ગોદડિયો ચોરો…શકટ (ગાડુ) ખેંચક સરકાર

ગોદડિયો ચોરો…શકટ (ગાડુ) ખેંચક સરકાર

====================================================================

ગોદડીયો ચોરો

ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાની રમઝટ જામી છે.

ખાડાવાળી ખોડિયારે શરદ પુર્ણિમાના ગરબા ગગન ગોખે ગાજી રહ્યા છે.

ચોરામાં ચલક ચલાણું રમતાં પાત્રો પ્રવેશી રહ્યાં છે.

નારણ શંખ ધૃતરાષ્ટ્ર કનુ કચોલું ગોરધન ગઠો અઠો બઠો કોદાળો શકુની હરજી હોકલી

રણછોડ રોકડી ગબજી ગોદો ભદો ભુતની સાથે ગોવિંદ ગોદડિયાની ટોળકી જામી છે.

શકુની કહે ” ખુબુચિયા હમેરિકા (અમેરિકા) જવાના હતા એ શું થયું”?

મેં કહ્યું “ઓબામા સેઝ (કહે) વી આર ઓલ રેડી ફોર કમિંગ ઇન્ડિયા.”

મનમોહનજી કહે પણ અહી  બધા કે’ છે “પેલું એરફોર્સ વન મોકલો ને અમે તમને લેવા

અમારું એર ઇન્ડિયાનું  બલુન મોકલી આપીયે.”

“ગરજે ગધાડાને બાપ કહેવો પડે એ મુજબ ઓબામા કહે નો પ્રોબ્લેમ.”

હવે એર ઇન્ડીયાનું બલુન મોકલવાનું થયુ તો સ્ટાફ કહે અમારી સાથે કોણ આવશે

જેથી અમે ઓબામા ને બીજાને ઓળખી શકીયે.

કોદાળો નારણ શંખ કનુ કચોલું ગોરધન ગઠો એમ ચાર આવીયે.

બધા બલુનમાં બેઠા જોયું તો મહારાજાનું મંદિર બનાવી સ્ટાફ્ની પરિચરિકાઓ

અને પાયલોટ  આરતી ઉતારતા હતા.

“જય મહારાજા પ્રભુ જય મહારાજા

બલુનમાં આવશે અમેરિકાના રાજા..ઓમ જય મહારાજા.

વિકટ પરિસ્થિતિ છે તમારી અમારી

રોટલાથી ચલાવીએ ના મળે ખાજા..ઓમ જય મહારાજા.

ખોટ તણા ખાટલાને પેટ્રોલના વાંધા

સેવા કથળીને ના મળે પેસેન્જર ઝાઝા..ઓમ જય મહારાજા.”

બલુન મુખ્ય પરિચારીકા ફાલગુની ટેમચંદ લગડીવાલા હતાં”

એમના પ્રથમ અક્ષરોની જેમ હતાં એટલે બધા “ફાટેલ” કહેતાં હતાં

વોશિંગ્ટન ડી. સી બલુન ઉતર્યું ને અમેરિકાના પ્રમુખ સાથે એમના મંત્રીમંડળના સભ્યો

બલુનમાં પ્રવેશવા લાગ્યા.

ઓબામા પ્રવેશ્યા એટલે ફાટેલબેને કોદાળા સામે જોયું.

કોદાળો કહે ” ધડાખ (દ્રાશ) ખોબામાં” “ફાટેલબેને ખોબામાં દ્રાશ મુઠો ભરીને મુકી દીધી.”

 મિશેલ પ્રવેશ્યાં  કનુ કચોલું કહે ” મશાલ બોન એટલે ફાટેલે દીવી ( આરતી કરવાની)

પકડાવી દીધી.”

સેક્રેટરી ઓફ સ્ટેટને નારણ શંખ કે’ ” જોન કેરી એમને પરસાદમાં રાજાપુરી કેરી પકડાવી

દીધી.”

ડીફેન્સ સેક્રેટરીને ગોરધન ગઠો  કહે ” ચક હગેલ એમને હગ કરી ચકરી ( ચોખાના લોટની

ચકરી) પકડાવી દીધી.”

