ગોદડિયો ચોરો…ફુંગરાયેલો ફેબ્રુઆરી

ગોદડિયો ચોરો…ફુંગરાયેલો ફેબ્રુઆરી
=========================================
ગોદડીયો ચોરો
આ વર્ષે શિયાળાએ ભલ ભલાના ભુક્કા કાઢી નાખ્યા છે. હાડ ગળાવતી
ઠંડીએ ઘરમાં નકામાં પડી રહેલાં ગોદડાં ને શાલ બ્લેન્કેટ્ના ભાવ જોરમાં
લાવી દીધા છે. ચોરો હવે ચચરતો ખુણામાં સંકોડાઇ ગયો છે.
ઠંડીના ઠણકતા રાગથી દરેક્ના મોંમોથી શાહરુખની જેમ બેં બેં કે  મેં મેં 
જેવા અવાજો જ્યાં જુઓ ત્યાં સાંભળવા મળે છે.  
હું  ચોરામાંથી આવી જમી પરવારી મારી ગોદડીની બખોલમાં વીંટળાઇને
ગોટ્પોટ ને લોટ્પોટ થઇ મીઠી મજાની નિંદર માણી રહ્યો હતો ત્યાં જ
મને સુંદર મજાનાં સ્વપ્નોની પરી દેખાઇ તે મને કહે જલ્દી કરો ચાલો…
“ગોદડિયાજી ફેબ્રુઆરીએ ટુંકી નોટિસ આપી બધાય મહિનાનું એક જ
દિવસનું ટુંકુ સત્ર બોલાવ્યું છે . ત્યાં મહત્વની ચર્ચાઓ થવાની છે.”
ગોદડિયારામને તો આવી ચર્ચાઓમાં રસ હોય એટલે ગોદડી ઓઢીને ગયા.
“ઘણાંય સત્રો આમ તો એક દિવસનાં બોલાવાય છે ચર્ચાની કચકચ નહી .”
બધાય મહિનાઓ સમયસર પોત પોતાની ફાઇલો લઇને આવી ગયા હતા.
ફેબ્રુઆરીભાઇ તો આજે વટમાં ને ગુસ્સામાં હતા એમણે ફરમાન કર્યુ ચાલો
બધા પોત પોતાની રીતે ગોઠવાઇ જાવ.
એટલે જાન્યુઆરી માર્ચ એપ્રિલ મે જુન જુલાઇ ઓગષ્ટ સપ્ટેમ્બર ઓકટોમ્બર
નવેમ્બર ડિસેમ્બર એમ બધા લાઇનમાં ગોઠવાઇ ગયા.
ફેબ્રુઆરી કહે  “ઓ માતેલા સાંઢની જેમ વકરેલા મહિનાઓ કે જેના દિવસો છે
એકત્રીસ એવડા અકક્લમઠાઓ ને સતપતીયા સત્તાઓ લાઇનમા બેસી જાવ.”
એટલે જાન્યુઆરી માર્ચ મે જુલાઇ ઓગષ્ટ ઓકટોમ્બર ડિસેમ્બર એમ કુલ સાત
મહિનાઓ એક લાઇનમાં ગોઠવાઇ ગયા . (સતપતિયા સત્તા= ૩૧ વાળા સાત)
” અને તરડાયેલાં તેતરોની જેમ ત્રીસનાં ચાર ચોસલાં એક લાઇનમાં બેસે.”
( તેતર= એક જાતનું પક્ષી. તીતર કે દો આગે  તીતર ==મેરા નામ જોકર )
ચાર ચોસલાં એટ્લે એપ્રિલ જુન સપ્ટેમ્બર ને નવેમ્બર લાઇનમા ગોઠ્વાયા.
ફેબ્રુઆરી કહે હવે સાંભળો “મારા વા’લાઓ તમે એકત્રીસ અને ત્રીસ દિવસો
લઇ બરોબરના ગોઠવાયા છો ને પાછ મુછે વળ દઇને ઇતરાવ છો.”
મારા ભાગે “ફક્ત અઠ્યાવીસ ને ઓગણત્રીસ દિવસો મુકી દીધા જરા લાજ કે
શરમ જેવૂં કાંઇક તમારામાં છે કે નહિ.”
“અલ્યા ભાઇએ ભાગ પડે તો સરખા ભાગ પડે કે નહિ આ ભાગ પાડનારો કયો
બુધ્ધિનો બારદાન  કે મગજનો મુઠો હતો.”
“અલ્યા ઉછળતા ઉંદરડાઓ  તમે ભારતના હિન્દુ કેલેન્ડ્ર્રર જુઓ અલ્યા એકાદ
તિથી વધારે ઓછી હોય પણ ચાર વર્ષે વારાફરતી દરેક મહિનાને એવડા એ
અધિક માસનો દરજજો આપી સન્માન કરે છે ને . ” ?
આપણા કેલેન્ડ્ર્રરને ૨૦૧૩ વરસ થયાં પણ તમને કોઇને મારી ચિંતા થઇ ખરી. !
“ઓગણત્રીસ દિવસના કારણે ભારતના સ્વર્ગિય વડા પ્રધાન મોરારજીભાઇની
જેમ દુનિયા ભરના ઘણાય લોકોને ચાર વર્ષે કેન્ડલ બુઝાવવા ને કેક કાપવાનો
વખત ચાર વર્ષે આવે છે.”
અલ્યા મારુંય એક અનોખુ મહત્વ છે એ જાણો છો ?
બધાય મહિનાઓ એકી સાથે બોલી ઉઠે છે . કેવું મહત્વ ફેબ્રુઆરી ભાઇ ?
ફેબ્રુઆરી કહે સાભળો ” ઓ ત્રીસનાં તણખલાં ને એકત્રીસની અંતાક્ષરીના
એક્કાઓ મારુ મહત્વ  ” વ ” થકી વધી જાય છે.
બધા મહિના કહે આ પાછું ” વ “ નુ મહત્વ એ નવું જાણ્યું  !
ફેબ્રુઆરી કહે અલ્યા ” વ ” એટલે  ત્રણ મહત્વના ” વ” ………………
” વેલેન્ટાઇન દિન ”   ” વસંત પંચમી ”  ” વિશ્વ માતૃભાષા દિન “
વસંત પંચમીએ શુભ દિન હોઇ મંગલ કાર્યો થાય જેમ કે.. લગ્નપ્રસંગે
 ” વાજાં વાગે ” “વાનગી પિરસાય ” “વર વધુ લગ્ન બંધને બંધાય “
આ ભારતના રાજકીય બંધારણ દ્વારા મને વિશેષતા બક્ષવામાં આવી છે.
મહિનાઓ દ્વારા પુછાયું કે એ કેવી રીતે ?
ફેબ્રુઆરી કહે ” અલ્યા આખા વરસમાં ક્યાં કેવી રીતે મારી ખાવું ને કેટલું
આપી કેટલું ઉઘરાવી લેવું એ બધું મારી અઠાવીસમી તારીખે નક્કિ કરે  છે.”
હમજ્યા હવે એને બજેટ ઉર્ફે ભ્રષ્ટાચાર દિન કહેવાય.
 
