ગોદડિયો ચોરો… ઉપાડવા કોને ?

ગોદડિયો ચોરો… ઉપાડવા કોને ?
========================================
cropped-11.jpg
કુંભ મેળો રંગે ચંગે પુર્ણ થઇ ગઇ. ઠાઠડિયા બાપુની મંડળી સ્વગૃહે પરત
થવાની તૈયારીમાં લાગી ગઇ છે. ડેરા તંબુ સમેટી અમે ટ્રક્માં સામાન
ભરતા હતા ત્યાં જ તોડીમલ તોડીખાઉનો ફોન રણક્યો ..
હલ્લો હલ્લો કોણ બોલે છે ? પેલા ઠાઠડિયા બાપુ સાથે વાત કરવી છે.
અમારા સ્પેશિયલ એ.ડી.સી ભદા ભુતે મને ફોન આપ્યો.
મેં કહ્યું હલ્લો તોડીમલજી આપનો સંદેશો મળ્યો ત્યારના હાલી ગયા છીએ
હવે ચેટલું (કેટલું ) હલ્લો હલ્લો કરીને હલાવશો .?
તોડીમલ કહે જુઓ તમે અલ્હાબાદમાં છો ને હું દિલ્હીમાં છું. તમે એક કામ 
કરો ત્યાં ” અમારા એજન્ટ સમાજ સેવક શ્રી સત્યકામ હરિશ્ચંદ્ર સત્યવાદીજી
ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના વડા છે એમને ૭૫૦૦ ડોલર ચુકવી દેશો તો
વિદેશી નાંણાના ગુનામાંથી તમને મુક્ત કરી દઇશું “
મેં સારું કહી ફોન મુકી દીધો. ને ભકત જનોને કહ્યું જોયું” લ્યા સમિતિના નેતા
સત્યવાદી સત્યકામ ને લાંચ પાછા એજ લઇ ઘર ભરે”
ભદા ભુતે જઇને ડૉલર ચુક્વી દીધા ને પાછો આવી ગયો.  આ બધી કડાકુટમાં
રાત પડી ગઇ.
જમી પરવારી રાતના મોડા બધા મિઠી નિંદરમાં હતા. લગભગ રાત્રિના બાર
વાગે ભદા ભુતે મને જગાડ્યો “ઓ ઠાઠડિયા બાપુ પેલા ચિત્રગુપ્તજી પધાર્યા છે”
હું બેબાકળો બની જાગી ગયો. ને એમને આવકારતાં કહ્યું પધારો પ્રભુ પધારો .
એમણે આસન ગ્રહણ કરી જળપાન કર્યું ને કહ્યું સાંભળ મારે થોડી ચર્ચા કરવી છે.
ચિત્રગુપ્તજી કહે ” અલ્યા ગોદડિયા મારા ચોપડામાં બહુ મોટી ગરબડ થઇ છે”
અમારો યમરાજ એક દિવસ સોમરસના નશામાં ગોટાળા વિશે બબડી ગયો .
આ વાત શંકરદાદા  વિષ્ણુજી ને બ્રમાજીના કાને ગઇ હવે મને બોલાવીને રોજ
હવા ભરે છે ને કહે છે હવે સ્પેશિયલ ઓડિટ કરાવવું પડશે.
ગોદડિયા તું જ કહે” જો હું તારા નામનું વોરંટ કાઢું તો પાછો તું કહે ભાઇ હું તો
ગોવિંદભાઇ ઇશ્વરભાઇ પટેલ છું. જો આ નામનું વોરંટ કાઢીએ તો પાછો તું જ
કહે ના હું તો સ્વપ્ન જેસરવાકર છું  તો અમારે ઉપાડવો કોને “?
જો ને “છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી આવે તે પહેલાં તમે બધા બાબલો કે
બેબલી ચકુડો બેબો લાલ્યો કાળિયો મંગો ચંગો સોમો ભોપો બુધો ગગો ને
પોયરો એમ કહીને બોલાવો છો અમારા ચોપડે આ નામો નોંધાઇ જાય “
“સ્કુલમાં નામ દાખલ કરાવો કે જન્મ રજિસ્ટરમાં નંધાવો ત્યારે ચંગાનું નામ
ચમનલાલ ને ભોપાનું નામ ભુપેન્દ્રપ્રસાદ લખાવો પછી અમારા ને તમારા
ચોપડામાં જુદી જુદી નોંધ થાય ને હું વોરંટ કાઢું ત્યારે આંતર વિગ્રહ થાય.”
મેં કહ્યું પ્રભુ આપની આ વાત મુદ્દાની છે એનો મને જાત અનુભવ થયો છે.
ગત વર્ષે જ્યારે હું ગુજરાત ગયો ને અમદાવાદના સરદાર પટેલ વિમાન
મથકે ઉતર્યો ત્યારે આવું જ એક દ્રશ્ય મેં નજરો નજર જોયું છે.
એક બેન જે અમદાવાદમાં ” શકરી શાક્વાળી “ તરીકે પ્રખ્યાત હતાં  નસીબ
જોગે એમને અમરિકા જવાનું થયું ને પાંચ વર્ષ પછી એ અમેરિકન સીટીઝન
થયાં . અમેરિકામાં જ્યારે નાગરિક્ત્વ મેળવવાની પરીક્ષા આપીએ ત્યારેપુછે
કે તમારે નામ બદલવું છે જો આપણે હા કહીએ ને પેપરમાં નામ લખાવીએ
તો નાગરિક્તાના પ્રમાણપત્રમાં સુચવેલું નામ આવે ને પાસપોર્ટ એ નામે બને.
આ શકરીબેને એમનું નામ  ” સેન્ડી વેજી “ કરાવી દીધેલું .
ભારતમાં પ્રવેશવા માટે ઇમિગ્રેશન માટે કરાવવું પડે ને એ માટે જે તે રાજ્યના
પોલિસ હવાલદાર પાસપોર્ટ ચકાસવા માટે બેસતા હોય છે.
