ગોદડિયો ચોરો… બે “ળી” નું બાધણું (ઝઘડો,કજિયો )

 ગોદડિયો ચોરો… બે  ” ળી ” નું બાધણું (ઝઘડો,કજિયો )
================================================
cropped-11.jpg
ગોદડિયે ચોરે શાળાની પરિક્ષા ને હોળીના તહેવારોની ચર્ચા ચાલતી હતી
કોદાળો ને કચોલું બરાબરના બાટક્યા હતા. હમણાં વઢી પડશે એવું લાગતું
ત્યાં જ એક માણસ દોડતો દોડતો આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો.
કચોલાજી જલ્દી ચાલો મામલો ખુબ ગંભીર છે. જલ્દી દોડો.
ગોરધન ગઠો કહે અલ્યા કચોલા આ નવતર પ્રાણી કોણ છે ?
કચોલું કહે આ ભાઇ ” રણછોડ રોકડી “ છે એના બાપા કંઇ કામ કરાવે તો
કહે રોકડા લેતો જા અને માગતા હોય તો કહે રોકડા આપતો જા.
નારણ શંખ કહે ભાઇ રોકડિયા શું થયું છે તે કચોલાને બોલાવવા દોડ્યા.
રણછોડ રોકડી કહે અમારા ખાંજીયા પરામાં દિવાળી ને હોળી બાટક્યાં છે.
“દેવજીકાકાની દિવાળી ને હમજુકાકાની હોળી કોનું મહત્વ વધારે એની લડાઇ છે.”
આમ તો એનું નામ હેલી હતું પણ સ્વભાવ એવો કે ફળીયામાં બે જણને બટકાડે
નહિ ત્યાં સુધી એને ચેન ના પડે એટલે બધા એને હોળી કહેતા.
કચોલું કહે અલ્યા ગોદડિયા આખો ચોરો લઇને કાંઇક સમાધાન કરવીએ.
અમે બધાય ખાંજીયા પરાની ખોખલી ગલીઓમાં પહોંચ્યા.
અમે ત્યાં પહોંચ્યા જતાં જતાં મેં કચોલા પાસેથી રણછોડની વાતો જાણી લીધી.
મે પુછ્યું અલ્યા ” રણછોડ કેમ તારો મેળ બેયમાંથી એકેય જોડે ના જામ્યો.”
રોકડિયો કહે ” ભાઇ પૈણીને ( પરણીને) પરચુરણ થૈ (થઇ) જેવું એના કરતાં તો
કુંવારા રૈ (રહી) કડકડતી નોટ જેવા ના રૈએ (રહીએ).”
મેં જોયું ” દિવાળી અને હોળી એ બંન્નેના ઘર વચ્ચે સાડા ચાર ઘરનું અંતર હતું.”
દિવાળી લાંબા ટુંકા હાથ કરીને કહેતી હતી બેસ બેસ હવે છાનીમાની નાની છું
ને ચબ ચબ મોંઢું ફફડાવે છે. જો સાંભળ  મારા ચાબકા.
“છું એક બે દા’ડા ( દિવસ)ની ઉછળ કુદ કરે છે જાણે કે મહિનાની ટૈડ (અહમ)”
હોળી કહે બેસને બહુ ડાહી છું તે “તને આટલો બધો ચટકો શેનો છે ને હું બે દા’ડાની
છું તો તું મોટી મસ ચમની ( કેમની ) છું  એ ભસને ( બોલને)”
દિવાળી કહે “અલી મારો તે’વાર (તહેવાર)  છ  દા’ડાનો છે ને તારો બે દા’ડાનો “
હોળી કહે “તારા છ  દા’ડા એટલે તું કંઇ મોટી મહારાણી નથી થઇ ગઇ તે અકડે છે .”
દિવાળી કહે “જો સાંભળ વાઘ બારશ ધન તેરશ કાળી ચોદશ ને હું પોતે (દિવાળી)
ભાઇબીજ એમ પાંચેય બહેનો અમારા લાડકા ભાઇ બેસતા વર્ષને વધાવીએ છીએ .”
હોળી કહે ” એમાં શું નવાઇની વાત છે મારી જોડેય ધુળેટી બેન તો છે જ ને”
દિવાળી કહે ઓ ચિબાવલી મારા તહેવારમાં નિશાળોમાં વીસ દિવસનું અને
સરકારી કચેરીઓમાં ચાર પાંચ દિવસનું વેકેશન હોય છે.
અલી અબાલ વૃધ્ધ સહુ કોઇ નવાં કપડાં પહેરી ઝુમે મંદિરે દેવ દર્શને જાય
મિઠાઇઓ બનાવાય ને વહેંચાય .
“સહુ કોઇ લક્ષ્મી ને શારદા પુજન ક્રે હનુમાનની આરાધના કરે.”
“અન્નકુટ ધરાવાય બધાય હેપી ન્યુ યર કે સાલ મુબારક કહે.”
