ગોદડિયો ચોરો…વચનો..ચેલો.. ભતરીજો

ગોદડિયો ચોરો…વચનો..ચેલો.. ભતરીજો
==================================================
ગોદડીયો ચોરો
ખમીરવંતી ખંભાતના ગાદલા તલાવે ગોદડિયો ચોરો જામ્યો છે .
શ્રાધનાં ભારે ભોજન ઝાપટી ચર્ચાનું ચકડોળ ઘમ્મર ઘમ ઘુમતું
શહેર રાજ્ય અને દેશ – દેશાવરની વાતોનાં વલોણાં ઘુમાવી
મસાલારુપી વાતોનું માખણ કાઢતું હતું.
ત્યાં જ કોદાળા ને કચોલાની આગેવાની હેઠળકંકુબા જીવીબા
હમજુબા નાનીબા ગંગાબા ચેહરબા ગોદાવરીબા કાશીબા મુરીબા
ઝમકોરબાઓનું ટોળું હાંબેલાં (સાંબલાં )સાથે યુધ્ધ મેદાનામાં જઇ
રહ્યાં હોય તેમ પ્રવેશ્યું ને છીંકણીના સડાકા લેવા હેઠું બેઠું.”
એમની પાછળ ગોરધન ગઠાની રાહબરી નીચે ધોતિયાધારી એવા
કાકાઓ વાઘજી વાઘ હરમાન હડકાયો ચતુર ચોટલી ગબજી ગોદો
રણછો રોકડી અમરત શકુની હરજી હોકલી સાથે કેટલાક યુવાનો ને 
યુવતીઓ સાથે પ્રવેશ્યાં.
આ બધાને ગવારા ટાવરે પોલિસ ચોકીએ બેઠેલા જમાદાર
જંગલસંગે જોયેલા એટલે એ બીજા બે જમાદાર નાગજી નાગોડ
ઝુલ્ફી ઝોંપડીને લઇ ગાદલા તલાવ હાંફળા ફાંફળા દોડતા
પહોંચેલા.
ત્યાં જ નારણ શંખ મમરા સેવ ને ગાંઠિયા લઇને આવ્યો બધાંય
નાસ્તાની મઝા માણતા સસ્તાં વચનો ભતરીજા ગુરુ ચેલા ને ઇન્દી
(હિન્દી)ની વાતોનાં ભજિયાં ઉતારતાં ચટપટી વાતોએ વળગ્યાં.
કંકુડી કે’ (કહે) “ ઝમકુડી ગયે ફેર (ગયા વખતે) પેલા
વસનો(વચનો) જંદા (ઝંડા) ફરકાવતી) એનું રોમાયણ (રામાયણ)
કે’ (કહે).”
ઝમકુએ છેંકણી (છીંકણી)નો લોંબો (લાંબો) હડૈકવો(સડકવો) માર્યો .
 “અલી બુનો (બહેનો)  કમરવારાઓ (કમળવાળા-ભાજપ) એ પેલી
રોમ (રામ) જાતરા (યાત્રા)કાડેલી (કાઢેલી)ને કે’તાતા (કહેતા હતા)
કે અમે અયોધામોં (અયોધ્યામાં) રોમનું મોટું દેરુ (મંદિર) બંધાઇશું
પણ ના બનાયું ને ચેદાડાના વાયદા જ કરે સે (છે)”
કાશીબા કે’ “ઓવે મારા ભૈ (ભાઇ)ના હારોંએ (સાળા)ના બનાયું.”
ઝમકુબા કે“રોમ (રામ) વસન (વચન) પારતા (પાળતા) અતા
એના બાપાના વસને એ વનમોંય (વનમાંય) ગયેલાભુચ્યા
(ભુખ્યા) ને તરહ્યા(તરશ્યા)રખડેલા. બોન એના કરતાં આ કમર
(કમળ)વારા જો કશન (કૃષ્ણ)ને ભજે તો બવ હારુ ચમકે (કેમકે)
એ કોઇ દિ’ વસન પારતા જ ન’તા(નહોતા) જો ગીતામા ક્યુ (કહ્યું)
કે’ ઉ (હું) આઇશ (આવીશ) પન (પણ)હજુ હુધી (સુધી)નથી આયા.
કે ચ્યારે (ક્યારે) આયેશ (આવીશ) એનો ફોડ પારતા (પાડતા)નથી”
ગોદાવરીબા કે’ “ઓવે (હોવે) જોને પેલા અરજણ (અર્જુન)ને એવો
તોચડાયો (ચઢાવ્યો) કે એના ગરુ (ગુરુ) ધોણાચાર (દ્વ્રોણાચાર્ય)ને ય
મરાઇ (મરાવી) નોંખ્યો (નાખ્યો)”
ચેહરબા કે’ ” ઓવે જોને જુધમોં (યુધ્ધમાં) અથિયાર (હથિયાર) નૈ
(નહિ) ઉપાડું એવું કઇ (કહી) રથનું પનડ્યું (પૈડું) લૈ (લઇ) ભિસમ
(ભિષ્મ)ને મારવા દોડેલો.”
અમરત શકુની કહે ” એ દાદાને છોકરા પોંહે (પાસે))મરાઇ(મરાવી)
