ગોદડિયો ચોરો…કવિરાજ કે કપિરાજ

ગોદડિયો ચોરો…કવિરાજ કે કપિરાજ
===========================================
ગોદડીયો ચોરો
ગોદડિયો ચોરો જામ્યો છે. ચોરાનાં બધાં પાત્રો દેશ દુનિયા કુંભ મેળાની
રસિક ચર્ચાના ચક્ડોળે ચઢ્યા છે. હું આજે જરા મોડો પડ્યો હતો.
મેં ચોરામાં પ્રવેશ કર્યો તો ચર્ચા બંધ થઇ ગઇ ને બધા મારી સામે જોઇને
હસવા લાગયાં.
કનુ કચોલું કહે અલ્યા ગોરધન ગઠા ક્યારનાય બબડ્તા હતા તે બોલોને
આ ગોદડિયો આવી ગયો છે.
કોદાળૉજી કહે જો “ગોદડિયા રોજ તુ બબડીગ એન્ડ હમ સબ સુનિંગ આજ
હમ બોલીંગ એન્ડ યુ સાંભળીગ .”  હમજ્યો ગોધરિયા.
એટ્લામાં ધ્રુત્રરાષ્ટ કહે અલ્યા ” તું કવિરાજ છું કે કપિરાજ “
મેં કહ્યુ ભાઇઓ હું તો મહાસાગરમાં નાનું સરખું ટીપું છું
” અનેક મહાન કવિઓ અને લેખકોથી સમગ્ર જગત ભરેલું છે.”
ભદો ભુત કહે અમે તો ફક્ત તારા જેવા કવિઓની વાત કરીએ છીએ.
મેં કહ્યુ પણ આમાં ” કપિરાજ એટ્લે વાંદરાં “ ક્યાંઆવ્યાં.
નારણ શંખ કહે જો ભાઇ જેમ કપિરાજ એક ઝાડથી બીજે ઝાડ એક ડાળથી
બીજી ડાળ કુદે એમ તમે કવિઓ કુદો છો.
મેં કહ્યું ભાઇઓ આનો શો મતલબ થયો એ જરા સમજાવો.
કોદાળૉજી કહે ” અબે ઓ લિસન જેમકી કપિરાજ ઓહ મન્કિ જેમ વડસે પિપળા
મેન્ગો ઝાડ આમલી બાવળિયા એમ ડિફ્ર્ન્ટ ટ્રિ પર કુદ્તા હે વૈસે તુમ કુદ્તા હે.”
મેં કહ્યુ ભાઇ અમે કવિઓ આમ ક્યાં એક ઝાડથી બીજે ઝાડ કુદિયે છીએ.
ગોરધન ગઠો કહે કેમ લ્યા તમે ” આકાશ, સુર્ય ચન્દ્ર, તારા, સાગર , નદી
સરોવર,પહાડૉ, ખીણ, માછલી,ફુલ, ફળ, બાગ બગીચા, રણ,પ્રેમિકા, પત્નિ
લગ્ન, મરણ,જન્મ એમ નવા નવા મુદ્દા પર કુદાકુદ કરો છો કે નહી.”
નારણ શંખ કહે અલ્યા તમે તો રસ અને વર્ણનમાં એટલા ખોવાઇ જાવ છો કે
વાતને ક્યાંથી ક્યાં લઇ જાવ છો.
જેમ કે ” તમે કરુણ રસનાં કલકલીયાં ખખડાવતા પાછા હાસ્ય રસના હિલ્લોળા
મારો.  ભ્રષ્ટાચારનું ભાષણ ભભરાવતા નેતાઓને આયખાનો અરીસો દેખાડૉ”
અઠો કહે ” પ્રેમિકાની પ્રેમાલય ભરી વાતો કરતા વિરહની વેદના ઠાલવતી
ઝઝ્લોના ગુબ્બરા ઉડાવો.”
ભદો ભુત કહે ” શૄંગાર રસની હારમાળામાંથી શોર્ય રસની ધારા ટપકવા લાગે . “
ધૄતરાષ્ટ કહે અલ્યા જેમ” કપિરાજ મનુષ્યને દાંતીયાં કરે અને લોકોનાં કપડાં
ફાડૅ એમ તમે કવિરાજો પણ કલમથી એવું જ કરો છો.
કનુ કચોલું કહે અલ્યા તમે ” કલમ દ્વારા ભલ ભલાનાં કપડાં ફાડી નાખો એનુ
અસલ વ્યક્તિત્વ સમાજની સામે લાવો છો.”
મેં કહ્યું  જોકે તમારી એક વાતને મારે તમારી ધ્યાને લાવવી છે  કે લેખકો અને
કવિઓ સમાજ અને રાષ્ટ્રના ઉથ્થાનમાં મહત્વનું યોગદાન આપે છે.
 