હોળી કહે મારા તહેવારે બે દિવસનું વકેશન હોય છે.
અલી બોન ( બહેન) અબાલ વૃધ્ધ આનંદથી ઝુમે  એક બીજાને રંગ ભરી પિચકારી
મારી ભીંજવી નાખે. “તારા તહેવારમાં જે મિઠાઇયો બને તે વરસમાં ઘણી વાર બને.
પણ મારા સમયમાં ધાણી ચણા ખજુર એવું નવાઇ ભર્યું ખાવા મળે.”
“મારા દિવસોમાં કનૈયો, કાનુડો ઘનશ્યામ કે રણછોડ જે કહો તે મંદિરમાં જ નહિ
પણ બહાર ખુલ્લામાં આવીને રાધા સંગ પ્રેમની પિચકારીમાં અવનવા રંગ ભરી રમે.
જો ગોકુળ મથુરા વૃંદાવનમાં આજેય એની પરંપરા ઉજ્વાય છે.”
દિવાળી કહે મારી જ પુજા થાય છે. દિવડા ઝગમગે છે ને સર્વત્ર ઉજાસ વ્યાપી જાય .
પણ….“એક જમાનો હતો ગામનો કુંભાર ઘેર ઘેર માટીનાં દશ બાર કોડિયાંને
કુલડીયો મુકી જતો સહુ પ્રેમથી એને મહેનતાણા પેટે રોકડ અથવા અનાજ આપતા
હતા.  એ રીતે એમને કામ અને વળતર મળતું .”
“આજે ચીનની બનાવટના દિવડા સાથે ઘણું બધું આવ્યું”
“મારા સમયમાં ફટાકડા ફુટે જીવ જંતુ ને મચ્છર મરી જાય.”
એક વાતનું દુખ થાય છે “આ અવનવા ફટાકડા આવ્યા છે ત્યારનાં નાનાં બાળકો
દાઝી જાય છે. અને આ હવાઇઓ  એવી અવળી ઉડે છે કે બીજાનું નુકશાન કરે છે.”
હોળી કહે અલી બોન (બહેન) “મારા તહેવારમાંય ચીની બનાવટની પિચકારીયો
સાથે કેમિકલ ભેળવેલા રંગો આવતાં ચામડીને બીજા રોગોની પધરામણી થઇ.”
મારા તહેવારમાં” પહેલાં ગામમાંથી લાકડાં છાંણાં ઉધરાવી ગામની ભાગોળે હોળી
બનતી  હાલ ઝાડને આડે ધડ કાપી પર્યાવરણનો નાશ કરવામાં આવી રહ્યો છે.
છતાંય સરકારો ને  વનવિભાગ ચુપ છે .
“ડેન્સા ( લાકડાં વહેરનારા- શો મિલ )) ડબ્બા ભરીને કમાય છે ને મામલતદારોને
ઘેર બેઠાં મિઠાઇ ( લાંચના રુપિયા)નાં પોટલાં પહોંચી જાય છે .”
મારા તહેવારમાં લોકો લાકડાં જલાવી બાળે છે પણ “ખરેખર તો અહમ કામ ક્રોધ
વ્યસન આતંક્વાદ પ્રદેશવાદ જાતિવાદને બાળવાની તાતી જરુર છે “
સિનેમામાંય મારા ગીતોને સ્થાન મળ્યું . શોલે ને કટી પતંગ જેવી ફિલ્મોમાં મારાં
ગીતો ગવાયાં
અને ખાસ તો ” ગબ્બરર્સિંગનો સ્પેશીયલ સંવાદ ” હોલી કબ હે.. કબ હે હોલી”
દિવાળી કહે મનેય સિનેમાના ગીતોમાં સ્થાન મળ્યું છે અરે……
ફિલ્મ ઝંજીરમાં અમિતાભ બચ્ચન અજિતને કહે છે…….
” ધરમ દયાલ તેજા વો ભી દીવાલી કી રાત થી આજ ભી દિવાલીકી રાત હૈ “
આ બંન્નેના લહેકા ને છણકા સાંભળી મેં કહ્યું અલી બોનો ( બહેનો) હોંભરો ( સાંભળો )
તમાર બંન્નેનું બહુ જ મહત્વ છે તમે બંન્ને તમારી વાતોએ સાચી છો .
તમારા બંન્નેના નામ પરથી કહેવતો પણ પડી છે. જેમ કે,,,,,,
” દિવાળી બગડી ” દિવાળી સુધરી ગઇ ”   “દીવાળીએ દેખા દીધી”
” હૈયા હોળી ”  ” હોળી સળગી ”   ” સામી હોળીએ સારું કામ ના થાય “
પણ તમારા બંન્ને વચ્ચે એક સામ્ય (સમાનતા) જરુર છે .
દિવાળી ને હોળી બંન્ને મારી સમે તાકી ને કહે કઇ વાતનું સામ્ય છે.
મેં કહ્યુ તમે દિવાળી ને આ હોળી ખરું ને તમારો છેલ્લો અક્ષર સરખો જ છે.
અને તે.….  ળી….ળી…ળી…ળી…ળી…ળી…ળી
 
