ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)

ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)
=====================================================
ગોદડીયો ચોરો
શિયાળાની હાડ ખખડાવતી ઠંડીમાં ચોરાની ચર્ચા ક્યારેક ગરમી લાવી દે છે.
આજે પણ ચોરામાં ચર્ચાનો મુદ્દો પાકિસ્તાન દ્વારા આપણા નવજવાનોની કરાયેલી
નિર્મમ હત્યા અને દેશભરમાં લોકજુવાળમાં જાગેલ આક્રોશનો હતો.
હું નારણ શંખ ગોરધન ગઠો કનું કચોલું અઠો બઠો જામેલા ત્યાં જ કોદાળાજી સાથે
નવીનતમ પ્રાણી પ્રવેશ્યું .
કોદાળોજી કહે  આ ” ચંબુ કાકા “છે   “ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા”
કોદાળો કહે આ ચંબુ કાકા ગામડાના રેવાશી ( રહેવાસી )છે પન અમેરિકા ઓસ્ટ્રેલીયા
કે ઈંગ્લેડના  પરધોન મંતરીને ( પ્રધાન મંત્રી) હલાહ (સલાહ) દે એવા છે
એ પોતાને ” સી. બી. આઈ .” કહેવડાવે છે . ” ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા “
ચંબુ કાકાએ બેઠક લેતા જ એમની ભાષામાં દુહો લલકાર્યો .
” બે લુંગી એક ચોરણો એક પેન્ટ ને એક પેરે હાડી
  ખરા ટોણે કોમ ના આવે ઉભા રે તાલિયો પાડી “
 ( ટોણે = ટાણે,,,, કોમ =કામ )
કો ( કહો ) જોય (જોઈ )  ચઈયે ( કંઈએ ) હમજાયું ( સમજાયું )
બધા બોચી ખણજોળવા લાગ્યા . ત્યાંજ એ બોલ્યા આ લ્યા શેરમાં ( શહેરમાં )  રઈ ( રહી)
ભની ( ભણી ) ગની ( ગણી ) મોટા થયા “તોય ડોબાના ડોબા જ રહ્યા “
“અલ્યા પેલો હિદ્મ્બરમ ( ચિદમ્બરમ)ને ઓલ્યો એથોની ( એ.કે .એન્થોની ) બે લુંગી.
ને ઓલ્યો મોહન ( મનમોહન ) ચોરણો, ઓલ્યો હિંદે ( શિંદે ) પેન્ટ ને હોનીયા ( સોનિયા) સાડી.”
ઓલ્યો પાકીસ્તોનીઓ  ( પાકિસ્તાની ) “મારા હાળા અવરચંદાં કરે સે ત્યોં  ઈવડા વાતો કરે છે “.
અલ્યા કોકની લાલ બાદુર ( લાલ બહાદૂર ) ને  એન્દીરાજી ( ઈન્દિરાજી) જેવી સાતી ( છાતી )
ને પાકો વસવાસ ( વિશ્વાસ ) હોવો જોઈએ તો એમને ખબર પડે.
 “  જમાઈ ભૂતનો મહેંદી  અશરફ ડફરફ  સાથે ના રહેશે કીયાંયની
ઉઠશે  આંધી હિન્દુસ્તાનમાંથી ને  પાકશે બીજી ઇન્દિરા ભવાની “
હમજાયું લ્યા આ એનદીરા બોન ( ઇન્દિરા બહેન ) જેવી ભવાની પરધોન મનતરી કોક
આવશે ત્યારે “જમાઈ ભૂતનો ( ઝરદારી ) મહેદી ( હીના રબ્બાની ) અશરફ ડફરફ ( રાજા
પરવેઝ અશરફ ) પાકિસ્તાનના વડા પ્રધાન  સાથે કીયાંયની ( જનરલ કિયાની ) ક્યાંયના
નહિ રહે.”
આ બે દાડા ( દિવસ ) ગતા ( ગયા ) અજુ ( હજુ ) તો રીપોટ ને વાતોના વડાં કરે છે “તાલી
પાડુઓ “આલ્યા બરધ્યા ( બળદિયા ) જો હરહદ ( સરહદ ) પર ” પેલા હૈદ (સઈદ ) હાફીઝ જો
હરહદે આયો( આવ્યો)
અતો ( હતો) તો એને ગોરી ( ગોળી ) કે એક રોકેટથી ઉડાઈ દીધો હોત તો કાયમની ઝંઝટ
મટી જાત !”
