ગોદડિયો ચોરો…હારનો હાર્ટ એટેક..
==================================================
હમણાં ભારતીય લોક્સભાના ઉમેદવારોનાં ચુંટણી પરિણામોની જાહેરાત
થઇ.ઘણી પાર્ટીના ઉમેદવારો જીત્યા ને હાર્યા પણ ખરા.
” ભારતીય કોશ પાર્ટી “ના તમામ ઉમેદવારો ચુંટણી ગંગાના પ્રવાહમાં
ડીપોઝીટ સહિત વહી ગયા ને સતા સ્વયંવરમાંથી ઘર ભેગા થઇ ગયા.
ભારતીય કોશ પાર્ટીની સ્થાપના ” કોદરભાઇ શનાભાઇ “ એ કરેલી ને
એમની પાર્ટીનું નિશાન “કોશ “ રાખેલું .
(કોશ શબ્દ આદરણીય વડિલ શ્રી હિંમતલાલ જોશી (આતાજી)એ કોમેન્ટમાં
વાપરેલો એમના આભાર સહ–http://aataawaani.wordpress.com/)
“કોશ એટલે ખાડો ખોદવાનું લોખંડનું હથિયાર.” “નિશાન કેરા ગુણધર્મ
અનુસાર કોશ પર્ટીના સભ્યોએ દેશની મિલકત ખોદી ઘર ભેગી કરેલી.”
એ પાર્ટીના સભ્ય કાનજીભાઇ ગરબડભાઇ ડાબરા ઉર્ફે “કાગડા” લોકસભા
ખાઉધર સીટ પરથી લડેલા ને નામોશીભરી હાર પામેલા.
કાગડાજીને ગણતરીના વખતમાં હદય રોગનો હુમલો થયેલો.” હારની વ્યથા
ને હુમલાની કથા બે ભેગાં થયાં એટલે કાગડાભાઇ નર્કેશ્વરનાં દ્વાર દેખાયાં.”
હવે યમરાજ એમનો જીવ લેવા આવ્યા તો કાગડાજી કહે “જાવ પહેલાં મારા
હાઇકમાન્ડની મંજુરી લઇ આવો . જાવ પહેલાં સ્પીકરની મંજુરી લઇ આવો.”
યમરાજ કહે “અલ્યા ગોદા અમારે કોઇની મંજુરી ના લેવાની હોય તમે જેના
માટે મજુરી કરો છો એ હાઇકમાન્ડ પણ વખતે તમને હડસેલી મુકે છે.”
એમ વદી યમરાજ તો જીવ લઇને યમલોક સીધાવી ગયા.
હવે સગા સબંધી ને એમના કાર્યકરોએ સ્મશાન વિધિની કાર્યવાહી આરંભી.
“કાગડાભાઇનો નશ્વર દેહ વારંવાર બેઠો થઇ ને કહે હેલિકોપ્ટરમાં મને સ્મશાન
લઇ જવો ને સ્મશાનમાં મંડપ બંધાવી મારી જાહેર સભા યોજવા પ્રબંધ કરો.”
“કાગડાભાઇનાં ઘરવાળી તો રડતી છાતી કુટતી જાય ને છાજિયાં લેતી જાય.”
“એં..એં ઉ..ઉ ગયા ને મારો રસ્તો…ઉ..ઉ.. એં..એં..સાફ કરતા ગયા.
પેલા…એં..એં..ઉ..ઉં કોશ..કે’તા..તા.. ઉં..ઉં કાગડાજી ..ઉં..ઉં ડુસકું ભરતાં
માને..તો..ઉં..ઉંં..ઓ..ઓ.. તમને ટકિટ (ટિકિટ)…..ઉં..ઉં…દઉં.”
“મારો…ઉં..ઉં..એં..એં રોયો ચેદાડાનો …ઉં..ઉં મરતો…એં..એં.. નોતો..ઉં ઉં
નોતો…ડુસકું..એં..એં…ઉં…ઉં..ને મોંચો…મેલતો …ઉં..ઉં..ડુસકું..લેતાં જાય.”
“કોશ પાર્ટીના કાર્યકરોએ તપાસ કરી તો હેલીકોપ્ટર તો ભાડે ના મલ્યું એટલે
ઊંટગાડીમાં લાંબી લાંબી કોશો ગોઠવી ચાદરો સાડીયો વડે શણગાર કર્યો ને
ચણિયા (ઘાઘરા) પોલકાં કબજા (બ્લાઉઝ)વડે ફુલોની ડિઝાઇન બનાવી
ને “અંત્યેષ્ઠી રથ” બનાવ્યો ને હાથમાં કોશ પકડાવી ઉભા બાંધ્યા.”
