુજરાતની ચુંટણીમાં ભાગ

ભજવતા પરિબળોની ચર્ચા જામી છે. ક્યાંક  અર્જુન કથા  તો ક્યાંક રામ કથા તો

ક્યાંક સુષ્મા કથા તો ક્યાંક ગડબરી કથાના અધ્યાયો વંચાઈ રહ્યા છે.

પક્ષો ઉમેદવારી માટે નામો પસંદ કરવા બાયોડેટાને ટકોરા મારી ચકાસે છે.

ત્યાં જ કનું કચોલું ને કોદાળો પ્રવેશે છે માથું ધુણાવતા કહે આપણામાંથી કોઈ

ઉમેદવારી કરે તો આપણો અવાજ બધેય સંભળાય.

નારણ શંખ કહે અલ્યા આપણને કોણ ટીકીટ આપશે ?

અઠો ને બઠો કહે અલ્યા ગોદડિયા તું ઉમેદવારી કર . મઝા આવશે.

મેં કહ્યું અલ્યા આપણને ટીકીટ કોણ આપશે ને મત કોણ આપશે ?

ગોરધન ગઠો કહે ” જો ઓબામા ફરી ચુંટાઈ આવતો હોય તો ગોદડિયો કેમ નહિ “

મેં કહ્યું આપણે સર્વ ગુણ સંપન્ન છીએ. આપણને બધા જ ખેલ આવડે છે.

તો ચાલો આપણે બાયોડેટા તૈયાર કરી બધા પક્ષોને મોકલી આપીએ.

ચાલો બધા સાથે મળી ગોદડિયાનો લાખેણો  બાયોડેટા જોઈએ.
નામ= ગોવિંદ ગોદડિયો ( બાવન લખણો બાંઠીયો )

ઉમર = ના પૂછશો ભાઈ જરા જંપો.

અભ્યાસ = ભાગોળ સુધીનું ભણતર

મતદાર યાદી ક્રમાંક= ૪૨૦

લોક મુખે ઉપનામ= રાજકીય સેમ્પલ ( રાજકારણનો નમુનો )

વિશેષ લાયકાત = યાદી ઘણી લાંબી છે.

ગુજરાતના પચાસ વર્ષના ઇતિહાસમાં ૨૫ વાર પક્ષ પલટો કર્યો  છે.

વિધવા બહેને ભાડે આપેલું ઘર ખાલી નહિ કરી પચાવી પડવાનું .

૧૯૬૭  ની ચુંટણી વખતે લાવેલા હારતોરા માટે માળી ધક્કા ખાય છે .

૧૯૭૧ ની ચુંટણી માટે મંડપવાળા ભાડા માટે ટાંટિયા તોડી થાકી ગયા છે.

૧૯૭૨ ની ચુંટણી ટાણે લાવેલા ગોદડાં ને તકિયા વેચી ખાધાં છે .

૧૯૭૫ ની ચુંટણીમાં માઈક સીસ્ટમવાળાનાં ભૂંગળા ઘર વગે કર્યા છે.

૧૯૭૭ ની ચુંટણીમાં ઉઘરાવેલ જનતા ફાળાથી એક વર્ષનું અનાજ ભર્યું છે .

૧૯૮૦ ની
ચુંટણીથી  દારૂ વાળો હજુય ટોણાં મારે છે . નોટો ક્યારે ઢીલી કરશો ?

૧૯૮૫ ની ચુંટણીથી ચવાણાવાળો ઉધારી પતાવવા ચાકુ બતાવે છે.

૧૯૯૦ ની ચુંટણી જીપોવાળા  જીવવા દેતા નથી ( ભાડું નહિ ચુકવવા બદલ )

૧૯૯૫ ની ચુંટણીમાં ગાડીઓમાં પુરાવેલ  ડીઝલ પેટ્રોલના પૈસા ચૂકવ્યા જ નથી.

૧૯૯૮ ની ચુંટણીમાં પક્ષના ઝંડા ને બેનરોથી બંડી ને લેંઘા સિવડાવી દીધા.

૨૦૦૨ ની ચુંટણીમાં પક્ષમાંથી આવેલો આખા જીલ્લાનો ફાળો ઓહિયાં કરી ગયો છું.

૨૦૦૭ ની ચુંટણીમાં ભાડે લાવેલી ખુરશી ટેબલ વેચી દીધા છે.

છેલ્લા પચાસ વર્ષથી પાન બીડીના ગલ્લાવાળા ઉઘરાણી માટે આંટા ફેર કરે છે.

