ગોદડિયો ચોરો… ડી.(“D”)સી.(“C”)જવા દેકારા

ગોદડિયો ચોરો... ડી.(“D”)સી.(“C”)જવા દેકારા
====================-=========================

ગોદડીયો ચોરો

ગોદડિયા ચોરામાં નવીનતા ભર્યા પ્રસંગોની જ્યાફત જામે છે.
હરજી હોકલી કહે અલ્યા ગોદડિયા ગયા વખતે તું પેલા વટહુકમ
ને કટહુકમની ચર્ચા કરતો હતો તે એ સરકારો બદલાઇ કે નહિ.
રણછોડ રોકડી કહે ” અલ્યા પેલા હોબામા (ઓબામા) આયા કે
નૈ (નહીં) ને આપડ (આપણ)ને વરગી (વળગી) પડેલા ઐના
(અહીંના)ખબુચિયા તોં (ત્યાં) ગયા કે નૈ (નહિ) એ કે’ (કહે).”
નારણ શંખ કહે બધાય પક્ષો ભેગા કોને કોને લઇ જવા એની
ભાંજગડના રાસ ગરબા ગાતા રાસડા લેતા હતા.
ભાજપવાળા કહે” લાલજીને લઇ જાવ અહીં નડવાણીચાચા
નડતા મટે અને મનમોહનજી ત્યાં જાવ તો એમને ઉપપ્રમુખ
બનાવી દેજો અહીં પણ નાયબ હતા ને ત્યાં નાયબ જ રહે એટલે
એમની અંતરના ઉમળકાના ઓડકાર આવતાં પીએમની
હેડકીયો બંધ થઇ જાય ને એમનો જીવ અવગતીયો ના બને.”
લાલુજીએ કહે હ્ત ફ્ત ધત એસા કરો રાબડીદેવીકો લે જાવ
વહાં હવાઇ ટાપુ પર ઉસે ગવન્ડર (ગવર્નર) બના દેના વૈસે ભી
ઉસકો બિહારકા અનુભવ હોઇ વે સબકી હવા ઉડા દેગી”
ચિદમ્બરમજી “મેરા ચાન્સ લગનેવાલા હૈ કિ નહિ.”
મુલાયમ કહે ” અરે ચિદબરમજી  હમેં વહાં આપકી ધોતીકી
ચિંતા હૈ અગર વહાં “ધોતીકાંડ ” હુઆ તો ફીર આપકી હાલત
એસી હોગી.જેસી વી.કે મેનનકી ઓર આત્મારામ ચાચાકી ધોતી
ઉડી થી. વૈસે આપકી ભી ધોતી ઉડ ના જાય કહીં.”
માયાવતીજી “મનમોહનજી મેં યહાં હાથી પર બેઠકે થક ગઇ હું
ઓર અબી યે મુલાયમકા લડકા હમ સબ કેહતે રહે ઓર રટ
લગાતે રહે કિ અ-ખિલેશ (ના ખીલીશ) પર વો ખીલ ગયા ઓર
લકડાકી તરહ પાંચ સાલકે લિયે ચીપક ગયા હૈ ઇસ લિયે અબ
મેરે પાસ કોઇ કામ નહીં ઇસ લિયે મેં તો અવશ્ય ચલુંગી.”
મુલાયમ કહે “ભાઇ હમારી ઓરસે આઝમખાનકો લે જાવ વૈસે
ભી ઉનસે મેરે ભાઇ ઓર મેરે લડકેસે ખાસ બનતી નહિ હૈ.”
સુબ્રહ્મણમ સ્વામી કહે “મેં તો અવશ્ય ચલુંગા. મેરે પાસ બાત
બાતમેં કિસી પર ભી કેસ કરનેકી ક્ષમતા હૈ ઓર મેરે નામકી
તરહ મેં સુબહસે ભ્રમણ કરતા રહતા હું. વહીં જાકર મેં એસા
રિપબ્લીકનવાલોં પે કેસ ઠોક દુંગા કિ નાની યાદ આયેગી.”
ઘણા કોંગ્રેસીઓ રાહુલનું નામ દઇ દિગવિજયસિંહને મોકલી
દેવા તૈયાર થઇ ગયેલા જેથી એ ત્યાં ગમે તેના પર ધીંગુ
નિવેદન કરી શકે.
કપિલ સિબ્બલ કહે ” ક્યા હમારા ચાન્સ લગેગા કિ નહી.”
મનમોહનજી કહે ” સિબ્બલ્જી યહાં દિલ્લી ઢીલ્લી ના પડ જાયે
ઇસ લિયે આપ યહાં રહે વહાં શશી થરુરકી જરુર પડેગી.”
ચંદ્રાબાબુ નાયડુ ” મનમોહનજી આપની પાર્ટીએ “તેલ ઘણાં “
કાઢ્યાં જેથી મને નાયડુંને હવે વાયડું પડવાનું એટલે હુંય ત્યાં
આવું.  સિમાંધ્ર ને તેલંગાણા બેયમાં મારું તેલ નિકળવાનુ છે.”
આમ બધું નક્કી થયુ એટલે મનમોહનસિંહ કહે તો હવે આપણે
સર્વે મળી વોશિંગ્ટન ડી. સી. જઇશું ને કટહુકમ અંગેનો રસ્તો
