ગોદડિયો ચોરો…અર્થશાસ્ત્રી અમેરિકામાં.

 

ગોદડિયો ચોરો…અર્થશાસ્ત્રી અમેરિકામાં.

======================================================================

ગોદડીયો ચોરો

અમેરિકાના પ્રમુખના એરફોર્સ વન વિમાન ભારતના ખ્યાતનામઅર્થશાસ્ત્રી વડાપ્રધાન

શ્રી મનમોહન સિંહ અને એમના સાથીઓને લેવા માટે વોશિગ્ટન ડી. સી.ના રનવે પર

સજી ધજીને તૈયાર થઇને ઉભું હતું .

એના પાયલોટ અને બીજા સ્ટાફે મને કહ્યું ” ઘોધડિયાજી  ઇફ યુ કમિંગ વીથ અસ ધેન

વી નો ધ સ્ટાફ એન્ડ અધર પીપલ હુ ઇઝ કમિંગ અવર પ્લેન એન્ડ યોર કન્ટ્રી બોલી.”

મેં કહ્યું ” સ્યોર આઇ એમ કમિંગ વીથ યુ . વેન વી કમ્બેક ધૃતરાષ્ટ્ર કમિંગ વીથ અસ.

પ્લીઝ વન રીક્વેસ્ટ કેન  આઇ સીટ ઓન પ્રેસિડેન્ટ ચેર ધેન માય લાઇફ ધન્ય બનીંગ.”

સ્ટાફ સેઝ “સ્યોર એની વે પ્લેન ઇઝ એમપ્ટી એન્ડ નો બડી હીયર..ગુડ લક.”

ભાઇ હું તો “પ્રમુખની સ્પેશિયલ કેબીનમાં પ્રમુખની સ્વર્ગ જેવી સીટ પર બેઠો ત્યારે મને

વાંચનયાત્રાવાળા ધ.ધુ.૧૦૦૮ શ્રી શ્રી અશોક મોઢવાડિયા બાબાની વાત  યાદ આવી.”

” આવી સરસ ગાદી ખસી જાય તો ગોદડિયો તો ઘમ્મર વલોણું ફરે પણ ઓબામાજીને

અકળામણ થાય. નવાજનેય નવ નેજાં થાય ને શરીફ શ્રાપ બને કેમરુન કકળાટ કરે

પુતિનને રશિયાની ઠંડીમાંય પરસેવો વળી જાય  રાજપક્ષેને રાજરોગનાં એંધાણ વરતાય

લાલુ લાલપીળા થાય રશીદ મસુદ વજુદ વગરના દેખાય ને મનમોહનસિંહ માંખો મારતા

થઇ જાય એવો ગાદીનો પ્રભાવ હોય છે . માટે ગાદી ખસે ત્યારે અસહ્ય વેદના થાય છે.”

આખરે દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર એરફોર્સ વન ઉતર્યું ત્યારે ઘણા બધા આ બધા

તોડિયા ખબુચિયાઓને વળાવવા હર પક્ષોનાં ગીધડાં ટોળે મલ્યાં હતાં ને ગાતાં કે….

“મનમોહન બાપા તમે જશો નહિ તમ વિના અમને  ગોટાળા કરવા દેશે કોણ ?”

મનમોહન બાપાના સાગ્રીતો સચિવોનું મોટું મસ ટોળું હડડડ કરતું પ્લેનમાં પ્રવેશ્યું.

હવે છેલ્લી ઘડીયે આઝમખાને ના પાડી તો મુલાયમ બેસી ગાયા સાથે શ્રી પ્રકાશ

જયસ્વાલ અજય માકન અને કપિલ સિબ્બલનો સમાવેશ પણ થઇ ગયેલો .

એમાંના ” કેટલાક હથોડી કરવત પાંનાં પક્કડ (પ્લાયર) ડ્રીલ ને સ્ક્રુ ડ્રાયવર લાવ્યા.”

મેં પુછ્યું “વડિલો આ બધું સાથે કેમ લાવ્યા ? પ્લેનમાં આ બધાની પ્રવેશબંધી હોય છે.!”