કાગડાભાઇનો દીકરો કહે “ભાઇ કોશ પાર્ટીની કોશને જલ્દી કાઢો તો મને બીજી
પાર્ટીમાં વાનર કુદકો લગાવવાનો લાખેણો લહાવો મલે.”
“હવે સ્મશાન યાત્રા ઊંટગાડીમાં નિકળી કાગડાભાઇને ઉભા રાખી બાંધેલા તે બંધ
આચકા વાગવાથી ઢીલા થઇ ગયેલા એટલે માથું ને હાથમાં પકડાવેલી કોશ
આમતેમ હાલવા લાગે એ પોકારાતાં સુત્રો સાથે તાલમેલ ધરાવે ત્યારે સ્મશાન
યાત્રામાં જોડાયેલ જનતા પણ હસવું ના રોકી શકી.”
કાર્યકરો તો જુસ્સામાં આવીને જુદાં જુદાં સુત્રો બોલાવે બોલાવે કે ,,,,,,,,,,
” કાગડાભાઇ અમર રહો . ત્યારે એમનું ડોકુ ના ના કહે “
“હમારા નેતા કેસા હો ત્યારે કોશ પકડેલો હાથ ઉંચો નીચો થાય.”
વિરોધી પક્ષના કાર્યકરો ને જનતા પણ સુત્રોમાં ઉમેરો કરે કે,,,,,
“દેશની મિલકત કોણે ખોદી-ખાધી તો ડોકુ ને હાથ બંન્ને ઉચા થઇ કહે મેં..મેં.”
આમ કરતાં સ્મશાન ગૃહે એમના શબને ચિતા પર સુવાડવામાં આવ્યું ને એમના
કપુતરના હાથે મુખાગ્નિ આપવામાં આવ્યો .
“સગાવહાલાં ને કાર્યકરો સાથે વિરોધી પાર્ટીના કાર્યકરો સાથે જનતા પણ લાકડાં
સંકોરવા બહાને લાકડા વડે ગોદા મારતા જાય ને મનમાં ભાંડતા જાય.”
સગાં વહાલાં કહે ” મુવો મરતો ગયો પણ અમારું કશું કરતો ના ગયો.”
પક્ષના કાર્યકરો કહે ” હારી કોશ સતા પર હતી ત્યારે સામુંય જોતી નહોતી.”
જનતા કહે ” મુઓ પૈસા લીધા વગર કામ જ નો’તો કરતો.”
છેલ્લે કોશ પાર્ટીના પ્રમુખ કે’ ” પાર્ટીના નામે ચુંટાયો ને જમવામાં જગલો ને
કામ કરનાર કોશના કાર્યકરો . હારું થયું વહેલો પતી ગયો.”
“કોશ “એવું ઉપનામ ઘણા વ્યક્તિઓને મળે છે .ઘણા કહે છે જવા દોને હારી કોશ છે “
“કોઇક નાં ભજિયાં તોડે ને એની જ બીડી પીવે ને પાછો કહે બે ચાર બીડી આપજે
ને બસો ગ્રામ ભજિયાં બંઘાવી દે તો ઘેર લેતો જાઉં.”
“વગર નોતરે જમવાનું ને ઉપરથી મઠ્ઠો ને બે શાક ખોળૅ એને કોશ કહેવાય.”
હાટકો =
” સારો માણસ શોધવા જઇએ તો થાકી જઇએ
પણ માણસમાં સારું શોધવા જઇએ તો ફાવી જઇએ “
=====================================
સ્વપ્ન જેસરવાકર
ગોવિંદ ભાઈ તમારા ભેજાને સો સો સલામું
गुजरती और गज्जर ( गाजर ) दुनियाके हर कोने पे मिलेंगे મને એક વખત મરી ગયો ત્યારે અરબી જમ (ઇસ્રફીલ ) મને સીધો સ્વર્ગમાં લઇ ગયો .
इसराफिल ने पूछा जीना(स्वर्ग ) में ले जाऊ कहा तूझे . मैंने कहा हुरोकी गलीमें लेजा मुझे
LikeLike
આદરણીય વડિલ શ્રી આત્તાજી
આપના પરમ આશિર્વાદ દ્વારા આ પરમ સત્ય જેવા લેખ જેવા મુદ્દા શોભાયમાન થાય છે
આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
‘કોશ’ ઉપનામ એ ચોતરાની ચર્ચાએ સદા તોફાન મચાવતો, ગામની પટલાઈમાં પેચ લડાવતો માણ્યો છે. આજે આપે સરસ રીતે ચટેકાદેર વાર્તામાં મઢી મજા લાવી દીધી.આ વખતની ચૂંટણીમાં એક જુસ્સો હતો અને શ્રી મોદીએ સાચે જ રંગ રાખી દીધો. કોશ શબ્દની બીજી મજા આદરણીય પ્રજ્ઞાબેને કરાવી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય વડિલ .શ્રી રમેશભાઇ (આકાશદીપ)
કોશ એટલે ગાઉ અંતરપણ થાય..