ઓબામા ને એમનું મંડળ કહે “ધીસ પ્લેન વાય ખખડધજ બન ગયા હૈ.”

કોદાળો કહે ” સાયેબ વેનસે (WHEN) યોર ડોલર ડખા કરિંગ એન્ડ ઉછળીંગ તબસે અવર

રુપિયા અડસઠ તીરથકી જાતરાકી તરહ ઇધર ઉધર ગુમીંગ એન્ડ કડડડ ભુસ ગીરીંગ.”

મિશેલ કહે ” આ પ્લેનની વિન્ડો કેમ ઉપર નીચે ખુલે એવી રેલ્વે જેવી બનાઇ છે.”

કનુ કચોલું કે’ “સાયેબ અમારા નેતાઓ દિલ્લી જતાં આવતાં પાલોટ (પાયલોટ)ને કહે અલ્યા

જરા મારા ગોમ (ગામ) પરથી લૈઇ લેજે જરા આવજો જજો કહી દઇયે ને ઘણા તો હારા હારી

(સાળા સાળી) કે હહરા હાહુ (સાસુ સસરા) હાતર (માટે) રસ્તો બદલાવી દે એવા છે. જો

ઘરવાળી કહે કે ટીફીન તૈયાર છે ને હું આલવા આવું તો કહે એમ કર હું પલેન (પ્લેન) મોકલું છું

તો ઘરનાં બધાં આવી જજો.”

ગોરધન ગઠો કે’ “સાયેબ આ ઉડણિયા (બલુન)નેય થાક લાગે જ ને સાહેબ મારા વા’લા પોણી

(પાણી) જેમ વે’તા (વહેતા) ફરે છે એમાં ને એમાં આ  નફ્ફટીયા નેતાઓએ એર ઇન્ડિયા ને

ગેર ઇનડિયા ( ઘર વપરાશ) (બાપનો માલ)  હમજી (સમજી )ને જ ધનોત પનોત કાઢી

ખોટના ખાડામાં ઉતારી દીધી છે.”

એમ કરતાં દિલ્લી આવી ગયું એરપોર્ટ પર ભાજપીયા ને કોગ્રેસીયા ને આલતુ ફાલતુ ટકાના

તેર જેવા પક્ષોના ખબુચિયાઓએ ઓબામા કંપનીનું સ્વાગત કર્યું.

ઓબામાજી ને ૭ રેસકોર્ષના  વડા પ્રધાન નિવાસ્થાને લઇ જવાયા.

નાહી ધોઇ પરવારી ચા નાસ્તો પતાવી ઓબામા વિગતો મેળવી રહ્યા હતા.

ઓબામા કહે ” ઓ ખોદારાજી (કોદાળાજી) વાય ધીસ નેમ ઇઝ  ૭ રેસકોર્ષ .”

નારણ શંખ કે’ સાયેબ નટખટની જેમ બધાય ખેલ આવડે ને  જેમ કે………………

“સગાવાદ- ઉચ્છંદતા -ભ્રષ્ટાચાર- ઘમંડીપણું -નિવેદનિયાપણું -કોર્ટોની અવગણના- ને

જનતાને છેતરવાના આ સાત જાતની રેસ (દોડ)ના કોર્ષ કરવામાં પાવરધો હોય એજ આ

૭  રેસકોર્ષમાં બિરાજી શકે.”

કોદાળો કે” સાયેબ જો  નેટ  આખી દુનિયાને જોડી અવનવા સમાચાર આપે એમ નેટા

(નેતા) એમના ગોટાળા ઉધ્ધ્તાઇ ઘમંડ સગાવાદ ને બેનંબરી પૈસા હગેવહે (સગેવગે ) કરે

એવા બધીય જાતની વિગતો તાદ્ર્શ્ય રુબરુમાં જાણવા મલે.”

કચોલું કહે “એટલે જ નેટા  (નેતા)કોઇના હોટા (હોતા)નથી ને જેમ કોઇ વાર નેટ ખોરવાઇ

જાય ને કશું જોવા જાણવા ના મળે કે સ્ક્રીન પર કશું ના દેખાય એમ વોટ લીધા પછી ખોરવાઇ

નહિ પણ ખોવાઇ જાય છે જનતાના સ્ક્રીન પર પાંચ વર્ષે પાછા જોડાઇ જાય છે.”

