ગોદડિયો ચોરો…ફીકસીંગ ફીકસીંગ રમીયે.

ગોદડિયો ચોરો…ફીકસીંગ ફીકસીંગ રમીયે.

============================================

cropped-11.jpg

ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે. અલક મલકની વાતો વેડાય છે.

વાતોનાં વડાંના મુદાના મસાલા ચોરા મંડળીના મુખેથી પ્રગટ થઇ રહ્યા છે.

ક્રિકેટના ફીકસીંગના ફુગ્ગા ચારેય કોર ઉડી રહ્યા છે. નપાવટ નેતાઓની

નાત નકસલવાદને નાથી શકતી નથી .” લોકસભાની ચુંટણીનાં સર્વેક્ષણમાં

ભાજપ કે કોંગ્રેસ બંન્નેમાંથી કોઇને પણ બહુમતી નહિ મળે એ જોઇને હવે તો

કોંગ્રેસનાં કલકલિયાં બોદાં ખખડી રહ્યાં છે તો ભાજપનાં તમતમતાં ભજિયાં

પણ હવાઇ ગયાં હોય તેમ ઠંડાં પડી ગયાં છે.”

આ બધી વાતો પર ગહન અને ગરમા ગરમ ચર્ચાના ચબુતરા ચણાતા હતા.

ત્યાં બે પોઠિયા જેવા દેખાતા પ્રાણીઓ પ્રવેશ્યા ને કહે સંકટંમોચન બાપુ ક્યાં

મળશે અમારે એમનું બહુ અગત્યનું કામ છે ?

તેમાં ” એક ભગવા ને લીલા ખેસધારી ભગો ભાજપી (ભગવાનજી ગોરધનજી )

ને બીજો કેસરી લીલો ને સફેદ ખેસધારી કોલ કોંગ્રેસી (કોદરજી લવજી ) બંન્ને

હાંફળા ફાંફળા પ્રવેશ્યા ને કહે ગયા સપ્તાહે બાપુની કથા ધોન (ધ્યાન) મગન

(મગ્ન) થૈ (થઇ) અમારા પક્ષ પરમુખે (પ્રમુખે) હોંભળી (સાંભળી) છે . તમે

બવ(બહુ) હારું (સારું) દરેક મુદે વિવેચન કરો સો (છો) એટલે તમને દિલ્લી

(દિલ્હી) હંકટમોસન (સંકટમોચન) બાપુને બોલાયા (બોલાવ્યા) છે.”

કોદાળો કહે ” અલ્યા ગોદડિયા લે તારો તો ભાવ બટાકા ડુંગળી કરતાંય બમણો

થઇ ગયો હવે ક્યા નામે લખવી કંકોત્રી “ને પછી લલકાર્યું……..

“કોઇ તને ઠાઠડિયો કહે તો કોઇ બખડજંતર કોઇ કહે સંકટમોચન

કોઇ તને ગધેડિયો કહે છે રે અલ્યા કેવાં બુધ્ધિનાં ભર્યાં છે લોચન”

કચોલું કહે જરુર “અમારા સંકટમોચન બાપુ રાજનાથસિંહ રંગભવનમાં અને

સોનિયાજીના શકટભવનમાં અચુક પધરામણી કરશે. “

ગોરધન ગઠો કહે ” બાપુ શુકન જોઇને સંચરજો રે કેમકે આ લોકોની દશા તો

બગડવાની છે પણ જનતાની દિશા બગાડી નાખે એવા નફ્ફટ પ્રાણીઓ છે. “

ટીપણાં કાઢી સરસ સ્વલાભાન્તિ ચોઘડિયે બાપુની યાત્રા દિલ્હી દોડી.

સહુથી “પહેલાં લેડીઝ ફસ્ટની ઉક્તિ મુજબ બાપુએ સોનિયાજીના શકટ ભવનની

મુલાકાત લીધી. વાતાનુકુલિત બેઠક્ખંડમાં ચા નાસ્તાની પ્રજા પૈસાની જ્યાફત

ઉડાવી. ત્યાં સુધીમાં સીલબંધ સિબ્બલ, દેખ દોઢા દીગ્ગી,લુંગી લપેટ ચિદમ્બરમ

રખડતા રામ રાહુલ, ગાંધી ભક્ત વત્સલ એહમદ, એવા કેટલાય અદબ વાળીને

ઝુકી ઝુકી સલામો કરતા આજ્ઞાકિંત ભક્તો આવી ઉભા રહી ગયા.”

