ગોદડિયો ચોરો…હિલેરીબેનના હિલોળા

ગોદડિયો ચોરો…હિલેરીબેનના હિલોળા
====================================================
ગોદડીયો ચોરો
ચેલ્સીના લગ્નમાં કાંકોત્રી વિતરણ અને મહેંદીની રસમ ખુબ ધુમધામથી
ઉજવાઇ ગઇ . આમંત્રીત મહેમાનો હર્ષના હિલોળે ચઢ્યા હતા.
અમારા ઉતારે હોટેલ પ્લાઝા ઇનમાં હિલેરીબેન એમના સખીવૃંદ સાથે પ્રવેશ્યાં.
ને કહેવા લાગ્યાં “મિ. ઢોઢરીયાજી યુ એરેન્જ વન ઓલ્ડ એન્ડ નોલેજેબલ પ્રિસ્ટ
(મહારાજ) હેઝ લોંગ એક્સ્પ્રીયન્સ. હિ હેઝ નોલેજ ફોર સેન્સ્ક્રુત (સંસ્કૃત).”
મેં કહ્યું ” યસ યસ વાય નોટ. આઇ ડુ ઇટ રાઇટ નાઉ.”
અમેરિકાના હ્યુસ્ટન ટેકસાસથી ” ગ્યાન ગ્યાનેશ્વર ગદ્યાસુર બ્લોગેશ્વરપતિ ૧૦૦૮
શ્રી શ્રી સુરેશ્વર‌‌મ જાની મહારાજની ક્રિકેટના એક્સ્પર્ટ કોમેન્ટ્રેટર જેમ વિશેષતમ
મુખ્ય લગ્નવિદ તરીકે પસંદગી કરવામાં આવી છે.”
” દિલ્હીમાં નવીનતમ ચુંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્યોના જેમ
હરિયાણાના સુરજકુંડ ખાતે સાહેબે (શ્રી નરેન્દ્ર મોદી) ક્લાસ લીધેલાને શીખવેલું
એ રીતે ૧૦૦૮ શ્રી શ્રી સુરેશ્વર‌મ મહારાજે કોદાળા મંડળીને લગ્નવિશારદ
બનાવવા ન્યુયોર્ક ખાતે ખાસ સેશન બોલાવી મંગલમ ,સ્વાહા ,કુર્યાત મંગલમ
એવા શબ્દોનું રસપાન કરાવીને તાજા માજા ટસમસ કરી દીધેલા.”
” ક્લિન્ટન ફેમિલી દ્વારા ચેલ્સીનો લગન વિધિનો તમામ કાર્યક્રમ ૨૦૧૦માં જ્યાં
યોજાયેલ “એસ્ટર કોર્ટ ઇન રહીનેબેક ન્યુયોર્ક”સ્થળે જ આપણે તમામ વિધિઓ યોજીશું.”
(“ASTOR COURT IN RHINEBECK.NY”)
ગોદડિયા મંડળી કોદાળાના નેતૃત્વ હેઠળ લાલ અબોટિયાં પહેરી કેસરીયા
અબોટિયામાં સજ્જ થયેલા શ્રી શ્રી સુરેશ્વરમ મહારાજની આગેવાની સાથે મંડપ
મહુર્ત ને ગણેશ સ્થાપના વિધિની તૈયારીમાં લાગી પડ્યા હતા.
ગણેશા સ્થાપના વિધિની શરુઆત કરતાં શ્રી સુરેશ્વરમ મહારાજે મોટેથી શ્ર્લોક લલકાર્યો.
 “વક્ર્તુંડ મહાકાય સુર્ય કોટિ સમપ્રભ
 નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વે કાર્યેસુ સર્વદા !”
સેનેટરો ને ધોળિયાઓનાં બૈરાંઓને સમજ ના પડી એટલે ડાફોળિયાં મારવા લાગ્યાં.
 સુરેશ્વરમ મહારાજે કોદાળજીને સ્વરમાં કહ્યું “અંગ્રેજીમ ભરડમ ભરડમ સ્વાહા”
કોદળોજી લલકારે ચડ્યો. “ઓમમમ ઓમમમ એલિફન્ટા ગોડમ આહવાનમ.”
” ક્રુકર હેડે હેવી બોડીયે સન બીલીયનમ ફ્યુ ગોડમ