હાટકો=
“નાને ભી હમ ટુંકે ભી હમ સમજીયો ના કીસીસે કમ
 હમારા નામ હૈ ફેબ્રુઆરી બાબુ કી ફેબ્રુઆરી હૈ  હમ “
====================================
સ્વપ્ન જેસરવાકર

22 thoughts on “ગોદડિયો ચોરો…ફુંગરાયેલો ફેબ્રુઆરી

    1. આદરણીય વડિલ શ્રી આતા

      આપે ભાવ ભર્યા સંદેશ રુપી અબીલ ગુલાલ અમ આંગણે વેરાયાં

      ગુજરાતી હિન્દી કે અંગરેજી બધુય ચાલે ફક્ત આશિર્વાદ જ મહત્વના છે

      આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન,

      આ બધું આપ જેવા વડિલ ને અભ્યાસુ બહેનના શુભાષિશ દ્વારા શક્ય બને છે.

      આપની આજ્ઞા મસ્તક પર ચડાવીશ ને ભવિષ્યમાં એ શક્ય બનશે કારણ કે

      આપ જેવા ઘણા શુભેચ્છકો દ્વારા આવી ઇચ્છા વ્યકત કરાયેલ છે પણ એમાં

      આપનો આશિર્વાદ રુપી સંદેશ અનેરો ઉત્સાહ પ્રેરે છે.

      આપ્ના શુભાષિશ બદલ ખુબ ખુબ આભાર

      Like

  1. ફેબ્રુઆરી કહે અલ્યા ” વ ” એટલે ત્રણ મહત્વના ” વ” ………………

    ” વેલેન્ટાઇન દિન “ ” વસંત પંચમી ” ” વિશ્વ માતૃભાષા દિન “

    ફેબ્રુઆરી કહે ” અલ્યા આખા વરસમાં ક્યાં કેવી રીતે મારી ખાવું ને કેટલું

    આપી કેટલું ઉઘરાવી લેવું એ બધું મારી અઠાવીસમી તારીખે નક્કિ કરે છે.”

    હમજ્યા હવે એને બજેટ ઉર્ફે ભ્રષ્ટાચાર દિન કહેવાય.
    Wah, Govindbhai, Tame to Bar MasoNu Kehtaa, FebruaryNi Mahtvata Vadhari Didhi.
    Kamal Kari….
    એક વર્ષમાં એક જ માસે ૨૮ કે ૨૯ દિવસો હોય,

    ભલે, ઓછા દિવસો પણ મહત્વ ફેબ્રુઆરીનું જ હોય,

    ગોવિન્દ એવું કહે ત્યારે, સૌ પુછે કેમ એવું કહેવાય ?

