ગોદડિયો ચોરો…બ્લોગ સપ્તાહ…

ગોદડિયો ચોરો…બ્લોગ સપ્તાહ…

=================================================
cropped-11.jpg
હમાણાં થોડા સમય પહેલાં આદરણિય વડિલ શ્રી દાવડા સાહેબે ” પાણીના પરપોટા”
કાવ્ય રચેલું તેમાં આદરણીય વડિલ શ્રી સુરેશ કાકાએ નીચે મુજન સુચન કરેલ એને
વિચારતાં આ લેખનું ઉદભવન થયેલ છે એટલે હું આ બંન્ને વડિલોનો આભારી છું
જેમ  “ભાગવત સપ્તાહ” નું  આયોજન થાય છે તેમ  “બ્લોગ સપ્તાહ “નું  આયોજન
કરી સમસ્યાનો ઉકેલ શોધવા નમ્ર પ્રયત્ન કરેલ છે.
બ્લોગ હજારના ધાડાને પડે હવે વાંચકોના તોટા
———
ગોવિંદ ભાઈ
કાંક કરો .. ગોદડિયાઓને આ સમસ્યા સોંપી દો તો? !!!
====================================================

ગોદડી નદીના કિનારે ગોદડિયા ગામે ગોદડિયા ધામે ગોદડિયા પોથીની ગગન યાત્રા

ગગન ગજાવતી ઘમ ઘમ ઘુમી રહી હતી તો ગોદડીયા ધામે ફરકતી ગોદડીની ધર્મ ધજા

પવન સુસવાટે ગગન મંડળે હિલોળાના હીંચકા લઇ રહી હતી.

“ગધેડા ગાડીમાં પ.પુ.ગરબડ ગોટાળેશ્વર શ્રી શ્રી ૪૨૦ ગધેડિયા બાપુની યાત્રા સાથે સાથે

ગોદડિયા પોથી  ગુમઝુમ કરતી ધુમ ધડાકે જે જેકાર (જય જયકાર) કરતી વિહરી રહી હતી.

ગધેડિયા બાપુ યાત્રા ને કથામાં હંમેશાં દશ પંદર ગધેડાં જોડાવતા હતા.”

કોઇએ પુછ્યું “બાપુ કાયમ ગધેડા ગાડીમાં જ  યાત્રા કરે છે ને બીજાં ગધેડાં કેમ રખાવે છે.?

નારણ શંખેશ્વર કહે “જો ગાડીમાં એક ગધેડું ખડી જાય તો બીજું જોડાય અને વાજાં કે બીજાં

મ્યુઝિકને બદલે ગધેડાનો કાન આમળીયે તો ઘણા સમય સુધી હોંચી હોંચીનું મધુરું ને

અનન્ય સંગીત વાગ્યા કરે બીજું કે કથામાં શંખનાદને બદલે ગધેડાગાન નાદ  ભક્તજનોને

સાંભળવા મળે જે ઘણી વખત દુર્લભ રાગ હોય છે તે માણવા મળે.”

એટલે જ એમને ઘણીવાર ભકતો ગોદડિયા બાપુને ” ગધેડીયા બાપુ “  તરીકે ઓળખે છે.

“પ. પુ . ગરબડ ગોટાળેશ્વર ગધેડિયા બાપુ ઘાસપીઠ (વ્યાસ પીઠ) પર ગધેડા ગાડી સાથે

જેવા પધાર્યા એવી જ ઘાસપીઠ હડુડુડુ કરતી જમીન પીઠને આલિંગન લેવા ધસી પડી

ભકતજનો જયકારાના અવાજ સાથે પોકારી ઉઠ્યા ને રાસડા લેવા લાગ્યા”

ગધેડીયા બાપુ ગીરે રે …..ગીરે રે

ઘાસપીઠ સે ઉંધે પડે રે……પડે રે

બાપુ ગધેડા ગાડી પે ચઢે રે…ચઢે રે.

હવે આ પડવા સાથે “ગધેડિયા બાપુને ગધેડાએ બેચાર લાતો લગાવી દીધી એ સાથે બાપુને

દર્દ જ્ઞાન ,મુઢમાર જ્ઞાન, કણસવા જ્ઞાન , હાથ પગ તોડ જ્ઞાન અને લાત જ્ઞાન એવાં એવાં

મહાન પંચમ જ્ઞાનનો અનોખો તાદશ્ય અનુભવ લાધ્યો.”