ગાંઠીયો-
હોળી સળગાવે ને દિવાળી દઝાડે !!!!!!!!
===============================================
સ્વપ્ન જેસરવાકર

18 thoughts on “ગોદડિયો ચોરો… બે “ળી” નું બાધણું (ઝઘડો,કજિયો )

  1. ભાઈશ્રી. ગોદડિયાજી ( સ્વપ્નજી )

    ” ળી ” નુ જોરદાર લાવ્યા ભાઈ

    મજા પડે છે, હવે એમે ફ્રી થઈ ગયા છે, નવુ વાંચીશું

    મને શુક્રવાર સાથે એક દિવસ વધારવા જેવો લાગે છે.

    કેમ લાગે વિચારજો

    જોકે પેલા શુક્રવારમાં આતુરતા વધારે રહે છે.

    એટલેકે તે વધારે સારૂ જ કહેવાય

    Like

  2. પૂજ્ય ગોવિંદકાકા,
    આપે ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે, હવે અમને ગોદડીયારો ચોરો માનવાની ઔર મજા આવશે,
    આપના બ્લોગને મારા બ્લોગ પર મૂકી ધન્યતાની લાગણી અનુભવું છું,
    બસ આ રીતે અમને સાહિત્ય થાળ પીરસતા રહેજો.
    લિ.
    નીલેશ પટેલ
    sarasvatinagarschool.blogspot.in
    આંકલાવ આણંદ, ગુજરાત

    Like

    1. ભાઇ શ્રી નિલેશ

      બસ ગોદડિયે ચોરે શુક્ર્વારે આંટો મારતા રહેજો .મારો બ્લોગ આપના બ્લોગે શણગાર્યો એ બદલ ધન્યવાદ

      હોળી પર્વના શુભ પ્રસંગે આપના દ્વારા જે ગુલાલના રંગ અમ આંગણે વેર્યા તે બદલ ખુબ જ આભાર

      Like

    1. આદરણીય શ્રી હિમાંશુભાઇ,

      આપ જેવા અનેરા વડિલ રુપી માર્ગ દર્શકના જ્યારે આશિર્વાદ મળે છે

      તેના પરિપાક રુપે આવું લખવાની પ્રેરણા મળૅ છે.