” ભારતમાં બધા જ હવાલદાર શરીરે જુઓ તો ભરાવદાર હોય છે “
હવાઇ અડા પર હવાલદાર હિંમતલાલે કહ્યું “કેમ છો શકરીબેન શાક્વાળાં.”
બસ આ સાંભળતાં જ શકરીબેન કહે ” વોટ નોનસન્સ યુ ટોકિંગ. યુનો આઇ એમ
મીસ સેન્ડી . ડોન્ટ ટેલ મી ઓલ્ડ એની નેઇમ. ઓન્લી મિસ સેન્ડી.”
હિંમતલાલ હવાલદાર કહે ” યુનો તો તમારા અમેરિકાના ન્યુયોર્ક્માં છે અમારે
અહીં તો આઇનો ( અરિસો) છે “
હવે તું જ કહે અમારે ચોપડે શકરીબેન હોય ને એ કહે મિસ સેન્ડી .
અલ્યા પરદેશમાં જઇને ” જિતુ જેક  સુરેશ સેમ ગોવિંદ ગ્રેગ મગન મેક
શાન્તા સિલ્વિયા બબલી બેરી બની જાય છે.”
બોલ હવે તું જ કહે ” અલ્યા અમારે ઉપાડવા કોને “?
હમણાં સ્વર્ગમાં ગુડ ગવર્નેસની ચર્ચા ચાલી હતી એટલે અમે યમરાજને ભારતમાં
એના વિશે જાણકારી લેવા મોકલ્યો હતો.
મારો બેટો અક્કલનો ઓથમીર ત્યાં જઇને એવાં કરતુતો કરી આવ્યો છે કે મને તો
કહેતાં શરમ આવે છે.
મારો બેટો ભારત જઇ” પેલા નિત્યાનંદ સ્વામી પાસે અભિનેત્રીઓને રમાડવાની
કળા પેલા નારાયણદત તિવારી પાસે રાજભવનમાં અનોરસ સંતાનની કળા ને
કાંડા પાસે એર હોસ્ટેટને ફસાવવાની કળા જ્યારે મંદેરણા પાસે ભંવરી દેવીને
રિઝવવાની કળાઓ શિખી લાવ્યો હતો.”
જોને “ગયા વર્ષે ગુજરાત ગયેલો તો ત્યાં વિધાનસભાની કાર્યવાહી જોવા માટે
પ્રેક્ષક ગેલેરીમા પહોંચી ગયેલો ભોગના જોગ એની બેઠક પેલા શંકર ચોધરી ને
જેઠા ભરવાડ બેસેલા એમની બરોબર ઉપર જ હતી એવડા બેય વિધાનસભામાં
આઇપોડ કાઢી પોર્ન ફિલ્મ જોતા હતા એમાં એને ઉપરથી ઝાંખુ દેખાતું પણ એવો
રસ પડી ગયો કે કોઇને મરી ગયા પછી લેવા મોકલીએ તો આઇપોડની માગણી
કરે છે જો કોઇ કહે અમારી પાસે નથી તો કહે ખાટલો ભરો તો અચુક મુકજો “
અહીયાં પણ બીજા દુતોને આઇપોડની કરામતો સમજાવી  યમલોક્માં આઇપેડ
દાખલ કરાવવા માગે છે .
અરે હદ તો ત્યાં કરી છે કે “હવે યમરાજ એશિયન દેશોના કોન્ટ્રાકટરોના સંપર્કમાં
આવ્યો છે ત્યારથી પેટા કોન્ટ્રાકટ આપતો થઇ ગયો છે “.
મેં પુછ્યું પ્રભુ એ કેવી રીતે શક્ય બને ?
ચિત્રગુપ્તજી કહે “મારો બેટો બહુ બનેલો છે એ તો આતંકવાદીઓનો સંપર્ક કરીને
કોન્ટ્રાકટ આપી દે છે ક્યારેક તો શાર્પ સુટરને સોપારી આપે છે.”
અમે પુછીએ તો કહે “વારંમવાર આવ જા કરવું આ પાડા ઉપર કઠીન પડે છે
જો આતંકવાદીયો સાથે સોદો કરીએ તો એક જ ફેરે જથ્થાબંધ આવક થાય”
” જો આવા કર્મચારીઓ મળે તો  આ ચિત્રગુપ્તની ચકલી ફુલેકે જ ચડે ને “!
“ધરતી પર તમે બધા નામો બદલ્યા કરો પછી ચોપડામાં ચકરડાં વળે જ ને “!
પછી “બ્રહ્માજી બબડે શંકરજી સટસટાવે ને વિષ્ણુંજી વખોડે ને ઘેર ચિત્રગુપ્તાણી
ચટકા ભરતી હોય તો આ ચિત્રગુપ્ત જાયે તો જાયે કહાં “
હવે આ બધાએ મિટીંગમાં નક્કી કર્યું છે કે ભારત જઇને ચોપડા ક્લિયર કરાવી
લાવો “પછી લામ્કસ ( LAMKS ) (લક્ષ્મી અંબા મહાકાલી સરસ્વતી ) પાસે
ઓડિટ કરાવીશું ને રિપોર્ટ દેવ સભાના ટેબલ પર મુકીશું.”
કેમ કે બાપ દાદાનો ધંધો તો સંભાળવો પડે ને !!!!!!!!!!!!
” જિના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં ”
હવે તો ચિત્રગુપ્તજી એકલા એકલા રડતાં રડતાં ગાય છે.
“ઇસ ભરી દુનિયામેં કોઇ ભી હમારા ના હુઆ
ગેર તો ગેર થે અપનોંકા ભી સહારા ના મિલા “
ગાંઠિયો-
જો નવા યમરાજોની ભરતી કરવાની થાય તો દુનિયા ભરના રાજકિય
નેતાઓ પ્રથમ નંબરે પાસ થાય.
નિયમો ને છટકબારીમાં પુરું દેવલોક સમસમી જાય એવાં કરતુતો કરે !!!!!
===========================================
સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો… ઉપાડવા કોને ?

