ગોદડિયો ચોરો… ” કોદરા લાવું કે કોદરી “

ગોદડિયો ચોરો… ” કોદરા લાવું કે કોદરી “
===================================================
મિત્રો હમણાં કોમ્પ્યુટરમાં ખરાબી હોઈ આપના બ્લોગમાં આવી શક્યો નથી .
મારા બ્લોગમાં બે ” ગોદડિયા ચોરાના હપ્તા ને કાવ્ય ” કેજ્યુલમાં મૂકી દીધા
હોઈ પ્રગટ થશે . જલ્દી મારું કોમ્પ્યુટર વર્ક કરતુ થઇ જશે એવી આશા છે .
આપ સર્વેની ક્ષમા યાચના સહ…..
=======================================================
ગોદડિયો ચોરો જામ્યો છે . જાત જાતની યાત્રોનું જોર જામ્યું છે .
ભદો ભૂત માથું ધુણાવતો પ્રવેશ કરે છે . બિચારો બાપડો થઇ ગયો છે.
મને કહે અલ્યા ગોદડિયા પેલું તું ” કોદરા લાવું કે કોદરી “ એ વાત કહેવાનો
હતો એ મને વિગતવાર સમજાય.
મેં કહ્યું ભાઈ આ એક કહેવત જેવું છે અને સત્ય ઘટના છે. પેલી કહેવત તો
તમે સાંભળી જ હશે કે
” અમલદારની આગળ નહિ ને ગધાડાની પાછળ નહિ “
એ બેય વારંવાર લાત જ મારે એવી આ વાર્તા છે.
“આ વાર્તા લગભગ  ૧૯૫૫થી  ૧૯૫૭ની આસપાસની છે “.
આણંદ જીલ્લામાં  પેટલાદ તાલુકો આવેલો છે . જોકે તે સમયે ખેડા જીલ્લો હતો.
પેટલાદમાં એક મિલ માલિકે બનાવેલ ટાવર હજુ પણ આજની તરીકે હયાત છે .
તે ટાવર પાસે એક  મોટી ડેલી  ” (અત્યારે જેમ વિલા કે બંગલો હોય છે તેમ )”
હતી.
એક વિશાળ જગ્યામાં પથરાયેલી ડેલી બે માળની હતી . સુંદર કોતરાયેલ મોર
અને બીજા પક્ષીઓ તેમજ લાકડામાં અલભ્ય કોતરણી હતી.
ડેલીમાં પ્રવેશવા એક મોટો દરવાજો જતો.ત્યાં” મગનભાઈ જોરાભાઈ પટેલ”
રહેતા હતા .
બધા ગમ્મતમાં એમને “  મજો પટેલ “ કહેતા. આમ હતા તો ખુબ દયાળુ ને ભક્તિ
ભાવથી ભરેલા. ખુબ મોટા જમીનદાર પણ હતા.
શરીરનો  બાંધો પડછંદ . છએક ફૂટની ઉંચાઈ ભરાવદાર ચહેરો ને લીંબુની ફાડ
જેવીમોટી આંખો અને મોટી જાનદાર શાનદાર એવી મૂછો.
આ મગનભાઈની કાણીસા ગામે ઘણી જમીન આવેલી હતી . પેટલાદથી  ધર્મજ
ચોકડીરહીને વિરસદ , બામણવા પછી જલુંધ પીપળોઇ આવે ત્યાર પછી અડધો
કિલોમીટરજાવ તો કાણીસાનું પાટિયું આવે ત્યાંથી ત્રણેક કિલોમીટર ચાલો તો
કાણીસા ગામ આવે. ખંભાત ત્યાંથી  છએક કિલોમીટર  દુર આવેલું છે .
આ કાણીસા ગામમાં પેટલાદના મજો પટેલની ઘણી બધી જમીન આવેલી હતી .
કાણીસા ગામના ખેડૂતોને જમીન ખેડવા માટે આપેલી છે. વરસાદ ઓછો પડે
એટલે તે સમયેઓછા વરસાદમાં પાકતો પાક એટલે કોદરા .” રાઈના દાણા જેવા
કોદરા આમ તો છીંકણીરંગના હોય પણ તેને ભરડવામાં આવે તો સફેદ કલરની
કોદરી નીકળે “.
“ડાયાબીટીશના રોગવાળા હાલ પણ કોદરીનો ભાત બનાવી જમે છે.
કોદરા દિવાળીની આસપાસ વાવી દેવામાં આવે છે ને લગભગ હોળી ધુળેટીના
સમયે પાકે છે.ધોમ ધખતા તાપના સમયે કોદરા પાકે એટલે લગભગ ઢીંચણ
સુધી તેનો છોડ થયા તેને કાપીલેવામાં આવે ટોચના છેડે ડાંગરની જેમ કોદરાની
લહેરખી  લાગેલી હોય છે .
તે સમયમાં ટ્રેક્ટર કે બીજી સુવિધાના અભાવે તેનો બળદ ફેરવીને પગર કરવો
પડે.
” પગર એટલે કોદરાના ઘાસ ને કઠણ જમીન ઉપર પાથરી ચાર પાંચ કે છ
બળદોને સાથો સાથ બાંધી ગોળ ગોળ ફેરવવામાં આવે . બળદના પગની
ખરીઓથી ઘાસથી  કોદરા છુટા પડે “.
આમ આખી રાત બળદો ફરે ને વહેલી સવારે ઘાસના ચિપ ખેંચી લેવામાં આવે તો
