ગોદડિયો ચોરો… પાડાઓ ગયા ક્યાં ?

ગોદડિયો ચોરો… પાડાઓ ગયા ક્યાં ?
============================================
cropped-11.jpg
ગોદડિયા ચોરાની ચટપટી ચર્ચા ચાલુ હતી. આજે ચર્ચાનો વિષય દેશ વિદેશ
સાથે સંસદ સુપ્રિમ કોર્ટ  ને કર્ણાટક્ના નાટકનો રહ્યો હતો.
ચોરેથી છુટી ઘેર જઇ જમવાનુ પરવારી સોફા પર આડો પડી સહારાને સહારે
આજતક્ની ટકટક જોતો ક્યારે નિંદરમાં પડ્યો તે ખબર ન પડી.
મોડી રાત્રે ચિત્રગુપ્તજીનો સંદેશો લઇ એક દુત આવ્યો તે કહે ચાલો મારી સાથે
આપને ચિત્રગુપ્તજીએ તાત્કાલિક બોલાવ્યા છે.
મેં કહ્યું ” તમારા આ ભાઇનું જેમ નામ છે એમ એમનું ચરિત્ર ગુપ્ત જ છે કે શું ?
તે વારે વારે ઉંઘમાંથી ઉઠાડી મને ચર્ચામાં પરાણે ઢસડી જાવ છો.”
હું નાહીધોઇ સ્વસ્થ થઇ પધારેલા દુત કહો કે ભુત કહો એમની સાથે ચિત્રગુપ્ત
દરબારે પહોંચ્યો.
દેવ દરબારમાં બ્રહ્માજી શંકરજી વિષ્ણુંજી સુર્યજી વરુણજી ચંદ્રજી કુબેરજી ધનંજયજી
સાથે અન્ય દેવતાઓ સાથે પેલા નારાયણ જપધારી નારદજી ઉપસ્થિત હતા.
ત્યાં “બહ્માજી શંકરજી ને વિષ્ણુંજી ભેગા મળી જેમ કોંગ્રેસવાળા મનમોહનજીની
અને ભાજપવાળા કાર્યકર્તાઓની ખબર લેતા હોય તેમ ચિત્રગુપ્ત ને યમરાજની
ટોળકીને ખખડાવી બરાબરની હવા ભરતા હતા.”
શંકરજીએ ચારે બાજુ નજર દોડાવી પુછ્યું ” અલ્યા આજની આ સભામાં પેલો
ઇન્દ્ર કેમ દેખાતો નથી ? શું એને સભાની જાણ કરી નથી “
ચિત્રગુપ્તજી કહે  “હે મહેશ સર્વેને જાણ કરી હતી પણ એમના તરફ્થી સંદેશો એવો
આવ્યો છે કે તેમનો દાંત દુખે છે .”
શંકર કહે ” ખરી વાત એના અગિયાર વર્ષે દુધિયા પડી નવા દાંત આવવાના શરુ
થઇ ગયા હશે એ બંગલામાં બેઠો બેઠો ટક ટક નું નાટક જોતો હશે. “
“મિં ચિત્રગુપ્તજી “આપે ચોપડા બરાબરના ચિતર્યા હોય તેવું લાગતું નથી આવક
જાવકની નોંધ બરાબર મળતી નથી તમે કરો છો શું? પગાર મફતનો ખાઓ છો ?”
જુઓ આ યમરાજ સાથે  ધરતી પર ચોપડા મોક્લી હિસાબ બરોબર કરી નાખો.
“મિ. યમરાજ તમે ચોપડા લઈ જાવ ને કોઇ સચિવ કે પ્રધાનને મળી જન્મ રજિસ્ટર
સાથે આપણા ચોપડાની વિગતોની ખરાઇ કરી લાવો સમજ્યા.”
યમરાજ કહે હે ” દેવાધિદેવો જગત પાલનહાર  આપ મારી તકલીફ પર ધ્યાન દો
ને મારા પ્રશ્નનું નિરાકરણ તો કરો. હુ ય હવે કંટાળી ગયો છું.
ચિત્રગુપ્તજી કહે “હવે ચાંપલો થા મા. પુરતો પગાર ને એલાઉન્સ પણ આપીયે છીયે.”
યમરાજ કહે જુઓ” દેવો ભારતમા અબજ ઉપરની વસ્તી છે ને ચોપડા ઢગલાબંધ .
આ મારો પાડો કલાકે પાંચ માઈલની ઝડપે ચાલે છે હવે હું કેટલા ફેરા કરું ત્યારે આ
બધા ચોપડાની ખરાઇ થઇ શકે એટલે મારો પ્રશ્ન ગંભીર વિચારણા માગી લે તેમ છે.
ઓછામાં ઓછા સાતસો આઠસો પાડા મળે તો બે ચાર ફેરામાં આ ચોપડા લઇ જવાય “
ચિત્રગુપ્તજી કહે મેં તપાસ કરી પણ એટલા બધા પાડાઓ મળવા મુશ્કેલ છે.
નારદજી કહે “ઓ ગોદડિયાજી હવે હજારેક પાડાની વ્યવસ્થા કરવાની છે .”
મેં કહ્યું હે દેવાધિ દેવ ગણ આટલા બધા પાડા એક સાથે મળવા અસંભવ છે પણ મને
એક રસ્તો સુઝે છે જો આપ આજ્ઞા આપો તો વિચાર રજુ કરું .
નારદજી કહે “ઝટ બોલી નાખ ગોદડીયા ફોદડીયા કે ગોટડિયા જે વિચારો હોય તે.”
મેં કહ્યું ” અમારા સરદાર સાહેબ જ્યારે પેટલાદની એન.કે. હાઇસ્કુલમાં ભણતા
હતા ત્યારે સાહેબે પાડા ( ઘડિયા) લેશનમાં લાવવાનું કહ્યું હતું . સરદાર સાહેબ
બીજા દિવસે શાળામાં ગયા ને સાહેબે પુછ્યું અલ્યા વલ્લભ પાડા લાવ્યો કે ?
ત્યારે સરદાર સાહેબે મજાક કરતાં કહેલું સાહેબ લાવેલો પણ  આપણી  શાળાના
ઝાંપે ( દરવાજે )થી ભડકીને નાશી ગયા.”
(એન. કે. હાઇસ્કુલ એટલે  શેઠ નારણભાઇ કેશવલાલ પરીખ કે એક સમયે
પેટલાદમાં કેશવ મિલના માલિક . જોકે પેટલાદમાં કેશવ મિલ રાજરત્ન મિલ