  1. શ્રી. ગોવિંદભાઈ

    હું અનુભવી કમ્પ્યુટર નિષ્ણાંત જ છું, મને અમેરિકા

    બોલાવી લો તો મરૂ કામ થઈ જાય.

    બસ એક ટાઈમ જ ખાઈશ એની હું તમને બાંહેધરી આપુ છું.

    માત્ર એક ટાઈમ માટે મને

    પિઝા, ખમણ, લોચો, રસ, ઘારી, ફાફડા, જીરા રાઈસ

    કોક આપજો

    વિચારો ગુમાવવા જેવી ઓફર નથી

    Like

  2. કોમ્પ્યુટર પણ કન્ફ્યુઝ થઈ જાય ..બીચારા ચિત્રગુપ્ત ચોપડા કેમના સરખા કરે? ..કુંભમેળાની ડૂબકી બાદ જબરી સિધ્ધિ ‘સ્વપ્ન’ ને ફળી છે. દેવલોકના સમાચાર તમારા થકી જ ચેનલાઈઝ થતા , લોટરી

    લાગશે એ નક્કી!

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ ( આકાશદીપ)

      ટુંક સમયમાં ચિત્રગુપ્તજીનો ડેટા કોપ્યુટરાઇઝ કરાવવાનો છું હાલ કોઇ અનુભવી કોમ્પ્યુટર નિષ્ણાતની શોધમાં છું

      કુભની ડુબકી બાદ આપ જેવા વડીલોના આશિર્વાદ મળ્યા છે એટલે આવી સિધ્ધિ પ્રાપ્ત થઇ છે. .

      આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી પ્રજ્ઞાજુ બહેન,

      હર હંમેશની માફક આપનો પ્રેરણા ભરપુર સંદેશ મન ભાવન બની ગયો.

      આપના દ્વારા પ્રાપ્ત થતો સંદેશ મારા જીવન કવનમાં વણાઇ ગયો છે

      માટે બે પંકતિઓ આપના માટે રજુ કરું છું

      ” હોતા હે મેરા કામ આપકે સંદેશ સે

      હોતા હે મેરા નામ આપકે સંદેશ સે

      આપ જૈસે વડિલો કા સહારા મીલા હૈ

      ઇસ લિયે ગોદડિયા ચોરા ખીલા હૈ ”

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      Like

Leave a reply to ગોદડિયો ચોરો… જવાબ રદ કરો