નીચે કોદરા પડી રહે . કોદરા બાજુ પર કાઢી ફરીથી ઘાસ ઉપર બળદો ફેરવવામાં
આવે ને ફરી તેજ ક્રિયાદ્વારા કોદરા કાઢવામાં  આવે ને ચાદર બાંધી ઉપણવામાં
આવે જેથી કચરો અને ધૂળ ઉડી જાય.
” ગોદડીયાજી ને આ બધી પગર, ઉપણવા જેવી  પ્રવૃત્તિ જાતે કરી ચુક્યા હોઈ જાત
અનુભવ છે ”
હવે ઉનાળાનો  દિવસ હોય ગરમી અસહ્ય હોય ધૂળ જેવી રજોટી ઉડતી હોય ખેડૂતો
બીમાર થઇ જાય એ સ્વાભાવિક છે.
હવે કાણીસા ગામના ખેડૂતોને પોતાનો ભાગ કાઢી લઈને કોદરા ગાડામાં ભરીને
પેટલાદમાં મજો પટેલને ઘેર નાખવા જવું પડતું.
કાચા રસ્તા ધૂળિયા ને ખાડા ટેકરાવાળા રસ્તા હોય તો પેટલાદ જતા લગભગ
એક દિવસ થઈ જાય.
“ગોદડિયો ૧૯૭૨માં ગાડું લઈને ખંભાત ગયેલ ત્યારે પેટલાદથી ખભાત જતાં
છએક કલાક લાગેલા.”
એક ખેડૂતો પગરની ધૂળ ને આકરા તાપથી બીમાર થઇ ગયા હોઈ  એ મનોમન
ભાંગી પડ્યા હોય પણ” બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે “ એ ન્યાયે મૂગે મો બધા
સહન કરતા હતા.
ગામના ત્રીસેક ખેડૂતો આ અંગે શું કરવું તે અંગે ભેગા થઇ વિચાર  કરતા હતા .
ત્યાં કાણીસા ગામનો વાળંદ શનો આવી ચડ્યો . બધા એને ” શનો સલેપાટ “
કહેતા.
બધા ભેગા મળી ચર્ચા કરતા હતા ત્યાં આવીને શાનો સલેપાટ કહે બાપુ શેની
ચિંતામાં છો ?
બધા કહે આ માંદગી  ને બળદો પણ થાકી છે . આ કોદરા પાછા પેટલાદ નાખવા
જવાનું !
શનો સલેપાટ કહે બાપુ એમાં શું હું પેટલાદ જઈશ ને  કઈશ પણ
“મારું કૈક કરો તો હું જઈને કઈ આવું કે કોદરા જોઈએ આવીને લઇ જજો “
બધાય ખેડૂતો કહે જો તું જઈને કઈ આવે તો બધાય તને બબ્બે મણ કોદરા
આપીશું.
શનો સલેપાટ તો મનમાં હરખાઈ ગયો ને વિચારવા લાગ્યો ” અધધ આટલા
બધા કોદરા” !!!!!
એતો  ઘેર જઈને એની સંતુડીને કે’વા લાગ્યો ‘ આપણો દન ફરવાનો છે .” હાઈઠ
મણ કોદરા આવશે”
સંતુંડીએ ઢેબરા ગોળનો ગઠ્ઠો ને ડુંગરીનો ડટ્ટો લૂગડામાં બધી દીધો. શનાને આખી
રાત ઊંઘના આઈ .
  ” હવારે વે ‘ લો મ્હરકે એણે બેએક વાગે તો પેટલાદની વાટ પકડી.”
શાનો સલેપાત જયારે પેટલાદ પહોંચ્યો ત્યારે  બપોરનો એક વાગી ગયો હતો.
શનો જયારે મજો પટેલની  ડેલીએ  પહોચ્યો ત્યારે બાપુ જમીને આરામ
ફરમાવતા હતા.
નોકરો ને પૂછ્યું કે બાપુ ક્યારે જાગશે તો જવાબ મળ્યો સાંજના ચારેક વાગે બાપુ
જાગશે.
શનો તો ઢેબરા ગોળ ને ડુંગળી ખાઈ પાણી પીધું ને બજારમાં લટાર મારવા
નીકળ્યો .
ઢબુ પૈસાનાં ભજીયાં લઇને તોડી ખાધાં. ટાવરમાં સાડા ત્રણ નો ટકોરો પડતા
કોઈને ટાઇમ પૂછી
મજો પટેલની ડેલીએ આવા નીકળ્યો.
કુદરતનું કરવું કે બાપુ જાગીને ઉપલી મેડીએથી મોઢું ધોતા હતા ને કોગળા કરતા
હતા.
તેજ  સમયે શનો ડેલી ઉધાડી  અંદર પ્રવેશ્યો અને આજુબાજુ ઉપર નીચે
ડાફોળીયાં મારવા લાગ્યો.
આ નવતર પ્રાણીને જોઇને બાપુ એકદમ તાડૂક્યા .
“કોણ છે લ્યા તું ?   કેમ આમતેમ ડાફોળીયાં મારે છે ?  કેમ આવ્યો છે ?  શું કામ છે ? “
આમતો બાપુનો કરડાકી ભર્યો ચહેરો અને લાલઘુમ આંખો ને મોટી મૂછો જોઇને
શનો ગભરાયો .
શનો સલેપાટ કહે ” બાપુ હું  કોણીહેથી આયો સુ પૂછવા કે “,    “કોદરા લાઈએ કે
કોદરી “
બાપુ કહે ગધેડાઓ ” અહીં કોણ ભરડવા નવરું છે જાવ  હવેથી કોદરી જ લાવજો “

