ગોદડિયો ચોરો…પોપટીયો પરધાન થયો

ગોદડિયો ચોરો…પોપટીયો પરધાન થયો

=====================================================
વાંચક મિત્રોના સહયોગથી ગોદડિયા ચોરાએ પ્રથમ સદી ફટકારી………….
100 Posts!
================================================================
હું ગોદડીયો, નારણ શંખ, ધ્રુતરાષ્ટ્ર , કનું ક્ચોલું ,કોદાળો, અઠો બઠો જામી પડ્યા હત
કોદાળો કહે અલ્યા ગોદડીયા તું પેલા પોપટિયાની વાત કરતો હતો એનું શું થયું એ કહે.?
મેં કહ્યું જયારે ચુંટણીઓ આવી પડે  ત્યારે નેતાઓ જ્ઞાતિ આધારે ટીકીટ ફાળવતા હોય છે
આખલાપર નામનું એક ગામ હતું . હજુ પાકા રોડ બન્યા નહોતા . વીજળી રાણી હજુ
 શહેરના વૈભવ છોડી ગામડામાં પધાર્યા નહોતાં .
“ભાગોળે પોપટભાઈ અને મેનાબેન ચાની રેંકડી સાથે નશેડિયું (દારૂ) પણ વેચતા .
પોલીસ અને લોકોને ગંધ ના આવે એટલે દારૂ ને ” નશેડિયું ” નામ આપી દીધેલું .”
ગામલોકો એમને પોપટી મેના નશેડીયા કહેતા.
આજુબાજુનાગામનાલોકોચાપીવાત્યાંપધારતા .ઘણા રંગીલા પોપટની દારૂની પોટલીનો
રંગ માણવા રેંકડી સુધી લાંબા થતા.
“આ પોપટના બે મિત્રો  પોટલીનો રંગ માણવા રોજ અચૂક પધારતા એક શનો નેબીજો બાબુ
લોકો ગમ્મતમાં આ ચંડાળ ચોકડીને પોપટ પોટલી, મેના માટલી ,શનો શીશી ને બાબુ
બાટલી કહેતા”
કેમ કે નશેડિયું (દારૂ) ભરવા પોટલી, માટલી, શીશી ને બાટલી જ  કામ લાગે.
લોકોએ  ગમ્મતમાં એક જોડકણું બનાવી દીધું હતું.
 “શના કેરી  શીશી ને બાબુ ભરે છે બાટલી
 મેના કેરી માટલીએ પોપટે બાંધી  પોટલી “
નેતાઓએ આ પોપટિયાને લોક્સભાની ટીકીટ આપી દીધી. ચૂંટણી પંચે નિશાન
માટલીનું આપ્યું
મારા વા’લા દેકારો કરે ને  આઠ દશ માટલીઓ સાથે રાખે જેમાં નશેડિયું ભરેલું હોય
ને ગામે ગામ ફરે
સવારથી પોપટ કામે લાગી જાય. ગામડાં ફરે લોકોને સમજાવે રેંકડીએ કીટલીના
સ્વાદ લેવા આવવાનું આમંત્રણ આપે કે સાથે નશેડિયું  ને ચવાણું મળશે
એક વાર ફોન આવ્યો તો શના શીશીએ ફોન ઉપાડ્યો તો કેસેટ વાગવા લાગી .
હવે સવારથી જ નશેડીયાની (દારૂ) વખારમાં હોય અને બરાબર  ઠઠડાવ્યું (પીધું) હોય.
પછી કોણ શું બોલે એનું ભાન ક્યાંથી હોય ?
કેસેટમાં “.ઇસ રૂટકી સભી લાઈને વ્યસ્ત હે કૃપા કરી થોડી  દેરકે બાદ ડાયલ કરે ?”
શનો કહે અલ્યા બાબુ આ કોક છોડી ( છોકરી ) કે.. સે ( કહે છે )
“એને વ્રત સે તો બરાડે( બોલે) સે હેની (કેમ)”
 બાબુ કહે તને હમજણ નો પડે તારામાં વળી અકલ (અક્કલ) જ ચ્યોં સે ( ક્યાં છે )
