ગોદડિયો ચોરો…કઢીચટ્ટો કાળસંગ…હાસ્ય કથા

ગોદડિયો ચોરો…કઢીચટ્ટો કાળસંગ…હાસ્ય કથા
======================================================
cropped-11.jpg
ધાડસંગના દિકરા કાળસંગનાં લગ્ન ફેબ્રુઆરીની એકત્રીસના રોજ હતાં. 
હવે ફેબ્રુઆરી પુરો થયો એટ્લે કાળસંગનાં લગ્ન આરંભીએ.
ધાડસંગને ઘેર ધાડ પાડતું ટોળું પ્રવેશી ગયેલું એ અમારા કોદાળાએ સમજાવી
પટાવીને વિદાય કરી દીધું કે ….
“ભાઇ કોને આપ્યા ને તમે રહી ગયા. ?”
ધાડસંગના સાસરી પક્ષનું મોટું મસ ટોળું વાજતે ગાજતે પધાર્યું.
ધાડસંગના” સાળા વાંહડાભાઇ સાળાવેલી વળીબેન બે દિકરીઓ કાથી ને
સુતળી.”
એમના એક ” સાઢુભાઇ ભુંગળિયાસંગ ને સાળી ખંજરીબેન ને દીકરો પિહુડો “
બીજા ” સાઢુભાઇ કડછાસંગ ને સાળી કડછીબેન ને દીકરી ચમચી.”
હવે આ બધી ધમાલ જોઇ મંડપ, વાજાં ને રસોઇયા ક્યારે છટક્યા કે ખબર ના પડી.
ત્યાં જ કોદાળો કહે અલ્યા ” ધાડિયા આ મોંડવા (મંડપ) વાજોં ( વાજાં )
ને આ  રોંધવા (રસોઇયા) વાળા બધાય સુમંતર ( છુમંતર) થૈ ( થઇ)
જ્યા (ગયા) સે.”
વાંહડાભાઇને વળીબેન કહે ” ચન્ત્યા (ચિંતા)ના કરો અમે હંધુય હમ્ભાળી લૈશું “
વાંહડાજીએ “વાંહડા રોપી ઉપર વળી ગોઠવી કાથી સુતળી બાંધી કાપડ તાણી
સરસ મંડપ તૈયાર કર્યો. વચે સાડીયોની ઝુલો પાડી ચણીયા ને પોલકાં
( બ્લાઉઝ) ને કળા કરી મોર પોપટ ને ફુલો બનાવ્યાં ને મંડપ ઝુમી ઉઠ્યો.”
ભુંગળીયો સાઢુ કહે “વાજાંવાળા જાય તેલ લેવા આપડે કૈક નવતર કરીશું”
કમુ કચોલું કહે ભુંગળીયાજી કેવૂં નવતર કરશો.
ભુંગળીયો કહે જુઓ ” સિહોલમાં સિતેર જોડી ભુંગળોવાળા, ભુખણજી અને 
માખણજી  મંજીરાવાળા ને    નાગજી નાગડાના નેવું નગારાંવાળા બધાય
મારા મિતર ( મિત્ર) છે “
એ હંધાય સાથે  હું ખંજરી ને મારો પિહુડો આખું ગામ ગજવી દૈશું .
એટલામાં કડછાસંગ ને કડછી કહે અમે અમારી ચમચી હાથે (સાથે) રસોડુ
સંભાળીશું.
અમે બન્ને જણાં જ્યાં કૈક રસોડું હોય ત્યા કડછો ને કડછી ફેરવવા પહોંચી જઇએ
છીએ
એટલે આ કડછા કડછીને રસોડાનો થોડો ઘણો અનુભવ થઇ ગયો છે એમા ફાયદો
એ  કે ભરપેટ જમવાનું મલે ને થોડું ઘણું ઘેર લાવીએ તો બે ચાર ટંક નીકળી જાય .
બસ આમ ધાડસંગને ત્યા લગ્નની તૈયારીઓમાં સહુ લાગી ગયા.
લગ્નના આગલા દિવસે સાંજે ગોફણીયા ( લાડવા) બનાવવા માંડ્યા અમારી
ટોળકી ને કાળસંગના ભાઇબંધો એમા મદદ કરવા લાગ્યા.
આમેય મદદ કરતાં રાત્રે નાસ્તો અને ચા પાણી સાથે નવસારીયુ (દારુ) પાણી હવે
રસોડાની રોનક બની ગયાં છે.“એટલે રસોડાનો “ર” ને કઢીનો “ક “ના જાણતા
હોય એવા ખબુચિયા ખુણે ખુણે લપાઇને દારૂ દબાવે છે ને બોટલની જેમ બબડે છે “
રસોઇયો કહે ” ગોળ લાવો તો એ ગાળ દે છે ને તેલ માગે તો તપેલું આપે છે “
રાત્રે બધાની સાથે ક્નુ કચોલું કોદાળોજી ને ધ્રુતરાષ્ટ્રજી એ નવસારીયુ નવટાંક્ની
જગાએ નવ શેર જેટલું  ધાબડ્યું હતું એટલે સવારમાં બધા નવ વાગ્યે હળવળ્યા.
સવારમાં પુલાવ કઢી શાક ને ભજિયાં સાથે તળેલાં મરચાં બનાવવાનાં હતાં.
કડછાજીએ પણ રાતે દારુનો દમ જબરજસ્ત મારેલો એટલે એને “હળદરની
જગાએ હિંગ ને ગોળની જગાએ ગુંદર ને તેલની જગાએ તલ દેખાવા લાગેલા.”
