ગોદડિયો ચોરો…ધાગડિયા બલુન કંપની

ગોદડિયો ચોરો…ધાગડિયા બલુન કંપની

==============================================

cropped-11.jpg

ગોદડિયા ચોરાની બેઠક જામી છે . મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી

રીતે અનહદ વર્ષાધાર જળ વરસાવી રહ્યા છે. ઉતરાખંડ નોંધારાખંડ બની

ગયો હોય તેવી દશા થઇ છે. નેતાઓ ગબ્બરસિંહની અદામાં એક પછી એક

ઝાટકા દેતા સંવાદો ફટકારી રહ્યા છે.

કનુ કચોલું  કહે અલ્યા ગોદડિયા વીસા તો લેવડાવ્યા પણ અમેરિકાની

ધરતી પર ક્યારે ધુબાકા મરાવવાનો છે.

મેં કહ્યું શાળાઓમાં વેકેશન પડી ગયું હોઇ આ બલુનવાળાઓએ લાકડાતોડ

ભાવવધારો કરી દીધો છે. રોજ ઓન લાઇન બલુનની ટિકીટોના ભાવ જોવું

છું ને છાતીનાં પાટિયાં બેસી જાય છે.

કોદાળો કહે ” જો ભૈ ગોદડિયા બંદા બલુનમાં પણ બાલ્કની કલાસમાં બેસી

અમેરિકા ઉડવાના છે એટલે આપડું ચોથિયું બાલકનીનું લેજે.”

મેં કહ્યું અલ્યા એમાં બાલ્કની ના હોય પણ ઈકોનોમી બિઝનેસ ને ફસ્ટ ક્લાસ

જેવી બેઠક વ્યવસ્થા હોય છે.

કોદાળો કુદીને કહે “અલ્યા બધાય હોંભરો (સાંભળો)જો આપડે એક કોઇક્નું

જુનું  નકામું પડી રયું (રહ્યું) હોય એવું બલુન ગુજરીમાંથી કોઇ ભંગારીયાને

ત્યોં (ત્યાં) થી વેચાતું  લૈ ( લઇ) લઇએ તો આપડું (આપણું) પોતાનું બલુન થઇ જાય.”

અઠો બઠો ગઠો કહે “આ કોદાળાની વાત હો(સો) તકા(ટકા) હોનાની(સોનાની)

છેવટે બધાયની એક જ રટ લાગી કે બસ આપણું પોતાનું બલુન હોય તો ઓછા

ભાડામાં જ્યોં (જ્યાં) જવું હોય ત્યોં(ત્યાં)જ્યારે જવું હોય ત્યાં જવાય .”

આખરે અમે “ગો એરલાઇન્સનું એક ખખડધજ બલુન ભંગારના ભાવે ખરીદ્યું.”

“બલુન અઢારેય વાંકા જેવા આકારનું એક અનન્ય કાર્ટુન જેવું લાગતું હતું

બલુનની ડાબી પાંખ બિલકુલ તુટી ગયેલી જ્યારે જમણી પાંખ અર્ધવર્તુળ

જેવી વળેલી હતી બલુનમાં બેસવાની ખુરશીઓ બિલકુલ નહોતી. બલુનનાં

બારણાં વાંકાંચુંકાં ને ગોબા પડી તરડાઇ ગયાં હાતાં જે ખોલતાં ને બંધ

કરતાં કિચુડ કિચુડ અવાજ કરતાં હતાં જ્યારે એક પણ પૈડાં (ટાયર) 

નહોતાં એની લાઇટોના બલબ ઉડી ગયા હોય કે ખબર નહિ. અને રંગ

તો બિલકુલ ધસાઇ ગયેલો હતો.”

આવા બલુનને ખરીદી તો લીધું પણ હવે સમારકામ કરી એને ચાલુ કરવું

એજ મહત્વની વાત હતી. છેવટે બધાએ મળી નક્કી કર્યું કે આ બલુનને

આપણે ગમે તેમ કરી ગોદડિયાને ગામ જેસરવા લઇ જવું પડશે.

અમે એક મોટો ખટારો ભાડે કર્યોં જેમ તેમ કરીને એને ખટારામાં ચડાવ્યું

તો પાંખ બહાર રહે.

નારણ શંખ કહે અલ્યા ગોદડિયા આપણે બધા આ ખટારામાં બેસી જઇએ

તો એક જ ભાડામાંઘર ભેગા થઇ જઇએ.

ખટારાનો ડ્રાઇવર કહે “ભૈયા યે મુનકીન નહીં હૈ. યે બલુનકા વજન ઓર

આપ સબ નવ ગ્રહ જૈસે બેઠ જાયેંગે તો વજન બઢ જાયેગા.”

કોદાળો કહે ભૈયાજી રાસ્તેમેં નાસ્તા ઓર છાંટાપાનીકા બંદોબસ્ત હોગા.