બુલાખી મિલ અને રંગશાળા એમ ચાર ભાઇઓની ચાર મિલો હતી એમ પેટલાદ
ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું . રાજરત્નનો ઇલ્કાબ શ્રીમંત સરકાર સયાજીરાવ
ગાયક્વાડે આપેલો. હજુ પણ પેટલાદમાં નારણભાઇ શેઠે ઉભી કરેલી સંસ્કૃત
પાઠશાળા ચાલે છે . કાશીમાં પંડિત થતા પહેલાં અહિં પાસ થવું જરુરી છે )
હવે એ પાડા જો મળી આવે તો જ યમરાજજીની સમસ્યા હલ થાય .
યમરાજ ખુશીના માર્યા ઉછળી પડીને બોલ્યા તો હમણાં જ તમારા એવડા
સરદાર સાહેબને બોલાવી લાવું છું.
મેં કહ્યું “યમરાજજી એ કોઇ આલતુ ફાલતુ માનવ નથી કે આમ ઠેકડા મારો છો.”
” એ ભારતના ભડવીર લોખંડી પુરુષ લાખોના લાડીલા સપુત મહામાનવ છે.
અલ્યા એમની સાથે વાત કરતાં ચર્ચિલ ગભરાતો. આ કૄષ્ણજીને મહાભારતમાં
દુર્યોધન કે એવા કાંઇકને સમજાવતાં ફાંફા પડેલાં જ્યારે એવા જ દુષ્ટોને એમણે
ઘડીના છઠા ભાગમાં ભારતમાં ભેળવી દીધેલા એવો ખુમારીવંત માનવ છે.”
નારદજી કહે ચાલો ત્યારે આપણે ત્યાં જઇ એમની સલાહ લઇએ.
અમે ભારત ભડવીર એવા સરદાર સાહેબને મળવા પહોંચ્યા.
“બસ એજ ખુમારી એ જ જુસ્સો ને એ જ નિડરતા સાથે પુસ્તક વાંચી રહ્યા હતા.”
મેં જઇને નમસ્કાર કરતાં કહ્યું ” વંદે માતરમ “ જય ગુજરાત “ વડીલ વલ્લ્ભદાદા.
ત્યાં જ અસલ ચરોતરીમાં ઘેઘુર અવાજે કહ્યું ” અલ્યા ચ્યોં(ક્યાં)ના વતની સો (છો)
અને અલ્યા ઓમ (આમ ) મને દાદા હુ ( શું) કરવા કેછ (કહે છે )”
” દાદા પેટલાદ પોંહે( પાસે) જેહરવા (જેસરવા) ગોમનો (ગામ) વતની સું (છું)
હુ પણ તમે ભણેલા એ એન. કે. હાઇસ્કુલ નેહાળ (નિશાળ)માં ભણ્યો છું.
મેં કહ્યું દાદા આપ સ્વર્ગે સિધાવ્યા ત્યારે હું બે જ વરહ (વર્ષ)નો અતો ( હતો)
હારું બેટા સુખી થા કંઇ કોમ (કામ) ધંધો કરે છે કે પછી રખડી ખાય છે.
મેં કહ્યું દાદા કામ તો કરું છું “ગોદડિયા ચોરે બેસી ભલ ભલાની ફિલમ ઉતારું છું “
સારું ગુજરાતમાં શું ચાલે છે. બધું બરાબર છે ને ?
મેં કહ્યું આમ તો હારું (સારું ) ચાલે છે .” હદ તો ત્યાં સુધીની થઇ છે કે આપની
તેમજ પુજ્ય બાપુની જમીનો પણ વેચાઇ જાય છે બોલો આવી ગુજરાતની
દશા કરી મુકી છે.”
સારું બોલ હવે મને મળવા શા કારણે આવ્યો છું ?
મેં કહ્યું આપે જ્યારે શિક્ષકશ્રીને કહેલું “સાહેબ પાડા તો લાવેલો પણ ઝાંપેથી
ભડકીને નાશી ગયા એ પાડા અત્યારે ક્યાં હશે ને શું કરતા હશે ?”
સરદાર સાહેબે કહ્યું “અલ્યા ડફોળ એ વાતને સવાસો વરહ ( વર્ષ ) થયાં એ
પાડાઓ તો મરી ગયા હશે પણ હા એમના વંશજો ખાઇ પી તાજા માજા થઇ
કેટલાક રાજકારણમાં તો કેટલાક સરકારી નોકરીઓમાં તો કેટલાક ગુંડાગીરીમાં
તો કેટલાક બિલ્ડરો તો કેટલાક વેપારી બની ભારતીય જનતાનું પરસેવો પાડી
રળેલું ધન ઘાસચારો સમજી  વાગોળી રહ્યા છે ને જનતાના ભરેલા કરવેરા દ્વારા
ભરેલ ધનથી હવામાં ઉડાઉડ કરે છે. સગાં સબંધી ભાઇ ભત્રીજા પુત્ર પુત્રીઓ ને
સાળા સાળીઓ વિગેરેને વગર નોંતરે જમાડી રહ્યા છે. ગમે તેમ ફાવે એવાં નિવેદનો
કરી રહ્યા છે ને નાનીથી મોટી ખુરશી મેળવવા કુદકા મારે છે ને વારંવાર શિંગડાં
ભરાવી જનતાને આમતેમ ઉછાળે છે. “
મેં કહ્યું આ તો જબરું કહેવાય !
સરદાર સાહેબ કહે “બોલ હવે આ પાડા કોઇ કામના ખરા ? અને જે કોઇ કામના
ના હોય એમને હરાયા પાડા કહેવાય.”!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ગાંઠિયો=
સરદાર સાહેબ માટે ચાર પંકતિઓ
જુઓ મુજ નાવ પર દરિયાના કેટલા બધા ધાવ છે
તોફાનો સાથે લડવાનો મારો હંમેશનો સ્વભાવ છે
નથી મારા દર્દની દુનિયાભરના હકિમો પાસે દવા કેમ કે,
મારા શર પર ફક્ત એકતા ને અખંડિતત્તાનો તાવ છે
=========================================
સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો… પાડાઓ ગયા ક્યાં ?