એ લાકડાં જોઇએ તો કહે  લાડવા લાવો ને ચોખા જોઇએ તો કહે ચોળા લાવો
એ જોઇને હસતાં હસતા મેં કોદાળા કચોલું ને ધ્રુતરાષ્ટ્રને કહેવા લાગ્યો જોયુ.
” પીનેવાલેં લોગ કમાલ કરતેં હૈ ખુદ ભી ના સમજ શકે એંસે સવાલ કરતેં હૈ “
હવે આ પીધેલી મંડળી મસાલા ક્યાં ને ક્યાં મુકેલા તે અવળ સવળ થઇ ગયેલા.
કડછાજીએ કઢીનો વઘાર કર્યો પન હળદર ને બીજો મસાલો મળ્યો નહી.
કોદાળો કહે “અલ્યા કડછા પીળું જ કરવું છે ને બુમો શેનો પાડે છે અલ્યા ભદા જ
પેલા ઓયડા (ઓરડો)માં પીઠીનું પડીકું છે એ લૈ (લઇ) આય (આવ)”
ભદો દોડતો જઇ પડીકું લાયો ને કડછસંગે કઢીમાં પધરાવી દીધું
બસ ધાડસંગ ભુતપુર્વ ધાડાસભ્ય હતા એટલે મોટાં માથાં વહેવાર નિભાવવા સાથે
આગામી ચુંટણીમાં મતનું ભરપેટ ભોજન મળે એ આશયથી પધરામણી કરી હતી.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો હતો કે ” પાડો પ્રર્તિબંધ પ્રાણી નથી “
પણ જનતા પ્રતિબંધની વ્યાખ્યામાં આવે છે જ્યારે “આ પાડાઓ જ્યાં ચરવું હોય
ત્યાં  ચરી ખાય છે એમને ઘાસચારો, ટેલીફોન,કોલસો, જંમીનો, હેલીકોપ્ટર, જળ,
બધું પચી જાય છે.”
આવા ગનાની (જ્ઞાની ) ગુણી એવા ધાડસંગને ત્યાં ગોદડિયા ચોરાના મિત્રો
રસોડા વિભાગની વ્યવસ્થા ગોઠવવા લાગી ગયા.
ત્યાં જ કાળસંગ આવીને કહે મારા બાપાએ નવો વટહુકમ બહાર પાડ્યો છે.
અઠો બઠો કહે અલ્યા તારા બાપાએ ચેવો (કેવો) વટહુકમ બહાર પાડ્યો છે.
કાળસંગ કહે ” ચાંલ્લાની રકમ પ્રમાણૅ ભોજન પિરસવાનું નકકી કર્યુ છે.”
” જેનો ચાંલ્લો ૧૦૦ કે તેથી વધારે હોય તેને બે ચમચા શાક મિઠાઇનાં બે
ચકતાં પાંચ ભજિયાં બે ચમચા ભાત કે ખીચડી ને બે ચમચા  કઢી અને
જેનો ચાંલ્લો ૧૦૦ થી ઓછો હોય તેને એક ચક્તું ને એક ચમચો જ પિરસવું.”
ચાંલ્લાની રસીદ બુક છપાઇને બે ત્રણ કલાક્માં આવી જશે . હજુ તો અગિયાર
વાગ્યા છે બે ત્રણ વાગતાં જ બધું ગોઠ્વાઇ જશે.
“જમવાના સ્થળૅ પ્રવેશવા ખોડીબારું મુકી દીધેલું એટ્લે એક જ વ્યકતિ પ્રવેશી
શકે. એટ્લે કોઇ બીજી વખત જમવાનું લેવા ના આવી શકે.”
( ખોડીબારાનો આકાર ત્રિશુળ જેવો હોય છે પરંતુ ત્રિશુળનાં સાઇડનાં બે પાખીયાં
હોય અને વચ્ચેનું પાખીયુ ના હોય એવી રીતે ઝાડમાંથી એવી ડાળ પસંદ કરી
કાપી લે જેના બે બાજુનાં પાંખીયાં ચાર પાંચ ફુટ ઉચાં હોય જ્યારે નીચેનો ભાગ
બે કે ત્રણ ફુટ હોય તેને જમીનમાં દાટી દેવામા આવે જેથી પેલા બે ફાંસલામાંથી
એક જ માણસ પસાર થઇ શકે.)
ભુંગળીયાજીની મંડળી ભુંગળો ઢાં..ટુ..ઢાં..ટુ કરતી હતી. નગારાવાળા ઢાન..ઢાન
ધમ..ધમ..ધનાધન ખખડતાં જ્તાં ને મંજીરાં ચન્ક..છનક..છનનનન. વાગતાં
કોણ શું બોલે છે ને કોણ શું પુછે ? એનો કાંઇ મેળ બાઝતો નહોતો.
એક બાજુ જમણવાર ચાલતો હતો. મેદની હક્ડેઠઠ જામી હતી
ચાંલ્લા વિભાગનો હવાલો “કોદાળાજી ને ધાડસંગના ભાઇ ફાડસંગ પાસે હતો.
કોઇ કહે લ્યો મારો ચાંલ્લો એકાવન લખો ને સાઇઠ આપે તો છુટા નથી એમ કહી
કોદાળો ને ફાડસંગ રોક્ડી કરી લેતા હતા. ઘોંઘાટમાં સંભળાય નહિ એટલે ૧૦૦ના
ચાંલ્લાવાળાને પચાસની ને  ૫૦ ના ચાંલ્લવાળાને ૧૦૦ની રસીદ આપવા માંડી
લોકોમાં રસીદને લઇને ઝઘડા થવા લાગ્યા.”
