ગોદડિયો ચોરો…”ચાય પે ચર્ચા– નકામા ખર્ચા”

ગોદડિયો ચોરો…“ચાય પે ચર્ચા– નકામા ખર્ચા”
==============================================

ગોદડીયો ચોરો

ખમીરવંતા ખંભાતીયોના ગામ વચ્ચે ગાદલા તલાવે ગોદડિયા ચોરાની
બેઠક જામી છે.
ધૃતરાષ્ટ્ર, નારણ શંખ, કનુ કચોલું, ગોરધન ગઠો ,અઠો. બઠો. ને  ભદો ભુત
બધાય ચર્ચાના ચવાણાનો વઘાર કરી રહ્યા છે. ત્યાં જ કોઢાફાડ કોદાળાની
સાથે ગબજી ગોદો,રણછોડ રોકડી,અમરત શકુની,ચતુર ચોટલી,હરજી હોકલી
હરમાન હડકાયો એમ બધા વડિલોની ધોતિયાં ફડકાવતા ને ફરકાવતાં 
પધરામણી થઇ.
ગોરધન ગઠો કહે “જબરું થયુ ભાઇ જુઓને આપણા નરેન્દ્રભાઇએ નવાજ શરીફની
માતા માટે એમના ઘેર સાડી (શાલ)મોકલી બોલો સબંધો તો સાડીથી જ બંધાય
ને.”
ગબજી ગોદો કહે ” ભૈ જુઓ સોકરા( છોકરા) માટે છોડી (છોકરી) જોઇએ ને જો
સમુહુતરું (સમુસુતર) ઉતરે તો સોકરા વારા છોડી હાતર (માટે) હાડી આપે જ.”
હરજી હોકલી કહે ” ભૈ હંધુય (બધુંય) હારુ (સારું) પણ જો શરીફ કદીય નવાજ
તો ના જ હોય. ને જે નવાજવા જેવો હોય એ કદી શરીફ ના હોય.”
અમરત શકુનિ કે’ ” હં અ ઓવે (હા) પે’લાં (પહેલાં)મુશરફ કેવો રફ અતો (હતો)”
ચતુર ચોટલી કહે ” જોને મારો વા’લો આપડો નરેનદર (નરેન્દ્ર) જબરો કે’વાય
જોને ઓલા હરીફ (શરીફ)ની ડોહી (માતા) હારુ ઘેર હાડી દીધી ને પેલી આપડી
હોનિયાબોન (સોનિયાબેન)ને ઘેર-બેહાડી (બેસાડી) દીધી.”
કનુ કચોલું કહે “માળું બેટું જબરૂ કેવાય એક ને ઘેર સાડી દીધી તો બીજાને
ઘેર બે-સાડી દીધી .”
કોદાળો કહે કાકાઓ પેલા કપિલ ચિદમ્બરમ ને સલમાન ખુર્શીદ બિચાર બાપડા
શું કરતા હશે.?
ગબજી ગોદો કહે “અલ્યા અમણોં (હમણાં ) આપડા નરેનદરની હોગનવિધ્યામાં
(સોગંદ વિધિ)મનેય મંતરણ (આમંત્રણ) અતું ને નવો ઝબ્બો (ઝભ્ભો) ચડાઇ
(ચઢાવી) ઉં (હું) ગયેલો ને ત્યોં (ત્યાં) એ તૈણેય (ત્રણેય)નોં બૈરીયો (પત્નીઓ)
આયેલી તે વાતો કરતી અતી (હતી) કે મુઆ અમારા ધણી (પતિ)ચુંટણી પે’લાં
(પહેલાં) ચા પીવી છે એમ પુછીયે તો ડોકું (માથું) ધુણાઇ (ધુણાવી) ના પાડી
હાથ પગ ને માથું પછાડતા. અવે ચા પીવે છે ને કારા (કાળા) કોટ ચડાઇ (પહેરી)
સુપરિમ કોરટ(સુપ્રિમકોર્ટ)માં કેસોની રા’ (રાહ) જોઇ ને મોંછો (માંખો) મારે છે.”
રણછોડ રોકડી કહે “એક બીજા કોક (કોઇ) ઢોંગરેસી (કોંગ્રેસી)ની બાયડી તો એવા
બખારા (બખાળા)કાઢતીતી કે ટીવીમાં “ચાય પે ચર્ચા” એટલું બોલે એટલામાં તો
મારો ભાયડો (પતિ) બરાડી ઉઠે કે “ચાય પે ચર્ચા– નકામા ખર્ચા” એમ બોલીને
ટીવી બંધ કરી હોનિયા (સોનિયા) માતાજીની આરતી ગાવાનું ચાલુ કરે.”
  ” જે હોનિયા મા માડી જે હોનિયા મા
  આવીને ઇટલીથી વસ્યાં દલ્લીમાં…જે હોનિયા મા.
  સીતારામ કેસરી ને જય સીતારામ કહી..(૨)
  કાઢીને એમને બેઠાં દશ જનપથમાં…જે હોનિયા મા.
  પ્રિયંકાને પરણાવી વાઢેરા ને કર્યો વહાલો ..(૨)
  રાહુલજી રાહે ના દમ સંગઠનમાં..જે હોનિયા મા.
  દીગ્ગીના દેકારા બહુ  બેનીનો કાયમ બફારો..(૨)
  ભલ ભલાએ લુંટ્યું હું છું રાહમાં….જે હોનિયા મા.”
કનુ કચોલું કહે ” મારો વા’લો જબરો કનગડિયો કોંગ્રેસી.”
ગબજી ગોદો કે’ ” અલ્યા કચોલા વચમાં ડબડબ ના કર પેલા (પહેલા) પુરું
તોહોંભર (સાંભળ) ને પછી તારું  કચોલું ફેરવ.”
કોંગેસી ઉમેદવાર એવા તાનમાં આવી  આરતી ગાતા બહાર આવી ગયા.
ત્યાં આગળથી આ ગોદરિયા (ગોદડિયા)જેવો કેસરીયો કાર્યકર જતો હતો એણે
સાંભળ્યુ. પછી તો આ બધા નરેનદર સેનાના વાનર કંઇ ઝાલ્યા રહે ખરા.?
“જે ભારતી મૈયા માડી જે ભારતી મૈયા
દેશ સેવા ક ભેખધારી અમ તુ જ છૈયા…જે ભારતી મૈયા.
કોંગ્રેસ ને કરપ્શન કેરું અનેરું કનેક્શન (૨)
સ્વચ્છ કરીશું અમે પ્રથમ ગંગા મૈયા…જે ભારતી મૈયા.
કોલસા કોમ્યુનિકેશનમાં હાથ કાળા(૨)
ભાજપ જ તારશે મા ભારતીની નૈયા…જે ભારતી મૈયા.
હાથી નસાડીશું કરશું સાયકલ પંકચર (૨)
બાપુ ઇચ્છાએ પંજાને વિખેરીશું ભૈયા…જે ભારતી મૈયા”
ગાંઠિયો=
” હે ભગવો લહેરાયો ભાજપ તણો ને ઉમટ્યું છે મત કેરું પુર
  બસપા રાજદ જેડીયુ સપા કોંગ્રેસનાં સપનાં થયાં ચકનાચુર “
=====================================
સ્વપ્ન જેસરવાકર