હાટકો=
” પડ્યુ પાનું નિભાવી જાણૂં છું ને જખમ દીલમાં સમાવી જાણૂં છું
   લોક જેને ગણૅ છે ફક્ત પત્થર , શિલ્પ એમાંથી બનાવી જાણૂં છું “
===============================================
સ્વપ્ન જેસરવાકર

18 thoughts on “ગોદડિયો ચોરો…કવિરાજ કે કપિરાજ

 1. ગોદડીયા ચોરામાં જવાની બહુ મજા આવે છે .મારા બેટા ચોરામાં એવા બધા નંગ ભેગા થાય છેકે ભલ ભલા નાં છોતરાં ઉખેડી નાખે છે . હાલના કવિઓ ચોમાસાની ઋતુમાં દિપક વાલા પતંગિયાં ઉડતાં હોય છે એવા હોય છે . એક દોહરો सुर सूर तुलसी शशि उडगन केशवदास ,अबके कवी खद्योत सैम जह तह करत प्रकाश

  Like

  1. આદારાણીય વડિલ શ્રી આતા

   આપ્ના પાવન પગલાં ગોદડિયે ચોરે થયાં ને બ્લોગ પાવન ગંગાજળથી પવિત્રતા પામ્યો

   આપના આશિર્વાદ રુપિ અજવાળાં અમ આંગણામાં પ્રકાશનુ પર્વ લઇને પહોંચ્યાં

   આપ્ના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર…નમન..વંદન

   Like

 2. ” પડ્યુ પાનું નિભાવી જાણૂં છું ને જખમ દીલમાં સમાવી જાણૂં છું

  લોક જેને ગણૅ છે ફક્ત પત્થર , શિલ્પ એમાંથી બનાવી જાણૂં છું “

  આ તમારી કાવ્ય પંક્તિઓમાં સરસ ભાવ પ્રગટ થયો છે .

  જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ !

  ચોરાની ચર્ચા માણવાની મજા આવી ગઈ .

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદ્કાકા

   આપ જેવા વડિલોના આશિર્વાદ રુપી પ્રેમભાવ થકી જ આવું લખ્વાની પ્રેરણા મલે છે

   આપ્ના આશિર્વાદ રુપી સન્દેશ બદ્લ ખુબ આભાર

   Like

 3. શ્રી ગોવિંદભાઈ..

  કવિઓએ હસવું કે રડવું?..આવી ઉપમા અને વ્યાખ્યા આપ જ અભિવ્યક્ત કરી શકો અને

  સાચી ઠેરવી શકો. ખૂબ મજાનો ચોતર આપનો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણિય શ્રી રમેશભાઇ ( આકાશદીપ)

   આપે ચોરાના ચોતરે આપના પાવન પુષ્પોનો રસથાળ પીરસી મને આનંદના ઓડ્કારથી ભિંજવી દિધો સાહેબ,

   આપ્ના આશિર્વાદ સમ શુભ સન્દેશ બદલ ખુબ આભાર

   Like

 4. રસની હારમાળામાંથી શોર્ય રસની ધારા ટપકવા લાગે . “

  ધૄતરાષ્ટ કહે અલ્યા જેમ” કપિરાજ મનુષ્યને દાંતીયાં કરે અને લોકોનાં કપડાં

  ફાડૅ એમ તમે કવિરાજો પણ કલમથી એવું જ કરો છો.“
  This New Blog just for Godadiyano Choro….That’s nice !
  It will be wonderful to see ALL POSTS as a Book.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Congratulations for this New Blog !

  Like

 5. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

  આપનો ” ગોદડિયો ચોરો ” ચારે તરફ પ્રગતિના

  સોપાનો સર કરે તેવી અનેકાનેક શુભકામનાઓ.

  આપે આ નવો બ્લોગ શરૂ ઘણું જ સારૂ કામ કર્યું.

  પેલા બ્લોગમાં કાવ્ય અને રાજકારણ ભેગા થઈ જતા હતા.

  ” કવિ એટલે તો ” વિક ” ને પણ બેઠો કરે તે.

  અભિનંદન

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રગ્નાજુ બહેન

   આપે વહાલના વધામણા કરી શુભ સન્દેશના પુષ્પો વેર્યા છે તે જ આશિર્વાદ જરુર ફળ્શે.

   આપના શુભેચ્છા સન્દેશ બદ્લ ખુબ આભાર

   Like

  1. આદરણીય શ્રી અશોકભાઇ

   ચોક્ક્સ વહાલને વધામણૅ પધારી ગઢ ગિરનારથી પાઠ્વેલ સન્દેશ મુજ્બ

   ચોરાની ચર્ચાને અએલ ઉચાઇ મલ્શે અને એના ખરા હક્ક્દાર આપ હશો

   આપ્નિ લાગણી અને સન્દેશ બદ્લ ખુબ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s