આ બાજુ કાળસંગને એના મિત્રો દારુને કઢીમા રેડી સબડકા મારવા લાગ્યા.
કાળસંગ તો વાડકા ભરી કઢી પીવે ને ચાટે એટલે મિત્રો એને ” કઢી ચટ્ટો “ કહેતા.
દારુના નશામાં કાળસંગના કપડાં ને મોંમાંથી કઢીના રેલા શરીર પર ઉતરવા
લાગ્યા.
ગોર બાપાએ બુમ મારી ચાલો કાળસંગને બોલાવો પીઠી ચોળવાનો વખત થયો.
ભાઇબંધો ઉચકી કાળસંગને પાટલા પર બેસાડ્યો તો “મારો વાલો આગળ ગબડે
ને સીધો કરો તો પાછળ ગબડે. બસ ક…ઢી..લાવો..ક…ઢી..લાવો એમ બબડયા
કરે.”
મહિલા મંડળ પીઠીનું પડીકું શોધવામાં ગોટે ચડ્યું હતુ.
હેલબેન કહે “અલી ખંજરી ને કડછી મારી બોનો (બહેનો) જુઓ ને આ પીઠીનું
કોથરું(કોથળી- પડીકું) મે ચ્યોંક (ક્યાંક) મેલ્યું (મુક્યું) સે (છે) તે જરતું ( જડતું ) નથ.
આ ઘરમો (ઘરમાં) હારો (સારો) દા’ડો(દિવસ) ઉજ્યો (ઉગ્યો) તારે જ આ મોંકાણ
મંડઇ (મંડાણી) અલી મારી બોનો ચારેકોર નજર કરોને ને હોધો (શોધો)”
“ભોણિયો (ભાણિયો) પૈણાવા(પરણાવા) આઇયો ( આવીયો) સો તે જરા ધોન
(ધ્યાન) રાખો.”
બધાં ખોળતાં હતાં ત્યાં ભદો સાંભળી ગયો એ કચોલાને કહે અલ્યા પીઠીનું પડીકું
તો કોદાળાએ કઢીમાં નંખાવી દીધું છે હવે શું થશે.
બદો ને કચોલું હું ને શંખ બેઠેલા ત્યાં દોડતા આવ્યા ને બધી વાત કરી.
નારણ શંખ કહે અલ્યા ગોદડિયા પીઠી પીળી હોય કાંઇક રસ્તો કર.
મેં ભદાને કહ્યું જા જઇને” બે ચાર મોટા વાડકામાં કઢી ભરી લાવ જો કઢી જાડી
ને ઘટ્ટ લાવજે અને કચોલા તું જઇને ગોર બાપાનું પેલું પુંજાપાનું મસાલિયુ છે એ
લઇ આવ. એ વસ્તુઓ આવી ગઇ એટલે મેં કઢીના વાટકામાં અબીલ ગુલાલ
જથ્થાબંધ ઠાલવી એને ચમચી વડે હલાવીને મહિલા મંડળને કહ્યુ લ્યો આ રહ્યો 
પિઠીનો મસાલો.”
આ ગોરબાપાએ પલાળી તૈયાર કરી રાખેલો પણ છીંકણી સુંઘવામાં એ ભુલી
ગયા.
મહિલા મંડળ ઉત્સાહમાં આવી ગયુ ને કાળસંગના મોંઢે માથે હાથે પગે બરડે ઘસી
ઘસીને ચોળતાં જાય ને ગીતો ગાતાં જાય.
“અમારા ધાડસંગ છોરા એના કાને છે બે બાખોરાં”
“કાળસંગ થયા પૈણવા અધીરા…પીઠી એને ચોળો રે…
“કાળસંગ છે કાળો ગટો એને કરવો છે લાલ ગોટો.”
એ હેલીબેનનો છે રુપિયો ખોટો….પીઠી એને ચોળો રે..
જેમ જેમ કઢીના રેલા ઉતરતા જાય એમ કાળસંગ કઢી ચાટતો જાય ને બરાડે.
” ક…ઢ…ઇઇઇ..લા….વ..વ..ક..દ.ઇઇ..ક..ક..ડ..ડ..ઇ..ઇ.. લ…વ “
સાંજનો સમય ને નારી વ્રુંદનું ટોળું અજવાળાનો અવકાશ નહિ એટલે અંધારું થઇ
ગયેલું કાળસંગને પીઠી ચોળવા ગામ આખું ઉમટેલુ એક જ પેટ્રોમેક્સ હતી એટલે
ક્શું દેખાય નહિ.
એમ સુંગધી ગોળની આવતાં માખો બણબણવા લાગી ને કીડીઓ ને મંકોડા
ઉભરાવા લાગ્યા. “કાળસંગને ચટકા ભરે એમ કાળસંગ ઉછળતો જાય નારી વ્રુંદ
એમ સમજે કેપરણવાની હોંશમા કુદે છે. જેમ કીડી મંકોડા ચટકા ભરે એમ કાળસંગ
વાંદરાની જેમ કુદકા મારે .ઓઇ રે કરદી સે (કરડે છે) બધા ભાઇબંધો કહે એતો
કઢીનો રસિયો છેએટલે કઢીને બદલે કરદી બોલે છે તમ તમારે એને પીઠી ચોળે
રાખો.”
મહિલા વ્રુંદ એને પકડી પાછો બેસાડે ને પીઠી ચોળે જેમ કઢી વધુ ચોળાતી જાય
તેમ કીડી મંકોડાના સગાંવહાલાંને ખબર પડે તેમ મિત્ર મંડળ સહિત
ધાડસંગને ઘેર  કઢી રસાસ્વાદ અર્થે જથ્થાબંધ કીડીયારું જામતું જાય છે.
 