 1. સરદાર સાહેબ કહે “બોલ હવે આ પાડા કોઇ કામના ખરા ? અને જે કોઇ કામના

  ના હોય એમને હરાયા પાડા કહેવાય.”!!!!!

  ગોવિંદભાઈ આજે દિલ્હીના રાજકારણમાં આવા પાડાઓનો તોટો નથી .ડાઈમ એ ડઝન મળી આવે .

  આજના ચોરાની રંગત માણી .

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા

   આ ચોરો શેખચલ્લીની જેમ ઉડતી હવામાંથી વિચારો પકડી લે છે

   પછી એ વિચારોનું વલોણું કરી માખણ તારવી પીરસે છે

   હવે દિલ્લીવાળા પાડાઓની ગિલ્લી આ ગોદડિયા બાપુ એવી ઉડાવશે કે ખુબ મજા આવશે

   આપના પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. આપના ચોરો તો ઈન્ટનેશનલને બદલે યુનિવેરસલ ચોરો થઈ ગયો છે. કંઈ કંઈના સમાચારના લેટેસ્ટ અહેવાલ ટીવીને પણ પાછા પાડી દેશે…

  શ્રી ગોવિંદભાઈનો રાજકરણનો તલસ્પર્શી અભ્યાસ લેખમાં ઝળકી ઊઠેછે. મજાનો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આ ચોરો શેખચલ્લીની જેમ ઉડતી હવામાંથી વિચારો પકડી લે છે

   પછી એ વિચારોનું વલોણું કરી માખણ તારવી પીરસે છે

   આપના પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

 3. જુઓ મુજ નાવ પર દરિયાના કેટલા બધા ધાવ છે

  તોફાનો સાથે લડવાનો મારો હંમેશનો સ્વભાવ છે

  નથી મારા દર્દની દુનિયાભરના હકિમો પાસે દવા કેમ કે,

  મારા શર પર ફક્ત એકતા ને અખંડિતત્તાનો તાવ છે

  વાહ વાહ!! બહુ જ સરસ.

  Like

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s