કાઢવાનો  અગ્રિમ પ્રયત્ન કરીશું.
ત્યાં જ રાબડી કહે ” યે ડી.સી વા ક્યા હૈ.”
મનોહર કહે જેમ “આ દિગવિજય દરેક બાબતમાં નિવેદનીયા
ચમચા પછાડે છે .એમ આ જગત જમાદાર થઇ ડંડો પછાડે છે.”
“આ “ડી “. (” D”દુનિયામાં) “સી”. (“C” ચિપિયો) એટલે આખી
દુનિયામાં દરેક બાબતમાં ચિપિયો જ્યાંથી પછાડાય છે
સ્થળનું નામ “ડી”. “સી “છે.”
હમજ્યાં રાબડી બોન (બહેન) કે નહિ.
“અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી. સી છે”.  
D” “C” (ડિસ્ટીક ઓફ કોલંબિયા)
માયાવતી “આપણે લીધે “ડી”.”સી” તો “એ”.”સી” બની જશે.”
રાબડીદેવી કહે માયાવતી બોન એ ચેવી (કેવી)રીતે ?
જયસ્વાલ કહે  “એ. (“A”આવી ગયા) સી. (“C”કરપસનીયા) .”
“આપણે ત્યાં જઇશું એટલે ત્યાં ખનિજ ઝાડ જંગલ પર્વતો
યુધ્ધનો સામાન બધામાં એવું નિચોવી લઇશું કે ત્યાં કશું
જ નહિ બચશે જ નહિ .”
હવે દિગવિજય આઝમખાન માયાવતી શશી થરુર સુબ્રહ્મણયમ
ચંદ્રા બાબુ અને લાલજી એમ અમેરિકા જવાની ટીમ નક્કી થઇ.
આ બધાનું લીસ્ટ લઇને મનમોહનજી સોનિયાજીને મળવા ગયા.
યાદી જોઇને સોનિયાજી મનોમન મુસ્કરાયાં.
ત્યાં જ મનમોહનજી કહે ” મેડમ આપ આવો તો સારું કેમ કે આ
જુઓને નવ દશ વર્ષથી જી મેડમ હાજી મેડમ ને યસ મેડમ એવું
કહેવાની આદત પડી ગઇ છે એનું હું શું કરીશ. ?”
સોનિયાજી કહે  મનમોહનજી આમેય મારી તબિયત સારી નથી
“આ દિલ્લી ઢીલ્લી ના પડે રાજસ્થાનમાં સતાનું ઘરસ્થાન થઇ
જાય મધ્ય પ્રદેશ આપણને ભુમધ્ય ( ભુમિ મધ્યે)કરી ના દે એનું
મારે ધ્યાન રાખવાનું છે ને સાથે સાથે  થનગનતા ગધેડાઓને
ડફ્ણાં મારી સીધા કરવાના છે.”
મનમોહન “પણ સલાહ લેવા મારે બીજાં કયાં મેડમ શોધવાં.”?
સોનિયાજી કહે “જુઓ આજકાલ હિલેરીબેન નવરાં ધુપ જેવાં છે
તો તમે  કામચલાઉ એમને મેડામ બનાવી દેજો ને……….
એમને જ યસ મેડમ જી મેડમ કરજો..”
તમનેય પેલું હિલ્લેરી વાળું ગીત યાદ આવી જશે.
ગાંઠિયો-
“અલીબાબા ને ચાલીસ ચોર ચલે જગત જમાદારકો લુંટને.”
===========================================

સ્વપ્ન જેસરવાકર

 

 

10 thoughts on “ગોદડિયો ચોરો… ડી.(“D”)સી.(“C”)જવા દેકારા

 1. જયલલિથાએ કુદી કુદીને ભારત નાટ્યમના ઠેકડા મારવા માંડ્યા છે. વિનોદભાઈ માટે જયલલિથા પાસે બુકેટ છે પણ પિસ્તોલ નથી. થેન્સ ગૉડ. બચી ગયા.હવે બીજી વાર કંઈ સારી ગોઠવણ કરીને એમને ડીશીમાં બોલાવી લેજો. અત્યારેતો એ હોલિવુડમાં પગપેસારો કરવા માંગે છે. બોલીવુડનો અનુભવછે.

  Like

  1. શ્રી પ્રવિણભાઇ,

   અમાડા ધોધડિયા સોરામાં સાસટરીજીનુ હાગટ સે.

   આપે જણાવ્યા મુજબ જોય લોલિતાને હોલિવુડ્મા રાસડા લેવા જરુર બોલાઇસું

   હમણા ડિસે. માં દેહમાં જવાનો વિસાર સે તો એ વખતે તોંતેર મણનાં એ હન્નારીને હાથ વગા મલી લૈશું

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s