    ત્યારે ગોવિન્દ કલ્પનામાં રહસ્ય એનું સૌને સમજાય !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  2. શ્રી ગોવિંદભાઈ

    વાહ! ગોદડીમાં ઠૂઠવાઈ જઈ આટલી સરસ કલ્પનાઓ …૩૬૫ દિનની રંગત ફેબ્રુઆરીને ધરી દીધી અને

    સાથે સાટકો પણ ધરી દીધો…મજા આવી ચોતરે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      આપ્ના પ્રેમ ભર્યા સલાહ સુચનને અનુસરી ચાલુ કરેલ ચોરો રંગત જમવે છે.

      આપના પ્રેમ અને ઉષ્મા ભર્યા આશિર્વાદ થકિ આવી કલ્પ્નાઓ સકાર થાય છે.

      આપના વસંત ટાણે વેરેલા શુભ સંદેશ રુપી પુષ્પો બદલ ખુબ આભાર

      Like

  3. હિરા મેળવવા ખાણ ખોદવી પડે. રત્નો મેળવવા મંથન કરવું પડે

    કટાક્ષ અને હાસ્યનું પાન કરવા ગોદડિયા ચોરે જવું પડે.

    ભાઇ શ્રી આપે “ગોદડિયો ચોરો ” નહિ પણ ગોદડિયા ખાણ નામ રાખવું જોઇએ

    આપની ખાણ ( ચોરા)માંથી હાસ્ય નિકળે છે જે દરેક લીટીએ હસાવે છે

    જ્યારે કટાક્ષ હૈયામાં સોંસરવા ઉતરી જાય છે .

    ઉતમ કક્ષાના લેખોની ખાણ એટ્લે જ ગોવિંદભાઇનો ” ગોદડિયો ચોરો.”

    વાહ ભાઇ વાહ

    Like

  4. ગોવિંદજી

    ફેસબુક્થી સીધો તમારા ચોરામાં કુદકો માર્યો તો આ તો ચોરાની આજુબાજુ સાગર મલ્યો

    હવે તો નિત અએમા ધુબાકા માર્વા આવીશુ. આજ કાલ આવું હળવું હાસ્ય ક્યાં મલે છે .

    આ બધ મુદાઓ ક્યારેને કેવી રીતે શોધી કાઢો છો .

    આ બાધા વિચારો મગજમા આવે ત્યાર પછી કેમના મઠારો છો .

    બોલો આ મહિનાનો વિચાર ક્યારેય કોઇના મગજ્મા આવ્યો હતો ખરો ?

    આ બજેટ્ને તમે સારુ સાંકળી લિધું છે.

    જામતા રહો ને ગોદડી લઇ ચોરો ગજાવતા રહો.

    Like

    1. શ્રી જયભાઇ,

      ફેસબુક્થી આપે મારે ઘેર ધુબાકો માર્યો એ ગમ્યું

      બસ આવા ધુબાકા અવાર નવાર મારતા રહેજો ને ગોદડિયે ચોરે આવતા રહેજો.

      બસ આપ્ના શબ્દોને સલામ આભાર આપનો .

      Like

  5. આખા વરસમાં ક્યાં કેવી રીતે મારી ખાવું ને કેટલું

    આપી કેટલું ઉઘરાવી લેવું એ બધું મારી અઠાવીસમી તારીખે નક્કિ કરે છે.”

    કેટલી સાચી વાત ! અનુભવી ગોવિંદભાઈની કલ્પના શક્તિની કોઈ સીમા નથી .

    ઠંડીમાં આ ચોરાની વાતો એ ગરમી લાવી દીધી ! બીજા ચોરાની હવે રાહ જોવાની રહી .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

      આ બધીય કલ્પના શક્તિનું મુળ આપના જેવા વડિલોના આશિર્વાદમાં રહેલું છે કે….

      જ્યાંથી ગોદડિયા ચોરાના કિનારે વહેતી નદીના જળમાંથી આવા તરંગ રુપી મોજાં ઉપજાવે છે.

      હર હંમેશની માફક આપનો આશિર્વાદ્થી ભરપુર વહાલ રુપી સંદેશ મલ્યો એ બદલ ખુબ જ આભાર…નમ્સ્કાર.

      Like

  6. શ્રીમાન. ગોવિંદભાઈ

    તમે તો કમાલ કરી નાંખી,

    ચોતરો જામી ગયો, તમારે મહેનત રંગ લાવે છે,

    વાંચન વિશાળ હોવાથી આપ મજબુત હતા

    અને વધુ મજબુત થાવ છો, અભિનંદન

    Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,

      આપના પ્રેમ અને આશિર્વાદ રુપી શબ્દોનો વરસાદનું પવિત્ર જળ મારા આંગણે વરસ્યુ એમા હું ભિંજાય ગયો.

      આપ્નો ખુબ આભાર…નમસ્કાર…વંદન

      Like

Leave a reply to chandravadan જવાબ રદ કરો