ઇવડા ઇ કે’ “અમારા માટે કોઇ બંધી ના હોય . અમે જ સરકાર ના કરીએ કોઇની દરકાર.”

હવે પ્લેન ઉપડયું કે ” મારા વા’લા નીચે ચાદર પર બેસી  બિયર ને વોડકાના વાડકા ભરીને

જાણે કઢી પીતા હોય એમ આહરડતા હતા ને ચિકન બિરીયાનીની લિજજત માણતા હતા.”

એમ કરતાં “વોશિંગ્ટન ડી. સી આવ્યું તો મારા વા’લાઓએ ધોળો બંગલો કહી ગગન

ગજવ્યું”.

બીજા દિવસે હાઉસ ઓફ રીપ્રેઝન્ટીવ (કોગ્રેસ હાઉસ)માં રીપબ્લીકન અને ડેમોક્રેટસના

સભ્યો ભેગા થયા પણ મનમોહનસિંહ ને અડવાણી સિવાય કોઇ પણ બેઠક્માં આવ્યા જ

નહોતા. મોડા આવ્યા તો  “પાછા નફ્ફટ થઇ કહે  અમારે ત્યાં તો આમ જ ચાલે . સહી કરીયે

એટલે ભાડું ભથ્થું જમા થઇ જાય. દેશનું જે થવું હોય તે થાય.”

બાર્બરા બોક્સર કહે ” મિં સિંહ હાઉ કેન યુ પાસ ધ બજેટ. પ્લીઝ ટેલ અસ. યોર આઇડિયા.”

માયાવતી કે’ “લ્યો દેશમાં હું જબરી છું એમ કહો છો તો અહીં તો આ મેડમ બોકસર છે.”

જોન ટેસ્ટર કે’ ” ઇફ બજેટ નોટ પાસિંગ ધેન ઓલ અમેરિકા ઇઝ બીગ પ્રોબલેમ”

ચંદ્રાબાબુ નાયડુ કે’ ” પ્લીઝ સિરીયસ પ્રોબલેમ ધેન થીકીંગ સિરીયસલી.”

જોન મેકેઇન કે’ “ઓ મિસ્ટ્રર પાયજામા બેલ્ટ (નાયડુ=નાડું) ગીવ યોર ઓપિનીયન.”

મુલાયમ કહે ” આ ધોળો મકાઇ ડોડો મારો બેટો ખરેખરનો બાટક્યો છે.”

જોન બોઝમેન કે’ ” મિસ્ટર એવરી બડી સેઝ યુ આર સ્મુથ (સુંવાળું=મુલાયમ) બટ યોર

બોડી એન્ડ લેંગ્વેજ આર નોટ  સ્મુથ . અન્ડર સ્ટેન્ડ .”

શ્રીપ્રકાશ જયસ્વાલ કે’ “હવે મુલાયમ ને મલાયમની ક્યાં વાત કરો છો ? મુદ્દાની વાત કરો.”

માર્ક ઉડાલ કે’ “મિસ્ટર સી લાઇટ કવેશ્ચન. (પ્રકાશ એટલે લાઇટ) ( સી એટલે જો= જોવું)

“સવાલ એટલે ક્વેશ્ચન =પ્રશ્ન) યુ આર ઓલ્ડ એન્ડ ન્યુ વાઇફ વાલા જોકર.”

ક્રિશટેન ગીલીબ્રાન્ડ કે’ ” ટોક એબાઉટ ઓન્લી બજેટ સેશન. નો અનધર ટોકિંગ .”

રીપબ્લીક્ન જેફરી ચોઇસા સેઝ ” મિં બાધરીગ અંકલ (નડવાણી ચાચા ) મિં બટર (માકન)

એન્ડ મિ. સિમ્બોલ (સિબલ) યુ હેવ એની વે  ટુ પાસ ધ બજેટ.”

એટલામાં લંચ ટાઇમ થયો ને બધા લંચમાં ગયા ત્યાં હવે શું કરવુંની ચર્ચા ચાલી ?

