ગોદડિયો ચોરો…બલુન બટકી પડ્યું…

ગોદડિયો ચોરો…બલુન બટકી પડ્યું…
=======================================================
cropped-11.jpg
ધાગડિયા વર્કશોપમાં બલુન સમારકામ સરસ રીતે પતી ગયું એટલે અમે
એવિયેશન અધિકારીઓને જણાવી દીધું . એમણે ઓગસ્ટ માસની બીજી
તારીખે રજિસ્ટ્રેશન વિધિ કાર્યક્રમ નક્કી કરી દીધો.
બીજી તારીખને શુક્ર્વારે ગોદડિયા ગામે સુમધુર સવારે ચહલ પહલ વધી
ગઇ છે. “એક્સ્ટ્રીમ ગ્રુપ સાથે રાજુ ઘંટી -રાજુ રંઢો- અમિત બબલી -બોડિયો
સોમો કુચો -મહેશ પેંન્ચર- લોગી- ચિમન ટાટા -મોન્ટુ -પીન્ટુ આ બધાય
ભેગા મળી બલુન શણગારવા મચી પડ્યા છે. રાજુ ઘંટીએ કોદાળા ને કચોલા
સાથે મળી બલુનમાં લોન પાથરી સાથે ગેસના ચુલાના બર્નરમાં પાણીની
પાઇપ જોડી ” આઇયે પધારીયે “ના ટયુન વાળો મજાનો ફુવારો બનાવ્યો. “
“ભારતમાં સરકારી નોકરી પર આવવામાં હંમેશ મોડા પડતા હોય છે જ્યારે
ઘેર જવામાં ક્યારેય મોડા પડતા નથી એ કહેવત મુજબ સવારના નવ વાગ્યા
સમયને બદલે બપોરના બાર વાગે પધરામણી કરી એમાંય જમવાનું અને
તોડી ખાવાનું પાછું પ્રજાનું જ હોય.”
ભોજનમાં વ્યંજન પણ ભરપેટ આરોગ્યાં ને ઉપર એકસોવીસનું કલક્ત્તી
કિમામને વરખ વાળું પાન ખાઇ નિંદરે ચઢી ગયા તે સાંજના ચાર વાગે જાગ્યા.
ગરમા ગરમ મસાલાવાળી ચા ચઢાવી બલુનની સુવિધા તપાસવા વળગ્યા.
ઓફીસર કહે ચાલો કોકપીટની વ્યવસ્થા બતાવો.
નારણ શંખ કહે “સાયેબ (સાહેબ) આ કોક્નીપીઠ નથી અમારી ખરીદેલી છે.”
બીજા ઓફીસર કહે કેટલા પાયલોટ છે ? સર્વે તાલીમબધ્ધ છે કે નહિ ?
ગોરધન ગઠો કહે” સાયેબ અમારી પોંહે (પાસે) પાય એટલે પગનો લોટ નથી
પણ બાજરીનો ઘઉં મકાઇ જવાર ચણા એવા જાતજાતના લોટ છે.”
ઓફીસર કહે આ કેવી જાતના લોકો પ્લેનના ધંધા લઇને બેઠા છે તે કહે અલ્યા
વિમાન ચલાવનારને પાયલોટ કહેવાય સમજયા. !
ગોરધન ગઠો કહે “સાયેબ બલુન ચલાવનારને “ઉડણિયા ડાયવર” કહીએ .”
ઓફિસર કહે  ચાલો તમે તાલીમબધ્ધ પરિચારીકાને નોકરીમાં લેવાના છો.
ભદો ભુત કહે “સાયેબ આ બજરંગ મંડળી છે  અહિયાં પરી ચારકડા મલશે.”
ઓફીસર કહે આ ધાગડિયા એર લાઇન્સ એટલે શું ” વોટ મીનીગ ધાગડીયા ?
કોદાળો કહે ” અબે સાયેબ યુ નો વેન ગોદડી ગુડ જૈસે કે ઓલ તરફ સિલાઇ
અચ્છી  હો બ્રોક્ન ના થૈ હોન્ગી તબ ઉસે ગોદડી કેહતે હેંગે વેન ગોદડી ફટ
જાતી હેન્ગી ઓર એવરી બાજુ થુથા નિકલતા હેન્ગે તો ઉસે ધાગડી કેહતે હેન્ગે
સમજેંગે ના દેખો હમ સબને તીન સાલ બિફોર ગોદડિયા ચોરા ચાલુ કિયા
તબ હમ હટ્ટે કટ્ટે થે અબ દાંત ગીરે આખેમે મોતિયા આવીંગ પગ લથડીંગ ઓર
કમર કઠડીંગ ઇસ લિયે હમ સબ ગોદડી સે ધાગડી જેસે હોવિંગ ઇસ લિયે
ધાગડિયા એર લાઇન્સીગ સમજે”
ઓફીસર કહે યુ નો યોર પ્લેન હેઝ નો ચેર વેર પેસેન્જર ઇઝ સિટીંગ ?
અઠો કહે” સાયેબ હમણાં અમે લગ્ન ગાળામાં પીરસવાનો કોન્ટ્રાકટ લીધેલા
