ગોદડિયો ચોરો…મચ્છરોની મહાપંચાયત

 
ગોદડિયો ચોરો…મચ્છરોની મહાપંચાયત
=====================================

ગોદડીયો ચોરો

 

આજે દૈનિક પેપર વાંચવા હાથમાં લીધું તો એક સવિનય
વિજ્ઞપ્તિ સાથેનું એક રંગબેરંગી ચોપાનિયું એમાંથી સરી
પડ્યું જોયુ તો એ જાહેર ખબર હતી.એમાં મથાળે લાલ
(લોહી) અક્ષરોથી નીચે મુજબની ચોપાઇ હતી.
 “ગંગા તટકે ઘાટ પે ભઇ મચ્છરોંકી  ભીર (ભીડ)
કોન પીયેગા કબ પીયેગા કીસકા રુધિર (લોહી)”
 “સર્વ મચ્છર મિત્રોને  ગંગા તટે વારાસણી (કાશી)માં  એક જાહેર
પંચાયત બોલાવવામાં આવી છે. એમાં કેટલાક પ્રસ્તાવિત કાયદા
પસાર કરવાના છે.”
ગુન ગુન ગુન એવા ગણગણાટ ને હોંકારા પડકારા કરતા હજારોની
સંખ્યામાં મચ્છરોની જબરજસ્ત સભા ગંગા તટે ભરાઇ છે.
એટલામાં જાહેરાત થઇ કે સાંભળો સાંભળો મચ્છર મિત્રો સાંભળો……
 
” ગુન ગુન ગુન કરનેવાલે ભયંકર જાત જાતનાં  ભાતભાતનાં લોહી
ચાખી ચુકેલા લોહીપીવેશ્રર લોહીતરસ્યાધિપતિ રાજમાન રાજેશશ્વ્રર
મચ્છરાધિપતિ શ્રીમાનશ્રી મનુ મચ્છર પધાર રહેં હૈ.!”
મનુ મચ્છરે ગાદી સંભાળી ને માઇકમાં પગ વડે ટકોરામારી ગુન ગુન કર્યું.
” હે મારા સુજ્ઞ મચ્છરો ને મચ્છરાણીયો આજ કાશીમાં વિશાલ સભાની હાજરી
જોઇ મારી પાંખો ફર ફર ફફડી ઉઠે છે. સર્વે એકી સાથે ગુન ગુન અવાજ કરી
મહાદેવ શંકર ને મા ગંગાનો જયકાર બોલાવો”
મચ્છરોએ ગુન ગુન અવાજ સાથે પાંખો ફફડાવી હાજરીનો એહસાસ કરાવ્યો.
મચ્છર દિવાન શ્રી ડંખીલા કરડેશ્વર કહે સહુ મચ્છર ભાઇઓ છેલ્લા દશ દિવસનો
પોતાનો હેવાલ વિગતવાર રજુ કરે.
એક નવોદિત અતિ ઉતસાહી મચ્છર કહે “મહારાજ જયારથી ભારતમાં ચુંટણીની
જાહેરાત થઇ છે ત્યારથી દરેક પ્રદેશમાં માહોલ ગરમાયો છે . પોતાના પક્ષના
કાર્યકરો બીજા પ્રદેશમાં જાય છે તો અવનવા લોહીનો સ્વાદ માણવા મળે છે.”
બીજા એક અનુભવી મચ્છરે પોતાની વાત રજુ કરતાં કહ્યું કે “મહારાજ આજે
જે સ્થળે બેઠા છીયે ત્યાંથી ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર અને આપના
ટોપેશ્વર મફલેશ્વર કેજરીવાલ ને કોંગ્રેસનાં અજયરાય ચુંટણી લડે છે એટલે
આખા ભારતમાંથી બધા પક્ષોના ટેકેદારો વારણસીમાં ઉતરી પડયા છે.”
એક વડિલ મચ્છરે કહ્યું જુઓ ” આ સમાજવાદીઓનું નિશાન સાયકલ છે .
એટલે એને કરડીયે તો આપણા દાંત તુટી જાય એટલે અમે તો મુલાયમ
જેવા ફુલ્યા ફાલ્યા કાર્યકરોને કરડી એમનું લોહી પીયે છીએ.”
બીજા વડિલ મચ્છરે રજુઆત કરી કે ” બહુજન સમાજવાદી પાર્ટીનું નિશાન
હાથી છે એટલે એના કાનમાં ગુન ગુન કરી ચીડવીએ છીએ. જ્યારે મેડમ
માયાવતી જેવાં અનેક કદાવર નેતાઓ ફુલ્યાં ફાલ્યાં છે એમનું લોહી ચાખીયે.”
એક યુવા મચ્છરે કહ્યું ” જુઓ ભાઇઓ આપવાળા કેજરીવાલ ઝાડુ લઇને ફરે છે
જો એ વારણસી ને ગંગાની સફાઇ કરશે તો આપણા નિવાસ સ્થાનની જબરી
સમસ્યા ઉભી થશે એટલે એમના કાર્યકરો જે દિલ્હીથી આવ્યા છે એવડા એમને
જોરદાર કરડીને એ ભાગી જાય એવો પ્રયત્ન કરીયે છીએ.”
બીજા અનુભવી મચ્છરે પોતાની વિતક કથા રજુ કરતાં કહ્યું “આ કોગ્રેસવાળાનું
નિશાન હાથનો પંજો છે. મારા વા’લાઓને કરડવાની મજા આવે છે. પરંતુ
કોઇક વાર એમના લોહીમાં કોલસા સિમેન્ટ કે અન્ય પ્રકારની સુગંધ આવે છે.
મારા બેટા વારંવાર કરડીયે છીએ તો હાથના પંજાની ઝાપોટ મારી આપણા
બંધુઓનું અચ્યુતમ કેશવમ કરી યમસદન પહોંચાડી દે છે. એટલે એમના જ
કાર્યકરોને કરડી અમે જેમ બને તેમ વધુ લોહી પીએ છીએ.”
એક અતિ ઉત્સાહી યુવા મચચ્છરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “આ ભાજપના
નરેન્દ્રભાઇ ગંગા સફાઇ અભિયાન કેરું વચન આપે છે તે આપણા મચ્છર સમાજ
માટે અનુકુળ નથી કેમ કે ગંગા સફાઇ થાય તો આપણે રહેવા ક્યાં જવું.”
બીજા વડિલ મચ્છરે કહ્યું “ભાઇ ટાઢો પડ એમ આકરો થા મા. ભાઇ વચન એ
તો મત ઉઘરાવવાનું અમોઘ શસ્ત્ર છે. એમ તો રામ મંદિર ગરીબી હટાવો ૩૭૦
કલમ રામ રાજ્ય ભષ્ટાચાર મુકત ભારત આ બધાં વચનો ક્યં પુરાં થયાં છે.”
બીજા એક લોહી પીવશ્ય અનુભવી મચ્છરે કહ્યું ” જુઓ ભાઇઓ આજ દિન સુધી
આપણે કાશીમાં સાધુ સંતો બાવાઓ અને જાત્રાએ આવનારના લોહીથી કામ
ચલાવતા હતા પન આ ચુંટણીના માહોલમાં આપ સહુને એક અનન્ય અનેરો
અવસર પ્રાપ્ત થયો છે એની મજા માણી બસ એક જ ધ્યેયથી તુટી પડો.ને
બસ વઘુમાં વધુ જેટલું પિવાય એટલું લોહી પીવો.”
“મચ્છરાધિપતિ મનુ મચ્છરે પ્રમુખસ્થાનેથી ભાષણ ભરડતાં કહ્યું કે મારા વહાલાં
મચ્છરો ને મચ્છરાણીઓ જુઓ આ ચુંટણીમાં ભારત ભરમાંથી કાર્યકરો આવ્યા છે
તો તમને પંજાબી ગુજરાતી મરાઠી કર્ણાટકી હિમાચલી બિહારી હરયાણવી બંગાળી
એમ જુદા જુદા પ્રાંતના સ્વાદવાળું લોહી પીવા મળશે .”
“આ વખતે ઘણા એન.આર.આઇઓ પણ બનારસ (કાશી-વારસણી)માં ઉતરી પડ્યા
છે એટલે તમને બર્ગર પીઝા ને ચીઝનું મિકસ લોહી પીવા મલશે . માટે  આનંદો
એક સંદેશ ગાંઠે બાંધી આ દરેક પક્ષના કાર્યકરોનું લોહી પીવાય એટલું પીવો”
>>>>>>>>>...  કેમકે .… >>>>>>>>>>>>>>>>>>>>>>>
આ બધાય નેતાઓ ચુંટાયા પછી પાંચ વર્ષ જનતાનું લોહી જ પીવાના છે.”
 
ગાંઠિયો=
સતા સુંદરી ઇસ કદર ભાયી કે
મા કિ વંદના ભી રાશ ના આયી
જીસકો ગા ગા કર હમારા કંઠ થકા
વો વંદે માતરમ હમારા રાષ્ટ્રગાન ન બન શકા !!!!!!
=======================================
સ્વપ્ન જેસરવાકર

24 thoughts on “ગોદડિયો ચોરો…મચ્છરોની મહાપંચાયત

  1. એક જ શબ્દને આટલી વિવિધતાથી રમાડવો ,એ આપનૉ કલ્પના શક્તિની દેન છે…મચ્છર પુરાણની કથા મજાની માણી..ભલે એ કટાક્ષીકા છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. વાતની વાત અને લાતની લાત. રાજકારણીય કટાક્ષને કાવ્યરૂપે રજુ કરવાની કુશળતા તમારા જેવી કોઈનામાં જોઈ નથી. હવે દિલ્હીમાં અને અમદાવાદમાં શું? ખુબ સરસ..

    Like

  3. ગોવિંદભાઈ તમારું આજના ચોરાનું મચ્છર પુરાણ વાચવાની મજા આવી .

    હવે તો ન .મો. ગંગાને ચોક્ખી કરવાનાં છે એટલે મચ્છરો માટે મુશ્કેલી ઊભી કરી .

    ગુજરાતના મચ્છરો કાશીમાં ગયા હતા હવે કાશીના ક્યાં જશે !

    “ગંગા તટકે ઘાટ પે ભઇ મચ્છરોંકી ભીર (ભીડ)

    કોન પીયેગા કબ પીયેગા કીસકા રુધિર (લોહી)”

    સરસ . ધન્યવાદ

    Like

  4. ખરેખર આપણા નેતાઓ મચ્છર જેવા જે છે, ખાલી લોહી પી ને મૂકતા નથી, મેલેરિયા પણ ફેલાવે છે. અન્નાનું ડી.ડી.ટી. પણ પચાવી ગયા!!!

    Like

  5. મચ્છર પુરાણે મઝા કરાવી-અહીં પણ મચ્છર કરડે પણ અહીં મૅલેરીઆ, ડેંગ્યુ ન થાય અને બિચારા ભોળા એક ઝાપટ પડે અને…ત્યાંતો
    વારાણસી ઘાટે ઇલે.શોક આપવાનું રૅકૅટ થી જીવતા દોઝખ ! અથવા એમ જ વહાવી લો
    ……………………..
    પ્રખ્યાત રમુજમા પૅરડી બનાવી શકો

    વો આયે તો શાદી હોય
    ઊસ બીન દુજા ઔર ન કોઇ
    સારી રાત ગાયે બિરહા કે અચ્છર
    હે સખી સાજન ?

    ના સખી મચ્છ ર

    Like

  6. himatlal joshi

    To Me

    May 11 at 7:27 PM

    આ વખતે મચ્છર મંડળ કાશી માં ભેગું થયું .ગંગા સફાઈ ની વાત સાંભળી એક મચ્છર ને ચિંતા થઇ

    ત્યારે અનુભવી મચ્છરે કેવી સાચી વાત કરી કે વચનો આપવાનું ફક્ત બોલવાનું હોય પાળવાનું

    ન હોય
    .
    જેસર્વાકર ગોવિંદ ભાઈ બહુ સરસ ગોદડીયો ચોરો જમાવ્યો

    Like

Leave a reply to ગોદડિયો ચોરો… જવાબ રદ કરો