 હવે ભુંગળુ હું લેઇશ (લઈશ)
બાબુએ એક નંબર ડાયલ કર્યો તો કેસેટ વાગી “આપ ક્યુ (લાઈન ) મેં હે !”
 બાબુ કહે “અલ્યા શના આ છોડી કે સે તમે કુવામાં સો (છો)”
હવે આ બધાની સાથે પેલા મફત પીવાવાળા પણ આ પોપટિયાના પ્રચારમાં લાગી ગયા.
એક જગ્યાએ મોદ (એક જાતનું જાડું કાપડ) પાથરી મંડપ જેવું 
કરી લોકોને ભેગા  કરીપોપટિયાનું પ્રવચન રાખ્યું.
હવે સ્ટેજ પર શનો અને બાબુ તો હોય જ ! કેમકે આ બે પોપટના કારભારીઓ હતા.
શનો શીશીમાંથી હથેળીમાં નશેડિયું (દારૂ )કાઢે ચારેય દિશામાં ઉડાડતો  જાણે કે એ
ગંગાજળ છાટતો  હોય . બાબુ બાટલી જોરથી પોપટ પોટલીનો જયકારો બોલાવતો હતો.
બોલો પોપટ પોટલીયાની જે …જે…જે …જે…જે.”
પોપટીયો પોતડી ને નવો ઝબ્બો ( ઝભ્ભો ) પેરીને(પહેરી) આવી ગયો કોઈએ કહ્યું આ
ભુંગળામાં (માઈક) બોલો.
પોપટલાલ કહે “ભઈઓ ને બોનો (બહેનો) જુઓ આ ભુંગળામાંથી હવે ભોકું (બોલું) સું.
હંધાય(બધાય) હરવરો ને હદીયારો (સથવારો) ધો તો બાપલા આપનું હારું થાય ને
હોનાનો (સોનાનો) હુરજ(સુરજ) ઉગે.”
આખી ટોળી જથ્થાબંધ દારૂની પોટલીયો અને ચવાણું ને ચા વહેચવા માંડે.
ચા..ચવાણા અને ચૂસકીની રંગતના પ્રતાપે મતદાન જોરદાર થયું.
મત ગણતરીમાં  પોપટીયો જીતી ગયો . દિલ્લી જવાનો રસ્તો ખુલી ગયો .
જોકે “મોટાભાગના પોટલીયા જ જીતીને દીલ્લી જતા હોય છે.”
પોપટીયો દીલ્લી ગયો ને નસીબનો બળીયો કે પ્રધાન મંડળમાં નંબર લાગી ગયો.
પોપટ કહે “હાઉ મારી મેનાના  હોગંધ (સોગંધ) લેવ (લઉં) સુ (છું ) કે હંધુય ( સઘળું ) કોમ
(કામ ) હરખી (સરખી) રીતે કરશ (કરીશ) જે કોમ (કામ) હોપશે (સોપશે) ઈને (તેને) બવ
(બહુ)વધારેશ (વધારીશ).”
રાષ્ટ્રપતિ કહે જુઓ પોપટલાલ આમાં મેનાબહેનના સોગંધ ના ચાલે.
પોપટ કહે ” બાપલા તમે નો હમજો (સમજો) મારા ગરાકો (ઘરાક)ને મેનાના હોગંધ દુ
તો પટાક  (તરત) કરતી પોટલી વેચઇ (વેચાઈ) જાય.એટલે મેનાના હોગંધ મારે બવ
હોનાના (સોનાના)”
વડાપ્રધાને  રાષ્ટ્રપતિને કહ્યું નામદાર આ પોપટલાલ ભણેલા નથી ને અમારે સરકાર રચવા
આવાની  જરૂર પડે જ એટલે આવા પોપટોને નિભાવવા પડે છે.જરા મહેરબાની કરીને
ચલાવી લોને.
“આમ પોપટીયો પરધાન થઇ ગયો . કોઈએ પોપટલાલને કહ્યું આ તમારા પીએ છે.”
“પોપટીયો કહે બવ હારું લ્યો આ પીએ તો મારો પોટલીનો પે’લો (પહેલો) ગરાક (ઘરાક)
મલી ગયો .”
“ત્યાં એમણે કહ્યું એ બીએ છે .પોપટીયો કહે પીએ ને બીએ (બીવે) એ કેમ ચાલે ?”
