ગોદડિયો ચોરો…ધાડસંગ ઘેર ધાડ…હાસ્ય કથા

 
ગોદડિયો ચોરો…ધાડસંગ ઘેર ધાડ…હાસ્ય કથા
=======================================
ગોદડીયો ચોરો
ગોદડિયા ચોરામાં કોદાળોજી રુમઝુમ કરતો પ્રવેશે છે. એના હાથમાં
કંકોત્રી હતી. બહુ ખુશ થતો એ નાચતો ને કુદતો હતો.
કનુ કચોલું કહે અલ્યા નાચ્યા કુદયા વીના કહેને વાત શું છે ?
કોદાળૉ કહે ” માય ફેન્ડ ઘેર લગન આયા હેન્ગે ઓર ટુમ સબીકો ભી
ઇન્વાઇટ કીયા હેંગે. હમ સબકુ રસોડેમેં વોચ કરનેકા એન્ડ પિરસણીયે
એડ્વાઇઝ આપવાની હેંગે.”
ગોરધન ગઠો કહે અલ્યા તારા કયા ભાઇબંધને ત્યાં લગ્ન છે.
કોદાળૉ કહે એમનું નામ ” ધાડસંગ ધાકોડી છે “ મેરિઝ ઇનકે ઘર હે.
નારણ શંખ કહે અલ્યા ધાડસંગ ધાકોડી એવું નામ કેમ પડ્યું ?
કોદાળૉ કહે ” એનો બોર્ન જે દિ થયેલો એ દિવસે ગામમાં રોબડી (રોબરી)
મતલબ ધાડ પડેલી એટલે એમના બાપાએ એનું નામ ધાડસંગ રાખેલું “
ધાડસંગ ટુ મચ ભણેલો નઇ અમે બન્ને યે ચોથા કિલાસમાં ચોગ્ગો મારેલો
મતલબ ચાર વરહ પડી રયેલા બટ મેં કોદાળા ફેરવ્યા ને ધાડસંગ લકી
એટલે નસીબ બળૅ ધાડાસભ્ય બની ગયેલો. અતારે તાજી નઇ માજી છે.
એને એક દીકરો છે એનું નામ કાળસંગ છે. એના ” જનમ વખતે દુકાળ
પડૅલો એટલે ઇસકા નેમ કાળસંગ રખા હે.”
ધાડસંગની પત્નિનું નામ હેલબેન છે
કનુ કહે એમના નામ પાછળ પણ ભુતકાળમાં ભુતાવળ ઉઠી હશે.
કોદાળૉ કહે ઓવે ( હા)”  એમના જનમ ટાણૅ પુરની હેલ ચડૅલી એટ્લે
એમનું નામ હેલબેન પાડૅલું.”
ધાડસંગના બાપાનું નામ બોંમસંગ હતું
ગોરધન ગઠો કહે કઇ જાતની બામ એ વાપરતા હતા.
કોદાળૉ કહે બામ નોતા વાપરતા પણ એમના જનમના દા’ડૅ જ  આ
” અમેરિકાવાળાએ જાપાન પર બોમ ફેંકેલો એટ્લે એમનું નામ બોમસંગ .
નારણ શંખ કહે તો ધાડસંગની માતાનો ઇતિહાસ પણ રોચક હશે.
કોદાળૉ કહે ઓવે (હા) એમની માતાનું નામ ધુજતી બેન હતું .
” એમના જનમ વખતે ધરતીકંપ થયેલો ને ધરતી ધરુજી ઉઠેલી એટ્લે
એમનું નામ ધુજતી બેન પડૅલું “
મેં કહ્યું લ્યા કોદાળા ” આખું કુટંબ આપતિનો ઉકરડૉ છે ખરું ને “!!!!!
કોદાળૉ કહે એના પુતર કાળસંગ પરણવાનો છે. એની આ કંકોત્રી વાંચો.
નારણ શંખ કંકોત્રી મોટૅથી વાંચે છે. લખાણ કાંઇક આવું હતું
 ધાડનગર ગોમથી બોમસંગ બરાડીયાના જે રામ વોંચશો
અમાડા દેકરા ધાડસંગ ને ધુજતીબોનના પુતર કાળસંગના લગન ગોમ
ભુખાવળ નિવાસી ભુખડસંગ ને ભુખડીબોનની દિકરી ખાઉધરીબોન હાથે
એકતરી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ નેધાર્યાં સે તો હગળાય આવજો.
શુભ સ્થળ – ધાડચોક..ધાડ્ફળીયું ..
લી… ધાડ્સંગ બોમસંગ ધાકોડી
 