21 thoughts on “ગોદડિયો ચોરો…”ચાય પે ચર્ચા– નકામા ખર્ચા”

  1. ચાચાચા

    ચાચાચાનું જન્મસ્થાન ક્યુબા છે. આ નૃત્ય લેટિન-સંગીત સાથે જ કરવામાં આવે છે. આ નૃત્ય પ્રકાર આનંદી, મળતાવડા અને શોખીન લોકોને ખૂબ પસંદ આવે છે.

    ચાના વ્યસનીઓને તલપ લાગે, ત્યારે ‘ચાચાચા’ની બૂમો પાડીને ધમાલ મચાવી દેતા હોય છે.

    અમદાવાદીઓ ચાને એકકોષી જીવ ‘અમીબા’ સમજે છે. એનું વિભાજન કરતા જઈને અડધીમાંથી પણ નવી ત્રણ કે તેથી વધારે બનાવી શકે છે.

    જો સારી ચા બની હોય તો બાળકોને ટોટીથી રસી પાવામાં આવે છે તે રીતે હારબંધ ઊભેલા અનેક જણને મોઢાં પહોળાં કરાવીને તેમાં ટીપાં પાડતા જવાથી બધા સંતુષ્ટ થઈ શકે.

    કોરી ચા મોંઘી થતી જતી હોઈ, ઉકળેલી પત્તીને સૂકવી નાખીને નવી ચામાં ભેળવીને તેને Recycle કરી શકાય ! આમેય ચામાં Blending તો થતું જ હોય છે ને !!!