સોનિયાજી કહે” બાફુ (બાપુ)અવે (હવે)યુ (તું) જ અમારા એકલા ત્રબલ (ટ્રબલ)

છુતર (શુટર) હેંગે. હમરા તબલ છુતર બાબુ પ્રનવદા થે ઉનકો અમને રાસ્તરપતિ

(રાષ્ટ્ર્પતિ) બના દિયા હે ઇસ લિયે કોઇ આઘા પાછા હોતા હેગે તો હમ કુછ નૈ (નહિ)

કર શક્તે હેંગે ઓર વો અમકો (હમકો) તોડકે (છોડકે) ચલા જાતા હેંગે .”

“યે મેરે  કુંવરકો કન્યા ને કુરશીમેં જ્યાદા દિલચશ્પી નહીં હે તો ક્યા કરેં. મુજે ઇસ

બાત ખાયે જા રહી હે કિ હમરા સતા ટકાયે રખનેકા સપના સચ હોગા કે નઇ “

મેં કહ્યું મેં આપકી સતા ભાવના સમજ શક્તા હું મેં જરુર કુછ કરુંગા મુજે ભાજપવાલોંને

બી બુલાયા હે તો ઉનકી બાત સુનકે કોઇને કોઇ રાસ્તા નિકાલુંગા.

ત્યાંથી મેં રાજનાથસિંહને સંદેશો કર્યો કે હવે હું આપના કાર્યાલયે આવું છું.

રાજનાથસિંહ કહે આપ ત્યાં જ ઉભા રહો હું આપને લેવા ગાડીનો કાફલો મોકલું છું.

વાજતે ગાજતે સંકટમોચક બાપુની સવારી ભાજપ કાર્યાલયે પહોંચી ત્યાં પણ

વાતાનુકુલિત ખંડમા ચા નાસ્તાની વિધિ પતાવી તાજામાજા થઇ ગયા.

“વેઇટીંગની રાહમાં વૃધ્ધ થઇ ગયેલા નડવાણી ચાચા મનોહર મુરલીવાળા

શકટ નાયડુ એવા બધા ખખડધજ નમુનાઓ હાજર હતા.”

નડવાણી ચાચા એકદમ શોલેના રહીમ ચાચાની અદામાં કહેવા લાગ્યા કે,

“ઓ તારણહારી તંત ને સંકટમોચક સંતજી  સિંધ મેને ખોયા રખડતા રખડતા

મેં ઇધર આયા જી લગાકે જનસંઘમેં સમાયા વક્ત આયા તો મેં વેઇટીંગમેં જ

રહ ગયા અબ જબ વક્ત આયા તો મેરા શિખાયા હુઆ દાવ મેરે પર મેરે ચેલેને

અજમાયા ઓર મેં યે પીએમ બનનેકી ચાહમેં લટકતા હી રહ ગયા.”

અબ “આપ કુછ કીજીયે ઓર મેરી તમન્ના પુરી કીજીયે વરના મેં ભુત બનુંગા .”

મેં કહ્યું આવતી કાલે મેં કોંગ્રેસ પ્રમુખકી મંડલીકો બુલાયા હે આપ આપકી મંડલીકે

સાથ આ જાના મેં એક સરલ ઉપાય આપ સબકો સમજાઉંગા.

બીજા દિવસે એક સેવન સ્ટાર હોટલમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની મંજીરા

મંડલી ઇકઠી હુઇ.

મેંને કહા મેં બોલુંગા આપ સીર્ફ સુનના. બીચમેં કોઇ બોલેગા નહી. ટોકેગા નહી.

” દેખો માનવ જીવનમેં હર બાત ફિક્સ હોતી હૈ. ફિક્સ શબ્દસે ફિક્સીંગ બના હૈ.

“જન્મમેં નવ માસકા સમય ફિક્સ હોતા હૈ. સ્કુલમેં જાવ તો બેઠનેકી લાઇન ફિક્સ

હોતી હૈ. પ્લેન બસ રેલ્વેકા સમય ફિક્સ હોતા હૈ. પુરાને સમયમેં લડકે ઓર લડકી

શાદીકે લિયે માતા પિતા ફિક્સ કરતે થે.  સ્મશાન ઓર કબરસ્તાનકી જગહ ભી

ફિકસ હોતી હૈ. ક્રિકેટંમેં ભી હાર જીત ફિક્સ હોતી હૈ. સરકારી દફતરમેં કામકાજકે

લિયે રીશવતકી દરેં (લાંચની રકમ) ફિકસ હોતી હૈ. સરકારી કામમેં પેપર શાહી

સે લેકર જીપ બસ કોફીન હેલીકોપ્ટર ગોલા બારૂદ સબકા કોન્ટ્રાકટ્કે લિયે લાંચકી

રકમ ફિક્સ હોતી હૈ.”

