ગોદડિયો ચોરો…ભારતમાંય મહાભારત

ગોદડિયો ચોરો…ભારતમાંય મહાભારત
================================================ગોદડીયો ચોરો
વૈકુંઠમાંથી વિઠ્ઠલાજીની વિદાય માગી પાછો ફરતાં મેં મહર્ષિ નારદજીને
પુછ્યું પ્રભુ હવે મારા માટે શી આજ્ઞા છે એ કૃપા કરી મને જણાવો.
નારદજી કહે ભારતમાંય મહાભારત એવી સિરિયલ બનાવી નાખ .
મેં કહ્યું હે દેવાધિ દેવ બલદેવરાજ ચોપરાની સફળતા જોઇ બીજી બેવાર
સિરિયલ બની ચુકી છે. હાલ એક સિરિયલ ચાલે જ છે તો મારી કોણ જોશે.?
નારદજી કહે “હાં જો શ્રાવણ માસમાં શંકરને પાંચ મણ દુધ ચડાવશે પણ કોઇ
ગરીબ ભુખ્યા બાળક્ને એ પાશેર દુધ પણ નહિ ધરાવે એજ ભારતની કરમ
કહાણી છે.પાત્રને અનુરુપ બને એવું કાર્ય કર્યું હોય તેવા કલાકાર શોધી કાઢ.”
ગોદડિયા પ્રોડેકશન નિર્મિત ” ભારતમાંય મહાભારત માટે પાત્ર ભજવવા
ખાસ કલાકારોની જરુર છે એવી જોરશોરથી જાહેરાત કરી દીધી.
પાંચેક દિવસ તો ગોદડિયા કંપનીએ ચા બીડીના પૈસા ખિસ્સામાંથી ખર્ચ્યા.
ત્યાર બાદ ચા ભજિયાં ફરસાણ સાથે મેવા મિઠાઇ લઇ ઉમેદવારો આવ્યા.
એક કલાકાર કહે “મારું નામ કાલાજી નડવાણી છે હું ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવીશ.”
કોદાળો કહે “ભાઇ સિંહાસને બેસવાનું છે સિંહાસન જોયું છે ખરું ?”
નડવાણીજી કહે “કેટલાય વર્ષોથી સિંહાસનની નજદીક જ છું. પણ મારી સિંહાસને
બેસવાની ઇચ્છા પુરી થતી જ નથી.મારો વારો આવે છે ને કોઇ પાંડુ તો કોઇ ગાંડું
રાજા બનીને બેસી જાય છે .હવે તો કલાકાર બની  એ ઇચ્છા પુરી કરવી છે.”
એક કલાકાર યુધિષ્ઠિરના પાત્ર માટે આવેલા તેમણે કથાની વ્યથા વર્ણવી.
“મારૂ નામ સત્યેન્દ્ર છે પણ કાયમ સાચું બોલું છું આઝાદ ભારતની બધીય ચુંટણીમાં
ઉમેદવારી નોંધાવી પણ ખોટાં વચનો આપતો નથી એટલે જનતા ચુંટતી નથી.”
ભીમસેનના પાત્ર માટે એક જાડા પાડા જેવા અતિ વકરેલા ઉમેદવાર કહેવા લાગ્યા.
“મારું નામ ખાઉધરર્સિંગ છે હું સસ્તા અનાજની દુકાનોએ અનાજ સપ્લાય કરે છે
એવા પુરવઠા ખાતાનો સચિવ હતો.ચોખા ઘઉં મકાઇ બાજરી કાચાં ગળી ગયો છું .
તેલ ઘી દુકાનોએ પહોંચતાં પહેલાં ઓહિયાં કરી ગયો છું.”
“બોલો ખાઉધરાનો અનુભવ છે ને.”?
દ્રોણગુરુ માટે આવેલા કલાકારને નારણ શંખે પુછ્યું “આપની પાસે ડિગ્રી  છે ને .”?
કમુર્તિ ભવાની કહે ” ભાઇ મારી પાસે બહુ સર્ટિફિકેટો છે હા કોઇ વાર દશમુ પાસ તો
કોઇક વાર ગ્રેજ્યુએટ છું એવું કહેવાઇ જાય છે ત્યારે ગરબડ થઇ જાય છે.”
દુશાસન પાત્રને ગોરધન ગઠ્ઠાએ પુછ્યું “તમને સાડીયો ખેંચવાનો અનુભવ છે.”
દુષ્ટાચાર યાદવ કહે ” ભૈ અમે તો યુપી (ઉતર પ્રદેશ)ના વાસી છીએ ને બલાત્કાર
જેવા કિસ્સા માટે મશહુર છે એનો અર્થ એ થયો કે અમે જન્મજાત અનુભવી છીએ.”
