ગોદડિયો ચોરો…ધાગડિયા વર્કશોપ

ગોદડિયો ચોરો…ધાગડિયા વર્કશોપ
==========================================
cropped-11.jpg
બલુનને નવડાવી ધોવડાવી સનાન યાત્રા પુર્ણ કરી વાજતે ગાજતે બધા
જેહરવા (જેસરવા) ગામને ગોંદરે આવી ગયા.
ધૃતરાષ્ટ્રજી કહે “અલ્યા આ બલુનને હનાન (સ્નાન) કરાવ્યું. હવે ઓને (આને)
હમારકોમ (સમારકામ) કરાવીને હેંડતું કરવું પડશે. અમે બધા વિચાર કરતા
હતા કે અવે (હવે) ઓને (આને) હમુ (સમું) કરવું ચમનું (કેમનું)?
“કોદાળાજી કનુ કચોલું અને ગોરધન ગઠાને રાજુ ઘંટી -રાજુ રંઢો-મહેશ પેન્ચર
ચિમન ટાટા અમિત બબલી સાથે સારું ગોઠી ગયું હતું . હવે આ સાતેય લખોટા
સપ્તમંડળ તરીકે ગામમાં ખુબ પ્રચલિત થઇ ગયેલા. “
મારા વા’લા આવીયે છીએ કહીને સીમમાં આંટો દઇ છાંટોપાણી કરી આવતા
ને ગુસપુસ કરતા હતા.
નારણ શંખ કહે અલ્યા ગુસપુસ કરતી ગોખલીયો જરા અમને તો કહો શું છે.?
“રાજુ ઘંટી મહેશ પેન્ચર ને રાજુ રંઢો કહે અમે ભદા મીસ્ત્રી ને અશોક મીસ્ત્રી
સાથે મળી લલુ (લલ્લુ)લવાર (લુહાર) સાથે ચર્ચા કરી તો લલુ લવાર એવું કે’
છે કે આ મોદી લોખંડ ઉગરાવે (ઉઘરાવે)એની પરતીમા (પ્રતિમા) બનવવાનો
સે (છે) તી (તે) આપડે (આપણે) આ બલુનની પોંખોને  (પાંખ) એલુમેન્યમ
(એલ્યુમિનિયમ)ની બનાઇ કાઢીયે.”
અઠો બઠો ભદો ભુત સાથે અરવિંદ આખલો જોડાઇ ગયા ને ગામ તેમજ
બાજુના ગામોમાં જાહેર કર્યું કે “રોમ (રામ) ભગવોન ( ભગવાન)ના બલુનને
હમું (સમું) કરવાનું હોઇ એલ્યુમિનિયમની જુની ઘસાઇ ગયેલી થાળીયો
તપેલીયો કુંડાં ડોલો છલુડીયો એવું બધું જેના ઘરમાં પડ્યું હોય તે આપી જજો
આનાથી તમને બવ (બહુ) પુન (પુન્ય) મલશે ને હર્ગે (સ્વર્ગે) પાડે બેહી (બેસી)
નહિ પણ બલુનમાં બેસી જવા મલશે…”
“બોલો રોમ (રામ) ભગવોન(ભગવાન)ની જે (જય).”
“ગુજરાતીઓનો ભક્તિ ભાવ એવો ઉમટ્યો કે ગામની ભાગોળે જુની સાથે
નવી તપેલીયો તપેલાં થાળીયો છલુડીયો (વાડકી)નો ઢગલો થઇ ગયો.
લલુ લવાર રાજુ રંઢો મહેશ પેન્ચર ચિમન ટાટા ભદા મીસ્ત્રી અશોક મીસ્ત્રી
અમિત બબલી સોમો કુચો ઉમંગ બોડિયો બધાય સાથે કોદાળો ને કચોલું
એલ્યુમિનિયમ ગાળીને પાંખ બનાવવા લાગી ગયા.”
મેં કહ્યું અલ્યા પાંખમાં અવા (હવા) કાપવા પંખા બેહાડવા પડશે.
ત્યાં મોન્ટુ ને મમકડું આવી ચઢ્યા એમોં (એમાં) કહે એમા શું મોટી વાત છે ?
જુઓ  “મોટા ટેબલ ફેનના પંખા બેહાડી (બેસાડી) દયો એટલે ભયો ભયો બલુન
કમોન (કમાન)મોંથી (માંથી) વસુટેલા (વછુટેલા) તીર જેમ ઉડશે.”
ગોરધન ગઠો કે’ અલ્યા બારીયો (વિન્ડો)ના કાચ વહલઇ (તુટી) ગયા છે એનું
ચમનુ (કેમનું) કરીશું.
“ધૃતરાષ્ટ્ર ને કનુ ગાડી ને કટિંગ વાતો કરતાં કહે અલ્યા જાડાં પલાસ્ટીકના
(પ્લાસ્ટીક)કાગળ ચોંટાડી દયો એટલે બારિયો તૈયાર થઇ જશે.”
આ બધાના વિચારોનું વલોણું ફેરવી એમાંથી માખણ છાસ કાઢી અમે
એલ્યુમિનીયમ વડે પાંખ બનાવી ટેબલ ફેનના પંખા ચડાવ્યા ને પ્લાસ્ટીક
કાગળ બારીએ ચોંટાડ્યા.
હવે બલુન તૈયાર થઇ ગયું એટલે એને ચાલુ કરવા પ્રયત્ન કર્યો પણ ચાલુ