“દેખો ખાધેરામ આપકો ખાના મીલેગા ઓર છાંટાપાનીસે ભાઇસાબ આપ

હેપીકા લાલ (રાજીના રેડ) હો જાયેંગે હમજ ગયે.”

ભૈયાજી ખાધેરામ છાંટાપાનીની લાલચે અમને બધાને લઇ જવા માટે

તૈયાર થઇ કહેવા લાગ્યો આપ સબ લોગ કેબિનમેં નહિં સમાયેંગે ઓર

યે પાંખ ઓર પુંછડી થોડી ખટારેસે બહાર રહેગી તો ટ્રાફીકકી દિક્ક્ત હો

જાયેગી મેં ઇસ બાતસે ડરતા હું.

ધૃતરાષ્ટ્ર કહે” દેખ ભાઇ મેં આને જાનેવાલોંકો ઇધર બાજુ એસા વૈસા કેહકે

સાઇડ દીખા દુંગા તમકુ (તને) કોઇ બાંધા (વાંધો)નહિ આયેગા.”

કોદાળો કહે” વાંધા નહિ વાલે આંધલે એક તો દીખતા નહી ઓર યે રથ ઓર

ઘોડાગાડીકો સાઇડ નહી દેનેકી તમકુ સંજય દેખકે બતાથા ઓર તુ સુનતા થા.”

કોદાળો કહે ” દેખ ભાઇ ખાધે હમ સબ બટ જાયેંગે આધે આધે. મેં રાઇટ સાઇડકી

પાંખપે બેઠુંગા ઓર યે કચોલા લેફત (લેફટ)કી પાંખ ટુટ ગઇ હે વો બખોલામેં

બેઠેગા યે ગઠા અઠા બઠા ભુત ધૃતરાષ્ટ્ર બલુનકે અંદર બેઠકે જાલા બાઝ ગયા

હૈ ઓર કચરા હૈ વો સાફ કરેંગે ઓર રાસ્તેમેં કચરા ફેંક દેંગેં. યે નારણ શંખ ઓર

ગોદડિયા વો બલુન ચલાનેવાલે ડ્રાયવરકી ખોલીમેં બેઠકે ખોલીકી સાફ્સુફી

કરેંગે. ટુ ડે મી કેપટન હોગા મેરા ઓર્ડર સબકે લિયે ફાયનલ હુકમ હોગા.”

ખાધેરામના ખટારામાં બલુન ચડાવી અમે ગુજરાત જવા નીકળ્યા.

“ચોમાસાની સિઝનને મેઘરાજાની મહેર વધુ થઇ હોવાથી રસ્તા ટુટી ગયેલા

ને પાણી ભરાઇ ગયેલાં એ સાથે વેરા વસુલતી સરકાર ને અમલદારોની

આડાઇ સાથે કોન્ટ્રાકરોની દામ કામચોરીની સજા જનતાને જોખમમાં

મુકી રહી હતી.”

ખાધેરામ દારુના દિવાના ડ્રાયવર હોઇ એમણેને કોદાળા કચોલુએ બે બે

બાટલીઓ ગટ ગટાવી દીધી હતી.

ખાધેરામનો ખટારો ચાલે ને બલુન આમતેમ ડોલે કોદાળો ને કચોલુ જાણે

મેળાના ચગડોળ ફાળકામાં બેઠા હોય તેમ ઝુલવા લાગ્યા.

મુંબાઇ સરહદમાં પસાર થતાં વચ્ચે “હવાલદાર તુકારામ તોડકેજીએ ડંડો

પછાડી કહ્યું થાંબા થાંબા રુકીતલા (ઉભી રાખો) ચલન કાટના પડીંગ.”

કોદાળો પાંખેથી ઝુલતાં કહે ” અબે હવાલદાર જમીન પર ચલતે વાહનકા

તુમી ચલન કાટીંગ બટ યે તો હવામેં ચલાનેકા વાહન હૈ નો ચલન કાટીંગ”

હવાલદાર કહે ” કાય બગીતલા યે માઝી મુંબાઇ હૈ. “

જેમ તેમ કરી પાંચ હજારની નોટો પધરાવીંગ એન્ડ છુટીંગ.

પછી તો ખાધેરામ કહે અગલા ચારોટીકા ચેક પોસ્ટ આયેગા. વહાં દેખ લેના.

કનુ કચઓલું કહે “અલ્યા ” કેશ પોસ્ટ “ એ લોકો ચેક નથી સ્વીકારતા ફક્ત

કેશમાં જ વહીવટ કરે છે. એટલે ચેક પોસ્ટ નહિ કેશ પોસ્ટ કહેવાય.”

ચારોટીએ કેશમાં ચાંલ્લો કરી અંમે ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા..

ત્યાંથી ” ખાતો નથી ને ખાવા દેતો નથીના સ્લોગનવાળા રાજ્યમાં ઠેઠ

વલસાડથી પેટલાદ સુધી જમરાજના જીવડા જેવા હવાલદારોને બલુનની

ખરીદ કિંમત જેટલા રુપિયા કેશ પોસ્ટો પર રોકડા ચુકવી જેસરવા આવ્યા.”

ગામની ભાગોળે વડિલો કહે અલ્યા ગોદડિયા આ શેના ધંધા માંડ્યા છે.

ગાંઠિયો=

“આવતાં જતાં ગોદડિયે ચોરે નજર નાખતાં જજો

   વાંચીને કેવું લાગ્યું એ તો જરા જણાવતા જજો “

મિત્રો જરુરથી મુલાકાત લ્યો=

http://www.14gaam.com/gujarati-poem.htm

====================================

સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…ધાગડિયા બલુન કંપની

  1. કોકનું લખેલ નો લખીએ કોઈની નો ખાયે ગાળ
    મોજથી રહીએ ઘર બહાર જઈ સરોવર પાળ
    બસ આતાજી એટલે જ હું વાંચું છું પણ મારા બ્લોગમાં માત્ર મારી વાર્તાઓજ લખું છુ. દરેક વખતે તદ્દન જૂદો જ વિષય હોય છે.

    Like

    1. શ્રી પ્રવિણભાઇ

      સરસ પંક્તિઓ લખી છે ખુબ ગમી

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

  2. એ લોકો ચેક નથી સ્વીકારતા ફક્ત કેશમાં જ વહીવટ કરે છે. એટલે ચેક પોસ્ટ નહિ કેશ પોસ્ટ કહેવાય.”
    ચારોટીએ કેશમાં ચાંલ્લો કરી અંમે ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા..
    ત્યાંથી
    ” ખાતો નથી ને ખાવા દેતો નથીના સ્લોગનવાળા રાજ્યમાં ઠેઠ
    વલસાડથી પેટલાદ સુધી જમરાજના જીવડા જેવા હવાલદારોને બલુનની
    ખરીદ કિંમત જેટલા રુપિયા કેશ પોસ્ટો પર રોકડા ચુકવી જેસરવા આવ્યા.”
    તદ્દન સાચું ચિત્ર. થોડા શબ્દોમાં ઘણું બધું.

    Like

    1. શ્રી પ્રવિણભાઇ

      આપ દ્વારા હંમેશાં ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે

      આવા સાહિત્ય પ્રેમીનાં પગલાં મારે આંગણિયે પડૅ છે.

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

  3. જૂના જમાનામાં ગ્રામોફોન પર ‘મુંબઈની જાત્રા’ ની રેકર્ડ બધા ખૂબ સાંભળતા. આવી જ જાત્રા શ્રી ગોવિંદભાઈએ કરાવી દીધી.

    મુંબઈની જાત્રામાં પહેલી વાર મુંબઈ જતાં માજીને સમજ પાડતા ભાઈ કહેતા…વાંદરા થઈ મુંબાઈ જવાનું.

    માજી હાય ! હાય! કરતા કહેતાં મેર મૂઆ મારે વાંદરા થઈ ને જવાનું ? …આવી જ રંગીલી જમાવટ થઈ ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      આપ દ્વારા હંમેશાં ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે

      આવા સાહિત્ય પ્રેમીનાં પગલાં મારે આંગણિયે પડૅ છે.

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

  4. મુંબાઇ સરહદમાં પસાર થતાં વચ્ચે “હવાલદાર તુકારામ તોડકેજીએ ડંડો

    પછાડી કહ્યું થાંબા થાંબા રુકીતલા (ઉભી રાખો) ચલન કાટના પડીંગ.”

    કોદાળો પાંખેથી ઝુલતાં કહે ” અબે હવાલદાર જમીન પર ચલતે વાહનકા

    તુમી ચલન કાટીંગ બટ યે તો હવામેં ચલાનેકા વાહન હૈ નો ચલન કાટીંગ”

    હવાલદાર કહે ” કાય બગીતલા યે માઝી મુંબાઇ હૈ. “

    શબ્દોની આવી જમાવટ ગોવિંદભાઈ જ કરી શકે .મજા આવી ગઈ .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આપ દ્વારા હંમેશાં પ્રથમ ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે

      આવા સન્માનિત વડિલનાં પ્રથમ પગલાં મારે આંગણિયે પડૅ છે.

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

  5. પ્રથમ દૃષ્ટીએ ગોદડિયો એક ગમાર ગામડિયો લાગે પણ આ ગોદડિયો તો અમેરિકાના એક ખૂબ જ આગળ એવા મોટા શહેરમા રહે છે અને પીએચ.ડી. વાળાને પણ પછાડે એવો છે. એના જેટલા તળપદા શબ્દો કોઈ બોલી બતાવે તો હું જાણું!!

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આપ દ્વારા હંમેશાં પ્રથમ ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે આવા સન્માનિત વડિલનાં પ્રથમ

      પગલાં પડૅ છે.

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

Leave a comment