કનું કચોલું કહે જયારે પાકિસ્તાનના પ્રમુખ, વડા પ્રધાન કે વિદેશ મંત્રી જયારે વાટાઘાટો
માટે જયારેભારત આવે છે ત્યારે ” કાશ્મીરના અલગતાવાદી તત્વો જેવા કે હુરીયત કે
બીજાની મુલાકાત લે છે.”
“ભારતના દોઢ ડાહ્યા નેતાઓ પાછા એ ભારતના જમાઈ રાજા હોય તેમ અજમેર, આગ્રા,
લખનઉ જેવા શહેરોમાં ફેરવે છે.”
મેં કહ્યું ભારતના નેતાઓએ એમને એવી તમાચ મારવી જોઈએ કે એમની નાની યાદ આવી
જાય.
એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે “અહીં  વાતચીત માટે આવ્યા છો નહિ કે તમારા
ચમચાઓની જાનમાં. તમારે ફક્ત અમારી સાથે જ વાત કરવાની છે . બીજા કોઈને તમારે
મળવાની જરૂર જ નથી .
વાતચીતનો દોર કરવો હોય તો રોકાવ નહિ તો ધોયેલા મૂળા જેમ પાછા જાવ “
આજના નેતાઓને “જેમણે ભારતની આન બાન શાનને સૂર્યની જેમ ચમકાવી અને
પાકિસ્તાનને ૧૯૬૫ના યુધ્ધમાં લાહોર સુધી ધૂળધાણી કરી નાખ્યું હતું તેવા ભારત
ભડવીર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીની આજેપુણ્ય તિથી છે તો આજના દિવસે અડગતા પૂર્વક
નિર્ણય લઇ પાકિસ્તાનને પાઠ ભણાવવોજોઈએ.શાસ્ત્રીજીને સાચી શ્રદ્ધાંજલિઆપવીજોઈએ.”
આજના નેતાઓને ૧૯૬૭ માં રજુ થયેલી મનોજકુમાર દ્વારા દીર્ગદર્શિત ફિલ્મ ” ઉપકાર ”
બતાવવી જોઈએ.એમાં સ્વ.લાલ ભાદુર શાસ્ત્રીજીએ  સંસદમાં આપેલું વક્તવ્ય બતાવવું
જોઈએ. એમાં શાસ્ત્રીજી કહે છે કે……….
” શાંતિકા મતલબ બુઝ્દીલી નહિ હો શકતા . હથીયારોકા જવાબ હથીયારોસે દિયા જાયેગા “
” હમ ઈંટકા  જવાબ પત્થરસે દેંગે લેકિન ભારતકી સાર્વભોંમિક્તાકો ઝુકને નહિ દેંગે “
આ શબ્દો હતા દેખાવમાં વામન પણ વિરાટ નિર્ણય શક્તિ ધરાવનાર સ્વ. લાલ બહાદૂર
શાસ્ત્રીજીના .
અઠો કહે આલ્યા ભાજપ સતા પર હોત તો શું કરત .?
મેં કહ્યું ભાઈ એય સત્તા પર હતા ત્યારે ૨૦૦૧ માં સંસદ પર હુમલો થયો હતો
બસ  ” આરપારની લડાઈ આરપારની લડાઈ એમ બસ વાતો કરતા રહ્યા ને સતા રૂપી
સ્વયંવરમાં એમની સતા ૨૦૦૪ માં પાર થઇ ગઈ. મતલબ કે સતા વિહોણા થઇ ગયા.”
” સતા કિસીકી ભી હો લેકિન સતાયી જાતી તો આખિર જનતા હે “
ત્યાંજ ગોરધન ગઠો કહે અલ્યા આ વર્ષે પાકિસ્તાનમાં ચુંટણીઓ આવે છે એટલે ભારત સાથે
અડપલાં કરીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ચુંટણી જીતવી છે અને એમાં ભારત સરકાર
સહયોગ કરી રહી હોય
એવું ય બને પછી જયારે ૨૦૧૪ માં ભારતમાં ચુંટણી આવે ત્યારે પાકિસ્તાન સહકાર આપે.
ભાઈ આ તો કારણ વગરનું રાજકારણ કહેવાય. ક્યારે કોણ ક્યાં ને કોની બાજુ તે કહેવાય
નહિ.!!!!!!!!!
હાટકો–
મેરે  ગુલિસ્તાંકે હોઠોસે છીન લે હંસી જો ,
કિસી બમમેં ઇતની તાકત…… કભી ના થી …..ના  હે …… ના હોગી
=========================================================================
સ્વપ્ન જેસરવાકર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s