તો આપ સબ તો ઇસ કામકાજસે અચ્છી તરહસે વકીફ હૈ યે બતાનેકી જરુરત નહિં

“આપ દોનોં પાર્લામેન્ટ કે વિધાનસભામેં કોઇ બાત પર ભ્રકૃટી તાણતે હો ઓર શામકો

યુતિ બના લેતે હો જબ આપકે ભાડા ભથ્થાં વધારવા યુતિ અવશ્ય બનતી હૈ.”

“દેખો આપ દોનોંમેંસે કીસીકો બહુમત નહી મિલતા ઓર છોટે છોટે દલ આપકો હેરાન

પરેશાન કરતે હેંગે અગર પાંચસો સીટો પર આપ દોનો મીલકે ઢાઇસો ઢાઇસો ઉમ્મીદવાર

ખડે રખેંગે ઓર ચારસોસે જ્યાદા સીટેં આપ દોનો લાઓગે તો સરકાર આપ દોનો મીલકે

બનાઓગેં ઢાઇ ઢાઇ સાલ આપ દોનોકી સરકાર બનેગી.”

“પ્રાદેશિક દલ બે અસર હો જાયેંગે. ઉનકી મનમાની નહિ ચલેગી “

“ફીર માયા અપની માયા નહિ દીખાયેગી. મુલાયમ જ્યાદા મુલાયમ હો જાયેગા. અમ્માકી

(જયલલિતા) તમન્ના બીખર જાયેગી. લાલુ લખોટી ખેલતા હો જાયેગા . નિતિશ નમતા

આયેગા. મમતાકો અપની ક્ષમતાકી પહેચાન હો જાયેગી. ડાબેરી દબ જાયેંગે. ડી.એમ.કે

ડબકાં ખાયેગા. નવીન ફટનાયક બનેગા. શિવસેના શાંતિસેના બન જાયેગી . તેલુગુ દેશમ

ઢોલકુ દેશમ બન જાયેગા. અકાલી દલ ખાલી દલ બન જાયેગા. અગર આપ દોનો મિલ

જાયેંગે તો પ્રાદેશિક દલકો કોન કિતને પાનીમેં હૈ ઉસકા પતા ચલ જાયેગા “

“આપકે પાસ દો તિહાઇસે જ્યાદા બહુમત હોગા તો આપ ચુનાવ આયોગમેં સુધારે લાકર

દો યા તીન દલ ચુનાવ લડ શકેંગે ઓર ગુન્હગાર ચુનાવ નહિ લડ શકતા યે કર શકેંગે.”

” એક અતી મનનીય બાબત આપકે સામને રખના ચાહતા હું કિ આપમેંસે જો કોઇ ભી

સત્તામેં આતા હૈ વો દેશકી સંપતિ ખા જાતા હે ઓર દેશકો બેચનેકી કગાર પર આ જાતા હૈ.

અગર દેશકો બેચના હે ખોખલા કરના હૈ સંપતિકો ખા જાના હૈ તો મિલકર ખાઓ બાંટકે

ખાઓ અરે સારા દેશ અજગરકી જૈસે નિગલ જાઓ ફીર ભી આપકી ભુખ કમ નહિ હોગી.”

અગર “આપ દોનો પાર્ટી દેશહિત ચાહતી હૈ તો મિલકર ચુનાવ લડો જનતાકી ભાવનાકો

સમજો ઓર દેશકે દુશ્મનોકો જડબાતોડ જવાબ દેકર દુનિયાભરમેં વંદે માતરમ્ ફેલાઓ”

“જો ફિકસિંગ ફિકસિંગ રમવું હોય તો દેશ એકતાનું રમો. દેશ ઉત્થાન કેરું રમો. જનતાની

આશા અપેક્ષા સંતોષવાનું રમો ,દેશ તરફ કોઇ દેશ ઉંચી નજરે ના જુએ એનું રમો , અને

આપણે ચંદ્ર કે મંગળ પર ના જઇએ પણ ચંદ્ર ને મંગળવાસીઓ ભવ્ય ભારતની મુલાકાતે

આવે તેવું રાષ્ટ્ર નિર્માણ કરવાનું ફિકસીંગ કરો.”