ઉઘરાણી માટે આવેલાને બહાર હોટલે જઈ વાત કરીએ એમ કહી હોટલે લઇ જઈને

એમના જ પૈસે  ચા ને ભજીયાં તોડી ખાવ છું .

વારંવાર ઝઘડા અને દાદાગીરી કરવાનો મહામુલો ગુણ છે.

ખોટું મતદાન કરવવાની મહાન ક્ષમતા ધરાવું છું.

લોભ લાલચ ને ધાક ધમકી આપી મત લઇ શકું છું.

જો આપણી તરફેણમાં મતદાન ના થતું હોય તો ઝઘડો કરાવી મતદાન રોકવી શકું છું.

“ગામ પંચાયતની ચુંટણીમાં ત્રણ “

” તાલુકા પંચાયતની ચુંટણીમાં તેર “

” જીલ્લા પંચાયતની ચુંટણીમાં ત્રેવીસ “
” વિધાનસભાની ચુંટણીમાં તેત્રીસ “

” લોકસભાની ચુંટણીમાં તેંતાલીસ ” જેવા જંગી મત મેળવેલા છે.”

“પોર્ન ફિલ્મો જોવાનો શોખીન છું .” ગમે ત્યાં ને ગમે ત્યારે જોઈ શકું છું.

ગ્રાન્ટ (ફંડ) ઘરમાં જ વહેંચવી એવી અખંડ માન્યતા ધરાવું છું.
તોડ ને ગોટાળા કરવામાં નંબર એક છું.

કચેરીમાં જાઉં તો “ટાંકણીઓ , રબ્બર, ફૂટપટ્ટી ને પેન પેન્સિલ ખિસ્સામાં મૂકી દઉં છું.”

ફાઈલો ફાડવામાં ને માઈક તોડવામાં મારી આગળ કોઈ પણ ના આવે.

જોકે સરકારી મિલકતને પોતીકી ગણી એનું જતન કરું છે એટલે જ

“એસ.ટી ડેપોમાંથી બસ ચોરીને ઘેર લાવી મૂકી છે.”

” રેલવેના પાટા ઘર સુધી નથી નહિતર આખી ટ્રેન લાવી દેત.”

વિધાનસભામાંથી માઈકો કાઢી લઇ વેચવાનો મારો અનુભવ કામ લાગશે.

જમીનો કેમ પડાવવી અને વેચી દેવી એ મને આવડે છે .

જેથી જે પક્ષની સરકાર આવશે તેને મારા અનુભવનો સુપેરે લાભ મળશે.

જરૂર પડે “સચિવાલયનું ફર્નીચર તો શું આખું સચિવાલય વેચી આપીશ “

જેનું લઉં છું એને ક્યારેય પાછુ આપતો જ નથી.

દારૂની ભઠ્ઠીઓ ચાલવું છું.ને દારૂ વેચું પણ છું.

આપણી પાસે “વચનોની વખાર “અને ” લાલચોની લંગાર “ છે.

” જેમ કે, જે મને મત આપશે તેને ચંદ્રપર લઇ જવામાં આવશે “

જીત્યા પછી આપણા મત ક્ષેત્રમા કોઈ ગામનું નામ બદલી “ચંદ્રપર “ કરી દેવાનું .

બસ કે ટ્રક ટેમ્પા ભરી એ ગામે લઇ જવા કે ભાઈ જુઓ આ ચંદ્રપર આવ્યા કે નહિ.

આવા અમુલખ ગુણોને ધ્યાનમાં લઇ જે પક્ષ ટીકીટ આપશે એનો હું આભાર માનીશ .

આવો ” બાવન લખણો બાંઠીયો “ નમુનો તમને દીવો લઇ શોધ્યો નહિ જડે.
 ” સીમમાં સુઈ રહું છું ને નહેરમાં નાવું છું

ઉઘરાણીવાળાના ખર્ચે જ હું પણ ખાવું છું “
વહેલો તે પહેલોના ધોરણે જલ્દી નીચેના સરનામે સંપર્ક સાધવો.

ગોવિંદ ગોદડિયા ઉર્ફે પોલીટીકલ સેમ્પલ

ચોર પરા ચકલું

ગાંઠીયા ગલી . બેવડા નગર, ૦૦૦૪૨૦

તાલુકો – જુઠાણા . જીલ્લો -ફેંકુપુરા
સાટકો-

” આપી વચન પૂરાં ના કરું મને શી ફિકર છે આપની

જીતી ગયા પછી પાંચ વર્ષ મારે ક્યાં જરૂર છે આપની “
================================================

સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s