દ્રોપદીના પાત્રના મોડલને કનુ કચોલાએ પુછ્યું ” પાંચ પતિનો વાંધો  નથી ને.?”
ધમીલા ધાણીકર કહે ” એકતાકપુરની સિરિયલોમાં મે અસંખ્યવાર લગ્નો કર્યાં છે
ને કેટલીય વાર છુટાછેડા લીધા છે ને વાસ્તવિક જિંદગીમા બાર વખત લગ્ન કરેલાં
છે બસ બોલીવુડ ને ટેલિવુડની આ નક્કર હકિકત છે.”
અર્જુન માટે આવેલા કલાકારને ધૃતરાષ્ટ્રે (ગોદડિયા ચોરાવાળા) પુછ્યું કેમ  છે
“હં તો તમને તીર કામઠાં ચલાવવાનો અનુભવ ખરો કે નહિ.”
પાટલી બદલુકર કહે ” ભાઇલા પહેલાં હું શિવસેનામાં હતો ત્યારે કોંગ્રેસીયો પર
અને  ગુજરાતીયો તેમજ પરપ્રાંતિયો પર બહુ તીર કામઠાં ચલાવ્યાં હતાં છે
જેડીયુમાંગયો ત્યાંય પહેલાં લાલુ પર પાસવાન પર કોંગ્રેસ પર ને છેલ્લે ભાજપ
પર તીર ચલાવ્યાં છે.”
સહદેવજી પાત્રવાળા ભાઇને બઠ્ઠાએ પુછ્યું “ભવિષ્યવાણી સચોટ કરો છો ખરા.?”
ફેંકમફેંકકપુર કહે ” ભાઇ છેલ્લાપંદર વર્ષથી આજતક ચેનલમાં આપના ગ્રહો
કાર્યક્રમમાંબણગાં ઠોકું છું જુઓ આજતકને ચેનલ નંબર વનનો એવોર્ડ મલ્યો
બતાવે છેપણ કોણૅ આપ્યો કેમ આપ્યો એ બતાવે છે ખરા. ગુજરાત નંબર વન
ભવિષ્યવાણી હું જકરતો હતો.”
કૃષ્ણ પાત્રના કલાકારને મેં પુછ્યું “બધી જાતના ખેલ કરતાં આવડે છે ખરા તમને.”
બહુરુપીશંકર યાદવ કહે ” ભાઇઓ મને મદારીના નાગ રમાડતાં આવડે છે. બે
પાર્ટીઓનેલડાવતાં આવડે છે. મને અપહરણ કરતાં આવડે છે. મને સાડીયો
ખેંચાવવતાંય આવડે છેને સાડીયો આપતાંય આવડે છે. અમારા યાદવોને જાત
જાતનાં નિવેદન કરતાંય આવડે છે.”
નકુલના પાત્ર માટે  અઠ્ઠાએ પુછ્યું ” જુદાં જુદાં ઝભલાં ને પાઘડીયો પહેરશો.”
ફેશનકુમાર કહે ભાઇ “પ્રસંગને અનુરુપ હું ઝભલાંને પાઘડિયોનો શોખીન છું પણ
પા-ઘડી હું મારા પોતાના પાસે બેસતો નથી કે બીજાને બેસવા દેતોય નથી.”
કર્ણના પાત્ર માટે  ભાઇને ભદા ભુતે પુછ્યું ” આપ દાનેશ્વરી જેવા ગુણો ધરાવો છો.”
એ ભાઇનું નામ ” ભારત “ હતું . એ ભાઇ કહેઅમેતો ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને
ઉપાધ્યાયને આટો જેવા ઉચ્ચ્તમ ગુણ ઘરાવીયે છીએ અમારે બીજા દેશો પાસે
લોન લેવી પડે તો લઇયે પણ પાકિસ્તાન અફઘાનિસ્તાન ભુતાન નેપાળ ને
બંગ્લાદેશ જેવા દેશોને કરોડો અબજો આપીએ છીએ ભલેને એવડા અમને સરહદો
પર અટક્ચાળાં કર્યા કરે પણ દેવું કરીને પણ દાન મહિમાનો લાખેણો લહાવો લઇએ
 છીએ.”
ગાંઠિયો-
હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ
ભૂગોળ ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીંટળાઈ માનવતાને આબાદ જુઓ
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
=============================================
સ્વપ્ન જેસરવાકર


10 thoughts on “ગોદડિયો ચોરો…ભારતમાંય મહાભારત

  1. આધુનિક મહાભારતના…નવા વ્યાસજી ૧૦૦૮ ધર્મધુરંધર ગોદડીયાજી …વાંચે એ સાત કોઠાએ વગર રથે રણે ચડે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      નવી ઉપાધિ બદલ ધન્યવાદ

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

  2. શ્રીમાન. ગોવિંદભાઈ

    આ ચોતરામાં ગમેતેમ બોલશોનહિ,

    ગમે તેવું બોલશો નહિ, …..તમે તો બધાને આડે હાથે લીધાને સાહેબ

    જન્માષ્ટમીની અનેક શુભકામનાઓ

    સુંદર રચના મનભાવન રચના

    Like

    1. માનનીય શ્રી કિશોરભાઇ,

      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      કેટલીક ટેકનિકલ ખામીયો ને લીધે આભાર માનવામાં ખુબ જ મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરવા વિનંતી છે.

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

      આપ જેવા અનેક અનન્ય વડિલો સ્નેહ અને માર્ગદર્શન કેરી બદામ આ ગોદડિયાજીને પ્રેમ આગ્રહથી

      ખવડાવો છો જેથી ભેજામાં હલચલ મચી વડિલોને હાસ્ય ને કટાક્ષ કેરું ભાણું પીરસવાની મજા આવે છે

      આપના અનન્ય સ્નેહ ભાવ દર્શાવતા શુભષિશ બદલ ખુબ જ આભાર

      Like

  3. ગોવિંદભાઈ , ભારતમાં મહાભારત સીરીયલ માટે તમારી પાસે અદાકારો તૈયાર છે . કથા વસ્તુ પણ છે .

    ઝુકાવી દો સીરીયલ બનાવવા , બહુ જ ચાલશે .પૈસા પડી નહિ જાય .

    એના પછી ભારતના રાજકારણ ની રામાયણ એ સીરીયલ બનાવવા માટે અત્યારેથી જ ચક્રો ગતિમાન

    કરી દો બાપલ્યા ! બોલીવુડને એક નવા ડાયરેક્ટર મળી આવ્યા છે બી.આર, ચોપરાની જગા પુરવા. એ

    સૌને ખાતરી કરાવી દો.

    Liked by 1 person

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

      બસ આપના આશિર્વાદ હોય એટલે સીરીયલ સફળ થાય જ

      બસ આપના આવા અનન્ય પ્રેમ ભાવ ભર્યા શબ્દો થકી જ ગોદડિયા ચોરે ચર્ચા જામે છે.

      આપના શુભાષિશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

      અમે તો આઝાદી બાદ જન્મ્યા છીએ જ્યારે આપે તો ચળવળો જોઇ છે ને અનેરો ભાગ લઇ માણી છે

      આઝદીના લડવૈયાઓને આપે તો તાદ્ર્શ્ય નિહાળ્યા છે ને અમે આપના આશિર્વાદ પામી સ્વાતંત્ર્ય્તાનાં ફળ ચાખીયે છીએ.

      સ્વાતંત્ર્ય દિનની શુભ કામના

      Like

Leave a comment