ના થયુ તે ના જ થયું
ત્યાં ગામના “સોમ મંગલ સાથે ત્રિકમ ટંબોલી કહે અલ્યા પાટરોલ(પેટ્રોલ)
છે કે નહિ એતો જરા તપાહો (તપાસો)”
“ચિમન ટાટા ઉપડ્યા તો થોડુંક  પાંનસો (પાંચસો) ગરામ (અડધો લીટ્રર)
પેટ્રોલ લાવ્યા બબલી ને સોમો એના ટ્રેક્ટરમાંથી બે બે લીટર ડીઝલ કાઢી
લાવ્યા ને નાખ્યું તો ઘાસતેલીયો દહ (દશ) લીટર ગ્યાસ્તેલ લાવ્યો.”
ટાંકીમાં પુરી બલુન ચાલુ કર્યું પણ ચાલુ ના થયું ને ગામડિયા રસ્તો અપનાવ્યો.
“ગામના યુવાનો મહિલાઓ ને ચોરાના ચમચા સાથે યુવા ઇજનેરો સાથે
બલુનને ધક્કા મારી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો લગભગ એકાદ કિલોમીટર
ધક્કો માર્યો પણ બલુન મહરાજે ચું કે ઘરરર એવો સહેજ પણ અવાજ ના કર્યો.
થાકીને પાછા ધક્કા મારી રીવર્સમાં ગામની ભાગોળે પાછું લાવ્યા.”
માંડ સાંસ (શ્વાસ) લીધો ત્યાં એવિયેશન અધિકારીયોની ટીમ આવી પહોંચી.
એ કહે તમારે એને ઉડાડી મુસાફરોને બેસાડવાના હોય તો એનું રજિસ્ટ્રેશન
કરાવવું પડે .
એમાં કઇ સુવિધાઓ જેમ કે ભોજન પીણાં બેસવાની ખુરશીયો બાથરુમ આવી
બધી સુવિધાઓ વિશે માહિતી આપવી પડે.
કોદળો કહે સાયેબ આ તો અમારા અંગત માણસો માટે છે પણ આ સુવિધાઓ
વિશે આવતા અઠવાડિયે યાદી સાથે તમને સમજાવીશું.
 “પાંચેક કિલોમીટર દુરના ગોમમાંથી ગજાકાકા ગંજેરી ગજવામાંથી છેંકણી
(છીંકણી)ની ડબી (ડબ્બી) કાઢી લાંબો સડાકો મારી ધોતિયું ફફડાવતા આયા ને
જેવો હાથ ખંખેર્યો કે છીંકણી ઉડવાથી અમે બધા છીંકાછીંક કરવા લાગ્યા.”
ગજાકાકા ગંજેરી કહે “અલ્યા આ ગોધરિયો કોણ છે ? આ બધા સાગ્રીતો કોણ છે?”
નારણ શંખ કહે “ગંજેરી કાકા ગોધરીયો નહિ પણ ગોદડિયો છે.”
ગજાકાકા કહે “બેસ ને દોઢ ડાહ્યો ગોધરિયો ને ગોદડીયો બધું એક જ કહેવાય.”
મેં કહ્યું ગજાકાકા હુ પોતે જ ગોદડિયો છું બોલો શું કામ છે.?
ગજાકાકા કહે હવે કામની કાખલી જો ઉ (હું) જે કઉ (કહું) એ હોંભર (સાંભળ)
મારા ભૈ (ભાઇ) ગોકરીયો (ગોકળીયો) એનો હારો (સાળો) ગનુ ઘંટ છે એના
કાકા હહરા (સસરા) મનુ માંચોનો ભોણેજ (ભાણેજ) જમઇ (જમાઇ)નો સોકરો
(છોકરો) કંચન કોઢો દુબય (દુબાઇ)માં ચિયાંક (ક્યાક) ઘાસતેલના કુવે કોમ
(કુવાએ કામ) કરે છે ઍટલે આ બલુન લઇ વિલાયત જાવ ત્યારે એની હાતર
(માટે) તારી ગજીકાકી કંકોડાં તુરિયાં ને પાપડી બનાઇ (બનાવી) છે તે દહ
(દશ) કિલો લઇ જવાની છે . બોંનાં (બહાનાં) ચાલશે નૈ.”
“આ તો ઘરનું બલુન છે તે આવતાં જતાં આવું કંઇક તો લાવવું લઇ જવું પડે
ને તરત આથો આથ (હથો હાથ) મલે.”
” જો વિલાયતથી પાછો આવું ત્યારે પેલા બે મેંડાં ને સાતડા (૦૦૭) વારા
રોજ મરે (રોજર મુરે) ને એની જોડે પેલી ફટાકડી હતી એને બેહાડતો આવજે.”
મેં ને ગજીએ એની ફીલમ જોઇ તી ત્યારથી તારી કાચીને (કાકી)હું એમના
પંખો (ફેન) થઇ જ્યા છીએ એ આવે તો એને રોટલા ખવડાઇ એને પુછવું છે
અમારા છેતરે (ખેતરે) સનીમા (ફિલમ)કરો. તારી કાચી ને મારે એની સનેમા
(સિનેમા) માં કોમ કરવું છે.”
 