એમાં આવક થઇ એમાંથી જથ્થાબંધ ગોદડીયો ધાગડિયો ખરીદી લીધી છે.”
બઠો કહે “સાયેબ બલુનમાં ગોદડિયો પાથરી દઇ એના નંબર આપવાના છીએ.
જેમ કે ગોદડી નં -૧ ગોદડી નં -૨ ગોદડી નં -૩ એમ ગોદડિયો પાથરવાના .”
ઓફીસર કહે પીવાના પાણી અને બાથરુમની વ્યવસ્થાની જાણકારી આપો ?
કનુ કચોલું કહે “સાયેબ અમે બલુનમાં મોટાં મોટાં ચાર પાંચ પીપલાં ભરીને
મુકી દેવાના સાથે બે ચાર જગ અને પ્યાલા મુકી દૈશું જ્યારે ડાલડા ઘીનાં
બે ચાર ડબલાં તાર બાંધીને જંગલ ઢેંચણીયે ( વિલાયતી ( ઉભું) ટોયલેટ)
જવા મુકી દઇશું ને એક ચોકડી બનાવી દૈશું હાથપગ ધોવા.”
ઓફીસર કહે પેસેન્જરોને તમે ભોજન સુવિધા કેવી પુરી પાડવાના છો ?
મેં કહ્યું ” ઓ મારા સાયેબ આ ગુજરાત છે. ગુજરાતીયો બે દિવસ બહાર જવાનું
હોય તો પુરીયો ઢેબરાં ખમણ ઢોકળાં અથાણું છુંદો લીંલાં મરચાં ડૂંગળી એવું
બધું પંદર દિવસ ચાલે એટલું ભરી જાય હવે જે પેસેન્જર હોય એમને કહીએ
કે ચાર ધામ યાત્રા છે ને ટાઢાં ઢેબરાં ખાવા બળિયા બાપના ડેરે જવાનું છે
પછી તો મહિના સુધી ખાવાનું ના ખુટે એટલું બધું ભરી લાવે.”
ઓફીસર કહે તો પણ કદાચ ખાવનું ખુટે ને પેસેન્જરો ભોજન માંગે તો શું ?
મેં કહ્યું જુઓ “આ બધા ગુજરાતીયો છે એટલે એમની આગળ ગુજરાતના
મુખ્ય મંત્રીના ભાષણની કેસેટ મુકી દેવાની ગુજરાતીયો ભાષણ સાંભળે
ને તાલીયો પાડવામાંથી ઉંચા આવે ત્યારે ખાવા માગે ને ?”
” બેચાર બાપુઓની કથા ને બેચાર ગરબાની કેસેટો તૈયાર રાખી મુકી
એ બતાવવાની છેવટે ડોકટર પંકજ નરમ ( દેખાવે ને બોલવામાં નરમ છે)
એમની આરોગ્યની ટીપ્સ સંભળાવીયે તો એમની ભુખ જ મરી જાય.”
ઓફીસર કહે આ તમે ધાગડિયા એર રાખ્યું પણ સુવિધાનાં ઠેકાણાં નથી.
કોદાળો કહે “સાયેબ એમ તો એર ઇન્ડિયામાં ક્યાં સુવિધાઓ હોય છે .
એ તો બિલકુલ ગડગડિયા એર લાઇન્સ છે એના પાયલોટ કે પરિચારીકા
કે એરર્પોર્ટ સ્ટાફ કે ગ્રાઉન્ડ સ્ટાફ ક્યાં કદિયે પેસેન્જરોને ગાંઠે છે એ તો
એર ઇન્ડિયા છે કે હવા ઇન ડિયા એજ સમજાતું નથી”
( એમા બધા હવા ભરાઇ ચુકેલા ઇન (અંદર) ડિયા (ડોઢ ડાહ્યા) છે )
ઓફિસર કહે જુઓ ભાઇયો તમારી વ્યવસ્થા બરાબર ના હોય તમને
બલુન ઉડાડવાની મંજુરી ના મળી શકે એમ કહી ઉપડી ગયા.
કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા આ પૈસા ને એક મહિનાથી આ રીપેરીંગ
સનાન યાત્રા કરી એ બધું માથે પડયું હવે શું કરીશું
મેં કહ્યું વાંધો નહિ “હવે જ્યાં મેળા ભરાતા હશે ત્યાં બલુન ધક્કા મારી
લઇ જઇશું ચકડોળવાલાની જેમ લોકોને બેસાડી પૈસા વસુલ કરીશું
લોકો લગ્નમાં વરરાજા માટે ઘોડા બગી ભાડે કરે છે એમ આપણે નવ
યુવાનો માટે વર બલુન યાત્રા કાઢીશું નવા નામાંકિત બાપુઓ ને
બાવાઓને કથા કરવા બલુન ભાડે આપીશું ને પૈસા વસુલ કરીશું .”
 