  નો પ્રોબલેમમ ફીનીશમ ગોડમ એવરી ઓકેશનમ એવરીથિંકગમ”
“મંડપ રોપવા (થાંભલી) માટે ચાર ફુટ ઉંચું ને ચાર ફુટના ઘેરાવાવાળું એક મોટું
ઝાડવા જેવું  ક્રિસમસ ટ્રી કેરું ઝાડવું ચાર જણા ઉંચકીને લાવ્યા.”
સુરેશ્વરમ ઉચ્ચારમ ” મંગલ મુર્તિ મોરયા બાપા લાડુ ખાતમ ચોરયસમમમમ્મ્મ.”
કોદાળજી ભરડમ” ગુડ પિકચરમ મોરયમમમ સ્વિટમ ઇટટમ બટર મિકસમ”
ત્યાં ગોદડિયા બેન્ડે સુરાવલીના સુર છેડ્યા ને ગોરધન ગઠ્ઠા મંડલી ગાવા લાગી.
” હિલેરી હરખે હિલોળાય ક્લિન્ટન ખુશીયે છલકાય
 મહેમાનો મનમાં હરખાય આજે મંડપ રોપણી થાય.”
બપોરના લંચમાં બધાય મહેમાનોએ ટોટિયા (પુરી) રાઇસ (ભાત) સુપ
(દાળ)પોટેટોની સુકી ભાજી કેરું ગુજરાતી ભોજન ઝાપટ્યું.
ત્યાર બાદ ગુજરડાં ગોરમટી લેવા “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” (સ્વાતંત્ર્ય દેવીની પ્રતિમા)એ જવાનો કાર્યક્રમ હતો. સર્વે લેડિઝ લવંડર કલરના ડ્રેસ ચોળી
ચણિયામાં સજ્જ હતાં.
ત્યાં જવા માટે એક વિશાળ હોડીની (કૃઝ) વ્ય્વસ્થા કરવામાં આવી હતી.
બાર્બરા બુશ કહે “વોટ ઇઝ ગુધરડા ગોમરટી.”
કોદાળાજી વદમ ” ડસ્ટ  રાઉન્ડ પિરામિડ ઇઝ એ ગુજરડાં.”
હિલેરીબેન તો હરખના હિંચોળે હિલ્લોળા લેતાં માથે મોડ મુકી ચાલતાં હતાં.
સર્વે મહિલા વૃંદ સાથે નવીનતમ વિધિમાં પુરુષગણ પણ જોડાયો હતો.
સર્વે નાવમાં બેસી ગયા ને ગોદડિયા બેન્ડે પાપ તારું પરકાશ રાગમાં લલકાર્યું.
” હેય હિલેરી હલેસાં માર હિલેરી હલેસાં માર ગુજરડાં ગોરમટી કાજ રે
  ક્લિન્ટન કુદકા ના માર ક્લિન્ટન કુદકા ના માર નાવ હાલી જશે રે “
બધાય નાચતા કુદતા સ્વતંત્ર્ય દેવીની  પ્રતિમાએ પહોંચી ગયા.
ગુજરડાં ગોરમટી લેવાની વિધિ માટે શ્રી શ્રી સુરેશ્વરમ મહારાજે શ્ર્લોક લલકાર્યો.
“મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ
    મંગલમ પુંડરિકાક્ષો મંગલાય તનો શ્રી હરિ.”
બધાય એકબીજાના સામું જોઇ ડાફોળિયાં મારવા લાગ્યાં એટલે કોદાળાજીએ ગાયું.
 “ગુડમ શ્રી ગોડમ ટવેન્ટી (૨૦ નું )ગુડમ ઇગલ ફ્લેગમ
   ગુડમ પુંડરિકા હોલીમેન ગુડમ ગુડમ હન્ડ્રેડ ગોડમ”
 બધાય હરખના હુલામણે ગુજરડાં લઇને હેમ ખખેમ પરત આવી ગયાં ગ્રહશાંતિ
વિધિમાં જોડાઇ ગયાં.
ગાંઠિયો=
‘ હેય હોલેરીબેન હિલોળે ચઢ્યાં ને ક્લિંન્ટન કુદકા મારતા જાય
બુશ કહે મારી નિકળી ગઇ છે ઠુસ ને પેલા મેક્કેઇન તો મલકાય”
==========================================