ગાંઠિયો=
સુનતેં હૈ હર ચીજ મીલ જાતી હૈ દુઆસે
આપ હમેં દુઆ દે દો યે માંગ લેંગે ખુદાસે
http://www.14gaam.com/gujarati-poem.htm
=============================================
સ્વપ્ન જેસરવાકર

6 thoughts on “ગોદડિયો ચોરો…ધાગડિયા વર્કશોપ

 1. ડૉ. ગોદડિયાજી

  હવે તો ગોદડિયા ચોરાને મળ્યા વિના ચાલે એમ નથી.

  અત્યાર સુધી મે ખુબ જ ગુમાવી દીધુ લાગે છે.

  હું પણ કારણ વગરનું રાજકારણ શીખીને ઝંપલાવું……………………!

  સ્વપ્ન જોઉ છું. તમને મળવાનુ. …………….!

  Like

 2. ગોવિંદભાઈ તમોએ હંમેશની જેમ રંગ લાવી દીધો આજે ગોદડીયા ચોરામાં .

  તમારી આ પોસ્ટની લીંક આપણે જેમને મંદિરમાં મળેલા એ મારા મિત્ર

  શ્રી આનંદરાવનને પણ મોકલી આપી છે . તેઓ પણ મારી જેમ એને

  જરૂર માણશે .ધન્યવાદ .

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s