ગાંઠિયો.
કીસીને કહા નિશાન ચુક ગયે અબ નિશાન બાકી હૈ
શિકાર ગાહમેં અબી તો ખાલી મકાન બાકી હૈ
એક બચ્ચેને લાશોંકે ઢેર પર ચઢકર કહા કિ
અભી તો કઇ ખાનદાન બાકી હૈ
અરે ઓ જમીં બાંટકર ખુશ હો ગયે
ઉનસેં કહ દો કિ અભી આસમાન બાકી હૈ..(૨)
————————————————————————————–
સ્વપ્ન જેસરવાકર

 

10 thoughts on “ગોદડિયો ચોરો…બલુન બટકી પડ્યું…

  1. શ્રી પ્રવિણભાઇ

   ડુંગળીના કટ્ટા લાવ્યા છીએ જોઇશે હુંગાડીએ પ્છી ખબર પડે ઉડશે કે નહિ.

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

 1. હવામાં ઉડાડે રાખો..ટિકિટ કેટલાની? હોલ્ટ કેટલા? બે ની સાથે બે ફ્રીની સ્કીમની જાહેરાત કરી દે જો. ૧૫ મી ઑગષ્ટે બલૂન ઉતારી દેવું પડશે. માર્મિક કણિકાઓ લાજવાબ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

   બલુન તો ગોદડિયાની ગોદડીના દોરે ઉડે જ રાખશે

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   ગામઠી અને તળપદી ભાષાના શબ્દો જિવંત રહે એ જ મારો ઉદેશ્ય છે.

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. અબે સાયેબ યુ નો વેન ગોદડી ગુડ જૈસે કે ઓલ તરફ સિલાઇ

  અચ્છી હો બ્રોક્ન ના થૈ હોન્ગી તબ ઉસે ગોદડી કેહતે હેંગે વેન ગોદડી ફટ

  જાતી હેન્ગી ઓર એવરી બાજુ થુથા નિકલતા હેન્ગે તો ઉસે ધાગડી કેહતે હેન્ગે

  ચોરામાં આવી ભાષા સાંભળવાની મજા તો કોઈ ઓર જ છે।

  અરે ઓ જમીં બાંટકર ખુશ હો ગયે

  ઉનસેં કહ દો કિ અભી આસમાન બાકી હૈ

  છેવટનો ગાંઠિયો.આરોગવાની લિજ્જત સરસ હોય છે .અભિનંદન

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   ગામઠી અને તળપદી ભાષાના શબ્દો જિવંત રહે એ જ મારો ઉદેશ્ય છે.

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

   આપ દ્વારા વરસતો અપાર પ્રેમ એક નવા અધ્યાય માટે પ્રેરણારુપ બને છે

   આ નવીનતા ભર્યા મુદા માટે આપ જેવા વડિલોના આશિર્વાદ ફળે છે

   આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર

   Like

ગોદડિયો ચોરો… ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s