ગોદડિયો ચોરો…કહેણ આવ્યું કૃષ્ણ કેરું

 

ગોદડિયો ચોરો…કહેણ આવ્યું કૃષ્ણ કેરું

=====================================================ગોદડીયો ચોરો

“ગોદડિયાજી હાજિર હો “ કેસમાં બેકસુરવાર થઇ ગોદડિયાજી એ રાહતનો

શ્વાસ લઇ જુદી જુદી બોલી માટે અનન્ય ગુરુવર્યોનો આભાર માનવા લાગ્યા.

મેહાણી બોલીના ગુરુવર આદરણીય શ્રી વિનોદભાઇ પટેલ “વિનોદ વિહાર”

http://vinodvihar75.wordpress.com/ હુરતી બોલીના માસ્ટર

આદરણીય શ્રી પ્રવિણભાઇ શાસ્ત્રી “પ્રવિણ શાસ્ત્રીની વાર્તાઓ મિત્રોની પ્રસાદી”

http://pravinshastri.wordpress.com/કાઠિયાવાડી બોલીના કસબી ગરવા

ગિરનાર નિવાસી આદરણીય અશોકભાઇ મોઢવાડિયાજી “વાંચન યાત્રા “

http://vanchanyatra.wordpress.com/ ધોંણધોરી બોલીના અનન્ય વકતા

ને પ્રેમપુર્વક બધાને પોતાના બનાવી લે એવા ગમતીલા કાણોદરવાસી

આદરણીય શ્રી વલીભાઇ  મુસા  “વિલિયમ ટેલ્સ” ને  “વલદાનો વાર્તા વૈભવ “

http://musavalibhai.wordpress.com/એવા ગુરુવર્યોને ગુરુદક્ષિણા રુપે આ

લેખ અર્પણ કરું છું.

” વાત મારી ને શબ્દો આપના એ બે વાતનો સુભગ સંયોગ રહ્યો

  “ગોદડિયાજી હાજિર હો” એ લેખમાં હાસ્યનો અનેરો ધોધ વહ્યો”

“એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણજીના સંદેશવાહક સ્વરુપે મહર્ષિ નારદજી અમ

આંગણે નારાયણ કહેતા કરતાલ ખખડવતા પધાર્યા ને કહે હે સર્વે કલામાં નિપુણ

 હરેકને ગોદડીમાં ઘુમાવતા ગોદડિયાજી ભગવાન શ્રી કૃષ્ણ આપને યાદ કરે છે.”

દેવર્ષિ નારદજી સાથે હું દેવલોકમાં પહોંચ્યો. ત્યાં ભગવાન દરબાર ભરી બેઠા હતા.

પ્રભુએ કહ્યું આવ ગોદડિયા દેવસભામાં તારું અદકેરું સ્વાગત છે.

મેં કહ્યું “પ્રભુ આપ પણ અમારા ભારતના રાજકારણીયો જેવા રીઢા ખંધા  ને

વચન પલટુ રાજકારણી બની ગયા છો ? આપે ગીતામાં કહ્યું હતું કે જયારે ધરમની

હાનિ થશે અરાજકતા વધી જશે ત્યારે હું જરુર પાછો આવીશ પણ ક્યાં આવો છો.?”

નારદજી કહે “અલ્યા ગોદડિયા ભગવાનને આંખે મોતિયો આવ્યો હોય કે પછી

સાંભળવાનું ઓછું થયું હોય જે હોય તે પણ હવે ભારતમાં આવતાં એય બીવે છે એમ

લાગે છે.”!!!!!!!!

ગોદડિયો કહે ” પ્રભુ શાકભાજીના ભાવ વધી ગયા એટલે ખરીદવામાંય થાક લાગે

મોંઘવારી ભાવો પર વારી ગઇ છે.પેટ્રોલ ડીઝલ વેટ દ્વારા વટલાયાં છે. ચોરી

લુંટફાટ ખુંટની જેમ ફાટફાટ થઇ રહ્યા છે. રક્ષાબંધન આવે છે પણ બહેનોની રક્ષા

કરી શકે એવીકક્ષાનો કોઇ જાંબાજ જવાંમર્દ શોધવા જવું પડે. છોકરાં કારો ચલાવી

ગરીબોને બેકાર બનાવી કચડી નાખે છે ને આપ અહિં બેઠા બેઠા વોંહળી (વાંસળી)

વગાડો છો.”

નારદજી કહે “અલ્યા ગોદડિયા પેટ્રોલની વાત છોડ અમારેય એનાં અહી ફાંફાં છે જો

આ રામ ભગવાનનું વિમાન લંકાથી અયોધ્યાનો ફેરો મારી આવ્યું પછી અહીં એમનું

એમ જ પડ્યું છે. એને ચાલુ કરવા નરકમાંથી ધક્કો મારવા બોલાવવા પડે છે. એવું

કરીયે ત્યારે રાવણ  કુંભકર્ણ  ઇંદ્રજીત ને છોકરાં એ બધા નર્ક્વાળા ભેગાં આવી

વિમાનના ભાગ ચોરી જાય છે ને નુકશાન કરે છે.”

ગોદડિયો કહે ” હા યાદ આવ્યું દેવર્ષિ એનું નામ પુષ્પક હતું ને એટલે એક

ભાજપવાળો મને કહેતો હતો કે  લ્યા ગોદડિયા અમે રામને કેમ ભજીયે છીએ

એ તું જાણે છે ?”

મેં કહ્યું ન ભાઇ એ તો તમે એનું વિગતવાર વર્ણન કરો તો જ ખબર પડે ને.?

“જો જનતા પક્ષની સરકારમાં અમારા નેતાઓ હતા એમનાથી છુટા પડ્યા પછી

પેલાચુંટણીપંચવાળાએ નામ અને નિશાન બદવાનું કહ્યું ત્યારે અમે રામને યાદ

રાખી નિશાન એમના પુષ્પ -ક (પુષ્પ -કમળ ) અપનાવી લીધું કેમ કે ક્યારેક તો

પુષ્પક જેવા વિમાનમાં ઉડવાનું  મલશે ને  આજે  અમારા નેતાઓ પુષ્પકમાં

ઉડ્યા કરે છે. “

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું “લ્યા ગોદડિયા જો જન્માષ્ટમી આવે છે હવે દ્વારકા ડાકોર

ગોકુળમથુરા વૃંદાવન સાથે દેશ પરદેશમાં અસંખ્ય મંદિરોમાં ભાવિક ભક્તો

અનન્ય ભાવથી મારી આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા  છે પણ એટલી બધી

જગ્યાએ કેવી રીતે પહોંચું.”

નારદજી કહે “અલ્યા ગોદડિયા પેલા તમારા ગુજરાતી નરેન્દ્ર મોદી છે ને  એ

તમારે ત્યાં ચુંટણી વખતે થ્રી ડી દ્વારા એક સાથે ૧૦૦-૨૦૦ જગ્યાએ પ્રગટ  થતા

હતા તો એ  રીત અહીં અપનાવાય એવું કંઇક કર .જેથી આ પ્રભુને આ ઉંમરે

દોડાદોડી ના કરવી પડે.”

મેં કહ્યું પ્રભુ નરેન્દ્રભાઇ ભાવિક્તા ને પુજાપાઠ કરનાર છે એ તમને ના નહિ પાડે.

પ્રભુ બોલ્યા ” ભક્ત ગોદડિયાજી અમે રહ્યા યાદવ ને નરેન્દ્રભાઇને મુલાયમસિંહ

યાદવ અને લલ્લુપ્રસાદ યાદવ સાથે ૩૬ નો આંકડો છે એટલે મારી વાત ધ્યાને

નહિ ધરે અથવા મને રાજ્યસભામાં એવડા ભાજપને ટેકો આપે એવી પુર્વ શરત

મુકાવશે ને હું જાણું છું કે અમારા યાદવો હઠીલા ને ડંખીલા હોય છે.એ માને જ નહિ “

મેં કહ્યું પ્રભુ હાલ મને રજા આપો ” આજકાલ અમારા નરેન્દ્રભાઇ શંકરની પાછળ

પડેલા છે. જુઓ સોમનાથમાં એ ટ્ર્સ્ટી છે વારસણી (કાશી) માંથી ચુંટાયેલા છે ને

આજકાલ નેપાળમાં પશુપતિનાથ મહાદેવ સાથે આરતી પુજા સાથે ગુફ્તેગો કરી

રહ્યા છે.”

ગાંઠિયો=   ભારતીય ચલણ રુપિયા

” જેના પર ભારત સરકારે અહિંસાના પુજારીનો ફોટો છાપ્યો છે

   એજ રુપિયાની નોટો માટે મારધાડ ખુન ને હિંસા થાય છે.”

===========================================================

સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “ગોદડિયો ચોરો…કહેણ આવ્યું કૃષ્ણ કેરું

 1. શ્રી ગોવિન્દભાઈ…ધારે તે જગ્યાએ વિના વિમાને પહોંચી જાય ને રસભરી રીતે વર્તમાન પ્રવાહોમાં વહેતા કરી દે. એક આગવી છટા ને માર્મિક લેખ …મજાનો ચોતરો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આપ જેવા અનુભવીઓના આશિર્વાદે વગર વિમાને દરેક જગ્યાએ જવા મળે છે

   ત્યાંથી અનેરી પ્રસાદી મલે છે તે આપ સરર્વેને વહેંચું છું

   આપના શુભાષિશ બદલ ખુબ જ આભાર

   Like

 2. ” જેના પર ભારત સરકારે અહિંસાના પુજારીનો ફોટો છાપ્યો છે

  એજ રુપિયાની નોટો માટે મારધાડ ખુન ને હિંસા થાય છે.”
  The END @ the Post….and a NICE SENDESHO.
  Gamyo
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Liked by 1 person

 3. નારદજી કહે “અલ્યા ગોદડિયા ભગવાનને આંખે મોતિયો આવ્યો હોય કે પછી

  સાંભળવાનું ઓછું થયું હોય જે હોય તે પણ હવે ભારતમાં આવતાં એય બીવે છે એમ

  લાગે છે.”!!!!!!!!

  ભગવાન પણ આવતા બીએ એવી ભારતની આજની દશાનું સરસ ચિત્ર ગોદડીયાજી એ

  આ પોસ્ટમાં એમની આગવી ભાષામાં રજુ કર્યું એ વાંચવું ગમ્યું ,

  નારદજી -ગોદડીયાજી સંવાદ ખુબ જામ્યો છે અને છેવટના ગાંઠીયા એ તો સિક્સર મારી દીધી .

  Liked by 1 person

  1. આદરણીય વડીલ શ્રી વિનોદકાકા,

   રાવણો જરાસંઘો દુર્યોધનો ગયા પણ એમના અને ખાસ કરીને યાદવકુળના વંશજો

   ભારતને દુષ્ટતાથી ધમરોળી રહ્યા છે.

   આપના શુભાષિશ બદલ ખુબ જ આભાર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s