ગાંઠિયો=
” ફરસાણ કેરી દુકાને ગયો તો ગાંઠિયા મળ્યા
નજર નાખી રાજકારણમાં જોયું તો ગઠિયા મળ્યા “
==========================================
સ્વપ્ન જેસરવાકર

24 thoughts on “ગોદડિયો ચોરો…કઢીચટ્ટો કાળસંગ…હાસ્ય કથા

  1. આજની ગોદડીયા ચોરે ગુજરાતી ભાષા સંભાળવાની બહુ મજા આવી . મારે આ ભાષા શીખવી પડશે . ફેબૃયારીમાં ત્રણ દિ વધ્યા શાહ્બાશ 2013 કાઢી ચતો પણ કેવો પડે અમારી બાજુ ભાટ માટે એક કેની છે જોકે હાહે કોઈ ભાત રહ્યા નથી એટલે મારી વાતની કોઈને માથું નહિ લાગે
    ભાટ કઢી ચાટ ઘરમાં દીવો નકાર વાત “

    Like

    1. આદરણીય વડિલ શ્રી આત્તા

      આપ જેવા અનેરા વડિલ રુપી માર્ગ દર્શકના જ્યારે આશિર્વાદ મળે છે

      તેના પરિપાક રુપે આવું લખવાની પ્રેરણા મળૅ છે.