ભદો ભુત કહે તો એમણૅ ખાસ્સી સંપતિ વસાવી હશે.
કોદાળૉ કહે ઓવે એ ધાડાસભ્ય હતા ” એ ટૅમ ( ટાઇમ) એ દાતણવાળા
પાંહે દરરોજ દહ ( દશ ) રિક્ષાવાળા પાંહે વીહ ( વીસ ) શાક્વાળા પાંહે
( પાસે ) પચીસ એમ ટૅકટર કુટર ( સ્કુટર) વાળા પાસે  રોજ ઉગરાવી
( ઉઘરાવી)  લેતા .”
એ  “મામલતદાર ને મોમલતદાર ને કલેક્ટરને ખલખટર કહેતા હતા.”
કનુ કચોલું કહે અલ્યા એમ કેમ કહેતા હતા.
કોદાળૉજી કહે આજના મોડન ( મોર્ડ્ન) જમાનામા બાળકો બા કે માતાને
મોમ કહે છે જ્યારે બાળકો કોઇ વસ્તુ માટૅ રિસાય ત્યારે મોમ આવનવા
વાયદા કરે છે એમ ” જનતા જ્યારે કામ લઇ મામલતદાર પાસે જાય ત્યારે
એ લાંચની ઇચ્છાએ કામના વાયદા કરે છે એટ્લે મોમલતદાર કહેવાય.”
જેમ ચાનો મસાલો બનાવવો  હોય તો મરી તજ લવીંગ ઇલાયચી બધાને
ખલમાં નાખી પીસવું પડૅ એમ ” કલેકટર પણ જમીન,પુરવઠો ,જળ સંપતિ
બિન ખેતીલાયક જમીન, આયોજન મંડળ આ બધાં કામો માટે જનતાને
ધકકા ખવડાવી, ભાડાં ખરચાવી , ચા પાણી નાસ્તાના ખર્ચા કરાવી  એને
છેલ્લે લાંચનો આંકડૉ મોટૉ બતાવી નાણાંમાં નવડાવી પીસી નાખે છે  એ
કચેરીમાં મોટા મોટા ખલ  બેઠેલા હોય એટલે એને ખલખટર કહેવાય.”
અવે ( હવે ) આજે આપણૅ બધાએ એને ઘેર જવાનું છે.
એણૅ ત્યાં રસોઇયા, મંડપવાળા , વાજાંવાળા, ઢોલવાળા, ફટાકડાવાળા
બધાયને બોલાવ્યા છે જેથી ભાવતાલ નક્કી કરવામાં આપણૅ મદદ કરીએ.
અમારી ગોદડિયા ચોરા ટુકડી સાંજના સમયે કોદાળાની આગેવાની હેઠળ
ધાડસંગજીને ઘેર પહોંચી. ચા પાણી કર્યાં ને ચર્ચાનો ચગડૉળ ફરવા લાગ્યો.
મંડપવાળૉ જગ્યા જોઇને કહે જુઓ આમ તો ૫૦૦૦૦ રુપિયા થાય પણ
તમારી પાસે ૪૦૦૦૦ રુપિયા લઇશ. બાના પેટૅ ૧૦૦૦૦ રુપિયા આપો.
ધાડસંગ ધડૂકયા ” અલ્યા પાનસો રુપૈડી ( રુપરડી)નું કોમ (કામ) ને પાસો
(પાછો) પચાહ (પચાસ) અજાર ( હજાર) માગે સે હરમ (શરમ) જેવું બાકોરું
(બાખોરું) તારા મગસ ( મગજ)માં ટૅંપુય ( ટીપું) સે કે નઇ.”
” બોનું (બાનું ) હેનો  ( શેનો )માગછ ( માગે છે)  અલા (અલ્યા) બોનુ તો તારે
મને દેવાનુ સે. જો એ દા’ડૅ તુ ના આવે તો મારી  હાબરું (આબરુ) જાય ને “
મંડપવાળૉ તો શિયાંવિયાં થઇ ગયો ને ચુપચાપ બેસી ગયો.
એમણૅ બીજો વારો રસોઇયાનો કાઢ્યો. એમના મુખેથી ધાડ પાડતી વખતે
જેમ બંધુકમાંથી ધનાધન ગોળીઓ વછુટૅ એમ શબ્દો ફટાફટ નીકળતા હતા.
 “અલા બોમણ  આ રોંધવા ( રાંધવા ) માટે તારે ચેટલા  (કેટલા) લેવાના સે “?
રસોઇયો કહે જુઓ ભાવ તો કેટલા મણ ને કઇ  મિઠાઇ બનાવવાની છે એના
પર ભાવ નકકી થાય.
ધાડસંગ કહે આ મારો  “કાળસંગ જનમો ( જન્મ્યો) સે દુકાળમાં ને પાસો એને
લગનમાં મગનો શેરો (શીરો) બનાવડાવો સે . હારો દુકારિયો સે જ અકરમી “
ત્યાં જ હેલબેન બીજી વારની ચા બનાવી લાવ્યાં ને કહે ” કઉસુ (કહું છું ) આ
બધી મોથાકુટ (માથાકુટ) મેલી ગોફણીયા (લાડવા) નું વચારો (વિચારો)
વધશે તો મૈનો (મહિનો) હવાર (સવાર)માં જાપટ્વા (ઝાપટ્વા) ચાલશે.”
રસોઇયો કહે જુઓ ધાડ્સંગજી લાડવા અને ભજિયાં મણૅ ૨૫૦૦ રુપિયા લઇશ
જ્યારે દાળ ભાત ખિચડી કઢીને શાક બનાવવાનું કશુંય લઇશ નહિં
ધાડસંગ તરત જ બોલ્યા ” તો મા’રાજ ( મહરાજ) તમે આવીને દાળ ભાત
શાક ને ખિચડી કઢી રાંધી જજો ગોફણીયા ઘરનાં બૈરાં બનાવી લેશે.”
આ બધી ચર્ચા સાંભળી વાજાંવાળા ને ફટાકડાવાળા છટકી ગયા.
ત્યાં જ ધાડસંગના સાસરીના સભ્યોનું જોરદાર ટૉળૂં પ્રવેશ્યું
એમની પાછ્ળ શાક્વાળા કરિયાણાવાળા ચવાણાવાળા માઇકવાળા કે
જેમના ધાડસંગ ધાડાસભ્યની ચુંટ્ણી સમયનાં બિલો બાકી હતાં તે બધા
કડ્ક ઉઘરાણી માટૅ હાકોટા પડકારા કરે છે
ધાડ્સંગ કહે ભાઇ ફરી ચર્ચા કરીશું  “આજે મારે ત્યાં જ ધાડ પડી છે. “
એમ કહી બિમાર થઇ જવાનો ઢોગ કરે છે. જેમ કોઇ નેતાની ધરપકડ
થાય ત્યારે આવા જ હથકંડા આજના નેતાઓ અપનાવતા હોય છે.
…..“પછી ધાડસંગનો કાળસંગ ખાઉધરીબોનને પનારે પડ્યો કે નહિ “!
એ જાણવા વાંચતા રહો…….. ” ગોદડિયો ચોરો “
હાટકો=
ચુંટાયા પહેલાં બાપડા બિચારા ને મુખ મંડલ હોય છે ગંભીર
ચુંટાયા પછી સત્તા નશો એવો ચડૅ કે સામુંય ના જોવે લગીર
======================================
સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…ધાડસંગ ઘેર ધાડ…હાસ્ય કથા