      હોળી પર્વના શુભ પ્રસંગે આપના દ્વારા જે ગુલાલના રંગ અમ આંગણે વેર્યા તે બદલ ખુબ જ આભાર

      Like

  3. દિવાળી અને હોળી એ બેના ઝગડા આજના ચોરામાં ખુબ ચમક્યા .

    હોળી કહે બેસને બહુ ડાહી છું તે “તને આટલો બધો ચટકો શેનો છે ને હું બે દા’ડાની

    છું તો તું મોટી મસ ચમની ( કેમની ) છું એ ભસને ( બોલને)”

    તમારી કલ્પનાઓના ઘોડા દોડાવીને રચેલા સંવાદો વાંચવાની મજા આવી ગઈ , ગોવિંદભાઈ .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      અમારે આંગણિયે પ્રેમની પિચકારી લઇને રંગોત્સવમાં પધાર્યા.

      આપના સંદેશમાં એક પોતિકાપણાની લાગણી વર્તાય છે

      આપે સુચક શબ્દો દ્વારા નવા મુદ્દા વિશે વિચરવાનું મલે છે ને નવીન લખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે

      આપના પ્રેમ ભર્યા પિચકારીના ગુલાલ વડેઅમોને રંગી દીધા એ બદલ ખુબ જ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      અમારે આંગણિયે પ્રેમની પિચકારી લઇને રંગોત્સવમાં પધાર્યા.

      આપના સંદેશમાં એક પોતિકાપણાની લાગણી વર્તાય છે

      આપે સુચક શબ્દો દ્વારા નવા મુદ્દા વિશે વિચરવાનું મલે છે ને નવીન લખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે

      ” છે કચ્છમાં સ્થળ છે ખાવડા તે પ્રદેશના છે દાવડાજી

      પ્રેમે પધારશો ને આશિર્વાદ દેજો કાયમ આવડાજી ”

      આપના પ્રેમ ભર્યા પિચકારીના ગુલાલ વડેઅમોને રંગી દીધા એ બદલ ખુબ જ આભાર

      Like

  4. દિવાળી ,હુંફાળી,
    હોળી કાંટાળી
    કામવાળી સાંકળી,વાદળી ળી …
    જોડકણુ
    અમે તો હરિના જન પણ કોઇ હરિજન કહેતું નથી
    આખો દિન કરીએ કામ કોઇ કહેતું નથી કામવાળી

    Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન

      અમારે આંગણિયે પ્રેમની પિચકારી લઇને રંગોત્સવમાં પધાર્યા.

      આપના સંદેશમાં એક પોતિકાપણાની લાગણી વર્તાય છે

      આપે સુચક શબ્દો દ્વારા નવા મુદ્દા વિશે વિચરવાનું મલે છે ને નવીન લખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે

      આપના પ્રેમ ભર્યા પિચકારીના ગુલાલ વડેઅમોને રંગી દીધા એ બદલ ખુબ જ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,

      અમારે આંગણિયે પ્રેમની પિચકારી લઇને રંગોત્સવમાં પધાર્યા.

      આપના સંદેશમાં એક પોતિકાપણાની લાગણી વર્તાય છે અને સુચક શબ્દો દ્વારા નવા મુદ્દા વિશે વિચરવાનું મલે છે

      આપના પ્રેમ ભર્યા પિચકારીના ગુલાલ વડેઅમોને રંગી દીધા એ બદલ ખુબ જ આભાર

      Like

  5. રોકડિયાની હાઉ હાચી વાત
    ” ભાઇ પૈણીને ( પરણીને) પરચુરણ થૈ (થઇ) જેવું એના કરતાં તો
    કુંવારા રૈ (રહી) કડકડતી નોટ જેવા ના રૈએ (રહીએ).”

    પ્રવીણ શાસ્ત્રી.

    Like

    1. શ્રી પ્રવિણભાઇ,

      લ્યો આખરે નિષ્ણાત કાન્તજી અમારે આંગણિયે પ્રેમની પિચકારી લઇને રંગોત્સવમાં પધાર્યા

      આપના પ્રેમ ભર્યા પિચકારીના અમોને રંગી દીધા એ બદલ ખુબ જ આભાર

      Like

Leave a comment