ભાલોડા પર છો (છ)મૈના (મહિના) હુવડાઇ (સુવડાવી) રાખેલો ને
પાછો અસતોતો (હસતોતો)”
રણછોડ રોકડી કે “અલી ઝમકુ તું પેલા સેલા (ચેલા) વિશે કેતી’તી ને.”
ઝમકુબા કે’ ” જો ડોહા (ડોશા) બધાય સેલા ગરુ (ગુરુ)ઓને
સેતર’તા(છેતરતા) હોય છે. આ સેલો (ચેલો)નું ઉંધુ લખો તો
“લોચે” થાય એમ બધા ચેલા “લોચેબાજ” જ હોય છે વખત
આયે મઢી ઝુંપડી દર દાગીના ખુરશી ખુશી બધુંય છીનવી લે છે.”
હમજુબા કે‘ “ચેલાઓની ચટપટી બવ (બહુ) અટપટી હોય છેગુરુની
ગોદડી ને ઘરવખરી સાથે ઘરવારીય લઇને જતા રહેતા હોય છે.”
નારણ શંખ કહે ” હોવે અત્યારે ગુરુ પાસેથી શીખેલી ચાવી લઇને
ચેલાઓ ગુરુને દ્વ્રોણાચાર્યની જેમ ચપટી વગાડતાં વધેરી નાખે છે..”
“!!!!! જાયે તો જાયે કહાં.”???
મુરીબા કે” મેલ પુરો (પુળો) એ સેલાઓના ચુલામાં ને પેલા
ભતરીજાની વાતોનાં ભૈડકાં (ભૈડકું= ભોજનનો એક વાનગી)
જલ્દી ભરડવા માંડ”
કાશીબા કે “જો બોન (બહેન) આ ભતરીજો એટલે કાકાનો દિકરો
મામાનો દિકરો કે પછી ફોઇનો દિકરો ભાઇનો દિકરો ને ગુરુનો ચેલો
આ બધા ભતરીજા જ કહેવાય.”
ઝમકુ કે’  “બોનો ઉ (હું) ભતરીજાની વાત કરું છું એ ભતરીજો જુદો
જ છે.કૈઇક જવું હોય હારો (સારો) કે માઠો પરસંગ (પ્રસંગ) હોય કે
પસી(પછી) સારી જગા મલવાની હોય તા’રે (ત્યારે) તૈણ (ત્રણ)
જાતના ભય નડે.”
ગબજી ગોદો કે‘  એ ચેમનું (કેમનું) હારું (સાલું) હમજાયું (સમજાયું) નૈ
ઝમકુબા કે’ “હોંભરો મારી બોનો (બહેનો) જા’રે (જ્યારે ) હારું કોમ
(કામ) લઇને બેહીએ (બેસીયે) તા’એ પે’લો (પહેલો)વિરોધીયોનો
ભય હોય પસી (પછી) તો આપણાં હગાંવા’લાં (સગાંવહાલાં) કે
પક્ષનો ભય હોય ને સેલ્લે (છેલ્લે) ઘરનાંજ ગાટકી (ઘાતકી) થાય
એમ તરીજો (ત્રીજો) ભય આપડાં (આપણાં)અંગતનો હોય.”
હરજી હોકલી કે’  હાચી (સાચી)વાત કૈ (કહી)  લાખ ટકાનીવાત.
“આ જુઓને આ હરદ (શરદ)પવારને એનો ભતરીજો અજીત પવાર
બાલ ઠાકરેને એનો ભતરીજો રાજ ઠાકરે મેનકા ગોંધી (ગાંધી) ને એનો
ભતરીજો રાહુલ ગોંધી ને રાહુલની મા હોનિયા (સોનિયા) ગોધીને
એનો ભતરીજો વરુણ ગોંધી દીનુ સોલંકીનો ભતરીજો શિવો એમ
હંધાય ભતરીજા ગરહો (ગ્રહો)ની જેમ નડ્યા જ કરે છે ને .”
“ હમજી (સમજી)લેજો કે’ ભતરીજો નહિ પણ “ભયત્રીજો ” જ કહેવાય.”
આ બધી ચર્ચાને સાંભળવા લોકોનું મોટું ટોળું જમા થઇ ગયુ ને
કોલાહલ થયો. એટલે જમાદાર જંગલસંગ ને નાગજી નાગોડ સાથે
ઝુલ્ફી ઝોંપડીએ બધાયને વિખરાઇ જવા ચેતવણી આપી
ઝમકુ કે‘ “મારા રોયા વાતોમાંય હખ (સુખ) પડવા દેતા નથી.
હેંડો (ચાલો) અવે હવે) ઇન્દી (હિન્દી)ના હબૈડકા (સબડકા) ફરી કોક
શકકરવારે ભૈડીશું.”
ગાંઠિયો=
  અસલી દુશ્મનકા ઠીકાના કહાં હૈ
  વહ તો અપને ઘરકે પાસ રહતેં હૈ.”
===========================================
સ્વપ્ન જેસરવાકર