 

શનાને થયું કે “મારું વા’લુ આતો જબરું થયું ન્યાં  કોદરા નઈ મળે ને કોદરીનું
જાણી મારું આવી બનશે “
શનો તો ફફડતા હૈયે કાણીસા ભેગો  થઇ ગયો પણ ગામમાં રાતના અંધારામાં
પેસી ગયો .
બે દિવસ થયા પેલા ખેડૂત પટેલો ભેગા થઈને વિચારે કે આ શનો સલેપાટ દેખાણો
નહિ .
.
ત્યાં ગામનો રાવણીયો ( જુના જમાનામાં મુખી કે સરપંચ પંચાયતમાં નોકરીએ
જેને રાખે તેને રાવણીયો  કહે આજે હવારે મેં એને જંગલ ( જુના જમાનમાં ગામના
ખેતરો  કે બાવળીમાં સંડાસ જવાની ક્રિયા ) જતાજોયો હતો. બે દિવસથી આવી
ગયો છે. ગામના પટેલો રાવણીયાને કહે જા એને અત્યારે જ ઝાલી લાવ .
રાવણીયો શના સલેપાટ ઘેર ગયો ને બુમ પાડી તો શનો કોઠીમાં ભરાઈ ગયો
હતો.
સંતુડી કહે “કાલના આયા તારના મૂંગા મંતર થઇ ગયા છે ને વારે વારે રડવા
જેવા થઇ જાય છે” !!!!!!!!!!!
રાવણીયો શનાને પકડીને ગામના ચોરે લાવ્યો.
બધા પટેલોએ પૂછ્યું શના કાલનો આવ્યો તો સમાચાર આપવા દેખાયો કેમ નહિ
શનો પોક મુકતો જાય ને કહેતો જાય ” બાપુ એ મોટા બાપુએ તો ભારે કરી હોં  કહે
કોદરી મોકલજો “
પટેલો કહે એમ કેમનું થયું શનો કહે ” હું  ડાફોળિયાં મારતાં ડેલી ગયો ને બાપુ
હમજ્યા કે કોઈ ચોર છે “
એમને મને” હત્તર હવાલો કર્યા. કેમ આયો લ્યા ?” કોણ છું ? શું કામ છે ? ડાફોળિયાં
કેમ મારે છે ?”
હું ગભરાય જ્યો ને મારાથી બોલી ગયું “બાપુ કોદરા લાવીએ કે કોદરી એવું મને પૂછવા મોકલ્યો  છે “
ગામના પટેલોએ બે બે તમાચા શના સલેપાટને ઠોકી દીધા . ને બધા એક સાથે
બોલી ઉઠ્યા.
“અલ્યા અમે વળી તને ચ્યોં  આ પૂછવા મોકલ્યો ”
“દર વર્ષે કોદરા નાખી આવતા હવે દર વર્ષે કોદરા ભરડાવી કોદરી મોકલવાની થઇ અક્કલના ઓથમીર “
” આના  કરતાં તને ના મોકલ્યો હોત તો હારું થાત “
જો કોઈ કામ અંગે કોઈને મોકલવાનો થાય તો સમજુ ને વિચારવંત માણસને
મોકલવો .
એમ તારે મીટીંગમાં  બધાયની  જેમ હાહો જ કરવાની  હતી મોટા ઉપાડે પાંચસો
માણસો લાવીશ એવું કહેવાની જરૂર નહોતી. સમજ્યો ?
ત્યારથી એક કહેવત ઉભી થઇ કે ” કોદરા લાવું કે કોદરી “ એમ પૂછવું નહિ .
કોદરા  જ મોકલી દેવાના .
એમને ભરડવા હોય તો ભરડે નહિ તો જખ મારે .

 

હાટકો –    “  અધિકારીની આગળના જઈએ એ કલમના ગોદાથી કરે વાત
                    ને પ્રધાનોની પાછળ નહિ એતો  મત લીધા પછી મારે લાત “
=======================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s