ગોદડિયો ચોરો..અલ્યા વંશવાદ નવો ચ્યોં છે ?

ગોદડિયો ચોરો..અલ્યા વંશવાદ નવો ચ્યોં  છે ?ગોદડીયો ચોરો

=========================================

ગોદડિયા ચોરામાં ધૃતરાષ્ટ્ર નારણ શંખ ગોરધન ગઠો અઠો બઠો કનુ કચોલું ને

કોદાળાની બેઠક જામી છે.અલક મલક્ની વાતો સાથે કઇ પાર્ટીએ કયા ઉમેદવારો

ઉતાર્યા છે એની ચર્ચાના  વાયરાનો વંટોળ ચડ્યો હતો.

એટલામાં રણછોડ રોકડી ચતુર ચોટલી હરજી હોકો હરમાન હડકાયો ને ગબજી ગોદો

વાયરા વંટોળિયાની જેમ ધોતિયાં ફરકાવતા પ્રવેશ્યા ને કહે

“લ્યા ગોદડિયા આ ભાડત (ભારત)ભરમણે (ભ્રમણે)ચડેલા આ મોડી (મોદી)ના પાહલા

(પાર્ટી)વારાને હું (શું)થયું છે તે આ બધાય મંકોડા ને ઝેમોલો કૈડતી (કરડતી) હોય એમ

હુંપાહુંપ કરતા કુદકા મારે સે ( છે)”

નારણ શંખ કહે ઓ મારા કાકાઓ  કયા કુદાકુદ કરે છે.?

હરમાન હડકાયો કે’ (કહે)” જો એક લાલજીને કલાસ ના બદલવા દીધો એને ઓંધીનગર

(ગાંધીનગર) ને બદલે ભોપાર (ભોપાલ) જૈ (જઇ) ભોપારું કાડવુંતું (કાઢવુતું)ને બીજા

લાલજીને નવ લખવા (લખનૌ ) ના લખવા દીધું ને કાશીમાં હંકર (શંકર)ની મોરલી

વગાડતા એવા વાજોં (વાજાં)વાળાને કોનપર (કાનપુર) ધકેલી દીધા.”

ગબજી ગોદો કે’ આ “ધરતીમાતાજી (વસુંધરા)એ કયુ (કહ્યું) મારે જશ (જશવંતસિંઘ) નથી

જોઇતો પણ હોનાનો રોમ (સોનેરામ) જ જોઇએ.”

કોદાળો કહે “ઓવે (હોવે) પેલા પરમુખ (પ્રમુખ) રાજ વગરના રાજનાથ ઇઝ સ્પીકિંગ અમ

મેક  ભુલ તો માફિંગ માગીંગ બટ વી નોટ ભુલિંગ રામ.  સોનેરામ ચાંદીરામ પિતળરામ

ગેલ્વેનાઇઝરામ પ્લાસ્ટિકરામ લોખંડરામ એવરી રામ હમકો ચલિંગ.”

હરજી હોકો કે’ “અંદાવાદ (અમદાવાદ)માં હર ઇન (હરેન) અતા (હતા) એને આઉટ) કરીને

કયુ (કહ્યું) કે તમે પાઠ કરો ને પેલા વેલજીભૈ (ફિલ્મ-નામ)ને પ-રેશમોં (દોડમાં) ઉતારીએ

છીયે.

અમરત શકુનિ કે’ “હરેમાંથી રે પરથી માતર રુપી ડોકું ઉડાવી હર શબદ (શબ્દ) હર હર મોદી

નારામાં લઇ લીધો.”

રણછોડ રોકડી કે’ ને જોયુ લ્યા “પેલા ગોકુલવારા મોહન કારી (કાળી)નાગ પર ચઢીને નાચ

કરતા જ્યારે આ રાજકોટવાળા મોહન તો બાળકોની કેડ પર હેંડીને નાચ કરે છે.”

ચતુર ચોટલી કે’ ને “લ્યા આ ભોન (ભાન)વગરનાઓએ ભાવનગરમોં સિંહને (રાજેન્દ્રર્સિંહ )

હડસેલી મેલીને શિયાર (ડો. ભારતીબેન શિયાળ) ને લાયા સે.”

ગોરધન ગઠો કહે “આદર્શનું ફારસ કરનારા ચવાણા (ચવાણ)ને કોંગ્રેસવાળા શોક (અશોક)

વગર ફાકવા લાગ્યા છે.”

કનુ કચોલું કહે જોને ઇન્દિરા પછી સોનિયા ને રાજીવ પછી રાહુલ એમ ઘરના રાયબરેલી ને

અમેઠી પર કબજો જમાવી બેઠા જ છે . આ વાત ચાલતી હતી ત્યાં જ લલ્લુ લંગોટી ઘસમસતા

ઘોતિયું ફફડાવતા પ્રવેશ્યા ને કે ” અલ્યા આ ટીવી પર વંશવાદનું બાટક્યા છે ને તોં (ત્યાં)થી

વસુટી(વછુટી ) ઓંઇ (અહિં) સોરામોં (ચોરામાં) આયો તો ઐં (અહિં) એ જ રોંમાયણ છે..”

પછી તો લલ્લુ લંગોટી જેમ ધાણી ફુટે એમ એમના મોંએથી અવિરત વાણી પ્રવાહ વછુટ્યો.

લલ્લુ લંગોટી કે’ ” અલ્યા પુરોણ (પુરાણ) કાર (કાળ)થી વંશવાદ ચાલે છે એમાં નવું સું (શું)

જો આપણા વરહ (વરસ)મોં તૈન્હો (ત્રણસો) પોંહટ (પાંસઠ) દા’ડા (દહાડા) ખરા કે નૈ (નહિ)

જો ઉ ( હું) ગનિત (ગણિત) ગનાવું (ગણાવું) આ મા’દેવે (મહાદેવે) આખા સાવન (શ્રાવણ)

મૈના (મહિના)ના તીહ (ત્રીસ) દાડા (દિવસો) એમના ખાતે કરી દીધા.સોકરા(છોકરા)ગનેશ

(ગણેશ)ને દહ (દશ) દા’ડા કાઢી આલ્યા . બૈરી પારવતીને માગહર (માગસર) મૈના (મહિના)

ના એકવી (એકવીસ) દાડા (અન્ન્પુર્ણા વ્રત)ઉપ્રોંત (ઉપરાંત) ચૈઇતર (ચૈત્ર)મૈનાના

(મહિના))નઉ ને આહો(આસો)મૈના (મહિના)ના નૌ (નવ) દા’ડા આલ્યા (આપ્યા) ને બાવન

હોમવાર(સોમવાર)ને પાસો (પાછો) શિવરાત (શિવરાત્રિ)નો દાડો જાતે લઇ લીધો.”

રણછોડ રોકડી કે’ “જોયુ અરધા (અડધા)મોં ગોમ (ગામ) ને અરધામોં રોમ (રામ) એ કેવત

(કહેવત)ખોટી પાડી મા’દેવે (મહાદેવે) અરધામાં એકલા ને અરધામોં બીજા બધાય એમ કરી

ગોમ ને રોમ વારી કેવત (કહેવત) ખોટી પાડી દીધી.”

ગબજી ગોદો કે’ “ઘરના ભુવા ને ઘરના જાગરીયા એમ એના સોકરા (છોકરા) ગનેશ

(ગણેશ)નેહૌ (સહુ)પેલાં એની પુજા થાય એવો વઠઉકમ (વટહુકમ) બા’ર (બહાર ) પાડી

દીધો.”

ચતુર ચોટલી કે’ “ઘરનોં જ પિર્હનાર (પિરસનાર) હોય પછી ભૈ (ભાઇ) ભોનેજોં (ભાણેજાં) બૈરી

સોકરોં(છોકરાં) હારા હારી (સાળા સાળી)  ચમનોં (કેમનાં) રહી જાય.”

મેં કહ્યું ભુવો ધુણે તો નરિયેળ ઘર ભણી જ નોંખે એમ આ બધા પક્ષોન નેતાઓ કાર્યકરોને

હડસેલી મેલી ઘરના ને સગા વહાલાઓને જ ટિકિટ આપે છે.

 

ગાંઠિયો=

ભગવાન રામજીએ આપેલ વચન પાળી બતાવ્યું ….

કોણ જાણે આ રાજકીય અડુકિયા દડુકિયા આપેલાં વચનો પાળશે ખરા?

===================================================

સ્વપ્ન જેસરવાકર

8 thoughts on “ગોદડિયો ચોરો..અલ્યા વંશવાદ નવો ચ્યોં છે ?

 1. ભગવાન રામજીએ આપેલ વચન પાળી બતાવ્યું ….

  કોણ જાણે આ રાજકીય અડુકિયા દડુકિયા આપેલાં વચનો પાળશે ખરા?

  ગોવિંદભાઈ એ તો રામ જાણે .

  આટલા બધા ચુંટણીના ઉમેદવારોના આટલા બધા નામો તમારા વિના કોને ખબર !

  હવે ખરેખરો રંગ જામવાનો છે .

  દૂધ અને પાણીની ખબર પડી જવાની છે .

  ઘણાને માટે કોથળામાંથી બિલાડું નીકળવાનું છે .દેખતે રહો આગે હોતા હૈ ક્યા !

  Like

  1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

   બસ બે બિલાડીયો રોટલા માટે વઢે છે ને રોટ્લો બાજારી નહિ કેજરી લોટનો છે

   બરાબર રંગ જામ્યો છે

   લેખને આપે શુભાષિશ આપી વધાવ્યો તે બદલ ખુબ જ આભાર

   Like

 2. Govindbhai,
  I was away @ Anaheim.
  You had visited my Blog & read your Comments.
  Thanks !
  Back to the GODADIYO CHORO !

  મેં કહ્યું ભુવો ધુણે તો નરિયેળ ઘર ભણી જ નોંખે એમ આ બધા પક્ષોન નેતાઓ કાર્યકરોને

  હડસેલી મેલી ઘરના ને સગા વહાલાઓને જ ટિકિટ આપે છે.
  Chali Avelu Chhe…..ModiNe VansavelaaWala Avava Deshe Ke Nahi ???
  Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo ! New Post @ Chandrapukar !

  Like

ગોદડિયો ચોરો… ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s