      હોળી પર્વના શુભ પ્રસંગે આપના દ્વારા જે ગુલાલના રંગ અમ આંગણે વેર્યા તે બદલ ખુબ જ આભાર

      Like

    1. આદરણીય શ્રી હિમાંશુભાઇ

      બસ આ બધો પ્રતાપ ને આધિકાર આપ જેવા અનેક વડિલ મિત્રોના માર્ગદર્શન ને સહકાર થકી શક્ય બને છે.

      આપની શુભ ભાવના ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

      બસ ચોરે આવતા જતા રહેજો

      Like

  2. શ્રી ગોવિન્દકાકા,

    વાહ તમે તો ધાડ્સંગ ઘેર ધાડ પડાવો છો ને કાળસંગને કઢીની પિઠી ચોળાવો છો.

    ફેબ્રુઆરીને ફુંગરાવો ને પાછા બે ત્રણ દિવસ છુટના આપી દિવસો વધારાવો છો

    આવા હસવા જેવા મોજીલા વિચારો ક્યારે આવે છે ને આ લખવાનો સમય અમેરિકામાં

    ક્યારે કાઢો છો .. ખુબ નવાઇની વાત છે. મિત્રો સાથે હસવાની મ્જા આવી

    પણ અમને તમારા ને લેખન પર ગર્વ છે ને હંમેશાં રહેશે.

    Like

  3. “અમારા ધાડસંગ છોરા એના કાને છે બે બાખોરાં”

    “કાળસંગ થયા પૈણવા અધીરા…પીઠી એને ચોળો રે…

    “કાળસંગ છે કાળો ગટો એને કરવો છે લાલ ગોટો.”

    એ હેલીબેનનો છે રુપિયો ખોટો….પીઠી એને ચોળો રે..

    પીઠી કઢીમાં નાખી દીધી અને પછી કઢીથી જ પીઠી ચોળી .આ આખું દ્રશ્ય સરસ હાસ્ય ઉપજાવે

    છે અને એ ગોવિંદભાઈ તમારી ગોદડીયા ચોરાની ખાસિયત છે .આજના ચોરામાં ભુલાઈ ગયેલા કેટલાક

    ગામઠી શબ્દો તાજા થયા .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આપ જેવા વડિલોના આશિર્વાદ રુપી પ્રેરક બળ દ્વારા આવું નવીન સર્જન કરવાની પ્રેરણા મળૅ છે.

      આપના પાવન પગલે આમ આંગણે શુભેચ્છા ભર્યો સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી જુગલકિશોર કાકા

      આજે ગોદડીયો ચોરો પાવન પવિત્રી ગંગાજળની જેમ “બ્રહ્મદેવ” “સાંસ્ક્રુતિક વિશારદ” ને “જુગલકિશોર” એમ ત્રણ

      સ્વરુપોના આશિર્વાદ રુપી છંટકાવ દ્વારા પાવન થઇ ગયો.

      આપના પાવન પગલે આમ આંગણે શુભેચ્છા ભર્યો સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

  4. ભાઈશ્રી. ગોદડિયો ચોરો

    નમસ્કારમ

    ફેબ્રુઆરીના ત્રણ દિવસો ઓછા એટલે શુક્રવાર

    ઝડપથી આવી તે લાભદાયી

    સરસ ચોતરો – ચો તરફ જામી ગયો ભાઈ

    ( તાત્કાલિક ફોન કરશોજી )

    Like

  5. ભાઇ ભાઇ મજો રે મજો આયો

    ભુલાતા જતા ગામઠી ભાષાના શબ્દોની જમાવટ કરી સરસ હાસ્ય પિરસ્યુ છે

    ગોદડિયા ચોરાની ગોદડીયા વાતો ખુબ ગમી

    Like

  6. ” જેનો ચાંલ્લો ૧૦૦ કે તેથી વધારે હોય તેને બે ચમચા શાક મિઠાઇનાં બે ચકતાં પાંચ ભજિયાં બે ચમચા ભાત કે ખીચડી ને બે ચમચા કઢી અને જેનો ચાંલ્લો ૧૦૦ થી ઓછો હોય તેને એક ચક્તું ને એક ચમચો જ પિરસવું.”
    —————–
    જાની અમદાવાદીનો રિવાજ છે- ભોજન ઝાપટીને કર્યા બાદ જ ,,,
    ‘જેવું ભોજન એવો ચાંલ્લો’ !

    Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા

      આ ધાડ્સંગ ચાંલ્લામાંય ધાડ પાડે એવો છે.

      જાની સાહેબનો અનોખો રીવાજ ગમ્યો.

      આપના શુભ સંદેશાની લહેર ઠેઠ અમ આંગણે લહેરાઇ ને આનંદ થયો.

      આપ્ના આશિવાદ બદલ ખુબ જ આભાર

      Like

Leave a comment