ગોદડિયો ચોરો…વગર નોતરે જમવું ને ?

 

ગોદડિયો ચોરો...વગર નોતરે જમવું ને ?

==========================================

“આઇ ગયો ગોદડિયો ગામતરું કરીને

   ગરવા ગુજરાતની ધરતીમાં ફરીને

   હેય મરી મસાલાનાં જમણ જમીને

  વન વગડે  ગામ ગામતરે ભમીને ”

 
 

અમણોં (હમણાં) ઉં (હું) તૈંણ (ત્રણ) મૈના (મહિના) દેહમાં (દેશમાં) ફરવા હાતર (માટે)

જ્યો (ગયો) તો. ભૈ (ભાઇ) લગનોં (લગ્ન)ની મજો તો ભૈઇલા (ભાઇલા) દેહમોં જ આવે.

બેજાર (બે હજાર) તેરના દિહેમ્બરમોં (ડિસેમ્બરમાં) ભૈલા ઉં તો શેંગડાપુર (સિંગાપુર)ના

બલુનમાં બેહી (બેસી)ને હેન્દુસ્તોન (હિન્દુસ્તાન)માં હિલોરા (હિંડોળા) લેવા હેંડ્યો (ચાલ્યો).

અનદાવાદ (અમદાવાદ)ના બલુન વિરામ સ્થોંને (સ્થાને) ઉતરી ગોંમડે (ગામડે) ગયો.

હવારે (સવારે) નૈધોઇ (નાહી ધોઇ)ને ચા પોંણી (ચા-પાણી) કરીને બેહયો (બેઠો)ને ચારેકોર

ખબર ફેલાયાકે ગોદરિયો (ગોદડિયો) લગનની મજો લેવા ગોમડે આયો (આવ્યો) સે (છે).

પછી તો વાતાવરણ એકદમ કરવટ બદલે એમ લગનસરાની સિઝનમાં બસ  ઓળખાણ

હોય કે ના હોય લગન રસિયા કુંવર કુંવરીનાં માતા પિતાએ કંકોત્રી રુપી તોપોનું નાળચું

આ ગોદડિયા તોપચીના ઘર તરફ તાકી દીધું એના ફલ સ્વરુપે પાંચ દિવસમાં પચાસ જેવી

આમંત્રણ પત્રિકાનું પોટલું  ” ગોદડાશ્રમે “ રોકેટ જેવી ઝડપે પ્રવેશ્યું.

હજુ તો હું “કંકોતત્રીઓનુ ક્યારે ક્યાં જવું એનુ ગુંચવાયેલું કોકડું ઉકેલવા બેઠો હતો ત્યાં જ

રશિયન આર્મી વગર પુછે યુક્રેનમાં ઘુસી જાય  એમ ધસમસતા ફ્રન્ટીયર મેલની ઝડપે

કારેલાશંકર ને કંકોડીગૌરીએ મારા ઘર પર ચડાઇ કરી.”

કાનજીશંકર રેવાશંકર લાભખાટિયા એટલે ” કારેલાશંકર “

કંચનગૌરી કોપરાશંકર ડીસાવાલા એટલે  ” કંકોડીગૌરી “

કારેલા ને કંકોડીએ મિસાઇલની ઝડપે પ્રશ્નોનો મારો મારી સામે ચલાવ્યો.

કારેલાશંકર કહે “હારું થયું લ્યા ગોદડિયા કે આ લગનસરામોં (લગ્નસિઝનમાં) તું આઇ

ગયો છે છેલ્લા તૈણ (ત્રણ) વરહ (વર્ષ)થી લગનના જમણનો હવાદ (સ્વાદ) નોતો

(નહોતો) આવતો.”

મેં પુછ્યું કે’ આપ કોણ છો? હું તમને જાણતો જ નથી? મેં તમને જોયા જ નથી?

કંકોડીગૌરી કહે ” અલ્યા દફોર (ડફોળ) તેં કશ્ન (કૃષ્ણ) ભગવોનને (ભગવાન)રુબરુ જોયા

છે. ના તોય આપડે એમને થાર (થાળ) ધરાઇએ (ધરાવીયે) છે ને એમ અમનેય જોયા છે

તો હવે લગનના જમણવારમાં હાથે (સાથે) લઇ જૈ (જઇ) હવાદિયો થાર ધરાવજે.”

કારેલાશંકર કહે “જો તું રયો (રહ્યો) એન.આર.આઇ (નથી રહ્યો ઇન્ડિયાનો) એટલે તું

પરદેશી ગણાય ને તારે આખા ગુજરાતમાંથી કંકોત્રી રુપી નોંતરાં આવે જ જાય. “

કંકોડીગૌરી કહે “જો જારે (જ્યારે )લગનના જમણવારમાં જવાનું થાય તા’રે (ત્યારે)

અમને હાથે લેવાનું ભુલતો નૈ (નહિ) ને મોટરકાર ભાડે કરી લેજે. આ હાથ ઉંચો કરો

બસમાં બેહો (બેસો) એમ ગુજરાત સરકાર કે’ છે પણ મારા ભૈના હારા બસ ચેમેય

(કેમેય)કરીને ઉભી રાખતા જ નથી.”

કારેલાશંકર કહે “જો અમે બે ને અમારાં તૈણ (ત્રણ) કુરકરિયાં (બાળકો) હાથે આવશે જ.

બરફીશંકર માવાશંકર ને લાડવાશંકર તૈણેય બવ (બહુ) હવાદિયા (સ્વાદીયા) છે.”

ચાલ હવે જો આ “અમદાવાદ વડોદરા ભરુચ સુરત રાજકોટ નડિયાદ આણંદ એવી બધી

કંકોતરીયો આઇ  (આવી) છે ત્યોં (ત્યાં) કઇ જાતની મિઠાઇ ને કયું ફરસાણ ને બીજું

શુ બનાવાના છે એની તપાસ કરી કાલે મને તારીખ ને ગામવાર નોંધ આપી જજે.”

મેં કહ્યું  કારેલાશંકર પણ આપણાને કેમની ખબર પડે કે એ મેનુમાં શુ રાખવાના છે?

કારેલાશંકર કે’ ” તો અમેરિકામાં રહ્યે તને કેમની ખબર પડે છે કે ગુજરાતમાં શું ચાલે છે ?

ભારતમાં શું ચાલે છે ? કોણ શું કરે છે ? રાજકીય હવા કેવી છે ? ને આ બધા જુદા જુદા

મુદ્દા ગોદડિયા ચોરામાં કેમના લખે છે? ના ના મારે પુછવું છે કે કયો ફુટેલો આ દેશમાં

છે કે તને આ બધી માહિતી આપે છે ? કે પછી પેલા બે ભૈયોની (ભાઇઓની) પેઢીને

તેં લાંચરુશ્વતથી ખરીદી છે કે શું ?”

મેં કહ્યું કયા બે ભાઇઓની પેઢીની વાત કરો છો. ?

કારેલાશંકર કહે ” અલ્યા ફુલાભાઇ બેચરભાઇ ઇન્ડીયાન્યા એટલે એફ.બી.આઇ  અને

ચંદુભાઇ બેચરભાઇ ઇન્ડીયાવાલા એટલે સી.બી.આઇ. જો આ બેયને કામે લગાડીને

જમણવારનાં મેનુ બરાબર જાણી લેજે હમજ્યો (સમજ્યો) બરધ્યા (બળદિયા).”

બે દિવસ પછી એક મારુતી કારમાં વડોદરા લગનમાં જવાની તૈયારી કરતો ત્યાં

“કારેલાશંકર કંકોડીગૌરી બરફીશંકર માવાશંકર ને લાડવાશંકર એમ પંચેશ્વરના ટોળાએ

કારની પાછળની સીટનો કબજો લઇ લીધો. “આગળ હું ને ડ્રાયવર બેઠા હતા.

મારાં પત્ની આવ્યા તો કંકોડીગૌરી કે’ “જુઓ બોન (બહેન) તમે અમેરિકાથી આયાં (આવ્યાં)

સો (છો) ઐનું (અહિનું) તેલવાળું મરી મસાલાવાળું ખાશો તો ઓજરી (હોજરી) બગડી જાશે.

વળી ઓંઈ (અહિં)  ચ્યોં (ક્યાં) ચોખુ (ચોખ્ખું) પોંણી (પાણી) મલે સે (છે) હું (શું) કરવા

ચપટીક (થોડું) ખાવું ને રખ્ખડપટ્ટી કરીને મોંદાં (માંદા) થવા એના કરતાં તમારે જે કંઇ

ચોંલ્લો (ચાંલ્લો ) કરવો હોય એ અમને આલી દો એય અમે ચોંલ્લો કરીશું ને મફતિયું

ઝાપટીશું શોં કોછો (કહો છો) ગોઘરીયા ભઇ.”

ગાડીમાં કારેલાશંકર કુટુંબે કબજો જમાવીદીધો એટલે પત્નીજીએ પરાણે પરત પ્રયાણ કરવું

પડ્યું.

 

વડોદરા લગ્ન પ્રસંગમાં કેવી મઝાને કેવા ગોટાળા સરજાયા તે હવે પછીના હપ્તે.

 

ગાંઠિયો =

ઘડીમાં રિસાવો ખરા છો  નડવાણીજી

ફરીથી પાછા મનાવો ખરા છો નડવાણીજી

=====================================================

સ્વપ્ન જેસરવાકર

 

12 thoughts on “ગોદડિયો ચોરો…વગર નોતરે જમવું ને ?

 1. “આઇ ગયો ગોદડિયો ગામતરું કરીને

  ગરવા ગુજરાતની ધરતીમાં ફરીને

  ભલે પધાર્યા ગોદડીયાભાઈ . તમારા વિના અહીં અમને ગમતું ન હતું . સુનું થઇ ગયું હતું .

  ફેસ બુક ઉપર જનોઈ પ્રસંગના ફોટા જોઇને ખુબ આનંદ થયો હતો .

  આપણે ફોન ઉપર વાત થઇ એમાં તમારા અનુભવોની વાતો જાણવા મળી .

  આ પોસ્ટમાં તમારી ઓરીજીનલ સ્ટાઈલમાં ગામડાની ભાષામાં ચોરાની ચર્ચા સાંભળીને ખુબ

  મજા આવી . રંગ રહી ગયો .

  તમે મંગળની જાત્રા કરી આવ્યા એથી અમને પણ તમારા જેટલી જ ખુશી થઇ .

  Like

 2. અમેરિકામાં ગોદડિયાનું સ્વાગત છે. હવે અમને ઘર બેઠે આપણા વતનના સમાચાર મળસે. ચૂંટણીના ચક્રવ્યુહ તો ગોદ્ડીયો જ સમજાવી શકે. શુકરવારે ગોદડિયો ચોરો ભરે એની લોકો વાટ જોતા હોય છે.

  Like

Vinod R. Patel ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s