ગોદડિયો ચોરો…મળશે ઉમેદવારો..હાસ્ય કટાક્ષ

ગોદડિયો ચોરો…મળશે ઉમેદવારો..હાસ્ય કટાક્ષ
==================
==================
ગુજરાતના ચુંટણી  યુદ્ધક્ષેત્ર વિષે બંને સેનાઓ શસ્ત્ર સરંજામ સજાવી આમને
સામને આવી ગઈ છે . કોઈ તલવાર તો કોઈ ભાલા કોઈ તીર કામઠા તો કોઈ
બંધુક ને કોઈ મશીનગન સજાવી રહ્યા છે.
બન્ને સેનાઓ જીતવા આરપારની લડાઈ લડવા શક્ય એટલા બધા જ દાવ પેચ
અજમાવી રહી છે એટલા માટે બંને પક્ષો જીત પાકી કરવા અને બીજાને પછાડવા
અવનવી રમતો રમી રહ્યા છે. બન્ને પક્ષો અપક્ષ ઉમેદવારોની શોધ ચલાવે છે.
અમે છેલ્લા પાંચ વર્ષથી  “કલંક ઉમેદવાર કંપની “ચલાવીએ છીએ.
“કનકપ્રસાદ લંકાપ્રસાદ કરવતીયા  “  એટલે જ   “કલંક ઉમેદવાર કંપની “
“અમારા  બાપા લંકાપ્રસાદે એમના નામ પ્રમાણે હનુમાનજીની જેમ ચુંટણીમાં કૈક
મહારથીઓની લંકા બાળીને ખાખ કરાવી નાખેલી એટલે એમના આ મહાન કાર્યની
યાદગીરી રૂપે અમે પણ તેમના પગલે ચાલી બીજાને હરાવવા તાલીમ પામેલા
ઉમેદવારો પુરા પાડી તેમના મહાન કાર્યને આગળ ધપાવીએ છીએ. “
એમેય અમારી  અટક પણ જેમ કરવત લાકડાને વાઢી બે ટુકડા કરે છે તેમ કરવતના
ગુણ પ્રમાણે અમે પણ સબળ ઉમેદવારના મત વાઢવાનું કામ કરીએ છીએ.
દૈનિક પેપરમાં અમોએ જથ્થાબંધ ઉમેવારો મળશે એવી જાહેરાત આપી હતી.
બંને પક્ષો અમારો સંપર્ક સાધી રહ્યા છે .
અમારી પાસે કેળવાયેલા સશક્ત અને મતમાં મોટા પ્રમાણમાં ઉથલપાથલ કરી
શકે એવા નામાંકિત  ઉમેદવારો છે.
“એય ગોદડિયો તો ઉમેદવારો વેચવાને ચાલ્યો
દરેક મત વિસ્તરે સાદ જ પાડે કોઈને જોઈએ ઉમેદવાર
નવ લખા દશ લખા હજાર લખા ગુણોનો ધરાવે
ઘરમાં કદીય બોલ્યા નહોય એવા ભાષણો ધધડાવે
કોંગ્રેસને કચડવાના તો એંશી લાખ જ થાયે
ભાજપને ભગાડવાના પણ એંશી લાખ જ થાયે
જોઈએ ૧૦નુ પેકેટ તો ખાસ વળતર મળી જાયે
જથ્થાબંધ જોઈએ તો ભાવમાં ફરક પડી જાયે.”
આ બન્ને  પક્ષે અમને પૂછાવ્યું છે  કે ભાઈ મોંઘવારી અમને મતદાનમાં ના નડે
અને અમારી નૈયા પર પડે તવા ઉમેદવારોની યાદી અમને બતાવશો.
મેં કહ્યું હા ભાઈ…હા બધી જ સમસ્યાના ઉકેલ અમારી પાસે છે. જુઓ થોડાં નામ .
કનું કચોલું … બાબુ બાટલી …શનો શીશી… પોપટ પરધાન…ડાયો ડુંગળી…રમણ રીંગણી
પરભુ પેટ્રોલ …દીનું ડીઝલ…મનુ મૂળો  બચું બટાકો…નારણ શંખ…ગોરધન ગઠ્ઠો
રમણ રોટલી…ભગુ ભાજી…ખીમજી ખાંડ… ચંદુ ચોટલી…ઘનુ ગોટલી…ભાવિન ભાત
પશો પરવળ…કરશન કોયલો…નીતિન નવટાંક…નરોતમ નાળીયેરી…વિજય વાસી દાળ
ચીમન ચડ્ડી…બબલ બેટરી…બીપીન બાજરી…દીપો દાંતી…પુનમ પ્લાઉ….ત્રિકમ ટ્રેક્ટર
ભુપો ભોંય ચકરડી…ધનસુખ ધમાલ…નીતિન ગરબડ ગોટા…ગૌતમ ગૌચર…લલ્લુ લાંબો
અનીલ ઓડિયો…મુકેશ મુખવાસ…અંબુ આડો અને ખાસમ  ખાસ એટલે  ગોવિંદ ગોદડિયો…..