    ફાર્માસ્યુટિકલ કેપ્સુઅલમાં ચા આપવાના દિવસો ઘણા દૂર નથી !!!

    અમદાવાદી વેપારી સોદો પતી ગયા પછી ગ્રાહક માટે મણિનગર કે સાબરમતીની ચાની લારીએથી ચા મંગાવતો હોઈ વિલંબ થતાં ગ્રાહક ‘આવજો’ પણ કહ્યા વગર બિલ્લીપગે સરકી જતો હોય છે.

    Like

    1. આદરણીય વડિલ શ્રી વલીભાઇ

      પ્રથમ તો આપ મારા ચોરે પધાર્યા તે બદલ ખુબ ખુબ આભાર

      આ ચાચાચાનો મુદ્દો ખુબ ગમ્યો ને નવીન વાત જાણવા મલી

      આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  2. માળું બેટું જબરૂ કેવાય એક ને ઘેર સાડી દીધી તો બીજાને
    ઘેર બે-સાડી દીધી .”
    Govindbhai,
    What a wondeful twisting of words ! Equivocal words are called as Puns which sound the same but having different meanings. Congrats and salutes to your intellectual sharpness!

    Like

    1. આદરણીય વડિલ શ્રી વલીભાઇ

      પ્રથમ તો આપ મારા ચોરે પધાર્યા તે બદલ ખુબ ખુબ આભાર

      સાડી ને બે-સાડી આવા શબ્દો આપ જેવા વડિલોના આશિર્વાદ થકી મલે છે.

      આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  3. ચાયની કિટલી…ચા કરતાં પણ ગરમ…જબરી જોર કરી ગઈ…રાજકારણની કિટલી ગરમ ગરમ કરી દીધી ને પી.એમ.થઈ ગયાશ્રી મોદીજી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. ચાયની ચર્ચા કરતા કરતા મોદી પીએમ બની ગયા, તમે સંભાળજો ક્યાં પ્રેસિડન્ટ ન બનાવી દે. આવું થાય તો અડવાણીનું શું થશે?

    Like

    1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

      આપના પરમ આશિર્વાદ દ્વારા આ પરમ સત્ય જેવા લેખ જેવા મુદ્દા શોભાયમાન થાય છે

      આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  5. જોને ઓલા હરીફ (શરીફ)ની ડોહી (માતા) હારુ ઘેર હાડી દીધી ને પેલી આપડી

    હોનિયાબોન (સોનિયાબેન)ને ઘેર-બેહાડી (બેસાડી) દીધી.”

    આજના ગોદડીયા ચોરામાં ચાય પે ચર્ચાએ ખરાખરીનો રંગ જમાવી દીધો ..

    કોંગ્રેસીઓની અવદશાનું સરસ ચિત્રણ કર્યું . મજા આવી ગઈ .

    Like

  6. ‘ ઇસીલિએ મમ્મીને મેરી તુજે ચાય પે બુલાયા હૈં’.
    ઔર તેરી માં કે લીયે શાલ એવં સાડી ભેજા હૈ
    મૌન રાખતા હોય. ગળામાં ખરાશ હોય કે ગળાની અન્ય કોઈ સમસ્યા હોય ત્યારે ચા દવાનું કામ આપે છે. ગરમ આબોહવામાં પણ આ ચા તાજગી બક્ષે છે. વળી તેનાથી ત્વચાનો વર્ણ સુધરે છે. તેથી ચામડી માટે પણ તે ઔષધનું કામ કરે છે.
    બીજી તરફ યાદ આવે
    પેલેસ્ટાઇન મુક્તિ સંગઠનના નેતા યાસર અરાફતે ૧૯૭૪માં પહેલી વખત યુનાઇટેડ નેશન્સ સભાને સંબોધતા કહ્યું, ‘મારા એક હાથમાં ઓલિવ બ્રાંચ છે અને બીજા હાથમાં આઝાદીનાં લડવૈયાની બંદૂક છે. તમે કાળજી લેજો કે આ ઓલિવ બ્રાંચ ક્યારે ય મારા હાથમાંથી વછુટી ન જાય.’‘
    તમે ચા પીતા કાળજી રાખો નહીં તો તે તમારા પર જ ઢોળાય અને…

    Like

Leave a reply to ગોદડિયો ચોરો… જવાબ રદ કરો