16 thoughts on “ગોદડિયો ચોરો…વચનો..ચેલો.. ભતરીજો

  1. ડૉ. ગોદડિયાજી

    આપ તો એક એકથી ચઢિયાતા શબ્દો લીધા છે, હો ભાઈ…………..!

    આ પ્રકારના વડાપ્રધાનથી તો

    ભ__________તરીજા________ભત્રીજા ન થાય,

    મારા ગોદડિયાજી

    Like

  2. પ્રિય ગોવિંદ ભાઈ
    તમારા ગોદડીયા ચોરામાં આવવાની બહુ મઝા આવે છે , આખા મલક ની રાજકારણ ની વાતો બાય ડિયું પણ છીકણી નાં સડાકા બોલાવતી કરતી હોય છે
    ગોવિંદભાઈ તમારી કુશળતા ને વખાણવા જેવી કહેવાય

    Like

  3. “ હમજી (સમજી)લેજો કે’ ભતરીજો નહિ પણ “ભયત્રીજો ” જ કહેવાય.”

    આ બધી ચર્ચાને સાંભળવા લોકોનું મોટું ટોળું જમા થઇ ગયુ ને

    કોલાહલ થયો. ……RajnitiMa SAGPANNi Vaato thaay Tyaare TOLU JAME ja !
    CHORA par SAARI VAATO thati rahe chhe !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    1. આદરણીય વડિલ ડો.શ્રી. ચંદ્રવદનભાઇ,

      ચોરો એટલે જ સટાક ચોરો કહેવાય .જ્યાં જાત જાતના ભાત ભાતના સટાકા વાગે.

      આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  4. શ્રી ગોવિંદભાઈના ચોતરે વાતો કયા ખૂણેથી ફૂટે ને કઈ જગ્યાએ નિશાન લાગે ..એ અંદાજ જોખવા જઈએ પણ કળ ના પમાય. વાંચે જ ભડાકા ખબર પડે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ,(આકાશદીપ)

      ખરી વાત પણ પણ હું ચેલો કોનો કહેવાઉ ? એ પ્રશ્નનો જરા ખોળી આપશો.

      જ્યારે લખવા બેસુ ત્યારે એકાદ બે મુદ્દ વિચર્યા હોય પછી નવો વિચાર આવે એટલે વાતને ઘી ખાંડ મીઠું મરચું ભભરાવી રસાદાર કરવી જ પડે ને?