આડવાણી કહે મનુજી “મારા ચેલા ગાજેન્દ્રને અમેરિકા વિસા આપતું નથી હાલ આપ સતા

પર છો તો વિસા આપીદો. એ આપને એમ કહે છે કે મારી દશા ને દિશાને અનુસરો તો ઉધ્ધાર

થાય . એ એની દશા ને દિશા મુજબ દશ વર્ષથી ગુજરાતમાં તમારા કોંગ્રેસીઓને  દરેક

વિધાનસભા બેઠક વખતે સત્ર માટે સસ્પેન્ડ કરી મન ફાવે તેવા કાયદા પાસ કરાવે છે એમ

અહિં આવશે ને રિપબ્લીંકનના સભ્યો ને સસપેન્ડ કરી દેશે ને બજેટ પાસ કરી દેશે..”

આખરે એ યોજના મુજબ ગાજેન્દ્રે અમેરિકા આવી બજેટ પાસ કરવી દીધું .

હવે જ્યારે ભારત પાછ જવાનું થયું ત્યારે “જે બધા પાનાં પક્ક્ડ ડ્રીલ હથોડી લાવેલા એમણે

કોઇએ વિલાયતી ટોયલેટ કાઢ્યું તો કોઇએ આખો બેડ મેટ્રેસ સહિત ઉઠાવ્યો તો કોઇએ તો

બાથરુમના નળ કાઢ્યા તો કોઇએ મોઘાં પેન્ટીંગ તો કોઇએ જમવાની ડીશો અને ચમચા

ચમચીઓ  બગલ થેલામાં સરકાવી લીધી.”

“બધાય પછી એર ફોર્સ વનમાં આવ્યા ને પ્લેનની સીટો કાઢવા માંડી.”

તો પ્લેનનો સ્ટાફ ને સિક્યુરીટીવાળા કહે આ બધું શું કરો છો ?

“ભાઇ ઘરવાળાંને પાર્ટી કહે બેઠક જાળવી રાખવાની છે એટલે આ ખુરશી (બેઠક) સાચવીને

લઇ જઇએ છીએ એટલે કહેવાય કે જુઓ  બેઠક અમે જાળવી  રાખી છે.”

કહેવત છે કે ” નવા નાકે દીવાળી તો અમે નવી ખુરશીયે દીવાળી ઉજવીએ તો કેવુ સરસ.”

સીક્યુરીટીવાળા કહે “ધીસ ઇ નોટ રાઈટ . ધીસ યુનાઇટેડ ઓફ અમેરિકા પ્રોપર્ટી .”

તો બધાય કહે દેશમાં“આમ તો અમે સરકારમા હોઇએ ત્યારે આ બધું વાપરીયે છીએ પણ

હારી જઇયે કે મુદત પુરી થાય ત્યારે સરકારી બંગલો છોડતા જ નથી ને જો છોડવો પડે તો

આ બધી ચીજ વસ્તુઓ ઘર ભેગી કરી દઇએ છીએ .”

અમારે ત્યાં સરકારી બસો અને રેલ્વેમાં એક સ્લોગન કાયમ માટે લખેલું હોય છે.

“સરકારી મિલકતને પોતીકી ગણી એનું જીવની જેમ જતન કરો” એ સુત્ર મુજબ “જ્યાં

જઇયે ત્યાંથી આવી વસ્તુઓ ઘર ભેગી કરવાનો અમારો જ્ન્મ સિધ્ધ અધિકાર છે.”

ગાંઠિયો=

” સરકાર એટલે શર (માથા) પર કાર ચલાવે તે.”

“સંસદ વિધાનગૃહો આ બધા જનતાના પૈસે લીલાલહેર કરી જનતાના માથે ચડી બેઠા છે .”

 

================================================

સ્વપ્ન જેસરવાકર

14 thoughts on “ગોદડિયો ચોરો…અર્થશાસ્ત્રી અમેરિકામાં.