.શોલે ફિલ્મમાં ગબ્બર કહે છે,,,,,,
“યહાંસે પચાસ પચાસ કોશ દુર ગાંવમે કોઇ બચ્ચા રોતા હૈ”
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
હાટકો =
” સારો માણસ શોધવા જઇએ તો થાકી જઇએ
પણ માણસમાં સારું શોધવા જઇએ તો ફાવી જઇએ “
Godadiya Style message….Nice.
Liked the Post !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
LikeLike
આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ
હારેલાને તો હાર્ટ એટેક આવ્યો પણ જિતેલા શું કરે છે તે જોઇએ.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
તમામ ઉમેદવારો ચુંટણી ગંગાના પ્રવાહમાં
ડીપોઝીટ સહિત વહી ગયા.
મોદીએ ગંગા નદીનો પ્રવાહ ડેમમાંથી પાણી છોડી વધારી દીધેલો, એટલે વિરોધીઓ વહી ગયા, જ્યારે પોતે તો આરતી કરવા પણ ચૂંટણી પતી ગઈ પછી ગયા.
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,,
આરતી તો બહાનાબાજી ને દેખાડો કરે છે.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
કોશ ની વાત યાદ આવી
સાધુ એ પૂછ્યું : ‘ભાઈ, તું હતાશ કેમ છે ?’
‘મહારાજ, આ સવારથી હું કોશ હાંક્યે રાખું છું, પણ પૂરો ક્યારેય પલળ્યો નથી. કોણ જાણે આખું ખેતર ક્યારે પલળશે ! કૂવાનાં પાણી પણ ઊંડાં ગયાં છે.’ ખેડૂતે પોતાની મૂંઝવણ કહી.
‘ભાઈ, તું સવારથી કોશ હાંકે છે, પણ તેં કદી પાછું વાળીને જોયું છે ખરું ? કૂવામાં પાણી તો છે, તે કોશમાંય ભરાય છે, પણ કોશ ઉપર આવે છે ત્યાં સુધીમાં મોટા ભાગનું પાણી કૂવામાં જ ઢળી જાય છે. કોશ જ કાણો છે !’
ખેડૂત સાધુ સામે જોઈ રહ્યો. આભારવશ થઈ પૂછ્યું : ‘મહારાજ, તમને આ ખબર શી રીતે પડી ?’
‘ભાઈ, હું પણ તારા જેવો જ ખેડૂત છું. હું પણ જીવનજળરૂપી કૂવામાંથી કોશ દ્વારા પાણી ખેંચું છું. થોડાં વર્ષો પહેલાં હું પણ તારી જેમ જ કોશ ખેંચ્યે રાખતો હતો. એટલે બધું પાણી ઢોળાઈ જતું હતું. મેં એક-પછી-એક એ કાણાં શોધ્યાં ને પૂર્યાં. હવે હું જીવનજળનો આનંદ માણી શકું છું.’ કાણાંવાળો કોશ આખી જિંદગી ખેંચીએ તો પણ જીવનવાડીનો એક પણ ક્યારો પલળે ખરો ? પણ આ કોશની વાત નથી!
ત્યારે આ ગોંડલમાં ‘ભગવદ્ગોમંડલ’ કોશની કચેરી શરૂ કરી જેમાં તેમણે અત્યાર સુધીનાં સંશોધનમાં એકત્ર કરેલા વીસેક હજાર શબ્દોથી કોશ રચવાની શરૂઆત કરી.
ના ના આ તો ખાડો ખોદવાનો કોશ
કેટલાક એવા દયાળુ હોય કે મરતા પહેલા ભૂમિદાહ માટે ખાડો તૈયાર કરવાનો કોશ…હરાવનારને નીરાંત
સરળ સમજાય તેવી સુંદર વાત ગમી ગઇ, ‘…માણસમાં સારું શોધવા જઇએ તો ફાવી જઇએ’ ગુણદર્શન ગુણાત્મક પરીવર્તન માટે!! ધન્ય
LikeLike
આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન,
સુંદર કોશની વ્યાખ્યા કરી આપે તો ને ઉપદેશાત્મક વાત કહી.
કોશ એટલે ગાઉ અંતર..શોલે ફિલ્મમાં ગબ્બર કહે છે
“યહાંસે પચાસ પચાસ કોશ દુર ગાંવમે કોઇ બચ્ચા રોતા હૈ”
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike