ગોદડિયો ચોરો… બલુન સનાન યાત્રા.

ગોદડિયો ચોરો… બલુન સનાન યાત્રા.
===========================================
cropped-11.jpg
(અહીંયાં બલુન એટલે ગામડિયા ભાષામાં વિમાન સમજવું)
જેસરવા ગામની ભાગોળે ધાગડિયા બલુન આવી ગયું છે. ગામના અબાલ
વૃધ્ધ ને યુવાનો તેમજ બહેનો બલુન જોવા ચકરડી ભમરડી ફરે છે.
ગામના અને પેટલાદ શહેર તેમજ આજુબાજુના ગામના લોકો બલુનને
પ્રત્યક્ષ નજદીકથી નિહાળવા ટોળે ટોળાં ગામમાં આવતાં મેળા જેવું
વાતાવરણ જામી ગયું છે.
કોઇ ટીખળીએ મજાકમાં બોર્ડ મુક્યું કે “આ બલુન રામના પુષ્પક વિમાનની
પાંચસોમી આવૃતિ છે. બસ પછી તો ગુજરાતીઓની ધાર્મિક ભાવના કેરો
જુવાળ જ્વાળામુખીની જેમ ફાટી નિકળ્યો છે. જેસરવાની આજુબાજુના
ગામનાં સખી મંડળો ભજન મંડળીયો લઇને વાજતે ગાજતે આવીને બલુન
મહરાજની પુજા અર્ચના કરી ભજનો ગાય છે. અબીલ ગુલાલ ચંદન કેસર
ધુપ દીપ ફુલો ને ચોખા વડે બલુન મહરાજ્ની પુજા કરે છે ને ગાય છે…”
“જય હો ધાગડિયા બલુન મહરાજ  પ્રેમથી પુજન કરીએ આજ
 જ્યારે ઉડો ત્યારે અમને લેજો સાથ એવી અમ અંતરની આશ.”
ગામની ભાગોળે ચોખા કંકુના ઢગલા થઇ ગયા છે કેટલાક વેપારી વિચારના
યુવકોએ ફુલ ચોખા અગરબતી અબીલ ગુલાલ ને પ્રસાદની દુકાનો કરી છે.
“અમારા ગોમ (ગામ)ના ગૌતમ મહરાજને મહિલાઓ પુંજન કરાવવા માટે
 બોલાવે છે હવે ગૌતમ મહરાજને મસાલો ને પાન ખાવાની આદત છે.
એટલે જેટલી વાર એ સ્વાહા કે એવો કાંઇક ઉચ્ચાર કરે છે ત્યારે એમના
મોંમાંથી મસાલાની ગોળીયો વછુટે છે એનાથી બલુન પર લાલ પીળા
ડાઘા પડી ગયા છે કેટલાક બલુનને નજર ના લાગે એટલે મેંશનાં ટપકાં
કરે છે.”
હવે બલુનને પૈડાં હતાં જ નહિ એટલે પૈડાંની સાપ્ટીનના ટેકે ઉભું હતું.
એટલામાં “ઝાકળિયા પરાનું સખી મંડળ હડડડ કરતું ઝપાટાબંધ પ્રવેશ્યું
સખીયોએ અતિ ઉત્સાહિત થઇને બલુનની અંદર જઇને મોટેથી ભજનનો
ઉપાડો લીધો. સખીઓ મંજીરા ને ઘુઘરા પછાડતાં રાસડા લેવા લાગી.”
” જેહરવા ગોમને ગોંદરે રે બલુન મહરાજ (જેસરવા ગામ)
   એતો આયા ગોદડીયા ઘેર બલુન મહરાજ “
હવે “સખીયો આગળથી પાછળ કુદીને ગાય એટલે બલુન ઉચું નેચું (નીચું)
થઇને દેડકાની જેમ નાચવા લાગ્યું.”
આ જોઇને કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા જબરું તારું ગોમ (ગામ)હોં
આપણા બલુનને આ માતાઓએ રંગ બેરંગી બનાવી દીધું.
મેં કહ્યું અલ્યા “મારા ગામમાં વીંટીમાં જડવા જેવાં અનેક નંગો છે લે ચાલ
એ બધાને હાજર કરી દઉં પછી મેં કહ્યું ગોદડિયાના ગામના નમુના હાજર હો.”
જ્યાં હાક પડી એટલી વારમાં “સોમો કુચો કનુ ગાડી મહેશ પેન્ચર દીપો દાંતી
પલો પ્લાઉ (દાંતી- પ્લાઉ= ટ્રેકટર પાછળ જોડી ખેતર ખેડવાનાં સાધનો)
રાજુ ઘંટી ચિમન ટાટા ઉમંગ બોડિયો  રાજુ રંઢો (રંઢો= સુથારનું ઓજાર )
અમિત બબલી એમ ઘણાં બધાં ઓલ રાઉન્ડર પાત્રો આવી ગયાં.”
ચિમન ટાટા કહે ” અલા (અલ્યા) ઓને (આને) ફિયાટનોં ટાયર બેહાડીશું”
કોદાળો કહે “ઓવે (હા) હેંડો (ચાલો) કોક્ની ફીઆટની ફરકડી લૈ આઇએ.”
રાજુ રંઢો મહેશ પેન્ચર ને લોગીએ લાકડાના ટેકા લગાવવાનું શરુ કર્યું ને
બબલી ઘંટી કુચો કચોલું ગઠો મળી જેક લગાવી બલુન ઉંચુ કર્યું ને ટેકાના
સહારે અધ્ધર કરી ફિયાટનાં ટાયર બેસાડી દીધાં.
સખી મંડળોની સાથે પુરુષોની ભજન મંડળીઓ જોડાવા લાગી.
કેટલાંક ઉત્સાહી મહિલા મંડળોએ ગૌતમ મહરાજને ટીપણું જોઇ સનાન
કરાવવા જવાનું મહુર્ત જોવડાવ્યું.
“જેઠ માસની અમાસ ને કાળ ચોઘડિયે બલુનને ધક્કા મારી હાડચી (હાડકી)
તલાવડીએ સનાન કરાવવા હઉ (સહુ) કોઇ થનગનતા ઘોડા જેમ ઉપડયા.”
સખી મંડળો તાલ બધ્ધ રાગે ગાવા લાગ્યાં
“શકન (શુકન ) જોઇ ને હંચરજો (સંચરજો) રે
 અરે બલુન મહરાજ હાડચી તલાવડી રે જાજો રેં
ઘસી ઘસીને નાજો (નહાજો) રે નૈ (નાહી ) ધોઇ ને આવજો રે”
બસ પછી તો ધક્કે પે ધક્કા મારી ગબડાવતાં બલુનજી મહરાજને અમે બધા
સખી મંડળો સાથે હાડચી તલાવડીએ લઇ ગયા ને તલાવડીમાં ઉતાર્યું
“પછી તો જેમ ડોબાં (ભેંસો) નહાવડાવીએ એમ કાથી હુતરી (સુતરી) ને બીજા
સાધનો જેમ કે દુધી કે ગલકી તુરિયાં બિલકુલ સુકાઇ જાય ને જાળી જેવા રેસા
નિકળે તેનાથી ઘસી ઘસી નહાવડાવ્યું કેટલાક અતિ ઉત્સાહી હાબુ ( સાબુ) ને
સેમ્પુ લાવ્યા હતા.”
સખી મંડળો અતિ ઉત્સાહમાં હતાં તે ઘુઘરા માંજીરાં ખખડાવી ગાતાં જાય…..
” હાડચી તલાવડીના જળથી નવડાવું બલુન મહરાજ
   હળવે હાથે મર્દન કરું ને સુગધિત કરું રે બલુન મહરાજ
   ઉષ્ણાદિક જલ મંગાવ્યું હાડચીમાં ઉમેર્યું રે બલુન મહરાજ
   પછી ચુના ખડીથી ધોરાવુ (રગાવું) રે બલુન મહરાજ “
   (ખડી = પહેલાં દીવાળી પર આછા ઘેરુ રંગથી ભેંસોનાં શિંગડાં રંગતા)
આમ બલુન મહરાજને  બહાર કાઢી સુંદર રુમાલો ને ધોતિયાં સાડીયો
દ્વારા લુછી લુછીને સાફ કરી ગૌતમ મહારાજ પાસેસે પુજા કરવી વરઘોડો
કાઢી વાજતે ગાજતે ગામમાં લાવ્યા.
“ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ને કાર્યકરોના ફોન આવવા લાગ્યા ભાઇ
ગોદડિયાજી બલુન ઉડાડવા લાયક બની જાય ત્યારે અમને બેસાડજો કેમ કે
અમારા મુખ્ય મંત્રી ને મંત્રીઓ હેલિકોપ્ટરને બલુનમાં વારંવાર ઉડ્યા કરે છે
પણ પાંચ વરસમાં અમારો ઉડવાનો ક્યારેય મેળ પડતો નથી ને જો ફરિયાદ
કરી  હક્ક કરીએ તો આગલી ચુંટણીમાં ટિકીટ કાપી કાયમ માટે  ઉડાડી દે છે.
તો ભાઇ સાબ જરા તમારા બલુનમાં જરા અમારા માટે ઉડવાનો લહાવો
લેવાય એમ જરાક કરજો.”
“અમારાં બૈરાં ને કુટુંબીઓ ને કાર્યકરો રોજ મેણાં મારે છે કે આ બધાય ઉડે છે ને
તમારો વારો ક્યારેય લાગતો નથી. તમારું સરકારમાં ને પક્ષમાં જરાકેય
ઉપજે છે કે પછી બધાય તમને વંઢા (દિવાલ) પરનું ખહલું (ઘાસ) હમજે
(સમજે) છે.”
ગાંઠિયો>>>
“ઉડવાનું મન થાય તો જરા ઉડી લેજો
 પણ ધરતી પર ક્યારેક ડગ માંડી લેજો
 એમતો હર રોજ ઉડે છે  કેટલાય કાગડા
 માનવ છો સેવા સમર્પણ ભાથું ભરી લેજો”
http://www.14gaam.com/gujarati-poem.htm
======================================
સ્વપ્ન જેસરવાકર

 

14 thoughts on “ગોદડિયો ચોરો… બલુન સનાન યાત્રા.

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      “ઉડવાનું મન થાય તો જરા ઉડી લેજો

      પણ ધરતી પર ક્યારેક ડગ માંડી લેજો.”

      આ વાત નેતાઓ સમજે તો ઘણું સારું

      આપના પાવન પગલે દિવાળી સુધરી ગઇ સાહેબ આભાર

      Like

  1. કાકા .ઓહ્હ અમારા ભાગે વિમાન ઉઠાવવા નું જ આવ્યું ..અમને મજુર જ ગણ્યા …….મારી પાસે ઘણા બધા પ્લાન છે વિમાન ને શણગાર કરવા ના ………તમે કહો તો વિમાન માં બગીચો પણ બનાવું,, અને ફુવારો પણ મૂકી આપું……યાદ છે ને જેસરવા માં માત્ર ૨ કલાક માં સરસ ફુવારો ઉભો કરી દીધો હતો …..આખી સાત દિવસ ની સપ્તાહ કથા માં બધા ને સરસ ગમ્યો………હવે તો કેનેડા ની સ્ટાઈલ થી બનાવું અડધા કલાક માં એ પણ મુઝીકલ………તો બોલ્લો ક્યારે ચાલુ કરું.

    આપનો રાજુ ઘંટી………….. વેનકુવર – કેનેડા

    Like

    1. ભાઇ શ્રી રાજુ,

      તમને બધાને ક્યારેય મેં મજુર ગણ્યા છે ખરા?

      તમે બધા યુવાનો તો મારું હદય છો. મેં જેસરવા કે બીજે ક્યાંય જે કોઇ કાર્યક્રમો કર્યા તેમાં આપ સહુનો નિસ્વાર્થ સેવાભાવનો

      અમુલ્ય સહકાર મને અવશ્ય મલ્યો છે આ સત્ય હકીકત કેમેય કરીને ભુલી શકાય એમ નથી….ભાઇલા.

      દરેક્ને જુદું કામ સોંપું તો લેખ લાંબો થૈ જાય.

      હા ભાગવત સપ્તાહમાં આપ યુવા મિત્રોનો સાથ સહકાર અવિસ્મર્ણિય રહ્યો છે. ને ફુવારો તો કેમ ભુલાય!

      હજુ બલુનને સમાર્કામ કરી શણ્ગાર્વાનું છે ત્યારે જરુર પડશે.

      બસ ચોરે આવી ચર્ચા કર્વા બદલ ખુબ આભાર

      Like

  2. જબરું બલુન…કયા એરપોર્ટ પર ઉતારશો એ ખબર પડે તે પહેલાં તો બીજે જ ફંટાય…મજાની સફર..આપના બલુન થકી.

    કવિતામાં પણ રંગત જામે…ઉડાડતા રહેજો સૌની.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ,(આકાશદીપ)

      બસ ત્યારે બલુન મહિસા બાજુ જવાનુ થશે ત્યારે તમને જરુર જણાવીશું

      આપ દ્વારા હંમેશાં મળતા સહકાર અને સંદેશ બદલ ખુબ આભાર .

      Like

  3. ગોદડીયા ગાંમમાં બલુન આવ્યું અને એની પાછળ આખું ગાંમ ઉપર નીચે

    થઇ ગયું . પ્લેનને ગામડાના લોકો બલુન કહેતા હોય છે એ મેં પણ

    સાંભળ્યું છે .એ અબુધ લોકોને નવાઈ લાગે કે મારું બેટુ સમડીની જેમ કેવી

    રીતે ઉડતું હશે ! પુષ્પક વિમાન છે એમ જાણ્યું એટલે ગામ લોકો

    એનું પૂજન કરવા કેવા ગાંડા બન્યા એ તમારી રીતે જે રમુજી અહેવાલ

    આપ્યો એ વાંચીને હળવા થઇ જવાયું .

    પોસ્ટને અંતે પીરસેલો આ ગાંઠિયો બહુ ભાવ્યો .

    “ઉડવાનું મન થાય તો જરા ઉડી લેજો

    પણ ધરતી પર ક્યારેક ડગ માંડી લેજો

    એમતો હર રોજ ઉડે છે કેટલાય કાગડા

    માનવ છો સેવા સમર્પણ ભાથું ભરી લેજો”

    Like

    1. આદરણિય વડીલ શ્રી વિનોદકાકા,,

      બસ આપનો આવો પ્રેમ ભર્યો સંદેશ નવા હપ્તા માટે ઉત્સાહ પ્રેરે છે.

      આપના સંદેશમાં એક નવીનતા ભર્યો સંદેશ હોય છે.

      આપના મનભાવન આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણિય વડીલ શ્રી દાવડા સાહેબ,

      બસ આપનો આવો પ્રેમ ભર્યો સંદેશ નવા હપ્તા માટે ઉત્સાહ પ્રેરે છે.

      આપના મનભાવન આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

Leave a reply to સુરેશ જવાબ રદ કરો