“૨૦૧૪માં આ રેસમાં ઘણા ખબુચિયાઓ રાત દિવસ ધમપછાડા કરતા  ખેલાડિયો છે.”

ભોજન બાદ” ઓબામાજી બાથરુમમાં બ્રશ કરવા માટે ગયા ત્યાં આગળ એમણે ટુથપેસ્ટની

જગાએ વાડકીમાં કોલસાની ભુકી મુકેલી જોઇ એ પુછે આ શું છે.?”

કનુ કચોલું કે’ “સાયેબ જુઓ કોલસા આવર્ટનમાં નેતાઓએ બધાયે ભેગા મળીને કોલ કૌભાંડ

કરી ઉધ્યોગપતિઓને કોલસા ફાળવણી કરી કટકી મેળવી લીધી ને હવે આ ભુકી પડી રહી છે

ને સુપ્રિમ કોર્ટ પાછળ પડી છે એટલે પુરાવાનો નાશ કરવા આ ભુકી અમે બધાય નેતાઓના

બાથરુમમાં મુકાવી દીધી છે એટલે ઘરનીવાત ઘરમાં રહે ને બહાર જાય નહિ.”

ઓબામા કહે ચાલો હવે બીજી વાતો ફરી કરીશુ.

 ઓબામાજી ભારતના ધુળ (દુર) દર્શન પરથી પાકિસ્તાન તરફ હાથ કરી એમ કહે છે….કે’

હેપ્પી ધેવાલી ….હેપ્પી ધેતાલી ….

કનુ કચોલું કહે ” હાળું હમજાયું નહિ કે શું કે’ છે આ ગોબામા.”

નારણ શંખ કે’ ” હાળા કચોલું તે કચોલું જ રહ્યો એ કહે છે અહીંથી લુંટીશું ને તમને

(પાકિસ્તાન)ને ધરવીશું. “

ગાંઠિયો-

“દંભ દાવપેચ તંત તુક્કા ને તુત

જાણી લેજો આ રાજકારણનાં ભુત “

===============================================

સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો…શકટ (ગાડુ) ખેંચક સરકાર

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      ડોકટર તો આપ છો સાહેબ

      ગાડઉ ને ગાંડુ બન્ને સરખુ છે. નેતાઓને બંને સંબોધન લાગુ પડે છે

      આપના પાવન પગલે દિવાળી સુધરી ગઇ સાહેબ આભાર

      Like

  1. ભોજન બાદ” ઓબામાજી બાથરુમમાં બ્રશ કરવા માટે ગયા ત્યાં આગળ એમણે ટુથપેસ્ટની

    જગાએ વાડકીમાં કોલસાની ભુકી મુકેલી જોઇ એ પુછે આ શું છે.?”

    Godadadiya Style bring the serious political issue of India.
    Nice Post !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo…See you soon @ Chandrapukar !

    Like

  2. સગાવાદ- ઉચ્છંદતા -ભ્રષ્ટાચાર- ઘમંડીપણું -નિવેદનિયાપણું -કોર્ટોની અવગણના- ને
    જનતાને છેતરવાના આ સાત જાતની રેસ (દોડ)ના કોર્ષ કરવામાં પાવરધો હોય એજ આ
    ૭ રેસકોર્ષમાં બિરાજી શકે.”
    વાહ! તમેતો અંદરની વાત બહાર પાડી દીધી. ગુપ્તતાના સોગંદ તમને ક્યાં લાગુ પડે છે?!!!

    Like

  3. ગોદડિયાજી

    નામકરણ સંસ્કાર ઉતમ કરેલા છે

    બરાક ઓબામા-ધડાક ખોબામા , મિશાલ- મશાલ

    અડવાણી ચાચા- બોધરીંગ અંકલ , નાયડુ – પાયજામા બેલ્ટ ,

    ૭ રેસકોર્ષ ને એર ઇન્ડિયા સાથે કોલગેટ કૌભાંડને આપની શૈલીમાં ચગાવ્યાં છે.

    Like

Leave a comment