ગોદડિયો ચોરો..હેંડો લ્યા મંગળપર..

ગોદડિયો ચોરો..હેંડો લ્યા મંગળપર..

===================================================================

ગોદડીયો ચોરો

કારતક માસની ગરમી ઠંડીથી મિશ્રિત સીઝનમાં સુર્ય નારયણ દેવતા પણ જાણે

સરકારી કર્મચારીયોની જેમ ઘેર વહેલા જવાની ઉતાવળ કરે છે.

ગોદડિયા ચોરાની ચર્ચાના વાવટા દેશ પરદેશમાં લહેરાઇ રહ્યા હોઇ હમણાં ચોરાના

સભ્યોની સંખ્યા દિન પ્રતિદિન ખુબ જ વધી રહી હતી.

ચોરામાં હું કોદાળો કચોલું ગઠો અઠો બઠો શંખ ભુત સાથે નાગજી નાગો અમરત શકુની

ગબજી ગોદો હરજી હોકલી રણછોડ રોકડી કંકુ કચકચીયણ રેવા રંગારણ ડહી ડાપણ

મંગુ મોંઘી શાન્તા સતપતીયણ એમ મેળો જામ્યો હતો.

છેવટે ચોરા સમાપ્તિની ઘોષણા કરતાં મેં કહ્યું “લ્યા જેને મંગળપર આવવું હોય એ બધા

તૈયારી કરવા માંડજો. પછી કે’તા (કહેતા)કે ગોદડિયા અમને કહ્યું જ નૈ (નહિ)?”

બસ એ દા’ડે (દિવસે) હોંજે (સાંજે) આખા શે’રમાં (શહેર) વાત વે’તી (વહેતી) થઇ

કે” અલ્યા ભયા (ભાઇ) હોંભર્યું (સાંભળ્યું) આ ગોદરિયા (ગોદડિયા) સોરા (ચોરા)

વારા મંગળપર જવાના સે (છે).”

પછી તો “ગેર ગેર( ઘેર ઘેર) સેતરે સેતરે ( ખેતરે ખેતરે) સોરે (ચોરે) ચવુંટે (ચૌટે) નેહારે

(નિશાળે)ગોમે ગોમ (ગામે ગામ) મંદિરે માદેવે (મહાદેવે) મજિદે (મસ્જીદે) સરચે (ચર્ચે)

બજારે વાત એક ગોમથી બીજે ગોમ (ગામ) એક સેર (શહેર)થી બીજે સેર મે’લે (મહેલે)

ને ઝોંપડે (ઝુંપડી)નગારે નગારે ગાજ્વા લાગી.”

“કેટલાક લેભાગુ ટ્રાવેલ એજન્ટો રાતોરાત ફુટી નીક્ળ્યા હતા. એમણે તો જાહેરખબરો

છપાવી.ચાલો ચાલો વહેલો તે પહેલોના હિસાબે મંગળપર જવા કિફાયત દરે બુકિંગ કરાવો.

એમપરદેશ જવાની ઘેલાછાવાળા ગુજરાતીયોને રીતસર લુંટવા માંડેલા.”

“શકરી શાકભાજીવાળીએ તો ભિંડા ચોળી ગલકાં દુધી ડુંગળી ઉપર “શકરી શાકવાળી”ના

નામનાં લેબલ બનવડાવીને ચોંટાડી દીધેલાં જેથી મંગળ પર એના નામની જાહેરાત થાય.”

“શકરી શાકવાળી હાથલારીમાં શાક ભરી મારે ઘેર આવી પહોંચી ને મારાં પત્નીને કહે બોન

તમારા સાયેબ તો  મંગરપર હેંડ્યા તો ખાવાનું તો જોયશે ને તો લ્યો દહ(દશ)શેર દુંગરી

(ડુંગળી)  બાર કિલો બટાકા દહ શેર દુધી કોથરો (કોથળો) ભરી કુબી (કેબેજ) મન (મણ)

મુરા (મુળા) આ બધુ જોખી આપું કે એટલે ઉંય (હું)નવરી ને સાયેબને લીલા લે’ર (લહેર).”

“મુલચંદ  કંસારા વાટકા પ્યાલા થાળીઓ તપેલાં ચમચા પર લેબલ લગાવીને આવી ગયા.”

“મુકેશભાઇ  કચિન્સ ટેલર્સવાળા ધોતી ઝભ્ભા પેન્ટ શર્ટ ચાદરો વિગેરે લઇને આવી ગયા.”

મારા ઘર આગળ આખી શેરીમાં સાયકલ સ્કુટર ટેમ્પા રિક્ષા ટ્રકો ટ્રેકટર  કાર ને જીપનો

ઝમેલો જામ્યો હતો. બસ આસપાસ માણસોનાં ટોળે ટોળાં વળ્યાં હતાં .દરેક્ના  મારા ઘેર

જવા હુંસાતુસી ને બુમ બરાડા પાડી ધક્કા મુકી કરી રહ્યા હતા.

“કોઇ અથાણા તો કોઇ પોંક તો કોઇ મિઠાઇ તો કોઇ કરિયાણા કોઇ પાપડ તો કોઇ

ફરસાણવાળાદરેક પોતાના માલની જાહેરાત સાથે ત્યાં દુકાન કરવાનો ચાન્સ લાગે એ

આશાએ આવ્યા હતા.”

“કેટલાક ટિકિટ કપાવાથી નિરાશા ભર્યા તો કેટલાક હાંસિયામાં ધકેલાઇ ગયેલા નેતાઓના

 ચમચાઓ પણ એમના નેતાઓનો અહિં નહિ તો ત્યાં નંબર લાગે એ આશાએ આવેલા.”

“પેલા આજતકવાળા દર પંદર મિનિટે કહે છે કે  જિનકી ભવિષ્યવાણી સો ટકા સચ હોતી હે

વો દીપકકપુર આપકે તારે વાલેકા એક ચમચા ભી આકે હમારે સામને ગીડ ગીડા રહા થા. કિ

ભાઇ આજ સુધી મંગળ નડે છે એમ કહી અમારા જેવા જ્યોતિષીઓ જનતાને ઉલ્લુ બનાવતા

પણ જ્યારથી આ મંગલયાનો ઉપડ્યાં છે ત્યારથી નંગો બેઅસર થઇ ગયાં છે  એટલે અમોએ

પ્રત્યક્ષ મંગળ દર્શનની દક્ષિણા રોકડમાં લેવાની શરુ કરી છે તો  યજમાનોને લેતા જજો.”

ગોદડિયા ચોરાના મિત્રોને ઘેર પણ આવી જ પરિસ્થિતિનું  ઉદભવન થયેલું એટલે એ બધાય

મારા ઘેર હાંફળા ફાંફડા દોડતા આવી ગયેલા.

કોદળો કહે ” અલ્યા મોટે ઉપાડે મંગળપર જવાની વાતો ઠોકતો હતો તે અમારા બધાયનું

ઘરની બહાર નિકળવાનું અઘરું થઇ ગયું છે જે હોય તે સંપેતરું લઇને આવી જાય છે.”

હજુ હું બધાને સમજાવું ત્યાં તો “પોલિસની આઠ દશ ગાડીઓ આવી પહોંચી ને જમરા જેવા

જમાદારો સાથે દુંદાળા ડી.એસ.પી ને પાડા જેવા પી.આઇ સાથે પઢાવેલા પોપટ જેવા

પી.એસ.આઇઓનો કાફલો ગોદડિયા ચોરાના સભ્યોને શોધવા લાગી ગયો.”

અમે  સંતાવાની પેરવી કરીયે ત્યાં જ લોકો “અમને બતાવીને કહે આ રહ્યા મંગળપર વાળા”

પછી તો “પોલિસના દંડા પડવાની સાથે જ અમારાં કપડાંના ઝંડા ફરકવા લાગ્યા.”

પોલિસ કહે” દેશનાં રહસ્યો વેચવા સાથે લોકોને ઉલ્લુ બનાવી પૈસા ભેગા કરવા માંડ્યા છે

સાલાઓ ચોરાના ચોરો . હવે તમારી ખબર લોકઅપ લઇ જઇને લઉં છું.”

મેં કહ્યું સાહેબ ” અમારા ચરોતરમાં રુપિયાપુરા વિશ્રામપુરા દાવલપુરા સંતોક્પુરા

ભવાનીપુરા શાહપુર ને રંગાઇપુરા નામે ગામ આવેલાં છે”

“હવે જો તે ગામે જવું હોય તો ચરોતરી બોલીમાંહંતોપર દાલપર ભોનપર વશ્રોમપર સાપર

રંગઇપર એવું જ બોલીએ છીએ સાયેબ”

“ડી.એસ.પી ડખાવાળા કે’ અવે છોનીમોની મોંડીને વાત કર નહિ તો છોતરોં કાઢી નાખીશ.”

મેં કહ્યું સાયેબ “ધનજી ધંતુરાને ત્યાં લગ્ન હોવાથી ગોદડિયા ચોરાને મંગળપુરા જવાનું

આમંત્રણ હતું ચરોતરની બોલીમાં મેં મંગળપર  જાવાનું છે એવી વાત કરેલી હતી.”

 પી.આઇ  તોડુમલ મારા કાનમાં કહે હવે બીજું કાંિ હોય તો સાહેબને કહી તોડ કરાવી દઉં.”

“મારા દીકરા બ્રિજેશને એ નાનો હતો ત્યારે મંગો- મંગળ એવું અમે કહેતા હતા.”

હવે એના દિકરા “ઇશાન (ભાંગતોડકર)ની ચૌલક્રિયા (બાધા-બાબરી)માટે જવાનું નક્કી કર્યું

એટલે મેં ગોદડિયા ચોરાના મિત્રોને આમંત્રણ આપવા ઉતાવળમાં કહી દીધું કે…….”

“મંગળ ને ઘેર મંગળ પર્વ  માટે જવાનું છે હવે પર્વ ને બદલે પર બોલાઇ ગયું એમાં આ બધી

રામાયણ સરજાઇ છે.”

બે ચાર તોડિયા વહીવટદારોની સમજાવટ ને પતાવટ દ્વારા આખા કેસનું પોટલુ વાળી દીધું

“મિત્રો ખરેખર હું મંગળ પર્વ માટે મંગળ સાથે જઇ રહ્યો હોઇ આપને ગોદડિયા ચોરામાં કદાચ

ત્રણેક માસ ન મલી શકું તો માફ કરજો .”

“વાચક મિત્રો સાથે બ્લોગાધિપતીઓને ૨૨ ડીસેમ્બર ૨૦૧૩ના રોજ  બાબરી પ્રસંગે આપ

સહુને પધારવા માટે મારુંભાવ  ભર્યું નિમંત્રણ છે..”

ગામ-જેસરવા . તાલુકો – પેટલાદ. જિલ્લો – આણંદ. (ગુજરાત)

“અને હાં મહેરબાની કરી દંડા પ્રસાદીની યાદ અપાવી દાઝેલા ગોદડિયાને દુઃખી ના કરશો.”

ગાંઠિયો

ચલમ ચંદડી ને ચતુરાઇ તો ચરોતરનાં જ !!!!!!

ચલમ== તંબાકુ – સોનેરી પાનનો મુલક

ચુંદડી== દીકરીને મનભરી કરિયાવર આપવો

ચતુરાઇ== ભાઇ સાતસો રજવાડાં બે માસમાં એક કરવાં (સરદાર પટેલ)

==============================================================

સ્વપ્ન જેસરવાકર

18 thoughts on “ગોદડિયો ચોરો..હેંડો લ્યા મંગળપર..

 1. ખૂબ જ મજા આવી.
  છે ચરોતરની ધરા ,જાણે સોના ઉર્વરા,
  ને મહિસાગર વાત્રકનાં નીર રસે સીંચે
  મેશ્વો ,ખારી,મહોર, સાબર ને વરાંસી
  સંગ શેઢીએ આ રળિયાળી મા ધરા ખીલે

  Like

 2. જબરી યાત્રાએ ઉપડ્યા શ્રી ગોવિંદભાઈ. બોલી બદલાય એની સરસ ચટાકેદાર પ્રસંગની વાત લઈ આવ્યા.

  કોઈક જગ્યાએથી જાણેલું.. છૂટા અક્ષર વડેનું લખાણ..અ જ મ ર ગ યા. કોઈ વાંચે અજમેર ગયા બીજો કજે આજ મર ગયા. ..કરો ગોટાળો.

  સુશ્રી પ્રજ્ઞાબેન ..આપે તો વતનની સફરે ઉપડેલાને આ કવિતાથી રંગમાં લાવી દીધા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

   બસ હવે વતનની વાટ બેચાર દિન દુર છે.

   હવે તો ઇન્તજાર છે કે પાંખો મળે તો રોજ વતનની સફરનો લહાવો લઉં

   હવે તો નવા મુદ્દા ને વિચારો સાથે વતનની સફરની યાદો વર્ણવતો રહીશ.

   આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર

   Like

 3. મંગળપુર ને બદલે મંગળપર લખાયું એમાં કેટલી બધી રામાયણ થઇ ગઈ ! આખું ગામ ચકડોળે ચડી ગયું !

  મંગળ ( આપના પુત્ર બ્રિજેશ ) ને ઘેર મંગળ પર્વ (આપના પૌત્ર ઇશાન ની ચૌલક્રિયા -બાધા-બાબરી)

  પ્રસંગે ખુબ જ શુભેચ્છાઓ .

  તમારી સફર સફળ નીવડે .

  માર્ચમાં પાછા અહીં આવો ત્યારે તમારા ચોરા માટે ત્યાની ઘણી વાતો લેતા આવશો .

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

   મંગળપુર ને બદલે મંગળપર કરવાનું હું આ રાજ નેતાઓ પાસેથી શીખ્યો

   મારા વા’લા નિવેદન કરે ને છાપા કે ટીવીમાં હોબાળો થાય તો કહે મારા નિવેદનનો અવળો અર્થ કર્યો.

   હવે ભારત યાત્રામાં ગોદડિયો ચોરો અનેરી રંગત લાવશે અને નવીનતમ મુદ્દાઓ ઉછાળ્.

   બસ આપના આવા અનન્ય શુભેચ્છા સંદેશ તથા બાબરી પ્રસંગની શુભેચ્છાઓ બદલ ખુબ જ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

   મંગળપુર ને બદલે મંગળપર કરવાનું હું આ રાજ નેતાઓ પાસેથી શીખ્યો

   મારા વા’લા નિવેદન કરે ને છાપા કે ટીવીમાં હોબાળો થાય તો કહે મારા નિવેદનનો અવળો અર્થ કર્યો.

   બસ આપના આવા અનન્ય શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રીસુરેશકાકા,

   હા કાકા ચોરા પર મંગળ યાત્રા પહોંચી છે હવે અમે ચોરાવાળા ખબર્દાર બેઠા છીએ મજાલ છે કે મંગળ્ની કે કોઇને નડે..

   બસ હવે કદાચ ન મળી શકાય કેમ કે ગુજરાત જઇ “ગોદડિયા ચોરા”ના મિત્રોને મળી તેમનાં ફોટા લઇ ચિત્ર બનાવવું છે.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

 4. કે ચરોતરીમાં કેમ છો,
  ચ્યમ છો ને ગરબડને ગોટાળો,
  હેંડો લ્યા..અમને ખૂબ ગમે
  ચલમ ચંદડી ને ચતુરાઇ તો ચરોતરનાં જ !!!!!!
  ઉપરાંત
  ધન્ય હો ! ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતર
  સેવા કાર્યનો સદાયે કરતા સવાયો ગુણોત્તર
  સ્વપ્ન દ્રષ્ટા ને સાહસે ચારુ રત્નો સદા ચમકતા
  શ્વેત ક્રાંતિને કલ્યાણ પથે તમે ઝબકતા દીવડા
  યશવંતા ઓ ચારુ રત્નો;માન છે,
  સાહસને સથવારે માપો ધરતી ગગન
  પુરુષાર્થી સાગર દિલ જગવો નસીબ,
  ને દાનવીર થઈ સીંચો ચારુ વતન

  છે ચરોતરની ધરા ,જાણે સોના ઉર્વરા,
  ને મહિસાગર વાત્રકનાં નીર રસે સીંચે
  મેશ્વો ,ખારી,મહોર, સાબર ને વરાંસી
  સંગ શેઢીએ આ રળિયાળી મા ધરા ખીલે

  ઝીલે શ્રી સંતરામ ને શ્રી કૈવલ કૃપા,
  જૈન દર્શને ઊંચે ઊઠી,જય રણછોડ વદે
  ચરોતરનો ચારુ ના કોઈ એકનો,
  પુણ્યવંતો વિશ્વજાતિ થઈ જગે વિચરે

  જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
  અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
  પૂનમની ચાંદની બની ખીલે આભે,
  એને કોણ સીમાડે રોકી શકે?

  કેવી શ્વેત ક્રાન્તિ કીધી,ઓ ત્રિભુવન
  ભારતમાં આજ દૂધની ગંગા વહે
  વિધ્યાનગરથી વિશ્વ ફલકે યશકર્મી
  ફૂલની ફોરમ બની વતને અમી પૂરે

  અતિથિ આવકારતી સંસ્કાર મૂર્તિ
  ચરોતરની દીકરી સદા અગ્રે રમે
  જયશ્રી સ્વાંમીનારાયણ ચરોતરી ગુર્જરી
  જીવન મંગલે દધિચી ઋષિ દીસે

  ચરોતરના ચારુ ચંદ્ર સમ નાયકો., ઉચ્ચ આર્દશોના ધરી ગયા પરમ ઉજાશ
  વીર વલ્લભ વિઠ્ઠલને પગલૅ, ભાઈ ભીખા ને એચ એમ રચી ગયા ઈતિહાસ

  અને આપણા કવિ શ્રી રમેશ પટેલ કહે
  અમે પણ ચરોતરી
  જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
  ત્યાં મહાસાગર પણ માર્ગો ચીંધે
  પૂનમની ચાંદની બની ખીલે
  તેને કયો સીમાડો રોકી શકે?
  મંગળ તો મંગળ પણ બુધ ગુરૂ શુક્ર શની રવિ પર પણ હેંડો
  પ્રણિપાતેન
  શ્રીમદ રાજચન્દ્રે, નડિયાદના સ્મશાન તળાવડી કાંઠે બેસીને એક જ રાતમાં ‘આત્મસિદ્ધિ’ લખ્યું હતું ! આવા ચરોતરમાં ટકી જવું એ ય સિદ્ધિ છે !!

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપે ચરોતરનાં કાવ્યાત્મક વખાણ કરતો સંદેશ ખુબ ગમ્યો.

   ક્યારેક આપના સંદેશને આપના નામ સહિત ચોરામાં કે કાવ્ય્માં ઉપયોગમાં જરુરથી લઇશ.

   બસ હવે કદાચ ન મળી શકાય કેમ કે ગુજરાત જઇ “ગોદડિયા ચોરા”ના મિત્રોને મળી તેમનાં ફોટા લઇ ચિત્ર બનાવવું છે.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

   1. માફ કરજો આ વૅબ જગતની માહિતી સંકલન છે
    માફ કરજો
    ૧ ચ્યમ છો ને ગરબડને ગોટાળો, સ્વ અવિનાશ વ્યાસના જાણીતા ગીતની પંક્તી
    ૨ પછીની પંક્તીઓ તમારી
    ૩ ધન્ય હો ! ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતર પણ અમારા ચહીતા કવિશ્રી રમેશભાઇ ની રચના છે
    ૪ કવિશ્રીનું નામ લખ્યું છે
    ૫ શ્રીમદ રાજચન્દ્રે, …વૅબ જગતની માહિતી
    ૬…દ્વારા આલખાયેલ થી કદાચ ગૅરસમજ થાય તેથી દ્વારા આલખાયેલને બદલે સંકલન જ લખશો.બધા મિત્રો જ છે છતા તેઓને અન્યાયકર્તા ન થાય તે ખ્યાલ રાખવો જોઈએ

    Like

 5. ખૂબ જ મજા આવી. પોલિસ આગળ પલ્ટી મારી. મંગળની યાત્રા માંડી વાળી….ખૂબ સરસ. ચરોતરની તળપદી બોલીનું શુધ્ધ ગુજરાતી કૌસમાં ન મૂકો તો ન ચાલે? Original dialect is more effective and enjoyable to listen and read.

  Like

  1. શ્રી પ્રવિણકુમાર

   આપ દ્વારા આલેખાયેલ સુચન માટે આપનો ખુબ જ આભારી છું

   જો કે વાંચનમાં ગામઠી શબ્દ પ્રયોગ જ મજા લાવે છે.

   પ્રથમ એવો પ્રયત્ન કરી ્ગામઠી ભાષા પ્રયોજેલ પણ અમેરિકામાં વસતા કે શહેરમાં ઉછરેલા કેટલાક મિત્રોના સુચનથી કૌંસમાં શબદોના

   અર્થ મુકવાના સુચનને વધાવી લીધું હતું.

   બસ હવે કદાચ ન મળી શકાય કેમ કે ગુજરાત જઇ “ગોદડિયા ચોરા”ના મિત્રોને મળી તેમનાં ફોટા લઇ ચિત્ર બનાવવું છે.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s