 1. ગોવિંદભાઈ તમારો ગોદડીયા ચોરો તો બહુજ મઝા કરાવે છે .
  મને ગોદડીયા ચોર વાળો લાપોડ સંગ ભેગો થયો . ઈ કેતો તો કે તમે ગોદડીયા કોરમાં આવતા જજો તમને બહુ મજા આવશે

  Like

  1. આદરણીય વડિલ શ્રી આત્તા

   આપનાં પાવન પગલે ગોદડિયો ચોરો પાવન થઇ ગયો.

   બસ એ લપોડ્સંગની વાત સાંભળી આણી કોર વયા આવજો બાપા.

   આપ્ના આશિર્વાદ સમ પુષ્પો મુજ આંગણે વરસ્યાં તે બદલ ખુબ આભાર.

   Like

 2. પાત્રો જબરાને લગ્ન મહાલનારાને ચોતરાવાળા એથીય જબરા..મજા લાવી દીધી , ધારદાર મીઠી છૂરીથી.

  શ્રી ગોવિંદભાઈ ..આજની પરિસ્થિતિનું પ્રજાદુખ ઊભરાવી દીધું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. હાટકો=

  ચુંટાયા પહેલાં બાપડા બિચારા ને મુખ મંડલ હોય છે ગંભીર

  ચુંટાયા પછી સત્તા નશો એવો ચડૅ કે સામુંય ના જોવે લગીર
  HatakaMa SATYA GHATANAO Kahi Didhi !
  Maza Avi !
  Dr. Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo..See you on Chandrapukar.

  Like

ગોદડિયો ચોરો… ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s