ગધેડિયા બાપુ કણસતા જાય ને રાગડા તાણી ગાતા જાય કે

“હવે આ કથાને વિરામ આપો ને બે મહિના પછી ગોઠવો રે મારા ભક્ત જનો

ગધેડાનો ગોદો ડોકટરના ઇન્જેક્શન કરતાંય પડ્યો છે મોંઘે રે મારા ભક્ત જનો “

ત્યાં ગોરઘન ગઠેશ્વર કહે બાપુ આ કથા કેન્સલ ના કરાય ભક્ત જનો વિફરે તો અહીંથી

ભાગવું ભારે પડી જાય રે …..એટલે કથા કેન્સલ ના કરાય રે..મારા ગધેડીયા બાપુ.

ઘાસપીઠ પર આડું કપડું બાંધી બાપુને થોડો શેક કર્યો ને થોડી શાતા વળી એટલે જોર

આવ્યું ને ગધેડિયા બાપુ કથા માટે તૈયાર થઇ ઘાસપીઠ પર બિરાજ્યા.

પરમ ભક્ત કોદાળેશ્વર વદ્યા” હે કરમ કઠણી ફેંકમ ફેંકેશ્વર ગધેડિયા બાપુ.”……….

 “ગુર્જર દેશે ગુજરાતી ભાષ્યે (ભાષા) હજાર બ્લોગ ઉપ્લબ્ધિમ

બટ બ્લોગમ મુલાકાતે નગણ્યમ મુલાકાતી રોજાના આવિંગ

કઇ મુલાકાતમ આવિંગમ બટ ભાવ પ્રતિભાવમ ના દર્શાવીંગ

ખાલી ખાલી ઉપર છલ્લમ જોઇંગ એન્ડ પોતાને ઘર જાવીંગ ”

 “હે નારખાં (ગપ્પાં) ઠોકીંગ ગધેડિયે બાપુંગ ઇસકા ઉપાય બતાવીંગ.”

ગધેડિયા બાપુ બકીંગ એન્ડ સમાધિ લગાવીગ ઓર બોલીંગ

“હે ભક્ત જનો જેમ સવારે આપ નાહીધોઇ જેમ મંદિરમાં ભગવાનના દર્શને જાવ છો

ને ભાવ ભક્તિ પુર્વક પ્રણામ કરો છો તેમ દરરોજ બે બ્લોગ મંદિરના દરશને જાવ.

અને બ્લોગ દર્શન કરી વાંચનભાવ પ્રસાદ જમો ..બોલો ગધેડિયા દેવકી જય..”

“હે બ્લોગર જનો જેમ મંદિરમાં દેવ દર્શને ગયા પછી પ્રસાદ ગ્રહણ કરી યથા યોગ્ય

ભેટ ધરાવો છો તેમ બ્લોગ મંદિરનો અમુલ્ય પ્રસાદ પામી ભાવ પ્રતિભાવ (કોમેન્ટ)

રુપી શબ્દાર્પણની અમુલ્ય ભેટ ધરવાનું કદી પણ ચુકશો નહિ.”

હે બ્લોગર જનો જેમ આપ દેવ દેવી દરશને જાવ તો જોદાં જુદાં રુપોનાં દેવ દેવી રુપે

દર્શન કરી નિહાળો છો  તેમ બ્લોગ દર્શને આપને જુદાં જુદાં રુપો જાણવા માણવા મળશે.

“બ્લોગ મંદિરના દર્શને જશો તો વીર રસ, ભક્તિ રસ,  શૌર્ય રસ , શૃંગાર રસ , વિરહ રસ

દેશ ભક્તિ રસ, હાસ્ય રસ , કરુણ રસ એવા અસંખ્ય રસ સાથે ગીત, ગઝલ, કાવ્ય ,કવિતા,

લેખ , વ્યાકરણ, ઋતુઓ, સાગર, આકાશ , પર્વતો,નદી, ઝરણાં, બાગ, બગીચા, નાટક

ડાયરો ભજન આવું બધું  ઘેર બેઠાં આપની અનુકુળતાએ માણવા મળશે.”

અરે ભક્તો સિનેમા નાટક જોવા વાહન લઇ કે ભાડે કરી જવું પડે ટિકિટ લેવા લાઇનમાં

ઉભું રહેવું પડે ખર્ચ કર્વો પડે જ્યારે આ બધુ આપને ઘેર બેઠાં આપના સ્ક્રીન પર આપના

સમયે વગર ખર્ચે માણવા મળે . અલ્યા સિનેમાની ટિકિટ  લીધી હોય ને ના ગમે તોય

બેસી રહેવું પડૅ આ તો બ્લોગ મંદિરે ગયા ના ગમે તો બીજી પોસ્ટ જોઇ લેવાય અને જો

સમય ના હોય તો સમય મળે એ બ્લોગમા ફરી જઇ શકાય બોલો કેવી સુદર સરળ ને

મજાની વ્યવસ્થા. “

” હે વાંચન પ્રિય ભક્તો જો બ્લોગ મંદિરના દર્શને જાવ તો લાઇક રુપી ચરણામૃત જરુરથી

અર્પણ કરી મિઠાઇ રુપી ભાવ પ્રતિભાવ અચુક અર્પણ કરજો.”

હે વાંચન પ્રિય ભક્ત જનો બ્લોગ મંદિરની મુલાકાતે કેવી મિઠી મધ મિઠાઇ ચાખશો.

” લેખન કેરી લાપસી ,કાવ્ય કવિતા રુપી કાજુકતરી, ગઝલ રુપી ગુંદરપાક ,વાર્તા રુપી

વસાણું, ગીતો રુપી ધુઘરા, ભજન રુપી ભજિયાં ,કટાક્ષ રુપી કોપરાપાક, એવી જુદી જુદી

વાનગીના સર્જકો જો કોઇ ભાવ પ્રતિભાવ કેરું નગદ નાંણુ આપ પામો તો આભાર રુપી

ચંદન તિલક કરી જરુર વધાવશો.”

“હે લેખરાજ ને વાંચન રાજ ભક્તો આપ સહુ તો ગરવા ગુજરાતી છો આપ તો આતિથ્ય

સત્કાર ને મહેમાનગતિના ચાહક છો તો આપ મહેમાનગતિએ જાવ ને આવે તેને આવકારો”

“હે લેખન ભક્તો બસ લખે જાવ કોઇ ભાવ આપે કે ના આપે ફળની ઇચ્છા વગર કર્મ કરે જાવ.”

ભક્તરાજ કચોલા શંકર ઉવાચ……

હવે ભવિક ભક્ત જનોને નમ્ર વિનંતી કે કથા વિરામ તરફ જઇ રહી છે જો કોઇ પ્રશ્ન ઉદભવતો

હોય તો જરુર ગધેડિયા બાપુને પુછી શકો છો .

એક ભાવિક શ્રોતા કહે “બાપુ દર કથા સમયે ગધેડા ગાડીમાં કેમ યાત્રા કરે છે ?

સાથે દશ પંદર ગધેડાં કેમ રાખે છે ? ગધેડિયા બાપુ કેમ કહેવાય છે ?

બાપુ આજ મંડપ કે આજ માઇક સીસ્ટમ જોઇએ એવો આગ્રહ કેમ નથી રાખતા ?”

ગધેડિયા બાપુ  કહે ભક્ત રાજે બહુ સરસ સવાલ કર્યો છે.

જુઓ આ બુલ (બળદ)ડોઝર હમણાં આવ્યાં અલ્યા માનવે જમીનમાં જે ખાડા પાડ્યા તે આ

પશુ મુંગા મોઢે પુરે છે અલ્યા એને ચણા કે મોઘું ધાસ ના જોઇએ એ કોઇનુ ચરેલુ પણ ચરી

જાણે છે. અલ્યા જો એકાદ ગધેડું ખડી જાય તો સ્ટોક્માં હોય તો ગાડી આગળ ચાલે અને

આ મુગું પ્રાણી જેમ ખાડા પુરે છે એમ ધર્મ કર્મમાં કે દેશમાં પડેલા ખાડા જનતા ગધેડાની

જેમ ટેક્સ ચુકવી પુરે રાખે છે.”

બીજું કે “ભાઇ કથા કરાવવા બોલાવે એમને પોસાય એવો મંડપ બનાવે કે માઇક લાવે બસ

આપણે સારો મંડપ હોય કે માઇક ના હોય પણ જે વાત લોક લાગણી સુધી પહોચાડવાની

હોય એજ ધ્યેય હોવું જોઇએ . જેમ ગધેડાનું ગાન બીજાં જેવું પ્રિય નથી હોતું પણ  એ જ્યારે

ભોંકે છે ત્યારે બીજાં પ્રાણીઓના અવાજ કરતાંય વધુ જોરથી લોકોને સંભળાય છે

લોકોમાં એજ અવાજ હાસ્ય ઉત્પન્ન કરે છે .”

“અલ્યા કોઇ નેતા ભાષણ કરે ત્યારે કોઇ એમ કહે છે ખરું કે અલ્યા ગાય કે ભેંસની જેમ ભાંભરડે છે

કે કોયલ જેવું મિઠું બોલે છે “

જ્યારે ” એ તો એમ જ  કહેવાય કે આ નેતા ગધેડાની જેમ ભોંકે છે “

ગાંઠિયો=

“સંસ્કૃત તો છે ધર્મની ભાષા ને અંગ્રેજી વેપારે જ વપરાય

હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા ને ગુજરાતીએ જ વિવેક દેખાય “

( આ જ =ગાંઠિયો ગોદડિયાનો તકિયા કલામ છે )

========================================================

સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો…બ્લોગ સપ્તાહ…

  1. આદરણીય વડિલ શ્રી સુરેશ કાકા,

   આપ જેવા સાહિત્યના અનુભવી ઘેઘુર વડલા સમાન વડિલના આશિર્વાદ મળ્યા એટ્લે મારી લેખન

   શૈલીને એક અનોખો આવિસ્કાર મળ્યો હોય એવી અનુભુતી થઇ જો કે આપે વારંવાર આશિર્વાદ આપી

   ઘણીવાર મને સરાહ્યો છે એ કેમ કરીને ભુલાય.

   આશિર્વાદ રુપી દખણા મને મળી ગઇ છે.

   આપનો ખુબ જ આભાર સાથે વંદન

   Like

 1. ગધેડાનો ગોદો ડોકટરના ઇન્જેક્શન કરતાંય પડ્યો છે મોંઘે રે મારા ભક્ત જનો “
  Govindbhai,
  Gamyu !
  Talk of the Donkey ( gadhedo) and the talk of the Doctor’s injection.
  Aaa PostMa doctoroNe Pan Bakat Nathi Rakhya.
  Godadiyarupi VICHARO sara Janme Chhe !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL for the New Post on Chandrapukar !

  Like

  1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

   હાસ્ય રસની હોળીનો ગુલાલ ઉડાડવા આવા બધા શબ્દો ને પાત્રો ઉપજાવવાં પડે છે

   આપના દ્વારા આલેખાયેલ પ્રેમ ભર્યા શબ્દ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 2. ગધેડાનો ઉપયોગ સવારી કરવા અને મ્યુઝીક માટે થઈ શકે એ ખરેખર સારી શોધ છે. બાપુનું પ્રવચન તો ભલભલા બાપુઓને પાછળ રાખી દે એવું છે. ગોવિંદભાઈને આ બધું કઈ રીતે સુઝે છે?

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   આ બધા વિચારોનું ઉદભવ્સ્થાન આપ જેવા વડિલોના આશિર્વાદને આભારી છે.

   આપના દ્વારા આલેખાયેલ પ્રેમ ભર્યા શબ્દ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 3. શ્રીમાન. ગોદડિયાજી

  આપ તો ખુબ જ સરસ્રીતે રસદાર વાનગીમાં

  વાચક મિત્રોને સંબોધન કરેલ છે. જે નવીજ અદા લાગે છે.

  અદા ગમી ગઈ ભાઈ

  ” યુ આર. ગ્રેટ ”

  ” લેખન કેરી લાપસી ,કાવ્ય કવિતા રુપી કાજુકતરી, ગઝલ રુપી ગુંદરપાક ,વાર્તા રુપી

  વસાણું, ગીતો રુપી ધુઘરા, ભજન રુપી ભજિયાં ,કટાક્ષ રુપી કોપરાપાક, એવી જુદી જુદી

  વાનગીના સર્જકો જો કોઇ ભાવ પ્રતિભાવ કેરું નગદ નાંણુ આપ પામો તો આભાર રુપી

  ચંદન તિલક કરી જરુર વધાવશો.”

  Like

DR. CHANDRAVADAN MISTRY ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s