  1. શ્રી ગોવિંદભાઈ

    ફટાકડાની રંગત પણ ઝાંખી પડી જાય એવો આ ચોતરો ખીલ્યો છે. આપનું રાજકીય વિશ્લેષણ ને અભિવ્યક્તિ સાચે જ સૌને દિવાળીની મીઠાઈ મળી ગઈ, એવી મજા પડી.

    રમેશ પટેલ(આકાશદીપ)
    ……………..

    શ્રી ગોવિંદભાઈ, શ્રી ચીમનભાઈ
    Jay shri krishna
    નૂતન વર્ષ સુખ , સમૃધ્ધિ ને આરોગ્યમય હો..એવી અંતરની શુભેચ્છાઓ. આપના પરિવારની હર ખુશી, નવલા પ્રભાત જેવી મંગલમય હો..એવી પ્રભુ પ્રાર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      આ ફટાકડા ફોડવાનું પ્રથમ પગથિયું આકાશદીપના અજવાળે કરેલું એ કદાપિ વિસરાશે નહિ.

      આપને તથા આપના કુટુંબીજનોને નવા વર્ષની ખુબ શુભ કામના.

      મંગલ કાર્યોના મંગલ્દીપ એવા આકાશદીપ સદાયે ઝળહળતા રહે એવી શુભ કામના.

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આપનો સંદેશ ફોન દ્વારા ” ગોદડિયા ચોરા”નાં હયાત પાત્રોને કહી દીધો છે સાહેબ.

      એ બધાને આપનો પરિચય પણ આપ્યો છે.

      આપ જેવા વડિલના શુભાષિશ મેળવી ચોરાનાં પાત્રો ધન્ય્તા અનુભવે છે સાથે

      આપને પ્રણામ- નમસ્કાર સાથે ખુબ ખુબ આભાર માને છે.

      Like

  2. ડૉ. ગોદડિયાજી

    આપ તો સાચે જ પોલિટિક્સમાં પીએચ.ડી. થયેલ લાગો છો,

    ભલભલાના છોતરા કાઢી નાંખો છો ભાઈ.

    નૂતન વર્ષાભિનંદન.

    તમારા પાત્રોને પણ……………..!

    Like

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      રાજકીય ગુરુઓ નાનપણથી ગામના સરપંચ ને બીજા મલેલા જ્યારે

      નોકરી કરતા ત્યારે સર્ખા રસવાળા મિત્રો સાથે દૈનિક પેપરોનું વિશ્લેષણ કરતા એમા આદત પડી ગયેલી.

      આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  3. દિવાળીની ખુબ શુભેચ્છાઓ, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      અમેરિકામાં સરકાર બનશે તો વરસમા ત્રણ વાર સરકાર તુટશે.

      કેમ કે પક્ષ પલટો આપણા વાળા જ કરવાના.

      આપના શુભાષિશ વરસાવતા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  4. મોડા આવ્યા તો “પાછા નફ્ફટ થઇ કહે અમારે ત્યાં તો આમ જ ચાલે . સહી કરીયે

    એટલે ભાડું ભથ્થું જમા થઇ જાય. દેશનું જે થવું હોય તે થાય.”

    એવું જ ભારતમાં સરકારમાં બને છે .

    આ રમુજી લેખમાં તમે ભારતની સરકાર અને અમેરિકાની સરકારનું જે જ્ઞાન રજુ કર્યું

    છે એ આશ્ચર્ય ઉપજાવે છે ! લેખની રમુજ અને કટાક્ષનો આનંદ લીધો .

    ઓબામાને આ લેખ કોઈ સમજાવે તો મજો પડી જાય !

    Like

  5. મેં પુછ્યું “વડિલો આ બધું સાથે કેમ લાવ્યા ? પ્લેનમાં આ બધાની પ્રવેશબંધી હોય છે.!”

    ઇવડા ઇ કે’ “અમારા માટે કોઇ બંધી ના હોય . અમે જ સરકાર ના કરીએ કોઇની દરકાર.”
    ………………………………………….

    ” સરકાર એટલે શર (માથા) પર કાર ચલાવે તે.”
    Wah Kehvu Pade…Saru Saru Postma KahiDidhu. Mazaa Aavi
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

Leave a comment