આ બધા નમૂનાઓ બેકાર અને ઘેર ભારે પડે એવા છે એટલે એમની પત્નીઓએ આ ચુંટણીના
ચમકારે  ચઢી બે પૈસા કમાવાય એટલે અમને ઉમેદવાર તરીકે ભાડે આપેલા છે.
એક જાણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ચુંટણી છે એટલે ભાષણ કરવું પડે એમને ફાવશે.
મેં કહ્યું ” આમ તો એમને ઘેર બોલવાનું મળતું નથી અને અહિયાં તો ભૂંગળું જોઇને એવા બરાડશે
કે લગ્ન જીવનમાં બંધને બંધાયા પછી પંદર દિવસ સતત એટલું બધું બોલશે કે પાંચ પંદર વર્ષનું
સાટું વળી દેશે . એમને પણ જીવનમાં બોલવાનો ભડાશ કાઢવાનો મોકો મળશે બસ તમારે
ભાષણ પહેલા એમને સમજાવી દેવાનું કે સામે તમારી પત્નીનો સગો ઉભો છે એટલે બોઇંગ જેટની
જેમ ૮૪૦ માઈલની ઝડપે ભાષણ ઠોકશે “
ત્યાં એક ભાઈ કહે એ તો સમજ્યા પણ સ્ત્રી ઉમેદવારો પણ થોડા ઘણા જોઇશે ને ?
દેવિકા દાળ…મેના માટલી…મંજુ મેથી…દાની દુધી…બચી બુચી…કંકુ કારેલી…ધની ધૂણી
કાન્તા કટલેસ… કરીના કોકમ…આનંદી ઓંણ સાલ… ચંદ્રિકા  ચુડેલ… ભાવના ભૂતડી
અમારી શરતો અને નિયમો નીચે મુજબ છે.
ઉમેદવાર ટકોરા મારી જોઈ તપાસીને લેવો. પાછળથી કચકચ નહિ ચાલે.
ઉમેદવારીની કિમત પ્રમાણે નાણાં રોકડમાં પ્રથમ ચૂકવવાના રહેશે.
જથ્થાબંધ ઉમેદવારો માટે ખાસ વળતર મળશે.
ઉમેદવારનાં કપડાં બુટ ચંપલ ટોપી કે પાઘડી વિગેરેનો ખર્ચ જે તે પક્ષના માથે રહેશે.
ઉમેદવારને વાહન પેટ્રોલ ખાણી પીણીનો ખર્ચ ભાડે લેનાર પક્ષે ઉપાડવાનો રહેશે.
ચુંટણી પછી ઉમેદવારને સાજો સમો તેજ તરાર સ્વરૂપે પરત કરવાનો રહેશે.
ઉમેદવારે આપેલા વચનો કે વાયદા માટે ઉમેદવાર કે અમો બંધાયેલા નથી .
ઉમેદવાર લીધાની અને પરત આપ્યાની પાકી રસીદ જે તે પક્ષે અમને અને ઉમેદવારના
ઘરના  માણસોને આપવાની રહેશે.
ઉમેદવારને ચુંટણી દરમ્યાન ગોબો પડે કે કઈક થાય તે તમામનું સારવાર ખર્ચ ભાડે લેનાર
પક્ષે ચૂકવવાનું રહેશે.
ચુંટણી દરમ્યાન ઉમેદવારના કપડાં ફાટી જાય તો જે તે પક્ષે નવાં સિવડાવી આપવાં  પડશે.
જો ઉમેદવાર સામેવાળા ઉમેદવાર કે પક્ષ સાથે અંગત સમજુતી કરી નાણાં લઇ બેસી જાય કે
ફોર્મ પરત ખેચી લે તો અમો જવાદાર નથી………… કેમ કે……………………………….
જો બધા પક્ષો જીત્યા પછી બેફામ ભ્રષ્ટાચાર કરી નાણાં ભેગા કરતા હોય તો અમારા આપેલા
ઉમેદવાર પણ બે પાંદડે થઇ થોડા ઘણા પૈસા ભેગા કરી લે તે કાંઈ અજુગતું નથી.
સાટકો—
” ભ્રષ્ટાચાર એ તો  આપણો જન્મ સિદ્ધ  હક્ક છે અને કર્તવ્ય છે “
“કારણ કે જન્મની મીઠાઈ વહેચાય અને જન્મની નોધણીની ફોર્મ ફી ભરવી  પડે
એટલે માનવ જન્મતાંની સાથે જ ભ્રષ્ટચાર શરુ થઇ જાય છે.એટલે જ  “જન્મ સિદ્ધ હક્ક “
===================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s