ગાંઠિયો==

“અલ્યા સમજી જાવ શાનમાં

ના રહેશો હુંપદના ગુમાનમાં

જોડાશો એકતા કેરી  જાનમાં

ને લહેરાશે ત્રિરંગો ગગનમાં “

=====================================================

સ્વપ્ન જેસરવાકર

16 thoughts on “ગોદડિયો ચોરો…ફીકસીંગ ફીકસીંગ રમીયે.

  1. આદરણીય વડિલ.શ્રી હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ

   આપ અમ આંગણિયે પધાર્યા ને આંગણૂં પાવન થૈ ગયું

   આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

   આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

   આપનો ખુબ ખુબ આભાર

   કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

   Like

 1. ભારતના રાજકારણના પ્રખર અભ્યાસુ હોય એજ સહજતા પૂર્વક નેતાઓના કાન પકડી શકે. શાબ્દિક કટાક્ષમાં આપની માસ્ટરી છે…..બસ ચોરે ચર્ચતા રહો…અમે માણતા રહીશું…મજા આવે છે.

  Like

  1. આદરણીય વડિલ શ્રી પ્રવિણભાઇ,

   આપનું આગમન થયુ ને ચોરો પાવન થૈ ગયો.

   આ શાબ્દિક કટાક્ષ આપ જેવા વડિલોના આશિર્વાદ થકી ઉદભવે છે.

   આપના આશિર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

   Like

   1. અરે ભાઈ! મને વડિલ બનાવીને દૂર ના ધકેલો. હું તો તમારો દોસ્ત છું. મને ગમ્યું અને લાગે તેવું લખ્યું. શાબ્દિક ચિત્રો ચિતરવા સહેલા નથી.

    Like

 2. “ફીર માયા અપની માયા નહિ દીખાયેગી. મુલાયમ જ્યાદા મુલાયમ હો જાયેગા. અમ્માકી

  (જયલલિતા) તમન્ના બીખર જાયેગી. લાલુ લખોટી ખેલતા હો જાયેગા . નિતિશ નમતા

  આયેગા. મમતાકો અપની ક્ષમતાકી પહેચાન હો જાયેગી.

  વાહ ગોવિંદભાઈ ,રહો છો અમેરિકામાં પણ અહી બેઠા બેઠા ભારતના રાજકારણમાં શું

  રંધાઈ રહ્યું છે એનું જબરું જ્ઞાન ધરાવો છો . આ બધું જ્ઞાન ગોદડીયા ચોરાની ચર્ચામાં

  તમે ઠાલવો છો . રાજકારણમાં રસ ધરાવનારાઓને આવું વાંચવાની તો મોજ પડી જાય .

  Like

  1. આદરણીય વડીલ શ્રી વિનોદકાકા,

   આ બધોય પ્રતાપ અને રાજકીય વાંચનરસ આપ જેવા અનેક વડિલોના આશિર્વાદને આભારી છે.

   જ્યારે ત્રિજા ધોરણમાં હતો ત્યારે પહેલાંના સમયમાં શાળામાં ઉપલા ધોરણના વિધ્યાર્થી સમાચાર વાંચતા હતા.

   મકોઇ વાંચતો હોય તો હું જીદ કરી ઉભો થૈ જાઉં પહેલાં સિધા બેહો લ્યા હોંભરો એવા શબ્દો બોલતો.

   અમારા ગામમાં જશકાકા સરપંચ હતા તે ગામમાં કે શાળામાં સંબોધન કરે એની નકલ કરતો હતો.

   પાંચમા ધોરણમા આવ્યો ત્યારે તેમની સથે તાલુકા પંચાય્ત મામલતદાર ઓફિસે જતો .

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. સોનિયાજીની ચિંતા સ્વાભાવિક છે. દિકરાને પરણવું પણ નથી અને વડાપ્રધાન પણ બનવું નથી, તો મા ના ઓરતા કેમ પુરા થાય?

  ગોવિંદભાઈ તમે અંતમાં જે વાતો કહી છે એ ખરેખર પ્રત્યેક સારા દેશવાસિએ વિચારવાની જરૂર છે.

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   આપના હરેક લેખના મળતા સંદેશાના શબ્દો અનોખા અદ્વિતિય ને પ્રેરણા દાયક હોય છે.

   ઘણી વાર તો આપના સંદેશમાંથી નવા લેખના મુદ્દા મળે છે.

   આપ્ના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s