સ્વપ્ન જેસરવાકર

 

12 thoughts on “ગોદડિયો ચોરો…હિલેરીબેનના હિલોળા

 1. ચેલ્સી બેન નાં લગ્નમાં સુરેશ્નંદ 1000011 ગોરબાપાએ લગ્ન કરાવ્યા છે .એટલે ઇના છુટા છેડા થતાં વાર લાગશે .
  ચેલ્સી બેનના લગનીયા લેવાય
  હિલરી બેન તો હિલોળા બહુ ખાય
  ક્લીન્ટન ભાઈએ કુદકા માર્યા એમાં સાથરું દુખી જાય .પછી ગર્લ ફ્રેન્ડ એના પગ દબાવવા જાય

  Like

  1. આદરણીય વડિલ શ્રી આતાજી

   હાચી વાત પાકા બામણે લગન કરાયાં એટલે છુટાછેડા નહિ થાય

   ને ક્લિન્ટને કુદકા મારી મોનિકા લુઇસ્કી પાંહે પગ દબાવડાવ્યા હતા.

   આપના સ્નેહ ભરપુર આશિર્વાદ બદલ ખુબ આભાર

   Like

 2. ‘પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ’ની માનસિકતામાં દિવસરાત કોમ્પ્યુટરના કીબોર્ડના કાળા બેકગ્રાઉન્ડ ઉપરના સફેદ અક્ષરોને નિજ અંગુલીનાં ટેરવાંઓના પ્રહાર થકી ઝાંખા પાડવા મથતાં નિવૃત્ત ગુર્જર નરનારીઓમાંનો એવો એક હું મધ્યરાત્રિએ ક્વચિત્ સંભળાતા જતા કોયલના સુમધુર ટહુકાઓ વચ્ચે સતત સંભળાયે જતાં શયનખંડમાં નિદ્રાધીન મુજ અર્ધાંગિનીનાં અમધુર નસકોરાંગાન સાંભળતાંસાંભળતાં હું જ્યારે આ લેખ વાંચી રહ્યો હતો, ત્યારે ‘એકલાએકલા હસવામાં શી મજા’ના વિચારે હું ‘એવી એ’ને જગાડવાનું વિચારતો હતો; એમ કહીને કે “ઊઠ, અલી ઊઠ અને ‘સ્વપ્ન જેસરવાકરની’ આ કોમેડીને માણવા ‘જાગ, કાનસરવાકર !!!’

  (મિત્રો, આ પ્રતિભાવ તો છે જ, સાથેસાથે અનાયાસે થઈ ગએલો એક પ્રયોગ પણ છે કે જેમાં આપ જોઈ શકશો કે ૮૨ શબ્દોનું બનેલું આ એક જ Oversize વાક્ય છે. –વણપૂછ્યે કરવામાં આવેલો આ ખુલાસો જો વગર પાણીએ ગળે ન ઉતરે તો શબ્દો ગણી લેશો, જેથી એ પણ ખબર પડી જાય કે ‘માસોવર્ડ’વાળાઓનું શબ્દસંખ્યા દર્શાવતું કાઉન્ટર ખોટું તો નથી ને !)

  Like

  1. આદરણીય વડિલ શ્રી વલીભાઇ

   જો આપને એક સજેસન કરું કે ૮૨ શબ્દોને બદલે બે ઉમેરી ૮૪નુ કર્યું હોત તો આ બામણોનેય ચોર્યાસીનો આનંદ થાત.

   નવીન વાત જાણવા મલી એ મુજબ કાનસરવાકર કે નસકોરવાકર શબ્દ લઇને આપને આપનાજ નિવાસે મલીશું

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   કોદાળાજી અંગ્રેજી હિન્દી ગુજરાતીમાં ઘેર જુજતા (ગ્રેજ્યુએટ) થયેલા છે

   અગડ્મ બગડમ માં પીએચડી કરેલું છે

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

 3. ચેલ્સી બેનના લગ્નમાં હિલરીબેને હિલોળા લીધા, ક્લીન્ટન ભાઈ એ કુદકા માર્યા .

  વાહ… આ લગ્નમાં મજા આવી ગઈ .

  ” ક્રુકર હેડે હેવી બોડીયે સન બીલીયનમ ફ્યુ ગોડમ

  નો પ્રોબલેમમ ફીનીશમ ગોડમ એવરી ઓકેશનમ એવરીથિંકગમ”

  સુરેશ મહારાજના આવા અંગ્રેજી -સંસ્કૃત શ્લોકોની રમઝટ થી લગ્નની પવિત્રતા ઉપર ચાર ચાંદ લાગી ગયા !

  Liked by 1 person

 4. “ગુડમ શ્રી ગોડમ ટવેન્ટી (૨૦ નું )ગુડમ ઇગલ ફ્લેગમ
  ગુડમ પુંડરિકા હોલીમેન ગુડમ ગુડમ હન્ડ્રેડ ગોડમ”

  સરસ

  અહીં ગોર મહારાજનો ધંધો જોરદાર ચાલે છે

  આવું અગડં બગડં આવકમા જરુર વધારો કરે

  પેલા મેક્કેઇન તો મલકાય…………ન સમજાયું !

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   જોન મેક્કન ક્લિન્ટન સામે ચુંટણી લડેલા ને હારી ગયેલા એટલે ચુંટણીમાં ન નચાવી શક્યા પણ

   લગનમાં કુદકા મારી નાચતા જોઇ મનમાં મલકાય છે કેવો નચાવ્યો લ્યા.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s