પોપટીયો કહે “મારે સાપરું (છાપરું) ચ્યાં (ક્યાં)બનાવવાનું મારે જગા વધારે  જોઇશે હજુ
ઘરવાહ ( ઘરવખરી) ને માટલાં હંધુય (બધુય ) લાવવાનું સે . ખાટલો ગોદડી , નવહાર
 ( દારૂ બનાવવા વપરાય) ગોર (ગોળ) બધું જોઈએ તોજ ધંધો હાલે.ને મોજમાં દા’ડા
(દિવસો) જાય “
પીએ સમજી ગયા કે પોપટલાલ જોડે એમની ભાષામાં બોલવું પડશે.
પેલા પીએ કહે “સાયેબ (સાહેબ) તમારે બંગલામાં રેવાનું સે (રહેવાનું).”
પોપટીયો કહે “અલ્યા પીએ તું પીધા પેલાં (પહેલા) જ વંટોરે ( વંટોળે ) ચડ્યો.
બગલા પર ચેવી (કેવી) રીતે રેવાય ?. અક્કલમઠો લાગે સે !”
પીએ કહે બગલો નઈ (નહિ) બંગલો એટલે મોટું ઘર .
ત્યારે એમ હરખું (સરખું) હમજાય (સમજાવ) ને. કે મોટો બગલો સે .
ગામ જવાનું હોવાથી એમ્બેસડર ગાડી આવી ગઈ.”આમેય પ્રજાને પૈસે આવા પોપટોને ગાડી
મળે છે !”
પોપટીયો કહે  “અલ્યા ભાય (ભાઈ)  આ હડેડાટીયું (કાર) કોનું સે ?”
પીએ કહે તમારે આમાં બેહી (બેસી)તમારે ગોમ (ગામ)  જવાનું સે ? જામો પડશે.
પોપટલાલ હડેડાટિયાને પગે લાગ્યા……..જે  ચટણી (ચૂંટણી) મા……….”
” આ ચટણી માયે મન હડેડાતિયું દધું (દીધું)……એની જે હોજો ..”
હવે પ્રધાનની કાર હોય એટલે સિક્યુરીટી હોય જ ને !
પોપટલાલને   પાઈલોટ કરવા  પોલીસ હોય તે આવી. પહોચી.
“એટલે પોપટીયો કહે સાયેબ (સાહેબ) હજુ ગાળવાનું હાલું (ચાલુ)  કર્યું નથી ને અપતા
(હપ્તા)  લેવા આઈ જ્યા (ગયા) !”
પોલીસ વિમાસણમાં પડી ગઈ. પીએ એ કહ્યું. આતો તમને રસ્તો બતાવવા આવે છે .
:ગોમમાં (ગામમાં) પોપટીયો હડેડાતીયું (કાર) લઈને આયા (આવ્યા) એટલે આખું ગોમ ભેળું
થી (થઇ) જયું .(ગયું)”
“મેનાબોન તો હડેડાટીયાની  પૂજા કરી હાત (સાત) ફેરા  ફરી આયાં. કંકુ ભરેલી ડાબલીઓ
કાર પર નાખી મસાજ કરતા હોય એમ સફેદ રંગની કારને લાલ રંગની કરી દીધી. લગભગ
 શેર ચોખા ચડાવ્યા . ફૂલો વેર્યા .કંકુના ચાંલ્લા કર્યા. જયકારો કરી લાંબા થઈને આઠ
દશવાર તો પગે લાગ્યાં.”
આખું ગામ પોપટ મેનાને વળાવવા ભેગું થયું હતું. એમણે પોપટનો જયકારો બોલાવ્યો .
“પોપટ ચાલ્યો રે પરદેશ ….એતો ચલાવશે આખો દેશ ….પોપટ ચાલ્યો રે પરદેશ.”
પોપટ મેનાને લઇને  નીકળી પડ્યા આંબા ડાળે ઝૂલવા…
ગાંઠિયો=
પોપટ આમ તો લીલો હોય છે
પણ આ પોપટ તો લાલ થઇ ગયો……
ચુંટાયા પહેલાં બધાય પોપટો લીલા જ હોય છે
પણ સત્તાનો નશો ચઢે એટલે લાલ થઇ જાય છે.
=========================================================
સ્વપ્ન જેસરવાકર

32 thoughts on “ગોદડિયો ચોરો…પોપટીયો પરધાન થયો

 1. માન.ગોવિંદભાઈ અને ચોરાના સૌ મિત્રો/સ્નેહીઓને ઢગલો એક અભિનંદન !
  “ગોદડિયા ચોરાએ પ્રથમ સદી ફટકારી”… ને… “પોપટીયો પરધાન થયો”
  હવે ગોદડિયો ચોરો બેવડી સદી ફટકારશે ત્યાં પોપટીયો વડાપરધાન થઈ જશે !!! 🙂

  પોપટનું જે થવું હોય તે થાય ! પણ અમે તો ગોદડિયો ચોરો સહસ્ત્રશતમ્‌ ફટકારે એવી હાર્દિક શુભકામના પાઠવીશું.

  Like

 2. પોપટ આમ તો લીલો હોય છે

  પણ આ પોપટ તો લાલ થઇ ગયો……

  ચુંટાયા પહેલાં બધાય પોપટો લીલા જ હોય છે

  પણ સત્તાનો નશો ચઢે એટલે લાલ થઇ જાય છે.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  Satya Kahyu !

  લીલો પોપટ મીઠી મીઠી વાણી બોલે,

  જાણે એના હૈયાનું કહેતો હોય એવું કરે,

  દયા કરી એને ખાવાનું આપ્યું જ્યારે,

  દીલનું અસલી સ્વરૂપ એ બતાવે ત્યારે,

  હવે,જુઠાણા સાથે, ગુસ્સામાં લાગે છે લાલ,

  જેમ નેતાઓ કરી રહ્યા છે આજે દેશનો હાલ !

  …….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

  1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

  1. શ્રી પ્રદીપભાઇ અને ભારતીબહેન

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

  1. આદરણીય વડિલ શ્રી કૌશિકભાઇ અમીન (ન્યુ જર્શી))

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

  1. શ્રી પ્રદીપ્ભાઇ રાવલ (તંત્રીશ્રી જનફરિયાદ)

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

 3. Me ગોદડિયો ચોરો…પોપટીયો પરધાન થયો

  Today at 3:07 AM

  Pravinkant Shastri

  To Me

  Today at 3:42 PM

  Congratulations Govindbhai For your century. Keep playing on Godaye Chore. We love

  your political satires.

  PravIn Shastri.

  Like

 4. himatlal joshi

  To …
  Today at 9:46 PM

  ghanu jivo govindbhaai patel ane sadiyu upar sdiyu fatkarta raho mane godadiyana

  chorani sabha bahu game chhe .

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

 5. ચુંટાયા પહેલાં બધાય પોપટો લીલા જ હોય છે

  પણ સત્તાનો નશો ચઢે એટલે લાલ થઇ જાય છે.

  તમારી વાત તદ્દન સાચી છે , ગોવિંદભાઈ

  ન ચૂંટાય ત્યાં સુધી મતના ભિખારી અને ચૂંટાયા પછી સત્તાનું જે નશેડિયું ચડે છે કે બધું ભૂલી જાય છે .

  ગોદડિયો ચોરો સો રન પુરા કરી ડબલ સેન્ચ્યુરી તરફ આગળ વધી રહ્યો છે એ પ્રસંગે અભિનદન .

  Congratulations on writing 100 total posts on ગોદડિયો ચોરો

  Like

  1. આદરણીય શ્રી કૌશિકભાઇ અમીન (ન્યુ જર્શી.)

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

 6. સૌ પ્રથમ તો સૅંચ્યુરી મારવા બદલ દિલી અભિનંદન
  અને
  તમારી જોરદાર વાણીથી લાલ પોપટ પોતાના અસલ પોપટીઆ રંગમા આવે તેવી પ્રાર્થના

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપ જેવા સાહિત્ય કુંભ જેવા વિશાલ ગાગર તણા આશિવાદ થકી ચોરો સદી સુધી પહોંચ્યો છે.

   આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર .

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s