      બસ જ્યારથી ચોરો ચાલુ થયો ત્યારેથી આપ જેવાનો અનેરો સહયોગ પ્રાપ્ત થાય છે એ જ મારૂ સદભાગ્ય છે.

      આપના શુભ ભાવના ભર્યા સંદેશ બદલ ખુબ આભાર .

      Like

  5. “આ જુઓને આ હરદ (શરદ)પવારને એનો ભતરીજો અજીત પવાર

    બાલ ઠાકરેને એનો ભતરીજો રાજ ઠાકરે મેનકા ગોંધી (ગાંધી) ને એનો

    ભતરીજો રાહુલ ગોંધી ને રાહુલની મા હોનિયા (સોનિયા) ગોધીને

    એનો ભતરીજો વરુણ ગોંધી દીનુ સોલંકીનો ભતરીજો શિવો એમ

    હંધાય ભતરીજા ગરહો (ગ્રહો)ની જેમ નડ્યા જ કરે છે ને .”

    ગોવિંદભાઈ , અમેરિકામાં બેઠા બેઠા ભારતના રાજકારણનું આટલું બધું

    જ્ઞાન અચરજ પમાડે છે !

    આ શકકરવાર (શુક્રવાર ) ના ચોરામાં હબૈડકા (સબડકા) નો આસ્વાદ

    લેવાની મજા આવી .ગોદડીયા ચોરાના પાર્ત્રોના નામ પણ મજાના છે !

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      આ ભય -ત્રીજાએ રાજકીય નેતૄત્વને પાંગળું બનાવી દીધું છે.

      ભતરીજાઓને કોઇ કહેનાર નથી ને કોઇ કહે તો ભતરીજા સંભળવા તૈયાર નથી.

      પરમ પુજ્ય કાકા દેશમાંય આપણી “GIC” છે.

      મતલબ કે “ગોદડીયા ઇન્વેસ્ટીગેશન સર્વિસ” ચાલે છે (ગમ્મતમાં )

      આ બધોય પ્રતાપ આપ જેવા અનેક વડિલોના આશિર્વાદનો જ પ્રતાપ છે.

      આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

  6. સાચી વાત છે, આ બધા જ ભત્રીજા ત્રીજા ભય જ છે, વડપ્રધાનને નોનસેંસ આવા ભત્રીજા જ કહી શકે. કદાચ આ ભત્રીજાઓ કાકાને સારા કહેવડાવસે.
    સરસ લખ્યું છે.

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આ ભય -ત્રીજાએ રાજકીય નેતૄત્વને પાંગળું બનાવી દીધું છે.

      ભતરીજાઓને કોઇ કહેનાર નથી ને કોઇ કહે તો ભતરીજા સંભળવા તૈયાર નથી

      આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

  7. તમારા બ્લોગની અવાર નવાર મુલાકાત લઉં છું. બહુ મઝાનું લખાણ હોય છે. પણ કહેવાય છે કે સસલાને ખીરના સ્વાદ માં કેવી લજ્જત પડે ! તેમ રચનાઓને સમજવા માટે એક વર્ગ જોઈએ ! ને એટલે જ સમાજમાં બધી જાતની વાનગીઓ ખવાય છે. મુલાકાત લેતા રહેશો.

    Like

  8. શ્રીમાન ગોવિંદભાઈ,
    જે રીતે આપ આપના કાવ્યો સજાવી ધજાવીને મુકોછો તે હજુ મને ફાવ્યું નથી, આ
    ઉપરાંત હજુ વર્ડ પ્રેસમાં હું લગભગ વિકમાં ચાર પાંચ મારી રચના મુકુછું પણ
    ક્યારેય પણ તેમાં કોઈ કોમેટ આવતી નથી, મારો નજીકનો કોઈ મિત્ર વર્ડ પ્રેસ વિષે
    જાણતો નથી.
    યોગ્ય માર્ગદર્શન આપવા મહેરબાની.

    Like

    1. આદરણીય શ્રી કેદારસિંહ્જી

      આપને હું શું શીખવી શકું ? છ્તાંય કોઇ વાર ફોન પર વાત કરીશ.

      આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર

      Like

Leave a reply to chandravadan જવાબ રદ કરો